Book Title: Agam Satik Part 04 Suygadanga Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 88
________________ ૨/૩/ભૂમિકા ૧૬૧ છે, તે જેમ બાધાને માટે નથી તેમ કેવલીને ખાવાનું પણ નિવારણ થાય તેમ નથી. વળી ભૂખ લાગવી તે મોહનીયકર્મનો વિપાક નથી, પણ ભૂખના વિપાકના પ્રતિપક્ષની નિવૃત્તિ છે. - ૪ - ૪ - ૪ - ૪ - ૪ - ક્ષુધા વેદનીય તો રોગ, ઠંડી, તાપની માફક જીવ પુદ્ગલ વિપાકીપણાથી વાસના દૂર કરવા માત્રથી ભૂખ દૂર ન થાય કેમકે ભૂખ મોહસંબંધી વિપાક નથી. “જગત્ ઉપકારી તીર્થંકરને અનંતવીર્ય હોવાથી તૃષ્ણારહિત થયા પછી ખાવાની શું જરૂર છે ?' એવો પ્રશ્ન જ નિરર્થક છે. છદ્મસ્થ અવસ્થામાં પણ તીર્થંકર વિશિષ્ટ વીર્યવાન્ જ હોય છતાં ખાય જ છે ને ? તે આહાર દીર્ધકાળનું આયુ છે માટે શરીરના રક્ષણાર્થે જ લેવાનો છે. આ ઉપરાંત કેવલીને વેદનીયકર્મના ઉદયમાં અગિયાર પરીષહો તો હોય જ છે. બાકીના અગિયાર જ્ઞાનાવરણીય આદિ જનિત જ દૂર થયા છે. તે મુજબ કેવલીને આહાર લેવાનું સિદ્ધ થાય છે. આ પરીષહોમાં ભૂખ, તરસ, ઠંડી, ગરમી, ડાંસ મચ્છર, નગ્નતા, અરતિ, સ્ત્રી, ચર્યા, નિષધા, શય્યા, આક્રોસ, વધ, યાચના, અલાભ, રોગ, તૃણસ્પર્શ, મલ, સત્કાર-પુરસ્કાર, પ્રજ્ઞા, અજ્ઞાન અને દર્શન એ બાવીશ પરીષહો મુમુક્ષુએ સહન કરવાના છે. તેમાં જ્ઞાનાવરણથી ઉત્પન્ન તે પ્રજ્ઞા, અજ્ઞાન છે. દર્શન મોહનીયથી દર્શન છે, અંતરાયથી અલાભ પરીષહ છે. ચાસ્ત્રિ મોહનીયથી નગ્નતા, અરતિ, સ્ત્રી, નિષધા, આક્રોશ, યાચના અને સત્કારપુરસ્કાર છે. આ અગિયાર પરીષહો કેવળીને ન હોય કેમકે તેના કારણભૂત કર્મોનો ક્ષય થયો છે. કારણના અભાવમાં કાર્યની ઉત્પત્તિ ન હોય. પણ બાકીના ૧૧-પરીષહો વેદનીયકર્મ હોવાથી વિધમાન છે. તે આ પ્રમાણે - ભૂખ, તરસ, ઠંડી, તાપ, ડાંસમચ્છર, ચર્ચા, શય્યા, વધ, રોગ, તૃણસ્પર્શ અને મલ. આ અગિયાર કેવલીને પણ વિધમાન છે તેથી કેવલીને ભૂખ સંભવે છે. માત્ર અનંતવીર્યપણાથી તેઓ આકુળવ્યાકુળ ન થાય. વળી આ નિષ્ઠિતાર્યા નિષ્પયોજન જ પીડા સહેતા નથી. તેમજ “કેવળી હોવાથી તેમને ભૂખથી પીડા બાધા ન કરે” એમ બોલવું પણ યોગ્ય નથી. - ૪ - ૪ - જેમ કેવલજ્ઞાન ઉત્પત્તિ પૂર્વે ખાવાનું સ્વીકાર્યુ છે, તેમ કેવળજ્ઞાન થયા પછી પણ તે જ ઔદારિક શરીર આહારાદિ વડે પોષવા યોગ્ય છે. પહેલા તીર્થંકરની અપેક્ષાએ દેશ ઉણ પૂર્વકોટિકાળ કેવળીની સ્થિતિ કહી છે. તો તેવાને સંભવિત આયુકાળમાં ઔદાકિ શરીરના નિભાવ માટે પ્રક્ષેપાહાર પણ હોવો જોઈએ. કહે છે કે - તૈજસ શરીર વડે મૃદુ કરેલ લેવા યોગ્ય દ્રવ્યને સ્વપર્યાપ્તિ વડે પરિણમાવેલાને પરિણામના ક્રમ વડે ઔદારિક શરીરનું બંધારણ થાય છે, તે નિભાવવા વેદનીય કર્મોદયથી ભૂખ લાગે છે. આ બધી સામગ્રી કેવલીમાં સંભવે છે. તો પછી તે કેમ આહાર ન લે? - ૪ - વળી ઘાતીકર્મ સાથે ભૂખને સંબંધ નથી -x-x - આ રીતે સંસારમાં રહેલા જીવો વિગ્રહગતિમાં જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી ત્રણ સમય, ભવસ્થ કેવલી સમુદ્ઘાતમાં ત્રણ સમય અને શૈલેશી અવસ્થામાં અંતર્મુહૂર્ત અનાહારક હોય છે. સિદ્ધના જીવો સાદિ અનંતકાળ અનાહાક છે. હવે પ્રથમ આહાર કયા શરીર વડે કરે છે, તે કહે છે - તેજ કે તેજમાં થયેલ તે તૈજસ 4/11 ૧૬૨ સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૨ અને કાર્પણ શરીરથી આહાર કરે છે. આ તૈજસ-કાર્યણ શરીર સંસારભ્રમણ પર્યન્ત જીવને કાયમ રહે છે. આ બે શરીરો વડે બીજી ગતિમાં જતા જીવો પ્રથમ આહાર કરે છે. પછી ઔદારિક મિશ્ર કે વૈક્રિયમિશ્ર જે શરીર રચાય તેના વડે આહાર કરે છે. પછી ઔદારિક કે વૈક્રિય શરીર વડે આહાર કરે છે. [નિ.