Book Title: Agam Satik Part 04 Suygadanga Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
૨/૩/-/૬૮૮
વિવિધ પૃથ્વી શરીર એવા સયિત કે અચિત્ત લવણાદિને ખાય છે. તેને સ્વરૂપે પરિણમાવીને રસ, લોહી, માંસ આદિ સાત ધાતુરૂપે સ્થાપે છે. બીજા પણ વિવિધ મનુષ્ય શરીરો વિવિધ વર્ણાદિના હોય છે. તે તદ્યોનિક વિવિધ વર્ણના શરીનો આહાર કરે છે. એમ કહ્યું છે. આ રીતે ગર્ભવ્યુત્ક્રાંતિ જ મનુષ્યો કહ્યા. હવે સંમૂર્છનજ મનુષ્યો કહેવા જોઈએ. પણ વચ્ચે જળચર જીવો કહે છે–
૧૭૧
• સૂત્ર-૬૮૯ ઃ
હવે તીર્થંકરથી કહે છે - પંચેન્દ્રિય તિચિયોનિક જલચર કહે છે - જેમકે
- મત્સ્ય યાવત્ સુંસુમાર. તે જીવ પોતાના બીજ અને અવકાશ મુજબ સીપુરુષના સંયોગથી યાવત્ તે ઓજાહાર કરે છે. અનુક્રમે વૃદ્ધિ પામી, પરીપક્વ થતા કાયાથી છૂટા પડીને કોઈ અંડરૂપે, કોઈ પોતરૂપે જન્મે છે. જ્યારે તે ઠંડુ ફૂટે ત્યારે તે જીવ સ્ત્રી, પુરુષ કે નપુંસકરૂપે જન્મે છે. તે જીવ બાળપણે પાણીનો આહાર કરે છે. અનુક્રમે વૃદ્ધિ પામી તે જલચર વનસ્પતિકાય તથા ત્રાસ્થાવર જીવોનો આહાર કરે છે સાવત્ પૃથ્વી આદિ શરીર ખાય છે. તે જલચર પંચેન્દ્રિય તિર્યંચ જીવોના બીજા પણ વિવિધ વદિવાળા શરીરો હોય છે, તેમ કહ્યું છે.
હવે - ૪ - વિવિધ ાતુપદ સ્થલચર પંચેન્દ્રિય તિોિનિકને કહે છે. જેવા કે - એકપુર, દ્વિષુર, ગંડીપદ, સનખપદ. તેઓ પોતાના બીજ અને અવકાશ મુજબ સ્ત્રી-પુરુષના કર્મથી યાવત્ મૈથુન નિમિત્ત સંયોગથી ઉત્પન્ન થાય છે. તે બંનેના રસનો આહાર કરે છે. ત્યાં જીવ સ્ત્રી, પુરુષ કે નપુંસકપણે યાવત્ ઉત્પન્ન થાય છે. તે જીવો માતાની રજ અને પિતાનું શુક ખાઈને યાવત્ સ્ત્રી, પુરુષ, નપુંસકપણે જન્મે છે. તે જીવ બાળપણે માતાનું દૂધ પીએ છે, અનુક્રમે વૃદ્ધિ પામી વનસ્પતિકાય અને ત્રસ-સ્થાવર જીવોને ખાય છે. પૃથ્વી આદિ શરીરને ખાય છે. તે ચતુષ્પદ સ્થલર પંચેન્દ્રિય તિચયોનિક એક ખુર યાવત્ સનખપદ જીવોના વિવિધ વદિ હોય છે, તેમ કહ્યું છે.
હવે - x ઉરપરિસર્પ સ્થલચર પંચેન્દ્રિય તિચિયોનિકને કહે છે, તે આ પ્રમાણે - સર્પ, અજગર, આશાલિક, મહોરગ. તેઓ પોતાના બીજ અને અવકાશ મુજબ સ્ત્રી-પુરુષના યાવત્ મૈથુનથી ઉત્પન્ન થાય છે. શેષ પૂર્વવત્. કોઈ અંડરૂપે, કોઈ પોતરૂપે જન્મે છે. તે ઠંડુ ફુટે ત્યારે કોઈ સ્ત્રી, પુરુષ કે નપુંસકરૂપે જન્મે છે. તે જીવો બાળરૂપે વાયુકાયનો આહાર કરે છે. અનુક્રમે મોટા થતાં વનસ્પતિકાય, પ્રસ-સ્થાવરજીવોને ખાય છે. પૃથ્વી આદિ શરીર ખાય છે. યાવત્ તે ઉરપરિસર્પ સ્થલયર પંચેન્દ્રિય તિર્યંચયોનિક સર્પ ચાવત્ મહોગના શરીર વિવિધ વર્ણના કહ્યા છે.
હવે - ૪ - ભુજ પરિસર્પ સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચયોનિક કહે છે. તે આ પ્રમાણે - ઘો, નોળીયો, સિંહ, સડ, સલક, સરવ, ખર, ગૃહકોકીલ, વિશ્વભર, મૂષક, મંગુસ, પદલાતિક, બિડાલ, જોધ અને ચતુષ્પદ. તેઓ પોતાના બીજ અને અવકાશ મુજબ સ્ત્રી-પુરુષના સંયોગથી યાવત્ ઉપરિસર્પ મુજબ જાણવું.
સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૨ યાવત્ સ્વ-રૂપે પરીણમાવે છે. બીજા પણ તેવા ભુજ પરિસર્પ પંચેન્દ્રિય સ્થલચર તિર્યંચ ઘો આદિ યાવત્ કહેલ છે.
હવે - x - ખેચર પંચેન્દ્રિય તિર્યંચયોનિક કહે છે. તે આ પ્રમાણે - રામપક્ષી, રોમપી, સામુદ્ગપક્ષી, વિતતપક્ષી. તેઓ પોતાના બીજ અને અવકાશ મુજબ યાવત્ ઉરપરિસર્ચ મુજબ બધું જાણવું. તે જીવો બાળરૂપે માતાના શરીરના રસનો આહાર કરે છે. અનુક્રમે મોટા થઈને વનસ્પતિકાય અને પ્રસસ્થાવર પ્રાણીને ખાય છે. પૃથ્વી આદિ શરીરને ખાય છે - યાવત્ - બીજા પણ તેવા અનેક ખેચર પંચેન્દ્રિય તિસયોનિક - ૪ - કહ્યા છે.
૧૭૨
• વિવેચન-૬૮૯ -
હવે પછી કહે છે - ૪ - તે આ પ્રમાણે - વિવિધ પ્રકારે જલચર પંચેન્દ્રિય તિર્યંચ યોનિકમાંના કેટલાંકના નામો કહે છે - જેમકે મત્સ્ય યાવત્ સુંસુમાર ઇત્યાદિ, તે માછલા, કાચબા, મગર, ગ્રાહ, સુંસુમાર આદિ છે. તે દરેકમાં જે જળચરનું બીજ હોય તથા જેના ઉદરમાં જેટલો અવકાશ હોય તે પ્રમાણે સ્ત્રી અને પુરુષના પૂર્વકર્મના સંબંધે યોનિમાં ઉપજે છે. તે ત્યાં રહીને માતાના આહારથી મોટો થઈને સ્ત્રી, પુરુષ, નપુંસકમાંથી કોઈ પ્રકારે ઉત્પન્ન થાય છે. તે જલચર જીવો ગર્ભથી નીકળે ત્યારપછી - ચાવત્ - નાનો હોય ત્યારે અટ્કાયનો આહાર કરે છે. ક્રમથી મોટો થઈને વનસ્પતિકાય તથા બીજા ત્રસ-સ્થાવરનો આહાર કરે છે. ચાવત્ પંચેન્દ્રિયનો પણ આહાર કરે છે - x - તથા તે જીવો કાદવ સ્વરૂપ પૃથ્વી શરીનો આહાર કરી અનુક્રમે મોટા થાય છે. તે આહાતિ દ્રવ્યને પોતાના સ્વરૂપે પરિણમાવે છે. બાકી સુગમ છે. યાવત્ એમ કહેલું છે.
હવે સ્થલચરને આશ્રીને કહે છે - હવે પછી આ કહ્યું છે કે વિવિધ પ્રકારના ચતુષ્પદ છે તે આ પ્રમાણે - અશ્વ-ગધેડા આદિ એકમુવાળા તથા ગાય-ભેંસ આદિ દ્વિખુરવાળા, હાથી-ગેંડો આદિ ગંડીપદ તથા સિંહ-વાઘ આદિ સ-નખપદવાળા. તે પુરુષના બીજ અને માતાના ઉદરના અવકાશ મુજબ સર્વ પર્યાપ્ત પામીને ઉત્પન્ન થાય છે. ઉત્પન્ન થઈને માતાનું દૂધ પીએ છે, ક્રમે મોટા થતાં બીજાના શરીરનો પણ આહાર કરે છે. બાકી સુગમ છે. યાવત્ કર્મ-ઉપગત થાય છે.
હવે ઉરઃ પરિસર્પને આશ્રીને કહે છે - જે છાતી વડે ચાલે તેવા જીવો તે ઉપરિસર્પ ઘણાં પ્રકારે છે. તે આ પ્રમાણે - સર્પ, અજગર આદિ. તેઓ બીજ અને અવકાશ વડે ઉત્પન્ન થઈ અંડજ કે પોતજ રૂપે ગર્ભથી નીકળે છે. તે નીકળીને માતાની ઉષ્મા અને વાયુનો આહાર કરે છે. તેઓ જાતિપ્રત્યય થકી તે જ આહાર વડે દૂધ આદિ વડે વૃદ્ધિ પામે છે. શેષ સુગમ છે.
હવે ભુજપસિર્પને આશ્રીને કહે છે - જે ભુજા વડે સરકે છે, તે ભુજપરિસર્પ વિવિધ પ્રકારે છે. તે આ પ્રમાણે - ઘો, નકુલાદિ પોતાના કર્મોથી બીજ અને અવકાશ મુજબ ઉત્પન્ન થાય છે. તેઓ અંડજ કે પોતજ રૂપે ઉત્પન્ન થઈને માતાની ઉષ્મા અને વાયુનો આહાર કરીને મોટા થાય છે. બાકી સુગમ છે. યાવત્ - આમ જિનેશ્વરે કહ્યું છે.
હવે ખેચરને ઉદ્દેશીને કહે છે - વિવિધ પ્રકારના ખેચરોની ઉત્પત્તિ એ રીતે