Book Title: Agam Satik Part 04 Suygadanga Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
૨/૨/-/૬૬૨
મત્સ્ય, પડા, શંખ, ચક્ર, શ્રીવત્સ આદિ. વ્યંજન-તલ, મસા આદિ. સ્ત્રી લક્ષણ - લાલ હાથ, પગ. આ પ્રમાણે પુરુષ લક્ષણથી લઈને કાકિણીરત્ન પર્યન્તના લક્ષણ પ્રતિપાદક શાસ્ત્રને જાણવું.
તથા મંત્ર વિશેષરૂપ - વિધા -જેમકે દુર્ભાગને સુભગ કરે તે સુભગાકરા. સુભગને દુર્ભાગ કરે તે દુર્ભગાકરા. ગર્ભાધાનની વિધા તે ગર્ભકરા. મોહનકરા એટલે વ્યામોહ કે વેદોદય કરાવવો. આયર્વણી - જલ્દી અનર્થ કરનારી. પાકશાસની - ઇન્દ્રજાળ નામની વિધા. દ્રવ્યહોમ - પુષ્પ, ઘી, મધ આદિ વડે અથવા ઉચ્ચાટનાદિ કાર્ય માટે હવન કરવો. ક્ષત્રિય વિધા - ધનુર્વેદ આદિ અથવા વંસ પરંપરામાં આવેલી,
તે શીખીને પ્રયોજે.
૧૩૧
વિવિધ પ્રકારે જ્યોતિષ ભણીને જે પ્રવૃત્તિ કરે તે કહે છે - ચંદ્રનું ચરિત-તેના વર્ણ, સંસ્થાન, પ્રમાણ, પ્રભા, નક્ષત્ર યોગ, રાહુ ગ્રહાદિ, સૂર્ય ચરિત આ પ્રમાણે - સૂર્યના મંડલનું પરિમાણ, રાશિપરિભોગ, ઉદ્યોત, અવકાશ, રાહુ-ઉપરાગ આદિ. શુક્રચાર-વીથીત્રયચાર આદિ બૃહસ્પતિયા- [એ બધાનું શુભાશુભ ફળ કથન, સંવત્સર ફળ, રાશિફળ ઇત્યાદિ.
ઉલ્કાપાત, દિગ્દાહ - વાયવ્યાદિ મંડળમાં થતાં શસ્ત્ર, અગ્નિ, ભૂખ આદિ પીડા કરે. મૃગચક્ર - હરણ, શીયાળ આદિના ટોળાને ગ્રામ-નગર પ્રવેશ વખતે જુએ કે તેના શબ્દો સાંભળી શુભાશુભ કહે તે. કાગડા આદિ પક્ષીઓને જે દિશામાં રહે - જાય કે અવાજ કરે, તેનું શુભાશુભ ફળ કહે તે વાયસ પરિમંડલ. તથા ધ્રુવી-વાળમાંસ-લોહી આદિની વૃષ્ટિના અનિષ્ટ ફળ જે રીતે શાસ્ત્રમાં કહ્યા હોય તે બતાવે.
વિવિધ પ્રકારના ક્ષુદ્ર કર્મકારિણી, તે આ પ્રમાણે - વૈતાલીવિધા જે નિયત અક્ષર પ્રતિબદ્ધ છે, તેનો કેટલોક જાપ કરવાથી દંડ ઉભો થાય છે. અવિતાલી - તેના જાપથી દંડ ઉપશાંત થાય છે. તથા અવસ્વાપિની, તાલ ઉદ્ઘાટની, શ્વપાકી, શાંબરી તથા બીજી - દ્રાવિડી, કાલિંગી, ગૌરી, ગાંધારી, અવપતની, ઉત્પતની, વૃંભણી, સ્તંભની, શ્લેષણી, આમચકરણી, વિશલ્ય કરણી, પ્રક્રામણિ, અંતર્ધાનકરણી આદિ વિધા ભણે.
આ વિધાઓનો અર્થ સંજ્ઞા વડે જાણવો. વિશેષ એ કે શાંબરી, દ્રાવિડી, કાલિંગી તે-તે દેશમાં ઉદ્ભવેલ, તે-તે ભાષા નિબદ્ધા, વિવિધ ફળદાયી છે. અવપતનીના જાપથી તે નીચે પડે છે. ઉત્પતનથી ઉંચે ઉડે છે. આ વિધા આદિના ગ્રહણથી પ્રજ્ઞપ્તિ આદિ વિધાને ગ્રહણ કરવી.
આ વિધાઓ પાખંડીઓ, પરમાર્થને ન જાણનારા ગૃહસ્થો કે માત્ર દ્રવ્યથી વેશધારી સ્વચૂથના સાધુઓ અન્ન-પાનાદિ અર્થે પ્રયોજે છે. તથા બીજા ઉચ્ચ-નીચ શબ્દાદિ કામભોગોને મેળવવા પ્રયોજે છે.
