Book Title: Agam Satik Part 04 Suygadanga Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 69
________________ ૨/-/૬૫૩ ૧૨૩ છે. બીજાને ધમકાવે છે, તેમ ન થાય તો આપઘાત કરે છે. તથા અવિનયી, ચપળ, કંઈ ન કરનારો, માની થઈ બધે દુઃખી થાય. એ રીતે તે માન નિમિતે સાવધકર્મ બાંધે. આ નવમું ક્રિયાસ્થાન કહ્યું. • સૂત્ર-૬૫૮ - હવે દશમા ક્રિયા સ્થાનમાં મિત્રદોષ પ્રત્યચિકને કહે છે. જેમકે - કોઈ પર માતા, પિતા, ભાઈ, બહેન, પત્ની, પુત્રી, પુત્ર કે પુત્રવધૂ સાથે વસતા તેમાંથી કોઈ થોડો પણ અપરાધ કરે તો તેને સ્વયં ભારે દંડ આપે છે. જેમકે • શિયાળામાં અતિ ઠંડા પાણીમાં ડૂબાડે, ગમમાં અતિ ગરમ પાણી શરીર ઉપર છોટે, અનિથી તેનું શરીર બાળ, જોતર-સ્નેતર-છડી-ચામડું-લતા-ચાબુક અથવા કોઈ પ્રકારના દોરડાથી માર મારી, તેમની પીઠની ખાલ ઉતારે તથા દંડ-હાડકમહી-રોફા-ઠીકરા કે ખપરથી માર મારીને શરીરને ઢીલું કરી દે છે. આવા પુરષ સાથે રહેવાથી પરિવારજન દુ:ખી રહે છે. આવો પુરુષ પ્રવાસ કરવા જાય - દૂર જાય ત્યારે તે સુખી રહે છે. આવો પણ કઠોર દંડ દાતા, ભારે દંડ દાતા, દરેક વાતમાં દંડ આગળ રાખનાર છે. તે આ લોકમાં પોતાનું અહિત કરે જ છે, પણ પરલોકમાં પણ પોતાનું અહિત કરે છે. તે પરલોકમાં ઇધ્યળિ, ક્રોધી, નિંદક બને છે. તેને મિત્ર દોષ પ્રત્યયિક કર્મનો બાંધ થાય છે. આ દશમું ક્રિયાસ્થાન તે મિત્ર દોષ-પ્રત્યાયિક નામક છે. • વિવેચન-૬૫૮ : હવે દશમું કિયા સ્થાન મિત્રદોષ પ્રત્યયિક કહ્યું છે. જેમકે કોઈ પુરુષ ઘરનો માલિક હોય, તે માતા-પિતા-મિત્ર-સ્વજનાદિ સાથે રહેતો હોય, તે માતા-પિતા આદિમાંથી કોઈ અજાણતા કંઈ નાનો અપરાધ કરે, દુર્વચનાદિ કહે અથવા હાથ-પગ આદિને સંઘટે ત્યારે પોતે ક્રોધી બનીને તે અપરાધીને ભારે શિક્ષા આપે છે. જેમકે - શિયાળાની સખત ઠંડીમાં અપરાધકર્તાના શરીરને પાણીમાં ડૂબાડે, ગરમ પાણીથી તેની કાયાને સીંચે, ગરમ તેલ કે કાંજીથી તેને દઝાડે, અગ્નિકાય કે ગરમ લોઢાથી ડામ દે. તેમજ જોતરાથી, વેગ આદિથી તાડન કરતા તે અપરાધકના પડખાંના ચામડાં ઉતરડાવે લાકડી આદિથી સખત મારે. આ પ્રમાણે થોડા અપરાધમાં ઘણો ક્રોધ કરી દંડ કરે. તેવા પુરુષની સાથે રહેતા તેના સહવાસી માતા-પિતાદિ દુર્મના થઈને અનિષ્ટની આશંકાવાળા થાય છે. તે દેશાંતરે જાય ત્યારે તેના સહવાસી સુખ માને છે. તેવો પુરુષ અા અપરાધમાં ઘણી શિક્ષા કરે છે, તે દર્શાવતા કહે છે જેની પાસે દંડ છે, તે દંડ પાર્શી અથવા કોઈનો થોડો અપરાધ જુએ તો પણ ક્રોધ કરીને દંડ પાડે છે. તે દંડ પણ મોટો હોય છે, તે બતાવે છે - તે દંડ પણ મોટો હોય, તથા દંડ વડે ગુરૂત્વ બતાવે તેવી દંડ પુરસ્કૃત- સદા દંડ કરનાર છે. તે પોતાને તથા પાકાને આ જન્મમાં અહિત છે, કેમકે પ્રાણીને દંડ કરીને અહિત કરે છે. તેમજ ૧૨૪ સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૨ પશ્લોકમાં પણ અહિતકર છે. કેમકે તેનો તેવો સ્વભાવ હોવાથી કોઈને પણ, કંઈપણ નિમિત્તથી વારે વારે બાળે છે. વળી તે ઘણો ક્રોધી હોવાથી વધ-બંધ-છવિચ્છેદ આદિ પાપક્રિયામાં જલ્દી પ્રવર્તે છે. તેમ ન બને તો ઘણાં હેપથી મર્મ ઉદ્ઘાટન કરતા પીઠ પાછળ નિંદા કરે છે. તથા એવું બોલે છે કે સામો માણસ સાંભળીને બળે અને ક્રોધી થઈને બીજાનું બગાડે. આવા મહાદંડમાં પ્રવર્તેલાને દંડ પ્રત્યયિક સાવધ કર્મ બંધાય છે. આ દશમું ક્રિયાસ્થાન મિત્રદ્રોહ પ્રત્યયિક કહ્યું. કેટલાંક આચાર્યો આઠમું કિયાસ્થાન આત્મદોષ પ્રત્યયિક, નવમું પરદોષ પ્રત્યયિક, દશમું પ્રાણવૃત્તિક ક્રિયાસ્થાન કહે છે. • સૂત્ર-૬૫૯ : હવે અગિયારમું કિયાસ્થાન માયા પ્રત્યાયિક કહે છે. કેટલાક માણસો] જે આવા હોય છે . ગૂઢ આચારવાળા, અંધારામાં ક્રિયા કરનાર, ઘુવડની પાંખ જેવા હલકા હોવા છતાં, પોતાને પર્વત સમાન ભારે સમજે છે. તેઓ આર્ય હોવા છતાં અનાર્યભાષાનો પ્રયોગ કરે છે તેઓ અન્ય રૂપમાં હોવા છતાં પોતાને અન્યથા માને છે. એક વાત પૂછો તો બીજી વાત બતાવે છે, જે બોલવાનું હોય તેનાથી વિરુદ્ધ બોલે છે. જેમ કોઈ પુરુષ પોતાને લાગેલ કાંટો-અંત:શલ્ય સ્વયં બહાર ન કાઢે, ન બીજ પાસે કઢાવે, ન તે શલ્યને નષ્ટ કરાવે, પણ તેને છુપાવે. તેથી પીડાઈને અંદર જ વેદના ભોગવે, તે પ્રમાણે માયાની માયા કરીને તેની આલોચના ન કરે, પ્રતિકમણ ન કરે, નિંદા ન કરે, ગહર્ત ન કરે, તેને દૂર ન કરે, વિશુદ્ધિ ન કરે, ફરી ન કરવા ઉધત ન થાય, યથાયોગ્ય પ્રાયશ્ચિત ન સ્વીકારે. આ રીતે માયાવી આ લોકમાં અવિશ્વાસ્થ થાય, પરલોકમાં પુનઃ પુનઃ જન્મ-મરણ કરે છે. તે બીજાની નિંદા અને ગર્ણ કરે છે, સ્વપશંસા કરે છે, દુષ્કર્મ કરે છે, તેનાથી નિવૃત્ત થતો નથી, પ્રાણીઓને દંડ દઈને છુપાવે છે આનો માયાવી શભ લેયાને અંગીકાર કરતો નથી. એ રીતે તે માયાપત્યયિક સાવધ કર્મનો બંધ કરે છે. આ અગિયારમું મારા પ્રત્યાયિક ક્રિયા સ્થાન છે. વિવેચન-૬૫૯ - હવે અગિયારમું કિયાસ્થાન કહે છે. તે આ પ્રમાણે - જે કોઈ આવા પુરુષો હોય છે, " કેવા ? ગૂઢ આચારવાળા - ગળાં કાપનારા, ગાંઠ છેદનારાદિ. તેઓ વિવિધ ઉપાયોથી વિશ્વાસ પમાડીને પછી અપકાર કરે છે • x - તેઓ માયાચારથી ગુપ્ત રીતે અધર્મ કરે છે. અંધારામાં પાપ વ્યાપાર કરનારા - x • બીજા ન જાણે તેમ અકાર્ય કરે છે. તેઓ સ્વોટાથી ઘુવડના પીછાં જેવા હલકા હોવા છતાં -x - પોતાને પર્વત જેવા શ્રેષ્ઠ માને છે અથવા કાર્યમાં પ્રવૃત હોવા છતાં પર્વત માફક બીજા કોઈ રોકી શકતા નથી. તેઓ આદિશમાં જન્મેલા હોવા છતાં શઠતાથી આત્માને છુપાવવા અને બીજાને ભય પમાડવા માટે અનાર્યભાષા બોલે છે, બીજાને ભ્રમમાં પાડવા

Loading...

Page Navigation
1 ... 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120