Book Title: Agam Satik Part 04 Suygadanga Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
૨/૧/-૬૪૬
૧૦૩
કહ્યું છે. હવે પ્રાણાતિપાતની વિતિ-વ્રતાદિમાં રહેલને કર્મનો નાશ કેવી રીતે થાય?
સ્વ આત્માની જેમ પાણીને પીડા ઉત્પન્ન થતા કર્મબંધ થાય છે, એ પ્રમાણે મનમાં વિચારે - તે કહે છે–
• સૂpl-૬૪૭ -
તે ભગવંતે છ અવનિકાયને કર્મબંધના હેત કહ્યું છે . તે આ રીતે - પુedીકામ ચાલતુ ત્રસકાય. જેમ કોઈ વ્યક્તિ મને દંડ, હાઇકુ, મહી, ટેફા, પત્થર, ઠીકરા આદિથી મારે છે અથવા તર્જના કરે, પીટે, સંતાપ આપે, તાડન કરે, કલેશ આપે. ઉદ્વેગ પહોંચાડે યાવતુ એક સુંવાડું પણ ખેંચે તો હું આશાંતિ, ભય અને દુઃખ પામું છું તે પ્રમાણે સર્વે જીવો-ભૂતો-પાણો-સત્વો દંડ વડે કે ચાબુક વડે મારવાથી, પીટવાથી, તર્જના કરવાથી, તાડન કરવાથી, પરિતાપ આપવાથી, કિલામણા કરવાથી, ઉદ્વેગ કરાવવાથી વાવ4 એક રોમ પણ ઉખેડવાથી હિંસાકારક દુઃખ અને ભયને અનુભવે છે, આ પ્રમાણે ભણીને સર્વે પ્રાણી આદિને હણવા નહીં, આજ્ઞાકારી ન બનાવવા, પકડી ન રાખવા, પરિતાપવા નહીં કે ઉદ્વેગ ન કરાવવો.
હું કહું છું કે - જે અરિહંત ભગવંતો થઈ ગયા, થાય છે કે થશે તે બધાં એમ કહે છે, બતાવે છે, પરૂપે છે કે - સર્વે પ્રાણી યાવતું સવોને હણવા નહીં આજ્ઞા પળાવવી નહીં ગ્રહણ કરવા નહીં, પરિતાપ ન આપવો, ઉદ્વેગ ન પમાડવો. આ ધર્મ ધુવ છે, નિત્ય છે, શાશ્વત છે, સમસ્ત લોકના દુઃખ જાણીને આમ કહ્યું છે.
આ પ્રમાણે તે ભિન્ન પ્રાણાતિપાત યાવતુ પરિગ્રહથી વિરત થાય, દાંત સાફ ન કરેઅંજન-વમન-ધૂપન-પિબન ન કરે તે ભિક્ષુ સાવધક્રિયાથી રહિત, અહિંસક, આક્રોધી, અમાની, માયી, અલોભી, ઉપશાંત પરિનિવૃત્ત રહે. કોઈ આકાંક્ષા થકી ક્રિયા ન કરે એ જ્ઞાન જે મેં જોયું, સાંભળ્યું કે મનન કર્યું, આ સુચરિત તથ, નિયમ, બ્રહ્મચર્યપાલન, જીવનનિર્વાહ વૃત્તિનો સ્વીકારાદિ ધમના ફળરૂપે અહીંથી ચ્યવને દેવ થાઉં, કામભોગ મને વશવર્તે દુઃખ અને અશુભ કમોંથી રહિત થાઉં, સિદ્ધિને પ્રાપ્ત કરું ઇત્યાદિ - ૪ -
તે ભિક્ષ શબ્દ-રૂપ-ગંધ-રસ-સ્પર્શમાં મૂર્થિત ન થાય. ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, કલહ, અભ્યાખ્યાન, શન્સ, પરપરિવાદ, અરતિરતિ, માયામૃષાવાદ, મિયાદશનશલ્યથી વિરત રહે. તેનાથી ભિક્ષુ મહાન કર્મોના આદાનથી ઉપશાંત થાય છે, સંયમમાં ઉધત અને પાપથી વિરત થાય છે.
જે આ સચિત્ત કે અચિત કામભોગો છે, ભિક્ષુ સ્વયં તેનો પરિગ્રહ ન કરે, બીજા પાસે ન કરાવે, કરનારને અનુમોદે નહીં તેનાથી તે કર્મોના આદાનથી મુક્ત થાય છે, સંયમમાં ઉધત થાય છે, પાપથી વિરત થાય છે.
