Book Title: Agam Satik Part 04 Suygadanga Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
૨/૨/-I૬૪૯
૧૧૩
૧૧૮
સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૨
• સૂત્ર-૬૪૯ :
પ્રથમ દંડ સમાદાન [ક્રિયાસ્થાન] અદંડ પ્રત્યચિક કહેવાય છે. જેમ કોઈ પણ પોતાને માટે કે જ્ઞાતિજનો માટે, ઘર-પરિવાર કે મિત્રને માટે, નાભૂત કે મને માટે, વર્ષ બસ કે સ્થાવર જીવોના પ્રાણોને હણે, બીજ પાસે હણાવે કે બીજી દંડ દેનારની અનમોદના રે, એ રીતે તેને તે ક્રિયાને કારણે સાવધ કર્મનો બંધ થાય છે. આ પ્રથમ દંડ સમાદાન છે.
• વિવેચન-૬૪૯ :
જે પ્રથમ દંડ બતાવ્યો તે અર્થદંડ કહેવાય છે, તે આ પ્રમાણે - જેમ કોઈ પરમ, ઉપલક્ષણથી ચારે ગતિના પ્રાણી પોતાના માટે તથા સ્વજનાદિ માટે, ઘરના નિમિતે, દાસી-કર્મકાદિ માટે કે ઘરની આજીવિકાની વસ્તુ માટે, મિત્ર-નાગ-ભૂતયાદિને માટે તેવા સ્વ-પને ઉપઘાતરૂપ દંડ વસ-સ્થાવર પ્રાણિને સ્વયં દુ:ખ દે, - x• પ્રાણિના ઉપમઈકારિણી ક્રિયા કરે છે. બીજા પાસે તેમ કરાવે, બીજા જીવોને દુ:ખ આપનારને અનુમોદે, આવું કરણ-કરાવણ-અનુમોદનથી તે આમાને તે સંબંધી સાવધક્રિયાનું કર્મ બંધાય છે. આ પ્રથમ દંડ સમાદાન અર્થદંડ પ્રત્યયિક કહે છે.
• સૂત્ર-૬૫o :
હવે બીજી દંડસમાદાનરૂપ અનદિંડ પ્રત્યયિક કહે છે. જેમ કોઈ પુરુષ જે આ પ્રસ પ્રાણી છે, તેને ન તો પોતાના શરીરની અતિ માટે મારે છે, ન ચામડાંને માટે, ન માંસ માટે, ન લોહી માટે, તેમજ હૃદય-પિત્ત-ચરબી-પિછા-પૂંછ-વાળસ્સીંગવિઘણ-દાંતદાઢ-નખ-નાડી-હાડક-માને માટે મારતા નથી. મને માર્યો છે-મારે છે કે મારશે માટે નથી મારdl. અપોષણ તથા પશુપોષણ માટે, પોતાના ઘરની મરમ્મત માટે નથી મારતા શ્રમણ-માહણની આજીવિકા માટે, કે તેના શરીરને કોઈ ઉપદ્રવ ન થાય, તેથી પnિણ હેતુ નથી મારતો, પણ નિયોજન જ તે પાણીને હ દેતો હણે છે, છેદે છે, ભેદે છે, અંગો કાપે છે, ચામડી ઉતારે છે, આંખો ખેંચી કાઢે છે, તે અજ્ઞાની વૈરનો ભાગી બને છે, તે અનર્થદંડ છે.
જેમ કોઈ ફરક નદીના તટ પર, દ્રહ પર, જળરાશિમાં, તૃણરાશિમાં, વલયમાં, ગહનમાં, ગહનદુગમાં, વનમાં, વનદુગમાં, પર્વતમાં, પતિદુગમાં તૃણઘાસ બિછાવી બિછાવીને સ્વયં આગ લગાડે, બીજી દ્વારા આગ લગાવે, આગ, લગાડનાર બીજાને અનુમોદ, તે પુરષ નિપ્રયોજન પ્રાણીને દંડ આપે છે. તે પુરુષને વ્યર્થ જ પ્રાણીના ઘાતને કારણે સાવધ કર્મબંધ થાય છે. આ બીજે દંડ સમાદાન-અનર્થદંડ પ્રત્યયિક કહ્યો.
• વિવેચન-૬૫o :
હવે બીજું અનર્થદંડ પ્રત્યયિક દંડ સમાદાન બતાવે છે - જેમ કોઈ પુરુષ નિપ્લમિત, તિવિવેકપણે પ્રાણીની હિંસા કરે તે બતાવે છે . જે કોઈ આ સંસારવતી પ્રત્યક્ષ બસ્ત આદિ પ્રાણીને હણે છે - તે અને માટે હણતો નથી, ચર્મ માટે પણ નહીં, માંસ-લોહી-હૃદય-પિત્તચરબી-પીછા-પુંછ-વાળ-શીંગ-વિષાણ-નખ-સ્નાયુ-અસ્થિ
મજા એવા કોઈ કારણને ઉદ્દેશીને હસ્યા નથી, હણતો નથી અને હણશે પણ નહીં. મને કે મારા સગાને માટે કે પુત્ર આદિના પોષણને માટે પણ હણતો નથી કે પશુના પોષણને માટે પણ હણતો નથી.
