Book Title: Agam Satik Part 04 Suygadanga Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
૨/૫/૧/૭૩૩ થી ૭૩૫
પણ ન કહેવું. કેમકે સમ્યક્ દર્શનાદિભાવથી સુખરૂપ પણ દેખાય છે.
કહ્યું છે કે - તૃણ સંચારે બેસેલ, રાગ-મદ-મોહ નષ્ટ થયા છે તેવા મુનિવર જે મુક્તિ સુખ અનુભવે, તેવું સુખ ચક્રવર્તીને પણ ક્યાંથી હોય? તથા ચોર લફંગાને મારી નાંખવા જોઈએ એવું ન બોલવું અને ન મારવા જોઈએ તેમ પણ ન કહેવું કેમકે તેથી હિંસા અથવા ચૌરાદિની અનુમોદના થાય. - ૪ - સિંહ, વાઘ આદિ બીજા જીવોને મારી નાંખે છે તે જોઈને માધ્યસ્થભાવ રાખવો, પણ તેને મારી નાંખો કે ન મારો તેવું સાધુ ન બોલે. - ૪ - એ રીતે બીજો પણ વાયમ પાળવો. જેમકે - આ બળદ આદિ વહન કરવા યોગ્ય છે કે નથી, વૃક્ષાદિ છેદવા યોગ્ય છે કે નથી, એવા વચન ન બોલવા.
૨૦૫
[૭૩૫] વળી આ વાક્યમ અંતઃકરણ શુદ્ધિને આશ્રીને બતાવે છે - આ૫ણા શાસ્ત્રમાં કહ્યા મુજબ જેનો આત્મા સંયત છે, તે નિભૃત આત્માવાળા છે. [આવો ક્યાંક પાઠ છે.] આપણા શાસ્ત્રમાં કહ્યા મુજબ બરોબર આચાર પાળનારા તે “સમ્યગ્ આચારવાળા' છે. અથવા જે સમ્યક્ આચારવાળા છે. તે સમિતાચારી છે. કે જેઓ ભિક્ષાવૃત્તિથી જીવન ગુજારે છે, તથા સાધુની વિધિએ જીવે છે. તેથી કહે છે કે - તેઓ ઉપરોધ વિધાનથી જીવતા નથી. તેમજ ક્ષાંત, દાંત, જીતક્રોધી, સત્યસંધી, દૃઢવી, યુગાંતર માત્ર દૃષ્ટિથી ચાલનારા, પરિમિતપાણી પીનારા, મૌની, સદા જીવરક્ષક, વિવિક્ત એકાંત ધ્યાન કરનાર, કુતુહલરહિત એવા ગુણવાળા સરાગી હોવા છતાં વીતરાગી માફક વર્તે છે, એવું માનીને આ મિથ્યાત્વથી જીવે છે તેમ ન વિચારવું, એવું મનમાં પણ ન વિચારવું, એવું વાણીથી પણ ન બોલવું કે આ મિથ્યા-ઉપચાર પ્રવૃત્ત માયાવી છે. આ કપટી છે કે સરળ છે તેવો નિશ્ચય છાસ્થ, સામાન્ય જ્ઞાનવાળો કરી ન શકે. તે સાધુ જૈન હોય કે અન્યધર્મી, પણ સાધુ આવું વચન ન બોલે. કહ્યું છે કે બીજાના ગુણ કે દોષ વિચારવા કરતા તેટલો વખત શુદ્ધ ધ્યાનમાં મનને દોરવું. - વળી - - સૂત્ર-૭૩૬,૭૩૭ :
“અમુક પાસેથી દાન મળે છે કે નથી મળતું" એવું વચન મેધાવી સાધુ ન બોલે. પણ શાંતિ માર્ગની વૃદ્ધિ થાય તેવું વચન કહે...અહીં કહેલા જિનોપદિષ્ટ સ્થાનો વડે પોતાને સંયમમાં સ્થાપિત કરી સાધુ મોક્ષપર્યન્ત સંયમાનુષ્ઠાનમાં રહે. • તેમ હું કહું છું.
-
• વિવેચન-૭૩૬,૭૩૭ :
દાન-દક્ષિણા. તેની પ્રાપ્તિ તે દાનલાભ, આ ગૃહસ્થાદિથી થશે કે નહીં થાય, તેવું વચન મેધાવી-મર્યાદા વ્યવસ્થિત સાધુ ન બોલે. અથવા પોતાના કે અન્યદર્શની સાધુને દાન દેવા કે લેવામાં જે લાભ છે તે એકાંતે સંભવે છે અથવા નથી સંભવતો તેવું એકાંત વચન ન બોલે, કેમકે તેનાથી દેવામાં કે લેવામાં નિષેધ દોષની ઉત્પત્તિ છે. તે જ કહે છે - તે દાનના નિષેધથી દાનાંતરાય અને સામાને કલેશ થઈ શકે.
તે દાનની અનુમતિથી આરંભનો દોષ લાગે. તેથી દાન આપવા - ન આપવાનું એકાંત વચન ન બોલે.
તો શું બોલે? તે દર્શાવે છે - શાંતિ એટલે મોક્ષ, તેનો માર્ગ તે સમ્યગ્
સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૨ દર્શન-જ્ઞાન-ચાસ્ત્રિરૂપ છે, તેની વૃદ્ધિ કરો, જેમ મોક્ષમાર્ગની અભિવૃદ્ધિ થાય તેવું બોલે. સારાંશ એ કે - કોઈ પૂછે તો કોઈ વિધિ-નિષેધ સિવાય દેવા-લેવા સંબંધી નિસ્વધ વચન બોલે.
૨૦૬
એ રીતે બીજું પણ વિવિધ દેશના અવસરે સમજી લેવું. કહ્યું છે કે - જે સાવધ કે નિવધ વચન જાણતો નથી - તે મૌન રહે અથવા વિચારીને બોલે, ઇત્યાદિ. હવે અધ્યયન સમાપ્તિ કરતા કહે છે–
[૩૭] આ રીતે એકાંત વચનનો નિષેધ કરીને અનેકાંતમય સ્થાપન કરનારા વચનો, જે વાણીના સંયમપ્રધાન અને સમસ્ત અધ્યયનમાં કહેલા છે, તે રાગ-દ્વેપરહિત જિનો વડે કહેવાયા છે. હું મારા સ્વમતિ વિક્લ્પોથી કહેતો નથી. તેને હૃદયમાં ધારતો સંયમવંત મુનિ, આ સ્થાનો વડે આત્મભાવમાં વર્તતો મોક્ષપર્યન્ત-સર્વકર્મના ક્ષયરૂપ મોક્ષ સુધી સંપૂર્ણતયા સંયમાનુષ્ઠાનમાં વર્તે એ પ્રમાણેનો ઉપદેશ જાણવો. કૃતિ - પરિસમાપ્તિ માટે છે. વીમિ - પૂર્વવત્ જાણવું. • x -
શ્રુતસ્કંઘ-૨ અઘ્યયન-૫ “આયારશ્રુત''નો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