Book Title: Agam Satik Part 04 Suygadanga Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 80
________________ ૧૪૬ સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૨ ૨/૨-૬૬૭ ૧૪૫ બધાં શબ્દો શક-પુરંદર આદિ માફક પર્યાયવાચી છે. તેમાં કથંચિત ભેદ છે. તેઓ ભોગાસન, પરલોકના ફળને ભૂલી ગયેલા છે, - ચાવતું - ચાર, પાંચ, છ, સાત દાયકા અલાકાળ કે દીર્ધકાળ ઇન્દ્રિયાનુકૂલ ભોગો ભોગવીને મધુ-માંસ-પરસ્ત્રીના સેવનરૂપ ભોગાસતપણાથી બીજાને પીડા આપીને વૈરાનુબંધ વધારે છે. તથા દીર્ધકાળની સ્થિતિવાળા કુકર્મો એકઠાં કરીને નરકાદિ યાતના સ્થાનોમાં જાય છે. ત્યાં ચીરાવું-ફડાવું-શાલિના ધારવાળા પાંદડા નીચે બેસવાનું, ઉષ્ણ સીસાનો સ પીવાનો ઇત્યાદિ. આ રીતે આઠ પ્રકારના કર્મો બદ્ધ-સ્કૃષ્ટ-નિધd-નિકાસનારૂપે બાંધીને તે કર્મોના ભારથી અથવા તે ભારે કર્મોથી પ્રેરાઈને નકના તલ સુધી પહોંચે છે - x • આ અર્થને બતાવવા સર્વલોક પ્રતીત દષ્ટાંત કહે છે - જેમ કોઈ લોઢાનો ગોળો કે પત્થરનો ગોળો પાણીમાં ફેંકતો પાણીના તલને ઉલંઘીને ધરણીતલે બેસે છે. આ દેટાંતનો બોધ આપે છે - જેમ આ ગોળો વૃતવને લીધે જલ્દી નીચે જાય છે, તેમ •x - વજ જેવા ભારે કર્મ અને તેના પ્રચૂર ભારથી તથા પૂર્વના એકઠાં કરેલા પ્રચૂર કરી, તથા પાપરૂપ પંકની બહુલતાથી પ્રચુર વૈરાનુબંધ વડે દુષ્ટધ્યાન પ્રધાન, માયા વડે બીજાને ઠગનાર, વેશ-ભાષા બદલીને વૃત્તિ મેળવનાર, પદ્ધોહબુદ્ધિરત, સાતિબકુલ-પોતાનું દ્રવ્ય યાર્થીને બીજાનું દ્રવ્ય લુંટનાર, પોતાના ખરાબ કૃત્યોથી નિંદા કરાવતો અર્થાત બીજાને અપકારરૂપ કર્માનુષ્ઠાનથી તેમના-મના હાથ-પગ છેદવાથી અયશનો ભાગી થાય છે. આવો પુરુષ મૃત્ય કાળે મરીને સ્વાયુષ ક્ષય થતાં રત્નપ્રભાદિ પૃથ્વીમાં હજારો યોજન પરિમાણ ઉલ્લંઘીને નકના તળે જઈને વસે છે. હવે નકનું નિરુપણ કરે છે– • સૂત્ર-૬૬૮ તે નક્કો અંદરથી ગોળ, બહારથી ચતુષ્કોણ છે, નીચે તરાની ધાર સમાન તીક્ષણ, નિત્ય ઘોર અંધકાર, ગ્રહ-ચંદ્ર-સૂર્યન-જ્યોતિષ પ્રભાથી રહિત છે. તેનું ભૂમિતલ ભેદ-ચર્મીમાંસ-લોહીસીપટલના કીચડથી લિપ્ત છે. તે નક સડેલા માંસ, આશુચિ યુકત પમ દુધવાળી, કાળી, અનિવર્ણ સમાનકઠોર રપયુિક્ત અને દુસહ્ય છે. આ રીતે આ નસ્કો અશુભ અને અશુભ વેદનાવાળી છે ત્યાં રહેતા નૈરયિકને નિદ્રા સુખ નથી, ભાગી શકતા નથી, તેમને શ્રુતિ, રતિ, ધૃતિ કે મતિ પ્રાપ્ત થતી નથી. નાસ્કો ત્યાં કઠોટ, વિપુલ, ગાઢ, કુટુક, કર્કશ, ચંડ, દુઃખદ, દુર્ગમ, તીખ અને દુસહ વેદના અનુભવતા વિચરે છે. • વિવેચન-૬૬૮ - તે સીમંતક વગેરે નસ્કો બહુલતાએ મધ્યમાં ગોળાકાર, બહારથી ચોખંડા, નીચે અખા આકારે રહેલા છે. આ સંસ્થાન પુપાવકીર્ણને આશ્રીને કહ્યા, કેમકે તે ઘણી સંખ્યામાં છે, આવલિકામાં રહેતા નક સ્થાનો ગોળ, ત્રિકોણ અને ચોખુણીયા છે. તે સ્થાનો નિત્ય ગાઢ અંધકારવાળા છે અથવા ધુમ્મસથી ભરેલા ધારાવાળા રસ્થાન છે. જેમ વરસાદી વાદળાથી વ્યાપ્ત આકાશ અંધારીયું હોય, કૃષ્ણ પક્ષની સનિ હોય તેમ અહીં અંધકાર વ્યાપ્ત હોય છે. વળી ગ્રહ, ચંદ્ર, સૂર્ય, નક્ષત્રની જ્યોતિનો અભાવ હોય છે. ફરી પણ અનિટ સ્થિતિ બતાવે છે - દુકૃત કર્મકારી તે નરકો ઉત્પન્ન દુ:ખથી [4/10] આવા પ્રકારના થાય છે - જેમકે , મેદ, ચરબી, માંસ, લોહી, સ્ત્રીના સમૂહથી લિપ્ત, સડેલા શરીરથી ગંધાતા લાગે તેવા બિભત્સ દેખાવ યુક્ત તળીયાવાળી, વિઠા-પેશાબ આદિ અશુચિથી ભરેલી, સર્વત્ર સડેલા-કોહવાયેલા ગંધાતા માંસ જેવા કાદવથી લિપ્ત, શિયાળના કોહવાયેલા કલેવરથી અસહ્ય દુર્ગધયુક્ત તથા રૂપથી અગ્નિના કાળા ધુમાડાની આભાવાળી સ્પર્શથી વજકંટક કરતા અધિક કઠિન સ્પર્શવાળી, ત્યાં નાકો ઘણું જ દુ:ખ સહન કરે છે - કેમ ? - પાંચે ઇન્દ્રિયોના અશુભ વિષયોથી. ત્યાં અશુભકર્મ કરનારા જીવો ઉગ્ર દંડ અને વજ જેવી પ્રચુર અને તીવ્ર અતીવ દુ:સહ શારીરિક વેદના ભોગવે છે. આ વેદનાથી અભિભૂત તેનારકો નકમાં આંખ ફરકે એટલો કાળ પણ નિદ્રા લઈ શકતા નથી કે બેઠા હોય ઇત્યાદિ અવસ્થામાં પણ તેટલી નિદ્રા પામતા નથી. આવી વેદનાને કારણે - ઉત્કટ, વિપુલ આદિ - વેદનાથી ક્ષણવાર સુખ ન પામે. અહીં લોઢાના કે પાષાણના ગોળાનું દષ્ટાંત આપી જલ્દીથી જીવ નીચે નકમાં જાય તે બતાવ્યું છે. હવે તે માટે બીજું દષ્ટાંત આપે છે– • સૂત્ર-૬૬૯ : જેમ કોઈ વૃક્ષ પર્વતના મૂળમાં ઉત્પન્ન થાય, તેનું મૂળ છેદતાં આગળથી ભારે થઈ જે રીતે નીચે જય અને વિષમ દુગમાં પડે, તેમ તેવો પણ ગર્ભથી ગર્ભ, જન્મથી જન્મ મરણથી મરણ, નરકથી નસ્ક તથા એક દુઃખથી બીજુ દુ:ખ પામે છે. તે દક્ષિણગામી, નૈરયિક, કુણપાક્ષિક, ભાવિમાં દુર્લભબોધિ થાય છે. આ અિધર્મપક્ષ] સ્થાન અનાર્ય, અપૂર્ણ યાવત્ અસદુ:ખ પક્ષિણ માર્ગ છે, તે એકાંત મિથ્યા અને અસાધુ છે. એના પ્રથમ અધર્મપક્ષ સ્થાનનો વિભાગ કહો. • વિવેચન-૬૬૯ - જેમ કોઈ વૃક્ષ પર્વતના એક ભાગ હોય, તેનું મૂળ છેદાતાં જલ્દીથી તે નીચે પડે છે, તેમ આ પાપકર્મી પુરષ તે કમરૂપી વાયુથી ઘસડાઈને જલ્દી નરકમાં જાય છે. ત્યાંથી નીકળીને પણ એક ગર્ભથી બીજા ગર્ભમાં અવશ્ય જાય છે. ત્યાં કોઈ રક્ષણ થતું નથી. ચાવતુ આગામી કાળે પણ તેને ધર્મની પ્રાપ્તિ દુર્લભ થાય છે. હવે ઉપસંહાર કરે છે. આ સ્થાન પાપાનુષ્ઠાનરૂપ હોવાથી અનાર્ય સાવ એકાંત મિસ્યારૂપ, ખરાબ છે. આ રીતે પહેલા અધર્મપક્ષ સ્થાનનો વિભાગ-સ્વરૂપ કહ્યું. • સૂત્ર-૬૭૦ : હવે બીજું ધમપક્ષ સ્થાનને કહે છે. આ મનુષ્યલોકમાં પૂવદિ દિશાઓમાં કેટલાંક મનુષ્યો રહે છે. જેમકે અનારંભી, અપરિગ્રહી, ધાર્મિક, ધમનિગ, ઘર્મિષ્ઠ યાવત્ ધર્મ વડે જ પોતાનું જીવન વીતાવે છે તેઓ સુશીલ, સુવતી, સુપત્યાનંદી, સુસાધુ, નવજીવ સર્વથા પ્રાણાતિપાતથી વિરમેલા ચાવતું તેવા પ્રકારના સાવધ-અબોધિક-બીજાના પ્રાણને પરિતાપ કરનારા કર્મોથી યાવતુ જાવજીવ વિરત રહે છે. તેવા અનગાર ભગવંતો ઇસિમિત, ભાષાસમિત, ઔષણાસમિત, આદાન

Loading...

Page Navigation
1 ... 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120