Book Title: Agam Satik Part 04 Suygadanga Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 109
________________ ૨/૫/-/૨૯,૭૩૦ ૨૦૩ ૨૦૪ સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ સિદ્ધનું સર્વવ્યાપીવ યુક્તિ યુક્ત નથી. લોકાણે જ સિદ્ધોનું સ્થાન છે. સિદ્ધોની ગતિ - કર્મ મુક્ત જીવોની ઉર્ધ્વ ગતિ છે. તે જ કહ્યું છે કે - તુંબડુ, એરંડફળ, અગ્નિ, ધુંવાડો કે ધનુષથી છોડેલ બાણ ઉંચે જાય છે તેમ પૂર્વપયોગથી સિદ્ધના જીવોની ઉંચી ગતિ છે. તેથી સિદ્ધિનું પોતાનું સ્થાન છે, તેવી સંજ્ઞા ધારણ કરે. હવે સિદ્ધિમાં જનારા સાધુ તથા તેના પ્રતિપક્ષભૂત અસાધુનું અસ્તિત્વ બતાવતા કહે છે • સૂત્ર-૭૩૧,૭૩૨ - સાધુ, અસાધુ નથી તેમ ન વિચારવું, પણ સાધુ અને અસાધુ છે તેમ માનવું...કલ્યાણ કે પાપ નથી તેમ ન વિચારવું, પણ તે છે તેમ માનવું. વિવેચન-૩૩૧,૩૨ : [૩૧] “જ્ઞાન, દર્શન, ચાત્રિ ક્રિયાયુક્ત મોક્ષમાર્ગે જનાર સાધુ નથી, કેમકે સંપૂર્ણ રત્નત્રય અનુષ્ઠાનનો અભાવ છે, તેના અભાવે અસાધુનો પણ અભાવ છે. પરસ્પર અપેક્ષાએ એકનો અભાવ થતાં બીજાનો પણ અભાવ થશે" - આ પ્રમાણેની સંજ્ઞા ધારણ ન કરવી. પણ સાધુ છે. જૈિનાચાર્ય કહે છે-] પૂર્વે સિદ્ધિને સિદ્ધ કરી, આ સિદ્ધિ સાધુના અભાવે સિદ્ધ ન થાય. તેથી ‘સાધુ સિદ્ધ થાય છે. તેના પ્રતિપક્ષ અસાધુ પણ સિદ્ધ થાય છે. ‘સંપૂર્ણ રત્નત્રયના અનુષ્ઠાનનો અભાવ” કહ્યો તે પણ સિદ્ધાંતનો અભિપ્રાય જાણ્યા વિના જ છે. કહે છે કે - સમ્યમ્ દષ્ટિ, ઉપયોગવંત, રાગ-દ્વેષ સહિત, સારા સંયમવંત, કૃતાનુસાર આહારાદિને શુદ્ધ બુદ્ધિએ લેતાં કવચિત્ અનેaણીય ગ્રહણ થાય તો પણ સતત ઉપયોગથી સંપૂર્ણ રત્નત્રય અનુષ્ઠાન [સાધુને છે જ. | [વાદી કહે છે-] આ ભય કે અભક્ષ્ય છે, આ ગમ્ય કે અગમ્ય છે, આ પ્રાસુક એષણીય છે કે વિપરીત છે, એવા રાગ-દ્વેષનો સંભવ હોવાથી સમભાવરૂપ સામાયિકનો અભાવ છે. જૈિનાચાર્ય કહે છે-] તમારું કથન અજ્ઞાન છે, કેમકે સામાયિકવંત સાધુને રાગદ્વેષથી ભક્ષ્યાભઢ્ય આદિ વિવેક નથી, પણ મોક્ષના પ્રધાન અંગ-ચાસ્ત્રિની સાધના માટે છે, વળી મિત્ર કે ભુ પરત્વે સમભાવ તે સામાયિક છે. ભક્ષ્યાભઢ્યની સમવૃતિ થકી નહીં. આ રીતે મુક્તિમાર્ગ પ્રવૃત્તને ‘સાધુત્વ' છે, બાકીનાને ‘અસાધુત્વ' છે, તેમ બતાવી હવે કલ્યાણ અને પાપને કહે છે [૩૨] જે ઇષ્ટ ફળની સંપ્રાપ્તિ તે ‘કલ્યાણ'. તે નથી. કેમકે બૌદ્ધો કહે છે. - બધાં પદાર્થો અશુચિ છે માટે કલ્યાણ નથી તેના અભાવે કોઈ કલ્યાણવંત પણ નથી. આત્મા અદ્વૈતવાદીના મતે પુરુષ જ બધું છે, માટે પાપ કે પાપવાળો પણ કોઈ નથી. માટે બંનેનો અભાવ છે. * આવી કલ્યાણ અને પાપના ભાવરૂપ સંજ્ઞા ધારણ ન કરે. જૈનાચાર્ય કહે છે-] કલ્યાણ અને કલ્યાણવંત છે અને પાપ તથા પાપવાળા પણ છે, તેવી સંજ્ઞા ધારણ કરે. બૌદ્ધોના મતે બધું અશુચિ હોય તો બુદ્ધને પણ અશુચિવ લાગું પડશે. x - સ્વ દ્રવ્ય-ફોન-કાલ-ભાવ અપેક્ષાએ સર્વ પદાર્થો વિદ્યમાન