Book Title: Agam Satik Part 04 Suygadanga Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 77
________________ ૨/૨/-/૬૬૪ થઈ જાય છે. તેઓ શું કરે છે ? તે કહે છે - હે સ્વામી ! આજ્ઞા કરો, અમે ધન્ય છીએ કે આપે અમને બોલાવ્યા. શું કરીએ ? વગેરે સુગમ છે ચાવત્ આપના હૃદયને શું ઇષ્ટ છે. આપના મુખને શું સ્વાદુ લાગે છે ? અથવા આપના મુખેથી નીકળતું વચન અમે પાળવા તૈયાર છીએ. ૧૩૯ તે રાજાને તે રીતે વિલસતા જોઈને બીજા અનાર્યો એમ કહે છે - ખરેખર, આ પુરુષ દેવ છે. દેવોમાં શ્રેષ્ઠ અને ઘણાંની આજીવિકાનો પૂરક છે. તે જ વર્તમાન સુખને માટે અસદ્ અનુષ્ઠાયીને જોઈને આર્યો-સદાચારવાન્, વિવેકી પુરુષ એમ કહે છે - આ પુરુષ ખરેખર ક્રુષ્કર્મોની હદ વટી ગયો છે, અર્થાત્ હિંસાદિ ક્રિયાપ્રવૃત્ત છે. વાયરો રેતીને ભમાવે તેમ સંસાર ચક્રવાલે ભમનાર છે. સારી રીતે આઠ કર્મોને ભેગા કરનાર અતિધૂત છે. અઘોર પાપો કરીને પોતાની રક્ષા કરનારો છે. દક્ષિણ દિશામાં જનારો છે અર્થાત્ જે ક્રુર કર્યો કારી છે, સાધુ નિંદા પરાયણ અને તેમને દાન દેવાનો નિષેધ કરે છે, તે દક્ષિણગામુક-નકાદિ ચારે ગતિમાં ઉત્પન્ન થનાર છે - કુગતિગામી છે. નરકમાં જાય તે નારક, કૃષ્ણપક્ષવાળો હોવાથી કૃષ્ણપાક્ષિક તથા ભાવિ કાળે નસ્કમાંથી નીકળી દુર્લભબોધિ થવા સંભવ છે. કહે છે કે - દિશાઓમાં દક્ષિણ દિશા નિંદનીય છે. ગતિમાં નકગતિ, પક્ષોમાં કૃષ્ણ પક્ષ નિંદનીય છે. તેથી જે વિષયાંધ અને ઇન્દ્રિયોને વશ વર્તે છે, પરલોકના ફળને ભૂલે છે, સાધુનો દ્વેષી અને દાનાંતરાય કરનારો છે. તેને નિંદનીય સ્થાનો બતાવ્યા છે. બીજા તિર્યંચગતિ આદિ અને બોધિલાભરહિતતા છે, તે વિચારી લેવા. તેથી વિપરીત વિષયોથી નિસ્પૃહ, ઇન્દ્રિયોને વશ કરનાર, પરલોકભીરુ સાધુનો પ્રશંસક, સદનુષ્ઠાનરત છે તે સુગતિમાં જનાર, સુદેવત્વ, શુક્લપાક્ષિકત્વ, સુમાનુષત્વ, સુલભબોધિત્વ સદ્ધર્મ અનુષ્ઠાયીતાને પામે છે - હવે ઉપસંહાર કરે છે— આ પૂર્વોક્ત સ્થાન, ઐશ્વર્યલક્ષણ, શ્રૃંગારમૂલ, સાંસાસ્કિ ત્યાગની બુદ્ધિ વડે ત્યાગ કર્યા પછી પણ પરમાર્થ ન જાણવાથી પાખંડીપણે ઉધત થઈને મુખ્યત્વે લોભવશ થાય છે. તથા કેટલાંક સાંપ્રત સુખને જોનારા તે સ્થાન ન છોડતા ગૃહસ્થપણે જ રહીને તૃષ્ણાતુર બનીને ધન માટે જ ફાંફા મારે છે. તેથી તેઓ ઉત્તમ પુરુષે આચરેલા માર્ગને સ્વીકારતા નથી, તેઓ અનાર્ય સ્થાનમાં પડી રહે છે, જે અશુદ્ધ જ છે. તથા સામાન્ય પુરુષે આચરેલ હોવાથી તે સંસારવૃષ્ટ અપરિપૂર્ણ છે - સદ્ગુણ અભાવે તુચ્છ છે. વળી ન્યાય વડે નવિચરતા તે માર્ગ અન્યાયિક છે. ઇન્દ્રિયોને સંવરવારૂપ સંયમ તે સલ્લગ, તેથી વિરુદ્ધ તે અસલગ - અસંયમ છે અથવા શલ્ય માફક તૃષ્ણા છે - તેમાં માયા કરવી તે શલ્યગ, તેનું પરિજ્ઞાન ન હોવું તે અશલ્યગ છે. અકાર્ય આદરવાથી તેને સિદ્ધિ માર્ગ મળતો નથી. સર્વકર્મ ક્ષયરૂપ મુક્તિનો માર્ગ-સમ્યગ્ દર્શનજ્ઞાનચાસ્ત્રિાત્મક-તે મળતો નથી. આત્મ સ્વાસ્થ્યરૂપ માર્ગ તે પરિનિવૃત્તિ તે ન મળે તે અપરિનિર્વાણમાર્ગ છે. તથા જ્યાંથી ફરી નીકળવાનું નથી તે નિર્માણ માર્ગ મળતો નથી. સર્વ દુઃખોના