Book Title: Agam Satik Part 04 Suygadanga Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
૨/૧/-/૬૪૭
હોવાથી ક્ષાંત, ઇન્દ્રિય અને મનને દમવાથી દાંત, ત્રણ ગુપ્તિથી ગુપ્ત, નિલોભી હોવાથી મુક્ત, વિશિષ્ટ તપચરણથી મહર્ષિ, જગત્ની ત્રિકાલ અવસ્થાને માને છે માટે મુનિ, કરવાના કામને કરે છે માટે કૃતિ, પુન્ગવાન કે પરમાર્થ પંડિત, વિધાયુક્ત છે માટે વિદ્વાન્, નિવધ આહાર ભિક્ષામાં લે, માટે ભિક્ષુ, અંતપ્રાંત આહારી હોવાથી રૂક્ષ, સંસારને પાર પામવા રૂપ મોક્ષનો અર્થી, મૂલગુણ-ચરણ અને ઉત્તરગુણ-કરણ તેનો પાર કિનારાને જાણ છે માટે ચરણ-કરણ પારવિદ્ છે.
કૃતિ - સમાપ્તિ માટે છે. વીમિ - તીર્થંકના વચનથી આર્ય સુધર્માસ્વામી જંબુસ્વામીને ઉદ્દેશીને કહે છે - હું મારી બુદ્ધિથી કહેતો નથી.
હવે સમસ્ત અધ્યયનના દૃષ્ટાંત અને તેનો બોધ કહે છે–
[નિ.૧૫૮ થી ૧૬૪-] અહીં સો પાંખડીવાળા શ્વેત કમળની ઉપમા આપી છે, તેનો જ ઉપયય-સર્વ અવયવ નિષ્પત્તિ અને વિશિષ્ટ ઉપાયથી ચૂંટવાનું છે. તેનો બોધ એ છે કે - ચક્રવર્તી આદિ ભવ્યાત્માની જિનોપદેશથી સિદ્ધિ થાય છે. કેમકે તેઓ જ પૂજ્ય છે. તેમનું પૂજ્યત્વ બતાવે છે–
૧૧૩
દેવ આદિ ચારે ગતિમાં પ્રાણીઓમાં મનુષ્ય જ સર્વસંવરરૂપ ચાસ્ત્રિ લેવા સમર્થ છે, બીજા દેવાદિ નહીં. તે મનુષ્યોમાં માનનીય ચક્રવર્તી આદિ પણ હોય છે. તેમને પ્રતિબોધ કરતા નાના-સામાન્ય માણસો જલ્દી બોધ પામે છે. તેથી અહીં પૌંડરીક સાથે ચક્રવર્તી આદિની તુલના કરી.
ફરી મનુષ્યની પ્રધાનતા દર્શાવવા કહે છે - ભારે કર્મી મનુષ્ય નકગમન યોગ્ય આયુષુ બાંધે તેમ હોય, તેવા પણ જિનોપદેશથી તે જ ભવે સર્વ કર્મક્ષયથી
સિદ્ધિગામી થાય છે. આ દૃષ્ટાંત અને બોધને જણાવીને તે કમળના આધારરૂપ
વાવડીનું નવું મુશ્કેલ છે, તે બતાવે છે.
પ્રચુર જળ તથા કાદવવાળી, તળીયું ન દેખાય તેવી, ઉંડો કાદવ અને વેલડીઓથી યુક્ત વાવડી જંઘા કે હાથ વડે અથવા નાવથી તરવી મુશ્કેલ છે. - x - તેમાં પાવર પૌંડરીક લેવા માટે ઉતરવું તે અવશ્ય જીવલેણ બને. તે કમળ તોડીને લાવવાનો કોઈ ઉપાય નથી, જેનાથી તે વાવડીમાંથી સુખેથી કમળ લાવી શકે. તેને
ઓળંગવાનો ઉપાય કહે છે–
પ્રજ્ઞપ્તિ આદિ વિધા કે દેવની સહાયથી અથવા આકાશગમન વિધાથી પાવર
પૌંડરીકને લાવી શકે. જિનેશ્વરે તે માટે કહ્યું છે - x - શુદ્ધ પ્રયોગ વિધા જિનોક્ત ધર્મ જ છે, તે સિવાય કોઈ વિધા નથી. તીર્થંકર કથિત માર્ગે ભવ્યજીવરૂપ પૌંડરીક સિદ્ધિને પામે છે. શેષ પૂર્વવત્ - x -
4/8
શ્રુતસ્કંધ-૨, અધ્યયન-૧ - “પીંડરીક'નો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ
૧૧૪
Ø શ્રુતસ્કંધ-૨
-
• ભૂમિકા :
સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૨
અધ્યયન-૨ “ક્રિયાસ્થાન' છે
