Book Title: Agam Satik Part 04 Suygadanga Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
૨/૨/-/૬૬૩ ટોળામાંથી એક-એકને બહાર કાઢીને હણે છે ચાવવ પ્રસિદ્ધ થાય છે.
[૧૩] પાલક - કોઈ કૂતરા પકડીને કૂતરા કે બીજી પ્રાણીને હણે છે...
[૧૪] શૌવંતિક - કોઈ શિકારી કૂતરા રાખી, પસાર થનારા મનુષ્ય કે અન્ય પ્રાણી ઉપર છોડીને તેમને હણે છે. યાવતુ પોતાની આજીવિકા ચલાવે છે. એ રીતે તે મહાપાપ કર્મથી પોતાને મહાપાપી રૂપે પ્રસિદ્ધ કરે છે.
• વિવેચન-૬૬૩ :
ગૃહસ્થોમાં જે જીવહિંસક છે તેમાંનો કોઈ એક કદાચ નિર્દય હોય, તે આ લોકના સુખની અપેક્ષાથી, પરલોકના દુ:ખને વિસરીને કર્મને વશ બની ભોગની લિપ્સાથી સંસાના સ્વભાવને અનુવર્તીને કે પોતાના માટે હવે કહેવાશે તે ચૌદ અસદુ અનુષ્ઠાનોને આદરે તથા સ્વજનોને નિમિતે, ઘરના સંસ્કરણ માટે કે કુટુંબ અથવા પરિવારના નિમિતે, દાસ-દાસી-નોકર આદિને માટે કે પરિચિતોને ઉદ્દેશીને તથા સહવાસીને માટે બ્ધ કQાનાર પાપ કે એકૃત્યો કરે, તેને દર્શાવવા માટે કહે છે • x ".
[૧] કોઈ જતો હોય, તેને અનુસરે, તે અનુગામુક છે. તે કાર્યના ભાવથી વિવક્ષિત સ્થાન, કાળ આદિ અપેક્ષાથી વિરૂપ કર્તવ્ય કરવાને માટે તેની પાછળ જાય છે. [૨] તેનું બગાડવાનો અવસર શોધવા ઉપચરક થાય છે. અર્થાત્ લાગ જોઈને તેનો બદલો લઈ શકે. [3] અથવા સામે આવતો જોઈને શગુનો બદલો લે. [૪] અથવા સગાવહાલા માટે સંધિનો છેદ કરે - ઇત્યાદિ • x • x • ચૌદે સ્થાનોને સંક્ષિપ્તમાં (સૂત્રાર્થમાં જણાવ્યા મુજબ જાણવા.
[૧] કોઈ એક માણસ પોતાના કે બીજાના માટે કોઈ અન્ય ગામે જતો હોય, તે કોઈ બીજો જાણે ત્યારે તેની પાછળ જવા માટે મિત્રભાવ કરીને તક મળે તો ઠગવાનો ઉપાય જોતો પાછળ ચાલે, અભ્યત્યાન-વિનયાદિ પણ સાચવે. અવસર મળતાં તે પુરુષને દંડ વડે હણે, ખગ્રાદિથી હાથ-પગ છેદે, મુઠ્ઠી મારીને ભેદે, માથાના વાળ આદિ ખેંચીને કદર્થના કરે, ચાબુકાદિના પ્રહારોથી દુ:ખ ઉપજાવે તથા જીવિતને પણ હરી લે. એવું કરીને આજીવિકા ચલાવે તેના સાર એ કે - કોઈ ધનવાનને બીજે ગામ જતો જોઈને કોઈ ગળું કાપનાર તે ધનિકને વિશ્વાસ પમાડીને ભોગનો અર્થી બની, મોહાંધ થઈ, આલોકના સુખને જ માનનારો આવા અપકૃત્ય થકી આહારદિ ભોગ ભોગવે છે. તે મહા પાપકૃત્યો - ક્રૂર કર્માનુષ્ઠાન કરીને, તીવ્ર અનુભાવથી, દીસ્થિતિક કમ બાંધીને પોતાને મહાપાપીરૂપે લોકમાં પ્રખ્યાત કરે છે. અથવા આઠ પ્રકારના કર્મો વડે આત્માને બાંધે છે. પછી તેના વિપાકથી પામેલી અવસ્થા વિશેષથી લોકમાં ભમતા નારક-તિર્યયાદિરૂપે ખ્યાત બને.
| ]િ કોઈક કંઈક કર્તવ્ય કસ્વા માટે બીજાનો સેવક બનીને તે ઘનિકને ઠગવાને માટે ઉપયક (સેવક) ભાવ ધારણ કરે, પછી તેનો વિવિધ રીતે વિનય કરીને રહે, તેને વિશ્વાસમાં પાડી તેનું ધન લેવા. તેને હણે, છેદે, ભેદે ચાવતું મારી નાંખે, એ રીતે તે ઘણાં પાપકર્મથી ખ્યાતિ પામે.