સામાન્યથી વિધાનું સેવન અનિષ્ટકારી છે તે દર્શાવે છે - તિ∞િ અનનુકૂલ, સદનુષ્ઠાન પ્રતિઘાતક તે અનાર્યો લોકનિંધ વિધા સેવે છે. તેઓ જો કે ક્ષેત્રાર્ય, ભાષાર્ય છે તો પણ મિથ્યાત્વથી હણાયેલ બુદ્ધિથી અનાર્યકર્મકારી હોવાથી અનાર્યો જ જાણવા. તેઓ પોતાનું આયુ ક્ષય થતાં મૃત્યુ કાળે મૃત્યુ પામીને કદાય દેવલોકમાં
સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૨
ઉત્પન્ન થાય તો પણ । કોઈ આસુરિકમાં કિલ્બિવિકાદિ સ્થાનોમાં ઉત્પન્ન થશે. ત્યાંથી ાવીને કદાચ મનુષ્યપણે ઉત્પન્ન થાય તો પણ ત્યાં બાકી રહેલા પાપકર્મોને કારણે એડમૂકત્વ, અવ્યક્તભાષી, જન્માંધ કે જન્મમૂકપણાને પામે છે. ત્યાંથી પણ વિવિધ પ્રકારના યાતના સ્થાનરૂપ નસ્ક, તિર્યંચ આદિમાં ઉત્પન્ન થાય છે - હવે ગૃહસ્થ
આશ્રિત અધર્મપક્ષ કહે છે–
૧૩૨
• સૂત્ર-૬૬૩ -
કોઈ પાપી મનુષ્ય પોતાને માટે, જ્ઞાતિજન કે સ્વજન માટે, ઘર કે પરિવાર માટે અથવા નાયક કે સહવાસીની નિશ્રાએ આવા પાપકર્મના આચરણ કરનારા
થાય છે. જેમકે - ૧-અનુગામિક, ૨-ઉપાક, ૩-પ્રાતિપાર્થિક, ૪-સંધિચ્છેદક, ૫ગ્રંથિછૈદક, ૬-ઔરબ્રિક, ૭-શૌકરિક, ૮-વાણુકિ, “શાકુનિક, ૧૦-માસિક, ૧૧-ગોઘાતક, ૧૨-ગોપાલક, ૧૩-પાલક અથવા ૧૪-શૌવાંતિક [આમાંનું કંઈપણ બાનીને પાપકર્મ આચરે છે.]
[] અનુગામિક-કોઈ પાપી પુરુષ તેનો પીછો કરવાની નિયતથી તેની પાછળ પાછળ ચાલે છે, પછી તેને હણીને, છેદીને, ભેદીને, વૃંપન-વિલુંપન કરીને, મારી નાંખીને તેના ધનને લુંટીને પોતાની આજીવિકા ચલાવે છે. એ રીતે તે મહાન્ પાપકર્મથી પોતાને પાપીરૂપે પ્રસિદ્ધ કરે છે.
[૨] ઉપયસ્ક કોઈ પાપી ઉપચક-સેવક વૃત્તિ સ્વીકારીને તે શેઠને હણીને, છેદીને યાવત્ મારી નાંખીને, તેનું ધન લૂંટીને પોતાની આજીવિકા ચલાવે છે. એ રીતે તે મહા પાપકર્મથી પોતાને પ્રસિદ્ધ કરે છે.
[3] પ્રાતિપથિક - કોઈ પાપી ધનિક પથિકને સામે આવતો જોઈને પ્રાતિપથિક બનીને તે જ પ્રતિપથમાં રહેલાને હણીને, છેદીને યાવત્ મારી નાંખીને પોતાની આજીવિકા ચલાવતો મહાપાપકર્મથી પોતાને ઓળખાવે છે.
[૪] સંધિચ્છેદક - કોઈ પાપી સંધિ છંદકભાવ ધારણ કરીને તે ધનિકનો સંધિ છંદ કરી યાવત્ મહાપાપ કર્મોથી પોતાને પ્રસિદ્ધ કરે છે. [૫] ગ્રંથિછેદક કોઈ પાપી ગ્રંથિ છેદક બનીને ધનિકોનો ગ્રંથિ છેદ કરીને, હણીને યાવત્ મહાપાપકર્મથી પોતાને પ્રસિદ્ધ કરે છે.
[૬] ઔરભિક - કોઈ પાપી ઘેટાનો પાળનાર બનીને તે ઘેટાને કે બીજા પ્રાણીઓને મારીને યાવત્ સ્વયં મહાપાપી નામે પ્રસિદ્ધ થાય છે.
[9] શૌકકિ - કોઈ પાપી કસાઈ ભાવ ધરીને ભેંસ કે બીજા ત્રા પાણીને મારીને યાવત્ મહાપાપી બનીને પ્રસિદ્ધ થાય છે.
[૮] વાઝુકિ - કોઈ વાઘરી બનીને મૃગ કે બીજા ત્રસ પ્રાણીને હણે છે... [૯] શાકુનિક - કોઈ શિકારી બનીને પક્ષી કે બીજા ત્રસ પાણીને હણ છે. [૧૦] માયિક - કોઈ માછીમારીનો ધંધો કરી માછલી આદિને હણે છે... [૧૧] ગોઘાતક - કોઈ ગાયના ઘાતક બનીને ગાય આદિને હણે છે.... [૧૨] ગોપાલક - કોઈ ગોપાલનનો ધંધો કરી, તેમાંથી ગાય કે વાછડાના
-