છે, પરભાદિ વડે નથી. કેમકે દરેક વસ્તુ સાસરૂપે છે. • x - આત્માના અદ્વૈતભાવના અભાવથી પાપનો અભાવ નથી. અદ્વૈતભાવમાં સુખી-દુ:ખી, રોગી-નીરોગી, સુરુપ-કુરૂપ, દુર્ભગ-સુભગ - X - ઇત્યાદિ જગ વૈચિત્ર્ય સિદ્ધ ન થાય. વળી જે બ્રાહ્મણ ચાંડાળમાં સમદર્શીપણું કહ્યું, તે સૌને સમાન પીડા થાય છે. તેથી બ્રાહાણ-ચાંડાળમાં વિચિત્રપણું નથી એમ ન સમજવું. તેથી એકાંતે કલ્યાણ કે પાપ નથી. કેમકે કેવલીને ઘનઘાતિ કર્મ ચતુષ્ટય નષ્ટ થવા છતાં પણ સાતાઅસાતાનો ઉદય હોય છે. તથા નારકોને પણ પંચેન્દ્રિયપણે, વિશિષ્ટ જ્ઞાનાદિ હોવાથી તેઓ એકાંતે પાપી નથી. તેથી જીવોને કથંચિત કલ્યાણ અને કઈંચિત પાપ વિધમાન છે. આ રીતે કલ્યાણ-પાપનું અનેકાંતપણું કહી એકાંતના દોષ કહે છે• સૂત્ર-933 થી ૩૫ - કોઈ એકાંત કલ્યાણવત કે એકાંત પાપી છે, તેવો વ્યવહાર થતો નથી. પોતાને શમણ માનતા બાલપંડિત કર્મબંધને જાણતા નથી...જગqના પદાર્થો એકાંત નિત્ય કે અનિત્ય છે, જગત દુઃખરૂપ છે, અપરાધી પાણી વધ્ય કે અવધ્ય છે, એવું કથન સાધુ ન કરે...સમિત આચરી, નિદૉષ ભિક્ષાજવી સાધુ દેખાય છે, તેઓ મિટયા જીવે છે તેમ ન માનવું. • વિવેચન-833 થી ૩૩૫ : [33] સુખ કે આરોગ્યનું શોભનપણું આણે તે કલ્યાણ. તે જેને છે તે કલ્યાણી-કચાણવાનું. એ જ રીતે પાપ-પાપી જાણવા. કોઈ સર્વથા પુન્યવાનું કે સર્વથા પાપી છે, તેવો વ્યવહાર નથી. કેમકે તેવા એકાંતપણાનો અભાવ છે. બધી વસ્તુને અનેકાંતથી અમે પૂર્વે સિદ્ધ કરી છે. આ વ્યવહાર બધે યોજવો. - જેમકે-રોકાંતે સર્વત્ર વીર્ય છે કે નથી તેવો એકાંત વ્યવહાર ન ચાલે. તેમ લોક કે અલોક નથી, જીવ કે અજીવ નથી એવો એકાંત વ્યવહાર નથી. એ રીતે ક્યાંય એકાંત વચન ના ચાલે. “વેર-વિરોધ, તે બીજાને પીડા કરવાથી થાય છે.” તેવું રાગદ્વેષયુક્ત જ્ઞાની પોતાને પંડિત માનનારા - X - જાણતા નથી પરમાર્થરૂ૫ અહિંસા લક્ષણ ધર્મ કે અનેકાંત પક્ષનો તેઓ આશ્રય લેતા નથી. અથવા “જે પૈર છે તેને તે બાલપંડિત શ્રમણો જાણતા નથી” એવું પણ એકાંતે ન બોલવું, કેમકે તેઓ પણ કંઈક જાણે જ છે. વળી તેમને “તમે નથી જાણતા” એવું કહેવાથી તે નિમિતે ક્રોધ ઉતપન્ન થાય છે, માટે ન બોલવું. કહ્યું છે કે - જે બોલવાથી બીજાને અપીતિ કે ક્રોધ થાય, તેવી અહિત કરનારી ભાષા સર્વથા સાધુ ન બોલે. [૩૪] વાણીના સંયમને આશ્રીને કહે છે - સ - સંપૂર્ણ. સાંખ્ય મત મુજબ નિત્ય છે એવું ન બોલે કેમકે પ્રત્યેક સમયે બધી વસ્તુમાં જુદું-જુદું રૂપ દેખાય છે. તે આ જ છે.” એવું એકત્વ સાધક વચન ખોટું છે - x • તથા મfપ શબ્દથી “એકાંત ક્ષણિક છે.” તેમ પણ ન બોલવું. કેમકે સર્વથા ક્ષણિક બોલતા પૂર્વનું સર્વથા નાશ થાય, તો પછી જે નવું થાય, તે નિર્દેતુક થયું કહેવાય. જે નિત્ય છે, તે સાચું કે ખોટું છે બોલીએ તો હેતુ વિના અન્યોન્ય અપેક્ષણા થાય. તથા “સર્વ જગતુ દુ:ખરૂપ છે" તેમ

Loading...

Page Navigation
1 ... 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120