Book Title: Agam Satik Part 04 Suygadanga Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 75
________________ ૨/૨/-/૬૬૪ તે કાપનારને અનુમોદે એ રીતે યાવત્ મહાપાપી થાય. [૪] કોઈ પુરુષ કોઈ અપમાનાદિ શબ્દોના કારણે અથવા સડેલા અન્નાદિ મળતા કે ઇષ્ટાદિ લાભ ન મળતાં ગૃહપતિ કે તેના પુત્રોની ઉંટશાળા, ગોશાળા, અશ્વશાળા કે ગભશાળાને કાંટાથી ઢાંકીને સ્વયં અગ્નિ વડે બાળી દે છે, બીજા પાસે બળાવે છે, બાળનારની અનુમોદના કરે છે સાતત્ પ્રખ્યાત થાય છે. [૫] કોઈ પુરુષ પ્રતિકૂળ શબ્દાદિ આદિ ઉક્ત કારણોથી કુદ્ધ થઈ ગાથાપતિ કે તેના પુત્રોના કુંડલ, મણિ કે મોતી સ્વયં હરી લે, બીજા પાસે હરણ કરાવે કે હરણ કરનારને અનુમોદે તેથી તે મહાપાપીરૂપે પ્રખ્યાત થાય છે. ૧૩૫ [૬] કોઈ પુરુષ - શ્રમણ કે માહણના ભક્ત પાસેથી સડેલ આદિ અન્ન મળે ઇત્યાદિ ઉક્ત કારણે તે શ્રમણ કે માહન ઉપર કુદ્ધ થઈને તેના છત્ર, દંડ, ઉપકરણ, માત્રક, લાઠી, આસન, વસ્ત્ર, ચિલિમિલિ, સમચ્છેદનક કે ચર્મકોશનું સ્વયં હરણ કરે - કરાવે કે અનુમોદે, તે મહાપાપી રૂપે પ્રખ્યાત થાય છે. [9] કોઈ-કોઈ એવું વિચારતા નથી કે તે ગાથાપતિ કે ગાથાપતિ પુત્રોના અન્ન આદિને અકારણ જ સ્વયં આગ લગાડી ભરમ કરે છે - ૪ - કરાવે છે - x - અનુમોદે છે. એ રીતે તે મહાપાપી રૂપે જગતમાં વિખ્યાત થાય છે. [૮] કોઈ-કોઈ એવું વિચારતા નથી કે તે અકારણ જ ગાથપતિ કે તેના પુત્રોના ઉંટ, બળદ, ઘોડા કે ગધેડાના અંગોને સ્વયં કારે છે - કપાવે છે - અનુમોદે છે તે સાવત્ મહાપાપીરૂપે પ્રખ્યાત થાય છે. [૯] કોઈ-કોઈ એવું વિચારતા નથી કે તે અકારણ જ ગાથપતિ કે તેના પુત્રોની ઉંટશાળા યાવત્ ગભશાળા યાવર્તી સળગાવે છે, શેષ પૂર્વવત્. [૧૦] કોઈ-કોઈ એવું વિચારતા નથી કે તે અકારણ જ ગાથાપતિ કે તેના પુત્રોના કુંડલ, મણિ, મોતી ચોરે છે, ચોરાવે છે કે ચોરનારને અનુમોદે છે.... [૧૧] કોઈ-કોઈ વિચાર્યા વિના જ શ્રમણ કે માહના છત્ર, દંડ યાવત્ સમચ્છેદનક હરે છે - હરાવે છે - અનુમોદે છે ચાવત્ મહાપાપીરૂપે ઓળખાય છે. કોઈ પુરુષ શ્રમણ કે માહણને જોઈને તેમની સાથે વિવિધરૂપે પાપકર્મ કરીને પોતાને પ્રખ્યાત કરે છે અથવા ચપટી વગાડે છે. કઠોર વચનો કહે છે. ભિક્ષાકાળે સાધુ ગૌચરી માટે આવે તો પણ અશન-પાન યાવત્ આપતા નથી અને કહે છે કે - આ સાધુઓ તો ભારવહન કરતા નીચ છે, આળસુ છે, શુદ્ર છે, દરિદ્ર છે માટે દીક્ષા લે છે તેવા સાધુ દ્રોહીનું જીવન ધિક્કારને પાત્ર છે છતાં તે પોતાના જીવનને ઉત્તમ માને છે. પણ પરલોક વિશે વિચારતા નથી. આવા પુરુષો - દુઃખ, શોક, નિંદા, તાપ, પીડા અને પરિતાપ પામે છે. તેઓ આ દુઃખ, શોક આદિથી વધ, બંધન, કલેશાદિ ક્યારેય નિવૃત્ત થતા નથી. તે મહા-આરંભ, સમારંભ, આરંભ સમારંભથી વિવિધ પાપકર્મો કરતા ઉદાર એવા મનુષ્યસંબંધી ભોગોપભોગને ભોગવતા રહે છે. તે આ પ્રમાણે— આહાકાળે આહાર, પાનકાળે પાન, વસ્ત્રકાળવા, આવાસકાળે