ક્ષયરૂપ માર્ગ, તે પણ તેને ન મળે. તેને મોક્ષ કેમ ન મળે ? એકાંત મિથ્યાત્વયુક્ત બુદ્ધિ હોવાથી તે અસદ્ સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૨ આચરણથી અસાધુ છે. આ વિષયાંધો સત્પુરુષ સેવિત માર્ગે વિચરતા નથી. [માટે મોક્ષ ન મળે.] આ રીતે પ્રથમ અધર્મપક્ષ સ્થાનના પાપઉપાદાનરૂપ વિભાગનું સ્વરૂપ કહ્યું. હવે બીજું ધર્મના ઉપાદાન ભૂત પક્ષને આશ્રીને કહે છે– - સૂત્ર-૬૬૫ : હવે બીજા સ્થાન ધર્મપક્ષનો વિભાગ કહે છે - આ મનુષ્યલોકમાં પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ દિશામાં અનેક પ્રકારના મનુષ્યો રહે છે. જેમકે - કોઈ આર્ય કે અનાર્ય, કોઈ ઉચ્ચગોત્રીય કે નીચગોત્રીય, કોઈ મહાકાય કે લઘુકાય, કોઈ સુ-વર્ણા કે કુવા, કોઈ સુરૂપ કે કદરૂપ. તેમને ક્ષેત્ર કે મકાનનો પરિગ્રહ હોય છે આ આખો આલાવો “પોડરીક' અધ્યયનથી જાણવો. તે આલાવાથી ચાવત્ સર્વ ઉપશાંત - x - પરિનિવૃત્ત થાય છે, તેમ હું કહું છું. આ સ્થાન આર્ય, કેવલપાપ્તિનું કારણ યાવત્ સર્વ દુઃખને ક્ષીણ કરવાનો માર્ગ છે, એકાંત સમ્યક્ અને ઉત્તમ છે. આ પ્રમાણે ધર્મપક્ષ નામક બીજા સ્થાનનો વિભાગ કહ્યો. • વિવેચન-૬૬૫ : હવે અધર્મપાક્ષિક સ્થાન પછી બીજું સ્થાન ધર્મપાક્ષિક-પુન્યના ઉપાદાનભૂત વિભાગનું સ્વરૂપ સારી રીતે કહે છે. જેમકે - પૂર્વાદિ ચારે દિશાઓને આશ્રીને કેટલાંક કલ્યાણની પરંપરાને ભજનારા મનુષ્યો છે, જે હવે કહેવાનાર સ્વભાવવાળા હોય છે. કોઈ આર્યદેશમાં ઉત્પન્ન આર્ય, કોઈ શક-ચવન-બર્બરાદિ અનાર્ય ઇત્યાદિ “પૌંડરીકઅધ્યયન'' મુજબ બધું જ અહીં કહેવું. તેમાં ધર્મી જીવો બધાં પાપસ્થાનોથી ઉપશાંત થયેલ, તેથી સર્વ સંસાર બંધનથી છૂટે છે, તેમ હું કહું છું. આ રીતે આ સ્થાન પ્રતિપૂર્ણ, નૈયાયિક ઇત્યાદિ છે, તે પૂર્વવત્ જાણવું - ચાવત્ - બીજા સ્થાન ધર્મપક્ષનું સ્વરૂપ કહ્યું. હવે ધર્માધર્મયુક્ત ત્રીજું સ્થાન કહે છે— ૧૪૦ સૂત્ર-૬૬૬ ઃ હવે ત્રીજું “મિશ્રસ્થાન”નો વિભાગ કહે છે - જે આ વનવાસી, કુટિરવાસી, ગામ-નિકટવાસી, ગુપ્ત અનુષ્ઠાનકર્તા - યાવત્ - ત્યાંથી ચ્યવીને ફરી મુંગા કે આંધળારૂપે જન્મ લે છે. આ સ્થાન અનાર્ય છે, કેવલ યાવત્ સર્વદુઃખના ક્ષયના માર્ગથી રહિત, એકાંત મિશ્રા, અસાધુ છે. આ રીતે આ ત્રીજા મિશ્ર સ્થાનનો વિભાગ કહ્યો. • વિવેચન-૬૬૬ :- [વિશેષ ખુલાસા માટે સૂ૪-૬૭૧ જોવું.] હવે ત્રીજા મિશ્રનામક સ્થાનના વિભાગનું સ્વરૂપ કહે છે. અહીં ધર્મપક્ષ અધર્મપક્ષથી યુક્ત છે, માટે મિશ્ર કહે છે. તેમાં અધર્મનું બહુપણું હોવાથી આ અધર્મપક્ષ જ જાણવો. કહે છે કે - જો કે મિથ્યાદૃષ્ટિઓ કંઈક અંશે પ્રાણાતિપાતાદિથી નિવૃત્ત હોય છે. તો પણ આશય અશુદ્ધ હોવાથી જેમ પિત્ત વધુ ચડેલ હોય ત્યારે સાકરવાળું દૂધ પાવા છતાં પિત્ત શાંત ન થાય તેમ - ૪ - મિથ્યાત્વ દૂર ન થાય તો બધું નિર્થક છે. તેથી મિથ્યાત્વ સંબંધી મિત્ર પક્ષને અધર્મ જ કહ્યો છે. તે દર્શાવે છે— જે વનમાં ચરનારા આરયિકા - કંદ, મૂળ, ફળ ખાનાર તાપસાદિ, મકાન

Loading...

Page Navigation
1 ... 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120