૧૭૮-] હવે ‘પરિજ્ઞા’ પદનો નિક્ષેપ કરે છે. તેમાં નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ ચાર ભેદે પરિજ્ઞા કહી છે. તેમાં પણ નામ, સ્થાપના ગૌણ હોવાથી તેને છોડીને દ્રવ્ય પ્રતિજ્ઞા બતાવે છે - દ્રવ્યની કે દ્રવ્યથી પરિજ્ઞા તે દ્રવ્ય પરિજ્ઞા. તે મુખ્યતાએ સચિવ, અચિત, મિશ્રભેદે ત્રણ પ્રકારે છે. ભાવ પરિજ્ઞામાં બે ભેદે-જ્ઞપરિજ્ઞા અને પ્રત્યાખ્યાન પરિજ્ઞા. બાકીના નોઆગમથી જ્ઞશરીર, ભવ્યશરીર, તદ્બતિરિક્ત ભેદો “શસ્ત્રપરિજ્ઞા” અધ્યયન [આચારાંગમાં છે તે] મુજબ જાણવા. - હવે - x સૂત્ર કહે છે— - સૂત્ર-૬૭૫ ઃ- [સૂત્ર-૬૭૫ થી ૬૮૭ની વૃત્તિ સાથે છે. મેં સાંભળેલ છે, તે આયુષ્યમાન ભગવંતે આમ કહ્યું છે - આ પ્રવચનમાં “આહારપરિજ્ઞા” નામક અધ્યયન છે. તેનો અર્થ આ છે - આ લોકમાં પૂર્વાદિ દિશામાં સર્વત્ર ચાર પ્રકારના બીજકાયવાળા જીવો હોય છે - જેમકે - અગ્રબીજ, મૂલબીજ, પર્વબીજ, સ્કંધબીજ. તે બીજકાયિક જીવોમાં જે જેવા પ્રકારના બીજથી, જે-જે અવકાશથી ઉત્પન્ન થવા યોગ્ય છે, તે-તે રીતે ઉત્પન્ન થાય છે. એ રીતે કેટલાંક બીજકાયિક જીવ પૃથ્વીયોનિક, પૃથ્વી સંભવ, પૃથ્વી વ્યુત્ક્રમ છે. તદ્યોનિક, તાંભવા, તદ્નુક્રમ જીવ કર્મવશ થઈ કર્મના નિદાનથી ત્યાંજ વૃદ્ધિગત થઈ, વિવિધ યોનિવાળી પૃથ્વીમાં વૃક્ષપણે ઉત્પન્ન થાય છે. તે જીવો તે વિવિધયોનિક પૃથ્વીની ચિકાશનો આહાર કરે છે. તે જીવો પૃથ્વી-અદ્-તેઉ-વાયુ-વનસ્પતિ શરીરનો આહાર કરે છે. તે જીવ વિવિધ પ્રકારના પ્રસ-સ્થાવર જીવોના શરીરને ચિત્ત કરે છે. તે પૂર્વે આહારિત તે શરીરને વિધ્વસ્ત કરીને ત્વચા વડે આહાર કરીને સ્વશરીરરૂપે પરિણમાવે છે. તે પૃથ્વીયોનિક વૃક્ષના બીજા શરીરો પણ વિવિધ પ્રકારના - વર્ણ-ગંધ-રસ-સ્પર્શ-સંસ્થાન સંસ્થિત તથા અનેકવિધ પુદ્ગલોના બનેલા હોય છે. તે જીવો કર્યોદય મુજબ ઉત્પન્ન થાય છે, એમ કહ્યું છે. • સૂત્ર-૬૬ :- [સૂત્ર-૬૫ થી ૬૮૭ વૃત્તિ સાથે છે.] હવે તીર્થંકરથી કહે છે કે - કોઈ જીવ વૃક્ષોનિક, વૃક્ષમાં સ્થિત, વૃક્ષમાં વૃદ્ધિ પામે છે. એ રીતે તેમાં ઉત્પન્ન, તેમાં સ્થિત, તેમાં વૃદ્ધિગત જીવો કર્મને વશ થઈ, કર્મના કારણે જ ત્યાં વૃદ્ધિ પામી પૃથ્વીયોનિક વૃક્ષોમાં વૃક્ષરૂપે ઉત્પન્ન થાય છે. તે જીવો તે પૃથ્વીયોનિક વૃક્ષોના રસનો આહાર કરે છે. તે જીવો પૃથ્વીઅદ્-તેઉ-વાયુ-વનસ્પતિ શરીરનો આહાર કરે છે. તે વિવિધ ત્રા-સ્થાવર જીવોના શરીરને અચિત કરે છે. તેઓ ધ્વસ્ત કરેલા, પૂર્વે આહારિત તથા ત્વચાથી આહારિત શરીરને વિપરિણામિત કરીને પોતાના સમાન સ્વરૂપમાં પરિણત કરે છે. તે વૃક્ષયોનિક વૃક્ષોના અનેક પ્રકારના વર્ણ-ગંધ-રસ-સ્પર્શ-વિવિધ સંસ્થાન

Loading...

Page Navigation
1 ... 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120