જે આ સાંપરાયિક કમબંધ છે, તેને ભિક્ષુ સ્વયં ન કરે, બીજ પાસે ન કરાવે, કરનારની અનુમોદના ન કરે, તેનાથી તે કમદિાનથી મુકત થાય - X
૧૦૮
સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૨ તે ભિક્ષુ એમ જાણે કે શનાદિ કોઈ સાધર્મિકે સાધુને ઉદ્દેશીને પ્રાણ, ભૂત, જીવ, સત્વનો આરંભ કરી, ઉદ્દેશીને, ખરીદીને, ઉધાર લઈને, છીનવીને, માલિકને પૂછયા વિના, સામેથી લાવીને, નિમિત્તથી બનાવીને લાવેલ છે, તો તેવા આહાર ન લે, કદાચ ભૂલથી એવો આહાર આવી જાય તો - x • x • વય ન વાપરે, બીજાને ન આપે, તેવો આહાર કરનારને ન અનુમોદ, તો તે કમદાનથી મુકત થાય છે, સંયમે ઉધત થાય છે, પાપથી વિરત રહે છે.
તે ભિક્ષ બીજ માટે કરાયેલ કે રખાયેલ આહાર જે ઉગમ, ઉત્પાદના, એષણા દોષ રહિત હોય, અગ્નિ આદિ શસ્ત્ર દ્વારા પરિણત હોય, અહિંસક, એષણા પ્રાપ્ત, વેશમાંથી પ્રાપ્ત, સદાનિક ભિક્ષાથી પ્રાપ્ત હોય કારણાર્થે, પ્રમાણોપેત ગાડીની ઘારીમાં પ્રાતા તેલ કે લેપ સમાન હોય, કેવલ સંયમ યાત્રા નિવહ અર્થે, બિલમાં પ્રવેશત સાપની માફક તે આહાર વાપરે. અHકાળે અનેપાનકાલે પાણીને, વસ્ત્રકાળે વાને, - x - શય્યાકાળે શવ્યાને સેવે.
તે ભિક્ષુ મયદિ જ્ઞાતા થઈ કોઈ દિશા, વિદિશામાં પહોંચીને ધમનું આખ્યાન કરે, વિભાગ કરે, કિતન કરે, ધર્મ શ્રવણ માટે ઉપસ્થિત-અનુપસ્થિત શ્રોતાને ધર્મ કહે, શાંતિ-વિરતિ-ઉપશમ-નિતfણ-શૌચ-આજીવ-માર્દવ-લાઘવ-અહિંસાદિનો ઉપદેશ આપે. સર્વે પ્રાણી પદિને અનુરૂપ ધર્મ કહે.
તે ભિક્ષ ધમપદેશ કરતાં અન્ન-પાન-વા-સ્થાન-શયા-વિવિધ કામભોગોની પ્રાપ્તિના હેતુ માટે ધર્મ ન કહે. પ્લાનિ રહિતપણે ધર્મ કહે. કમની નિર્જરા સિવાયના કોઈ હેતુથી ધર્મ ન કહે.
આ જગતમાં તે ભિક્ષુ પાસે ધર્મ સાંભળીને, સમજીને ધમચિરણાર્થે ઉધત વીર આ ધર્મમાં સમુપસ્થિત થાય તે સર્વાગત સર્વ ઉપરd, સર્વ ઉપશાંત થઈ કર્મક્ષય કરી પરિનિવૃત્ત થાય છે, તેમ હું કહું છું.
આ પ્રમાણે તે ભિક્ષુ ધમથિ, ધર્મવિ, સંયમનિષ્ઠ, પૂર્વોક્ત પુરુષોમાં પાંચમો પુરુષ પાવર પૌંડરીકને પ્રાપ્ત કરે કે ન કરે તો પણ તે ભિક્ષુ કમનો • સંબંધોનો - ગૃહવાસનો પરિજ્ઞાતા છે, ઉપશાંત • સમિત • સહિત - સાદા સંયત છે. તે સાધુને શ્રમણ, માહણ, ક્ષાંત, દાંત, ગુપ્ત, મુકત, ઋષિ, મુનિ, કૃતિ, વિદ્વાન, ભિક્ષુ, રુક્ષ, તીરાર્થી, ચરણકરણના ગુણોનો પારગામી કહેવાય છે. તેમ હું કહું છું.
• વિવેચન-૬૪૭ :
કર્મબંધના વિચારમાં કેવળજ્ઞાન થયા પછી તીર્થકરે છે જીવલિકાયોને હેતુપણે બતાવ્યા • પૃથ્વીકાયથી ત્રસકાય સુધી. તેમને પીડવાથી જે દુ:ખ ઉત્પન્ન થાય, તે પોતાને થતા દુ:ખથી સિદ્ધ કરી બતાવે છે - જેમકે - મને હવે કહેવાશે તે રીતે દુ:ખ થાય છે, તેમ બીજાને પણ દુ:ખ થાય છે. તે આ પ્રમાણે - દંડ, હાડકા, મુઠી, ઢેફા, કર વડે માસ્વાથી, સંકોચ કરવાથી, ચાબખા મારવાથી, આંગળી વડે તર્જના કરવાથી, ભીંત વગેરે સાથે અફાળવાથી, અગ્નિગી બાળવાથી અથવા અન્ય પ્રકારે પીડા