આવાસ, ૧૩૬ સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૨ શયનકાળે શયનને ભોગવે છે. તેઓ નાહીને, બાલિકર્મ કરીને, કૌતુક-મંગલપ્રાયશ્ચિત્ત કરીને, મસ્તકસહિત સ્નાન કરી, કંઠમાં માળા પહેરે છે, મણિ-સુવર્ણ પહેરી, માળાયુકત મુગટ પહેરે છે. પ્રતિબદ્ધ શરીરી હોય છે. કમરે કંદોરો અને છાતીએ ફૂલમાળા પહેરે છે. નવા વો પહેરી, ચંદનનો લેપ કરીને, સુસજ્જિત વિશાળ પ્રાસાદમાં ભવ્ય સિંહાસને બેસી સ્ત્રીઓ વડે પરિવૃત્ત થઈ, આખી રાત્રિ જ્યોતિના ઝગમગાટમાં ભવ્ય નાચ-ગાન-વાજિંત્ર-તંત્ર-તાલ-તલ-શ્રુતિ-મૃદંગના ધ્વનિાહિત ઉદાર માનુષી ભોગોપભોગને ભોગવતા વિચરે છે. તે એક નોકરને બોલાવે ત્યાં ચાર-પાંચ જણા હાજર થાય છે. હે દેવાનુપિયા અમે શું કરીએ? શું લાવીએ? શું ભેટ કરીએ? આપને શું હિતકર છે? તેમ પૂછે છે. તેને આવા સુખમાં મગ્ન જોઈને અનાર્યો એમ કહે છે આ પુરુષ તો દેવ છે, દેવોથી પણ શ્રેષ્ઠ છે, દેવો જેવું જીવે છે, તેમના આશ્રયે બીજા પણ જીવે છે. પણ તેને જોઈને આર્ય પુરુષ કહે છે કે આ પુરુષ અતિ ક્રૂકર્મી, અતિ ધૂર્ત, શરીરનો રક્ષક, દક્ષિણગામી નૈરયિક, કૃષ્ણપાક્ષિક અને ભાવિમાં દુર્લભ - બોધિ થશે. કોઈ મૂઢ જીવ મોક્ષને માટે ઉધત થઈને પણ આવા સ્થાનને ઇચ્છે છે, કે જે સ્થાન ગૃહસ્થો ઇચ્છે છે. આ સ્થાન અનાર્ય, જ્ઞાનરહિત, અપૂર્ણ, અન્યાયિક, અસંશુદ્ધ, અશકતક, અસિદ્ધિમાર્ગ, અમુક્તિમાર્ગ, અનિવાર્ણમાર્ગ, અનિર્માણ માર્ગ, સર્વદુઃખ પક્ષીણ માર્ગ, એકાંત મિથ્યા, અસાધુ છે. આ રીતે પ્રથમ અધપક્ષ સ્થાનનું કથન કર્યું. • વિવેચન-૬૬૪ : અહીં પ્રથમ સૂત્રથી વિશેષ એ છે કે - પૂર્વે આજીવિકા અથવા ગુપ્ત જીવહિંસા કરે તે કહ્યું. અહીં કોઈ નિમિતથી સાક્ષાત્ લોકો મધ્યે જીવ હત્યાની પ્રતિજ્ઞા કરી ઉધમ્ થાય તે કહે છે. જેમકે કોઈ માંસાહાર ઇચ્છાથી, ટેવથી કે ક્રીડા માટે કોપાયમાન થયેલો સભામાં ઉભો થઈ પ્રતિજ્ઞા કરે કે હું આ પ્રાણીને હણીશ, ભેદીશ, છેદીશ યાવત્ પાપકર્મ રૂપે પ્રખ્યાત થાય. આ સૂત્રમાં અધર્મપક્ષે ચાલનારા બધાં પ્રાણિદ્રોહ કરનારાનું કંઈક વર્ણન કરવાનું છે - તેમાં પહેલા સૂત્રમાં બીજાના અપરાધ વિના કુદ્ધ થયેલા બતાવ્યા, હવે બીજાના અપરાધથી દુધ થયેલાને બતાવે છે— કોઈ સ્વભાવથી જ ક્રોધી, અસહિષ્ણુતાથી બીજાના શબ્દાદિ કારણે સામેવાળાનો શત્રુ બનીને બીજાનું બગાડે, ‘શબ્દ' લેવાથી કોઈ દ્વારા આકૃષ્ટ, નિંદિત કે વચનથી વિરોધ કરે, તો તેનું બગાડે. 'રૂપ' લેવાથી કોઈ બીભત્સને જોઈને અપશુકન માનીને કોપે. ‘ગંધ-રસ'નું ગ્રહણ સૂત્ર વડે જ કહે છે— કોઈ તેમને સડેલી વસ્તુ આપે અથવા અલ્પ ધાન્યાદિ દાન આપે તેનાથી કોપાયમાન થાય, અભિષ્ટ વસ્તુ ન આપે, તે વિવક્ષિત લાભના અભાવે કોપાયમાન થઈને ગૃહપતિ આદિના ખળામાં રહેલ ચોખા-ઘઉં આદિ પોતે બાળી નાંખે, બીજા પાસે

Loading...

Page Navigation
1 ... 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120