ઘરના ક્ષણ માટે તથા શ્રમણ-બ્રાહ્મણની આજીવિકા માટે પણ હણતો નથી, તેણે જે જીવોને પોતાના આશ્રયે પાળેલા છે, તેમનાથી તે શરીરને કંઈપણ રક્ષણ થતું નથી, છતાં તેની હિંસા કરાવે છે. એ રીતે કારણ વિના મણ કીડાને ખાતર અથવા વ્યસનથી પ્રાણીને દંડાદિથી મારે છે, કાન-નાકને છેદે છે, શૂલાદિ વડે ભેદે છે, શરીરના બીજા ભાગોને લેપે છે - નાશ કરે છે, વિલેપે છે, આંખ ખેંચી લે છે, ચામડી કાપે છે, હાથ-પગ છેદે છે, નકના પરમાધામી માફક પ્રાણીને નિર્નિમિત્તે વિવિધ ઉપાયોથી પીડા ઉત્પન્ન કરે છે. તથા જીવ લેનારો પણ થાય છે.
તે બાળક માફક સવિવેક છોડીને, આત્માને વિસારીને, જડ જેવો, વગર વિચાર્યે, જન્માંતર અનુબંધી પૈર બાંધે છે. આ રીતે નિર્નિમિત્ત જ પંચેન્દ્રિય પ્રાણીને પીડતો જે રીતે અનર્થદંડ થાય છે, તે બતાવ્યું.
હવે સ્થાવર જીવોને આશ્રીને કહે છે - જેમ કોઈ નિર્વિવેક પુરુષ માર્ગમાં જતા વૃક્ષાદિના પાંદડાને દંડાદિ વડે તોડતો ફળની ઇચ્છા વિના નિરર્થક કિડા કરે છે. તે દશવિ છે - જે આ પ્રત્યક્ષ સ્થાવર વનસ્પતિકાય જીવો છે જેમકે - ઇક્કડાદિ વનસ્પતિ વિશેષ મને કંઈ કામ આવશે, તેમ માનીને ન છેદે, પરંતુ તેના પાન, પુષ્પ, ફળાદિની ઇચછા વિના માત્ર રમત ખાતર છેદે ઇત્યાદિ - X • તથા પુત્ર કે પશુના પોષણ માટે નહીં, ઘર સમારવા નહીં, શ્રમણ-બ્રાહ્મણની વૃત્તિ માટે નહીં, શરીરની પુષ્ટિ માટે નહીં, નિરર્થક જ વનસ્પતિનું છેદન-ભેદન કરીને જન્માંતર અનુબંધી વૈરને બાંધે છે. આ વનસ્પતિ આશ્રિત અનર્થદંડ કહ્યો.
હવે અગ્નિકાય આશ્રયી કહે છે - જેમ કોઈ પુરુષ સદસદ વિવેકરહિત થઈ કચ્છ આદિ દશ સ્થાનોમાં - x - ઘાસ, પુષ આદિમાં અગ્નિ મુકે કે ઘણાં જીવોને દુ:ખદાયી દવ લગાડવા બીજા પાસે અગ્નિ મૂકાવે કે અગ્નિ મુકનારને અનુમોદે. આ પ્રમાણે ત્રણ યોગ-ત્રણ કરણથી જીવહિંસા સંબંધી આગ લગાવડાવી મહા પાપ કરે છે. આ બીજો અનર્થદંડ સમાદાન છે. હવે ત્રીજું કહે છે
• સૂત્ર-૬૫૧ -
હવે ત્રીજે ક્રિયાસ્થાન-દંડ સમાદાન હિંસાદંડ પ્રત્યયિક કહે છે. જેમ કોઈ પુરષ વિચારે કે - મને કે મારા સંબંધીને, બીજાને કે બીજાના સંબંધીને માય છે, મારે છે કે મારશે, એમ માનીને બસ-સ્થાવર પ્રાણીને સ્વયં દંડ આપે, બીજા પાસે દંડ અપાવે, બીજ દંડ દેનારને અનુમોદે તે હિંસાદંડ છે. તેના પરપને હિંસા પ્રત્યાયિક સાવધકર્મનો બંધ થાય છે તે ત્રીજો દંડ સમાદાન-હિંસાદંડ પ્રત્યચિક કહેવાય છે.
• વિવેચન-૬૫૧ - હવે ત્રીજું દંડ સમાદાન હિંસાદંડ પ્રત્યયિક કહે છે. જેમ કોઈ પુરુષ પોતાના