Book Title: Agam Satik Part 04 Suygadanga Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
૨/૨/-/૬૭૦
વૈમાનિક દેવોમાં ઉત્પન્ન થાય છે, ત્યાં ઇન્દ્ર-સામાનિક-પ્રાયશ્રિંશત્-લોકપાલઆત્મરક્ષક-પર્યાદા-પ્રકીર્ણ એવી વિવિધ સમૃદ્ધિને પામે છે. આભિયોગિક કે કિલ્બિષિકાદિમાં ઉત્પન્ન થતા નથી. તેથી કહ્યું છે કે - x - મહાઋદ્ધિ આદિ સહિત દેવલોકમાં ઉત્પન્ન થાય છે તે દેવો આવા પ્રકારના થાય છે, તે દર્શાવે છે–
૧૪૯
તે દેવો વિવિધ તપ-ચરણાદિ ઉપાર્જેલા શુભકર્મો વડે મહાઋદ્ધિ આદિ ગુણોયુક્ત હોય છે, ઇત્યાદિ સામાન્ય ગુણ વર્ણન છે. તેમાં હારથી શોભતું વક્ષસ્થળ ઇત્યાદિ, આભરણ-વસ્ત્ર-પુષ્પ-વર્ણક, ફરી અતિશય બતાવવા માટે દિવ્યરૂપાદિના પ્રતિપાદન કરતા કહે છે - દિવ્યરૂપવાળા ચાવત્ દિવ્ય દ્રવ્યલેશ્યાયુક્ત દશે દિશામાં ઉધોત કરતાં તથા પ્રભાસિત કરતા દેવલોકરૂપ શુભ ગતિ વડે શીઘ્રરૂપ કે પ્રશસ્ત વિહાયોગતિરૂપ કલ્યાણકારી ગતિ અને ઉત્કૃષ્ટ કે મધ્યમ સ્થિતિવાળા હોય છે.
તથા આગામી ભવે ભદ્રક, શોભન મનુષ્યભવરૂપ સંપદા પામીને તથા સદ્ધર્મ પામીને મોક્ષે જનારા થાય છે. આ સ્થાન આર્ય, એકાંતે સમ્યગ્ રૂપ-સુસાધુ છે એ રીતે બીજા ધર્મપક્ષ સ્થાનને કહ્યો.
• સૂત્ર-૬૭૧ ઃ
હવે ત્રીજા મિશ્રણ સ્થાનનો વિભાગ કહે છે. આ મનુષ્યલોકમાં પૂર્વાદિ દિશામાં કેટલાંક મનુષ્યો રહે છે. જેવા કે - અલ્પેચ્છાવાળા, અલ્પારંભી, અલ્પ પરિગ્રહી, ધાર્મિક, ધમર્નિંગ યાવત્ ધર્મ વડે જ જીવન ગુજારનારા હોય છે. તેઓ સુશીલ, સુવતી, સુપ્રત્યાનંદી, સાધુ હોય છે. એક તફ તેઓ જાવજીવ પ્રાણાતિપાતથી વિરત, બીજી તરફ અવિરત યાવત્ જે તેવા પ્રકારના સાવધ, અબૌધિક, બીજાના પ્રાણોને પરિતાપકર્તા છે માટે તેઓ કિંચિત્ પતિવિરત છે [અર્થાત્ દેશવિરત-દેશઅવિરત છે.]
કેટલાંક શ્રમણોપાસકો જીવ-જીવ સ્વરૂપના જ્ઞાતા, પુણ્ય-પાપને જાણતા, આસવ-સંવ-વેદના-નિર્જરા-ક્રિયા-અધિકરણ-બંધ-મોક્ષના જ્ઞાનમાં કુશળ હોય છે. તેઓ અસહાય હોવા છતાં દેવ, અસુર, નાગ, સુવર્ણ, યક્ષ, રાક્ષસ, કિનર, કિંપુરુષ, ગરુડ, ગંધર્વ, મહોગ આદિ દેવગણોથી તેઓ નિગ્રન્થ પ્રવચનથી ચલિત કરાવાઈ શકાતા નથી.
તે શ્રાવકો નિર્ગુન્ધ પવનમાં નિઃશંકિત, નિષ્કાંક્ષિત, નિર્તિચિકિત્સ હોય છે. તેઓ લબ્ધાર્થ, ગૃહિતાર્થ, પુચ્છિતાથ, વિનિશ્ચિતાર્થ, અભિગતાર્થ, અસ્થિમજ્જાવત્ ધર્માનુરાગી હોય છે. તેઓ કહે છે - આ નિર્પ્રન્થ પ્રવચન જ સાર્થક, પરમાર્થ છે, બાકી અનર્થક છે. તેઓ સ્ફટિકવત્ સ્વચ્છ હોય છે. તેમના દ્વાર ખુલ્લા રહે છે, અંતપુર કે પરગૃહ પ્રવેશના ત્યાગી છે, ચૌદશ-આઠમ-પૂનમ-અમાસમાં પ્રતિપૂર્ણ પૌષધને સમ્યક્ પાળનારા, શ્રમણ-નિર્ગોને પાક એષણીય અશન, પાન, ખાધ, સ્વાર્થ વડે, વસ્ત્ર, પાત્ર, કંબલ, પાદોછનક, ઔષધ, ભેંસજ, પીઠલક, શય્યા, સંસ્થારગ વડે તિલાભિત કરતા ઘણાં શીલ-વ્રત-ગુણ-ત્યાગ-પચકખાણ-પૌષધોપવાસ વડે સ્વીકૃત તપકર્મ વડે આત્માને ભાવતા વિચરે છે.
સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૨
તેઓ આવા પ્રકારનું જીવન જીવતા ઘણાં વર્ષો શ્રાવકપયિ પાળે છે, પાળીને અબાધા ઉત્પન્ન થાય કે ન થાય ઘણાં ભકતપરકખાણ કરે છે, કરીને અનશન વડે ઘણાં ભોજનનો છેદ કરે છે. છેદીને આલોચના તથા પ્રતિક્રમણથી સમાધિ પામીને મૃત્યુ અવસરે મરીને કોઈ દેવલોકમાં દેવતાપણે ઉત્પન્ન થાય છે. તે આ રીતે - મહાઋદ્ધિ, મહાધુતિ યાવત્ મહાસુખ પામે છે. યાવત્ બધું પૂર્વવત્ જાણવું. આ સ્થાન આર્ય યાવત્ એકાંત શ્રેષ્ઠ છે. આ ત્રીજા મિશ્રસ્થાનનો વિભાગ કહ્યો.
૧૫૦
અવિરતિને આશ્રીને 'બાલ' કહે છે, વિરતિ આશ્રિત ‘પંડિત' કહેવાય છે. વિરતાવિરત આશ્રિત ‘બાલપંડિત' કહેવાય છે. તેમાં જે સર્વથા અવિરતિ છે, તે સ્થાન આરંભસ્થાન, અનાર્ય, યાવત અસર્વદુઃખ પક્ષીણમાર્ગ છે, એકાંતમિથ્યા, અશોભન છે. તેમાં જે સર્વથા પાપોથી વિત છે તે સ્થાન અનારંભ, આર્ય યાવત્ સર્વ દુ:ખ ક્ષયનો માર્ગ છે, એકાંત સમ્યક્ છે. તેમાં જે વિતાવિરત [દેશવિરત] સ્થાન છે તે આરંભ-નોઆરંભ સ્થાન છે, આ સ્થાન પણ આર્ય છે યાવત્ સર્વ દુઃખ સૂચનો માર્ગ છે તે એકાંત સમ્યક્ અને ઉત્તમ છે.
• વિવેચન-૬૭૧ :
હવે ત્રીજા ‘મિશ્ર' નામના સ્થાનનો વિભાગ કહે છે - અહીં જો કે મિશ્રપણાને કારણે ધર્મ-અધર્મ બંનેનો સમાવેશ છે, તો પણ ધર્મના વિશેષપણાથી ધાર્મિકપક્ષમાં તેનો સમાવેશ થાય છે. [સૂત્ર-૬૬૬ કરતા આ વ્યાખ્યા ભિન્ન જણાય છે, તે વિચારવું.] કેમકે જેમાં ઘણાં ગુણો છે, તેમાં અલ્પ દોષ હોય તો બધાંને દૂષિત કરી શકતો નથી. જેમ ચંદ્રની ચાંદનીમાં કલંક વિઘ્ન કરતું નથી, ઘણાં પાણી મધ્ય મૃચ્છક પાણીને કલુષિત નથી કરતો તેમ અધર્મ પણ [થોડો હોય તો] ધર્મપક્ષ દુષિત ન થાય,
આ જગતમાં પૂર્વાદિ દિશામાં કેટલાક શુભકર્મી મનુષ્યો છે. જેવા કે - જેમને થોડા પરિગ્રહ-આરંભમાં અંતઃકરણની પ્રવૃત્તિ છે, તેવા ધાર્મિકવૃત્તિવાળા પ્રાયઃ સુશીલ, સુવતી, સુપ્રત્યાનંદી, સાધુ હોય છે. તેઓ સ્થૂળનો સંકલ્પ લઈ પ્રતિનિવૃત્ત થાય છે અને સૂક્ષ્મ આરંભ આદિથી અવિરત રહે છે. આ રીતે બધાં વ્રતો સમજી લેવા. [જેમકે · સ્થૂળ પ્રાણાતિપાત વિરમણવ્રત ઇત્યાદિ].
આ રીતે સામાન્યથી નિવૃત્ત કહ્યા તેના વિશેષ ગુણો કહે છે - કોઈ સાવધનકાદિગમન હેતુરૂપ કર્મસમારંભોથી, કોઈ યંત્રપીલન, નિર્લાછન, ખેતી આદિથી નિવૃત્ત અને ક્રય-વિક્રયથી અનિવૃત્ત હોય છે. તેને વિશેષથી દર્શાવવા કહે છે. જેઓ વિશિષ્ટ ઉપદેશાર્થે શ્રમણોની ઉપાસના કરે છે, તે શ્રમણોપાસક છે, તેઓ શ્રમણોની ઉપાસનાથી જીવ-અજીવ સ્વભાવના જ્ઞાતા તથા પુન્ય-પાપનું સ્વરૂપ સમજનારા છે. [અહીં સૂત્રની પ્રતિમાં વિવિધ સૂમો દેખાય છે, પૂર્વની ટીકા સાથે મળતા બધાં સૂત્ર પાઠો ન હોવાથી અમે એક સૂત્રપાઠને આધારે ટીકા લખી છે - તેમ ટીકાકાર શીલાંકાચાર્યજી જણાવે છે. તે શ્રાવકો બંધ-મોક્ષના સ્વરૂપના જ્ઞાતા હોવાથી ધર્મથી ચલિત ન થતાં, મેરુ જેવા નિશ્ચલ અને આર્હત્ દર્શનમાં દૃઢ હતા. આ વિષય સહેલાઈથી સમજાય તે માટે