[] બીજો કોઈ માર્ગમાં સામે આવીને પ્રાતિપથિક ભાવને ધારણ કરીને
૧૩૪
સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ બીજાના ધનને માટે - x• માર્ગમાં રહીને તે ધનિકને વિશ્વાસ પમાડીને તેને હણીને, છેદીને, ચાવતું મારીને, પોતાને મહાપાપીરૂપે ઓળખાવે છે.
[૪] ચોથો કોઈ વિરૂપ કર્મ વડે જીવિતાર્થી બની ખાતર પાડવાને આવા ઉપાયોથી હું કાતર મારીશ એવી પ્રતિજ્ઞા કરીને તે ધંધો કરે છે. આ સંધિ છેદક પ્રાણીઓને હણીને યાવતું પ્રાણ લઈ પોતાની આજીવિકા ચલાવે છે. ઉપલક્ષણથી બીજા કામભોગોને પોતે ભોગવે છે, બીજા સ્વજનાદિને પાળે છે. એ રીતે આ પુરુષ મહાપાપ કર્મ વડે પોતાને પ્રખ્યાત કરે છે.
[૫] કોઈ કાર્ય કd - x - ગ્રંથિ છેદક ભાવ સ્વીકારી, બાકી પૂર્વવતું.
[૬] કોઈ અધર્મ પ્રવૃત્તિવાળો ઘેટા પાળનાર બની તેના ઉન કે માંસથી આજીવિકા કરે છે - x • સ્વમાંસપુષ્ટિ અર્થે ત્રસાદિ પ્રાણિને મારે છે. બાકી પૂર્વવતું.
[] હવે સૌકરિક પદની વ્યાખ્યા સ્વબુદ્ધિથી કરવી. સૌકરિક - ચાંડાલ.
[૮] કોઈ દ્રસવ વારિક ભાવને સ્વીકારીને વાઘરી હરણ કે બીજા કોઈ કસ પ્રાણીને - x - સ્વજનાદિ અર્થે મારે છે. - x - શેષ પૂર્વવતું.
[૯] કોઈ અધમ ઉપાયજીવી શકુન, લાવક આદિથી પેટ ભરે છે. શિકારી તે ભાવ સ્વીકારી, માંસાદિ માટે પક્ષી આદિને હણે છે. બાકી - x • પૂર્વવતુ.
[૧૦] કોઈ અધમાધમ માસ્મિકભાવ સ્વીકારીને મત્સ્ય કે જલચર પ્રાણીને હણવા આદિ ક્રિયા કરે છે. શેષ પૂર્વવતું.
[૧૧] કોઈ ગોવાળ બનીને કોઈ કોઈ ગાયને જુદા પાડી હનનાદિ કરે છે. | [૧૨] કોઈ ક્રર કર્મકારી ગોઘાતક બનીને ગાય કે બસ પ્રાણીને મારે છે.
[૧૩] કોઈ જઘન્ય કર્મકારી શિકારી કૂતરા પાળીને - x • તેના વડે મૃગસૂકર આદિ બસ પ્રાપ્તિનું હનન-આદિ કરે છે. શેષ પૂર્વવત.
| [૧૪] કોઈ અનાર્ય, અવિવેકી કૂતરા વડે નિભાવ કરે છે તે શૌવનિક. તે ઘાતકી કૂતરા વડે - x • કોઈ મનુષ્ય, અભ્યાગત, મૃગાદિ ત્રસ પ્રાણીને હણે છે. - * * * * * * એ રીતે મહા કૂકર્મકારી, મહાપાપી બની પોતાને ઓળખાવે છે. પાપવૃત્તિથી આજીવિકા કરનારને કહ્યા. હવે તેનો અભ્યપગમ
સૂત્ર-૬૬૪ -
[૧] કોઈ દામાં ઉભો થઈ પ્રતિજ્ઞા રે - “હું આ પ્રાણીને મારીશ.” પછી તે તીતર, બતક, લાવક, કબૂતર, કપિજલ કે અન્ય કોઈ ત્રસ જીવને હણીને યાવતું મહાપાપી રૂપે પ્રસિદ્ધ થાય છે. - ]િ કોઈ પુરુષ સડેલું અન્ન મળવાથી કે બીજી કોઈ અભિષ્ટ અર્થની સિદ્ધિ ન થવાથી વિરુદ્ધ થઈને તે ગૃહપતિના કે તેના પુત્રોના ખળામાં રહેલ ધાન્યાદિને, પોતે આગ લગાવી ભાળી નાંખે, બીજ પાસે બળાવી નાંખે, તે બાળનારની અનુમોદના કરે. આવા મહાપાપકમોંથી પોતાને ઓળખાવે છે - [3] - કોઈ પુરુષ અપમાનાદિ પ્રતિકૂળ શવદાદિ કારણથી, સડેલ અwાદિ મળતા કે ઇષ્ટ લાભ ન થતાં ગૃહપતિ કે તેના પુત્રોના ઊંટો, ગાય, ઘોડા કે ગધેડાની અંગોને જાતે કાપે, બીજી પાસે કપાવે,