Book Title: Agam Satik Part 04 Suygadanga Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 91
________________ ૨|૩|-I૬૭૫ થી ૬૮૭ ૧૬૩ ૧૬૮ સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૨ શરીર, ત્યાં ઉત્પન્ન થતાં પોતાની કાયા વડે તેને અચિત કરે છે. અથવા જીર્ણ થયેલ પૃથ્વીકાયાદિ શરીરને કંઈક અચિત અને કંઈક પરિતાપિત કરે છે. તે વનસ્પતિકાયના જીવો આ પૃથ્વીકાયાદિના તે શરીરને પોતે ઉપયોગમાં લે છે, તે પૃથ્વીકાયાદિ વડે ઉત્પત્તિ સમયે સ્વકાયરૂપે પરિણમાવેલ છે, તે વનસ્પતિજીવ ત્યાં ઉત્પન્ન થતા કે ઉત્પન્ન થઈને ત્વચા વડે આહાર લે છે, પછી સ્વ શરીરપે પરિણાવે છે, પછી તે શરીરને સ્વકામ સાથે સ્વ-રૂપે મેળવી દે છે. બીજા શરીરો પણ મૂળ, શાખા, પ્રશાખા, પત્ર, પુષ્પ, ફળાદિ છે, તે પૃવીયોનિક વૃક્ષો વિવિધ વર્ણના છે, જેમકે - સ્કંધનો વર્ણ જુદો, મૂલનો જુદો એ રીતે છે. આ પ્રમાણે વિભિન્ન શરીર પુદ્ગલ ગ્રહણથી થાય છે. તેથી વિવિધ રસોના વીર્ય વિપાકવાળા જુદા જુદા પુદ્ગલો લઈને સુરુપ-કુરૂપ સંસ્થાનવાળા, દંઢ કે ઢીલું સંહનન, કૃશ કે સ્કૂલ સ્કંધ થાય છે. આ પ્રમાણે જુદા જુદા શરીરો વિક્ર્વીને રહે છે. કેટલાંક શાયાદિ વનસ્પતિ આદિ જીવો નથી તેમ કહે છે, તેના નિષેધ માટે કહે છે, તે વનસ્પતિમાં ઉત્પન્ન જીવો છે - જીવ નથી. કેમકે ઉપયોગ જીવોનું લક્ષણ છે, તેમનામાં પણ આશ્રયથી ઉંચે જવું આદિમાં ઉપયોગ દેખાય છે. તથા વિશિષ્ટ આહારથી તેના શરીરની વૃદ્ધિનહાનિ દેખાય છે - x - છેદેલી વધવાથી, છાલ ઉખેડતા નાશ થવાથી, આદિથી વનસ્પતિ જીવ છે, તે સિદ્ધ છે. * * * * * અરિહંતના મતને માનનારો વનસ્પતિના જીવવનો અસ્વીકાર ન કરે. - x • તે જીવો વનસ્પતિમાં તેવા કર્મોને લીધે ઉત્પન્ન થાય છે. તે આ પ્રમાણે - એકેન્દ્રિય જાતિ, સ્થાવર નામ, વનસ્પતિ યોગ્ય આયુ વગેરે. તે કર્મોદયથી ત્યાં ઉત્પન્ન થયેલા કહેવાય છે, કાળ કે ઈશ્વરે મોકલેલ નહીં, એમ તીર્થંકરે કહેલ છે. આ રીતે પૃથ્વીયોનિક વૃક્ષો કા, હવે તેમાં બીજા જીવો ઉત્પન્ન થાય છે, તે કહે છે તીર્થકરોએ આવું કહ્યું છે અથવા તે વનસ્પતિ સંબંધે બીજું પણ આવું કહ્યું છે કે, આ જગતમાં કેટલાંક જીવો તેવા કર્મોના ઉદયે વનસ્પતિ યોનિમાં જન્મે છે, અહીં જે પૃથ્વીયોનિક વૃક્ષોમાં કહ્યું, તે અહીં વૃક્ષયોનિક વનસ્પતિમાં પણ બધું કહેવું - યાવત્ - તીર્થકરે કહેલ છે. ( ધે વનસ્પતિના અવયવોને આશ્રીને કહે છે - હવે પછી જે કહ્યું તે દશવિ છે - આ જગત્માં કોઈક તેવા કર્મોદયવર્તી વૃક્ષયોનિક જીવો હોય છે. તેના અવયવના આશ્રિત હોવાથી તે પણ વનસ્પતિરૂપે બીજા જીવો જ ગણાય છે તથા મુખ્ય એક વનસ્પતિજીવ આખા વૃક્ષને વ્યાપીને રહેલો છે, તેના બીજા અવયવોમાં મૂળ, કંદ, સ્કંધ, છાલ, ડાળી, પ્રવાલ, પત્ર, પુષ્પ, ફળ, બીજરૂપ દશ સ્થાનોમાં જીવો ઉત્પન્ન થાય છે, તે ત્યાં ઉત્પન્ન થતાં વૃક્ષયોનિક, વૃક્ષોદ્ભવ, વૃક્ષમાં બુક્રમેલા કહેવાય છે. બાકી પૂર્વવત્ જાણવું. અહીં પૂર્વે ચાર સો કહેલાં છે, તે સત્રો આ પ્રમાણે જાણવા - [૧] વનસ્પતિ પૃથ્વી આશ્રિત છે, [૨] તેનું શરીર અકાયાદિ શરીસ્તો આહાર કરે છે. [3] તે વધીને આહાર કરેલું શરીર અચિત અને નાશ કરીને પોતાનારૂપે બનાવે છે. [૪] બીજા પણ પૃથ્વીયોનિક વનસ્પતિના શરીરો પોતે મૂળ, કંદ, સ્કંધ આદિ જુદા જુદા વર્ણવાળા થાય છે. તેમ અહીં પણ વનસ્પતિયોનિક વનસ્પતિના એવા જ વિષય બતાવનારા ચાર પ્રકારના સૂત્રો યાવત્ - X - કમોંપન્નક છે, સુધી સમજવા. હવે વૃક્ષો પર ઉત્પન્ન વૃક્ષોને આશ્રીને કહે છે - આ પણ તીર્થકરે કહેલું છે - કેટલાંક જીવો વૃક્ષયોનિક હોય છે જે પૃથ્વીયોનિક વૃક્ષો જ્યાં છે, તે વૃક્ષાના ભાગરૂપે બીજા વૃક્ષો ઉત્પન્ન થાય છે, તે એક વનસ્પતિના મૂળથી આરંભ અને ઉપચયનું કારણ હોવાથી તે વૃક્ષયોનિક કહેવાય છે અથવા જે પૂર્વે મૂળ-વૃંદ આદિ દશ સ્થાનવર્ધી કહ્યા તે વૃક્ષ યોનિક જાણવા. * x • કપાદાને કારણે ઉપર-ઉપર વધે છે, તે અધ્યારૂહવૃક્ષ ઉપર થયેલા વૃક્ષો કહેવાય છે. જેમકે વૃક્ષ પરની વેલ આદિ- x ", તેને આશ્રીને બીજા વનસ્પતિકાય જીવો તે વૃક્ષયોનિક વૃક્ષોમાં ઉત્પન્ન થાય છે. અહીં પણ પૂર્વવત્ ચાર સૂત્રો જાણવા - [૧] વૃક્ષયોનિક વૃક્ષોમાં બીજાં અધ્યારૂહો ઉત્પન્ન થાય, [] તે ત્યાં ઉત્પન્ન થઈને સ્વયોનિભૂત વનસ્પતિનો આહાર કરે, તથા પૃથ્વી આદિ શરીરનો આહાર કરે, [3] આહારિત શરીરને અચિત્ત, વિધ્વસ્ત કરી સ્વકાયરૂપે પરિણમા), [૪] તેમાં રહેલા બીજા અવયવોને વિવિધરૂપે બનાવે. આ બધાં જીવો ત્યાં સ્વકૃત કમપપન્ના છે તેમ કહ્યું છે, આ પહેલું . બીજું આ છે - પૂર્વોક્ત વૃક્ષયોનિક વૃક્ષોમાં અધ્યારૂહ કહ્યા. તેના દરેક ભાગમાં વધીને પુષ્ટિ કરનારા વૃક્ષો પર ઉગેલી વનસ્પતિરૂપે જે ઉત્પન્ન થાય છે તે જીવો વયોનિભત શરીરનો આહાર કરે છે. ત્યાં બીજા પણ પૃથ્વી આદિ શરીનો આહા કરે છે. બીજા અધ્યારૂહસંભવા, અધ્યારૂહ જીવોનાં વિવિધ વર્ણ દિના શરીરો બને છે. ત્રીજું સૂત્ર આ પ્રમાણે - x • કટલાંક જીવો અધ્યારૂહ સંભવમાં અધ્યારૂહ થઈને અધ્યારૂહાણે ઉત્પન્ન થાય છે. તે અધ્યારૂહયોનિક અધ્યારૂહ જે શરીરો છે તેને ખાય છે બીજા સુગમાં વૃક્ષયોનિક અધ્યારૂહના જે શરીરે છે તેને બીજા અધ્યારૂલ જીવો ખાય છે. ત્રીજા સૂત્રમાં અધ્યારૂહયોનિક અધ્યારૂહ જીવોના શરીરો સમજાવા એટલું વિશેષ છે. આ ચોથું સૂત્ર આ પ્રમાણે - •x - કેટલાંક જીવો અધ્યારૂહયોનિક અધ્યારૂહ વૃક્ષોમાં મૂળ, કંદ, સ્કંધ આદિ દશરૂપે ઉત્પન્ન થાય છે. તે તેવા પ્રકારના કર્મોવાળા છે તેમ કહ્યું - * -- હવે વૃક્ષ વ્યતિરિક્ત શેષ વનસ્પતિકાયને આશ્રીને કહે છે - x • કેટલાંક જીવો પૃથ્વીમાં ઉત્પન્ન થઈ, પૃથ્વીમાં સ્થિર થઈ, પૃથ્વીમાં વધે છે, વગેરે જેમ વૃક્ષામાં ચાર આલાવા કહ્યા, તેમ તૃણમાં પણ જાણવા. તે આ છે - વિવિધ પૃથ્વીયોનિમાં તૃણપણે ઉત્પન્ન થાય છે, પૃથ્વી શરીરને ખાય છે, બીજું પૃથ્વીયોનિકમાં તૃણમાં ઉત્પન્ન થઈ, તૃણ શરીરને ખાય છે. બીજું વૃણયોનિક તૃણમાં ઉત્પન્ન થઈ તૃણયોનિક વૃણ શરીરને ખાય છે. ચોયું તૃણયોનિક તૃણ અવયવોમાં મૂળ આદિ દશ પ્રકારે ઉત્પન્ન થઈ તૃણ શરીરને ખાય છે. આ રીતે ઔષધિ આશ્રિત ચાર આલાવા કહેવા. વિશેષ કે ત્યાં “ઔષધિ' શબ્દ કહેવો. એ રીતે ‘હરિત' આશ્રિત ચાર આલાવા કહેવા. ‘કુહણ'માં એક આલાવો

Loading...

Page Navigation
1 ... 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120