Book Title: Agam Satik Part 04 Suygadanga Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 99
________________ ૨/૪/-|૨૦૧ ૧૮૩ અવિરતિ-પ્રમાદ-કષાય-યોગ લાગેલા હોવાથી પ્રાણાતિપાતાદિ દોષવાળો થાય છે. અવસરને જોનારા ઉદાસી છતાં અવૈરી નથી. એ રીતે અસ્પષ્ટ વિજ્ઞાનવાળા પણ અવૈરી હોતા નથી. અહીં વધ-વધકના ક્ષણને આશ્રીને ચાર ભંગો થાય છે. જેમકે - [૧] વધ્યનો અનવસર [૨] વધકનો અનવસર, [૩] બંનેને અનવસર, [૪] બંનેને અવસર. નાગાર્જુનીયા કહે છે - પોતાને કે મરનારને મારવાનો અવસર ન મળતા મારે નહીં, પણ વિચારે કે મારે લાગ આવે તેનું છિદ્ર જોઈ તે પુરુષને અવશ્ય મારી નાંખીશ. આવું મારવાનું જેનું મન હોય ઇત્યાદિ. હવે આચાર્ય પોતાનો મત, બીજાને પ્રશ્ન પૂછવાપૂર્વક બતાવે છે - આચાર્ય - ૪ - વાદીને પૂછે છે - ત્ર - શું આ વધપુરુષ, અવસરને જોતો અવસર વિચારીને નિત્ય સુતા કે જાગતા ગૃહપતિ કે રાજાને માવાને અમિત્ર બની, મિથ્યાત્વમાં રહીને નિત્ય શઠ બની, કલંકિત દંડ દેનારો હિંસક બને છે કે નહીં ? એમ પૂછતા સમતાથી, માધ્યસ્થભાવ ધારણ કરી યથાવસ્થિત જ જાણીને કહે છે - હા, તે અમિત્રાદિ બને છે. હવે આ દૃષ્ટાંતનો બોધ કહે છે - આ પ્રમાણે જેમ આ વધક તકની રાહ જોતો વધ્યને આપત્તિ ન કરવા છતાં અમિત્રભૂત થાય છે. તેમ આ બાલ-અસ્પષ્ટ વિજ્ઞાનવાળો અમિત્ર આદિ થાય છે. [પ્રત્યાખ્યાનપૂર્વક] ત્યાગના અભાવે બધાં પ્રાણીનો હિંસક ચાવત્ મિથ્યાદર્શન શલ્યયુક્ત બને છે. અહીં એવું કહે છે કે - ભલે તે કોઈ નિમિત્તથી અભ્યુદાનાદિ વિનય કરે - ૪ - પણ તે અંતરથી દુષ્ટ જ હોય. નિત્ય પ્રશઠ વ્યતિપાત ચિત્ત દંડથી જેમ પરસુરામે કૃતવીર્યને માર્યા પછી, પૃથ્વીને સાત વખત નિઃક્ષત્રિય કરી. કહ્યું છે કે - અપકારીને મારીને શક્તિમાન્ પુરુષને સંતોષ થતો નથી, પણ તેના પક્ષનાને પણ મારી નાંખે છે. આ પ્રમાણે આ અમિત્ર બની, મિથ્યા વિનીત થાય છે. હવે ઉપસંહાર કરતાં કહે છે– જેમ આ વધક સ્વ-પર અવસરને જોનારો થાય, તેમ [અપ્રત્યાખ્યાની જીવ અનિવૃત્તત્વથી દોષ દુષ્ટ ઘાતક થાય છે. એ રીતે આ પણ એકેન્દ્રિયાદિ અસ્પષ્ટ વિજ્ઞાનવાળો પણ તેવી રીતે અવિસ્ત-અપ્રતિહતપ્રત્યાખ્યાતા અસત્ ક્રિયાદિ દોષ દુષ્ટ છે. બાકી સુગમ છે યાવત્ પાપકર્મ કરે છે. છે આ રીતે દૃષ્ટાંત અને બોધ જણાવીને, પૂર્વપાદિત અર્થનું નિગમન કરીને હવે પ્રત્યેક પ્રાણીનો દુષ્ટ આત્મા છે, તે બતાવવા કહે છે - જેમ આ વધક સ્વ-પર અવસરને જોનારો તે ગૃહપતિ કે તેના પુત્રને કે રાજાદિ અને તેના પુત્રને પૃથક્ પૃથક્ બધાંનો વધ કરવા ઘાતકચિત્ત ધારણ કરીને પ્રાપ્ત અવસરે હું આ બૈરીને મને આધીન કરી મારી નાખીશ, એવી પ્રતિજ્ઞા સુતા-જાગતા, દિવસે-રાત્રે વિચારતો, બધાંનો વધ કરવા પ્રત્યેકનો પૈરી બની, અવસરને જોતો ન મારવા છતાં મિથ્યાત્વ સંસ્થિત થઈ, નિત્ય પ્રશઠ-વ્યતિપાત ચિત્તદંડ થાય છે. તેમ રાગદ્વેષથી આકુળ, અજ્ઞાની એકેન્દ્રિયાદિ બધાં પ્રાણીની વિરતિના અભાવથી - ૪ - પ્રત્યેકના