— x — * — x — x — X — * — x —
પહેલું અધ્યયન કહ્યું, હવે બીજું કહે છે - તેનો સંબંધ આ પ્રમાણે - પૂર્વના અધ્યયનમાં વાવડી-કમળના દૃષ્ટાંત વડે અન્યતીર્થિકોને સમ્યગ્ મોક્ષ ઉપાયના અભાવે કર્મને બાંધનારા બતાવ્યા. સાચા સાધુઓ સમ્યક્ દર્શનાદિ મોક્ષમાર્ગે પ્રવૃત્ત હોવાથી સદુપદેશ દ્વારા પોતાને અને બીજાને કર્મથી મુકાવનારા છે. તેમ અહીં પણ બાર ક્રિયા સ્થાન વડે કર્મો બંધાય છે અને તેર સ્થાન વડે મૂકાય છે. પૂર્વે કહેલ બંધ-મોક્ષનું અહીં પ્રતિપાદન કરાય છે. અનંતર સૂત્ર સાથેનો સંબંધ આ છે - ચરણકરણના જાણ કર્મ ખપાવવા ઉધત ભિક્ષુએ કર્મબંધના કારણ એવા બાર ક્રિયા સ્થાનોને સમ્યક્ રીતે તજવા. તેથી વિપરીત મોક્ષ સાધનોને આદરવા. આ સંબંધે આવેલાં આ અધ્યયનના ચાર અનુયોગદ્વારો છે. તેમાં ઉપક્રમમાં અધિકાર આ છે. જેમકે - આ અધ્યયન વડે કર્મનો બંધ અને મોક્ષ બતાવે છે. નામ નિક્ષેપામાં ક્રિયા-સ્થાન એ બે પદ છે. તેમાં ‘ક્રિયા' પદનો નિક્ષેપો કરવા માટે નિર્યુક્તિકાર પ્રસ્તાવના કરે છે—
[નિ.૧૬૫ થી ૧૬૮-] જે કરાય તે ક્રિયા, તે કર્મબંધના કારણરૂપે આવશ્યક સૂત્રના પ્રતિક્રમણ અધ્યયનમાં સૂત્રરૂપે તેમાં વિનિયાદારૢ છે. અથવા આ અધ્યયનમાં *ક્રિયા' કહી છે, માટે તેનું નામ ક્રિયાસ્થાન' છે. તે ક્રિયાસ્થાન સંસારીને હોય, સિદ્ધોને નહીં. ક્રિયાવંતો શેનાથી બંધાય કે શેનાથી મૂકાય છે, તે દ્વારા અધ્યયનનો અર્થ અધિકાર ફરીને કહ્યો - બંધ અને મોક્ષમાર્ગ-નામ સ્થાપના સુગમ છે, દ્રવ્યાદિ ક્રિયા કહે છે–
દ્રવ્ય-દ્રવ્ય વિષયમાં જે ક્રિયા-જીવ કે અજીવમાં કંપન કે ચલનરૂપ છે, તે
દ્રવ્યક્રિયા. તે પ્રયોગ કે વિસસાથી થાય. તે પણ ઉપયોગપૂર્વિકા અથવા અનુયોગપૂર્વિકા આંખનું ફરકવું વગેરે, તે બધી દ્રવ્યક્રિયા છે.
ભાવક્રિયા
આ પ્રમાણે - પ્રયોગ, ઉપાય, કરણીય, સમુદાન, ઈપિય, સમ્યક્ત્વ, સમ્યગ્ મિથ્યાત્વ અને મિથ્યાત્વ એ આઠ ક્રિયા છે.
પ્રયોગ ક્રિયા - મન, વચન, કાય લક્ષણા ત્રણ પ્રકારે છે. તેમાં સ્ફૂરાયમાન થતાં મનોદ્રવ્યો વડે જે આત્માનો ઉપયોગ, એ જ રીતે વચન-કાયા પણ કહેવા. તેમાં શબ્દ બોલતા વચન તથા કાયા બંનેનો ઉપયોગ થાય છે. - ૪ - પણ જવા-આવવાની ક્રિયા તો કાયાથી જ થાય છે.
ઉપાય ક્રિયા - જે ઉપાયથી ઘડો વગેરે કરે તે. જેમકે માટીને ખોદવી, મસળવી, ચક્ર ઉપર મૂકવી, દંડ ફેરવવો ઇત્યાદિ ઉપાયો તે ઉપાય ક્રિયા.
કરણીય ક્રિયા - જે કાર્ય જે પ્રકારે કરવું જોઈએ. તેને તે પ્રકારે કરે, જેમકે માટીના પિંડાદિથી જ ઘડો બને, રેતી કે કાંકરીથી ન બને તે.
સમુદાન ક્રિયા - જે કાર્ય પ્રયોગથી સમુદાયની અવસ્થામાં લેતા તેમાં પ્રકૃતિ, સ્થિતિ, અનુભાવ, પ્રદેશરૂપે જે ક્રિયા વડે વ્યવસ્થા થાય તે સમુદાનક્રિયા. આ ક્રિયા