વધ માટે ઘાતકચિત્ત ધરીને નિત્ય “પ્રશઠ વ્યતિપાત ચિત્તદંડ''વાળો થાય છે. સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૨ એવું કહેવા માંગે છે કે - જેમ આ તે ગૃહપત્યાદિના ઘાતથી અનુપશાંત ઔરવાળો સમય જોતો વધ ન કરવા છતાં અવિરતિને લીધે વૈરથી નિવૃત્ત ન થઈ તેનો શત્રુ બનીને કર્મ બાંધે છે તેમ તે પણ એકેન્દ્રિયાદિનો શત્રુ બનીને કર્મ બાંધે છે. એ પ્રમાણે મૃષાવાદાદિમાં પણ પ્રતિજ્ઞા, હેતુ, દૃષ્ટાંત, ઉપનય, નિગમન બતાવીને પાંચ અવયવત્વ સમજવા. આ પાંચ અવયવોના વાક્યનો સૂત્રોનો વિભાગ બતાવ્યો. તે આ પ્રમાણે ૧૮૪ આવા અપન્નવાળી થી મે નફ એ પ્રતિજ્ઞા છે. - ૪ - ૪ - તત્ત્વ નુ મળવા થી મિાયંસ મને એ હેતુ છે. - x - તથ ચત્તુ મળવા થી પરેમાળે તિ એ દૃષ્ટાંત છે, - ૪ - ૪ - जहा से वहए थी चित्तदंडेति x एवमेव वाले थी ન્મ જન્નતિ સુધી ઉપનય છે. પછી - ૪ - ૪ - ના મે વ થી ચિત્તવુંàત્તિ નિગમન કર્યું છે. આ રીતે પ્રતિજ્ઞા, હેતુ, દૃષ્ટાંત, ઉપનય, નિગમન સુધી સૂત્ર વિભાગ બતાવીને પ્રયોગ બતાવે છે - અપ્રતિહત પ્રત્યાખ્યાત ક્રિયાવાળો આત્મા પાપાનુબંધી છે, તે પ્રતિજ્ઞા છે, સદા છ જીવનિકાયોમાં પ્રશઠ વ્યતિપાત ચિત્તદંડવાળો હોવાથી તે હેતુ છે. સ્વ-પર અવસરને જોનારા કોઈ દિવસ ન મારે તો પણ રાજાદિના હત્યારા એ દૃષ્ટાંત છે. જેમ આ વધપરિણામથી અનિવૃત્તત્વથી વધ્યના અમિત્રરૂપ છે, આત્મા પણ વિરતિના અભાવથી સર્વે સત્વો પ્રતિ નિત્ય પ્રશઠવ્યતિપાતચિતદંડ હોય તે ઉપનય છે. તે કારણે તે પાપાનુબંધી છે, તે નિગમન છે. આ પ્રમાણે મૃષાવાદ આદિમાં પણ પંચ અવયવત્વ યોજવું. - ૪ - પ્રશઠ પછી વ્યતિપાતને બદલે મૃષાવાદ આદિ શબ્દો યોજવા - ૪ - આ રીતે સર્વાત્મના છ જીવનિકાયમાં પ્રત્યેકના અમિત્રરૂપે પાપાનુબંધીપણું સિદ્ધ કર્યુ, તેથી ‘વાદી' આચાર્યના વચનના દોષ બતાવે છે— • સૂત્ર-૭૦૨ : પ્રશ્નન કર્તા [પ્રેસ્ક] કહે છે - આ અર્થ બરાબર નથી. આ જગમાં એવા ઘણાં પાણી છે, તેમના શરીરનું પ્રમાણ કદિ જોયું કે સાંભળેલું ન હોય. તે જીવો આપણને ઇષ્ટ કે જ્ઞાત ન હોય. તેથી આવા પ્રાણી પ્રત્યે હિંસામય ચિત્ત રાખી દિન-રાત, સુતા-જાગતા અમિત્ર થઈ, મિથ્યાત્વ સ્થિત રહી, નિત્ય પ્રશઠ વ્યતિપાત ચિત્તદંડ-પ્રાણાતિપાતાદિ કઈ રીતે સંભરે? • વિવેચન-૭૦૨ : વાદી કહે છે - આપનું કહેવું સ્વીકારવા યોગ્ય નથી. જેમકે - બધાં પ્રાણી બધાં જીવોના પ્રત્યેકના શત્રુરૂપ છે. તે પોતાના પક્ષની સિદ્ધિ માટે અમિત્રના અભાવનું કારણ કહે છે - આ ચૌદ રાજલોકમાં અનંતા જીવો સૂક્ષ્મ, બાદર, પર્યાપ્ત, અપર્યાપ્તકાદિ ભેદ-ભિન્ન હોય છે. - x - તેઓ દેશ, કાળ, સ્વભાવથી વિપ્રકૃષ્ટા છે. તે જીવો સૂક્ષ્મ વિપ્રકૃષ્ટાદિ અવસ્થાવાળા છે. આ શરીરના સમુચ્છય વડે-અલ્પજ્ઞાન વડે - x - x - તેવા સૂક્ષ્મ જીવો કદી જોયા કે સાંભળેલા નથી. વિશેષથી તે ઇષ્ટ નથી, પોતાની

Loading...

Page Navigation
1 ... 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120