Book Title: Agam Satik Part 04 Suygadanga Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 33
________________ ૧/૧૪/-/૫૮૪ થી ૫૮૭ સ્ખલિત થયેલ સાધુને કહ્યું - તમારા આગમમાં આવું અનુષ્ઠાન કહ્યું નથી, છતાં તમે કેમ આચરો છો ? અથવા સંયમથી પતિત સાધુને, કોઈ બીજા પતિત સાધુએ કહ્યું - અરિહંત પ્રણીત આગમાનુસાર મૂલ-ઉત્તરગુણમાં સ્ખલિતને આગમ બતાવી કહ્યું - આ રીતે ઉતાવળે ચાલવાનું સાધુને જૈનધર્મમાં નથી કહ્યું. અથવા મિથ્યાષ્ટિ આદિ, નાના શિષ્ય કે વૃદ્ધે કોઈ સાધુના ખોટા આચાર જોઈને શીખામણ આપી. તુ શબ્દથી સમવયસ્કે ધમકાવ્યો હોય. અથવા હલકું કામ કરનાર કે દાસીની પણ દાસી કે જે પાણી ભરનારી હોય તે ભૂલ બતાવે, તો સાધુએ ક્રોધ ન કરવો. કહે છે કે - અત્યંજ અતિ કોપ કરીને ભૂલ બતાવે તો પણ સાધુ સ્વહિતકર માની કોપે નહીં, તો બીજા કોઈ પરત્વે કોપવાનો પ્રશ્ન જ ક્યાં છે ? તેમજ ગૃહસ્થોનો પણ જે ધર્મ, તે ભૂલે તો તેને ઠપકો મળે. - ૪ - મારી ભૂલ બતાવે તેમાં મારું જ કલ્યાણ છે એમ માનતો મનમાં જરા પણ દુભાય નહીં. - તે જ કહે છે - • સૂત્ર-૫૮૮ થી ૫૯૧ ૩ તેના પર ક્રોધ ન કરે, વ્યથિત ન થાય, કઈં કઠોર વચન ન બોલે, "હવે હું તેમ કરીશ તે માટે શ્રેયસ્કર છે”, એમ સ્વીકારી પ્રમાદ ન કરે...જેમ વનમાં કોઈ માર્ગ ભૂલેલાને કોઈ સાચો માર્ગ બતાવે ત્યારે માર્ગ ભૂલેલો વિચારે કે આ મને જે માર્ગ બતાવે છે, તે મારા માટે શ્રેય છે...તે માર્ગ ભૂલેલા મૂઢે અમૂઢની વિશેષરૂપે પૂજા કરવી જોઈએ. આ ઉપમા વીરે આપી છે, તેનો અર્થ જાણી સાધુ સમ્યક્ સત્કાર કરે...જેમ માર્ગદર્શક પણ રાત્રિના અંધકારમાં ન જોઈ શકવાથી માર્ગ નથી જાણતો, તે સૂર્યોદય થતાં પ્રકાશિત માર્ગ જાણે છે- • વિવેચન-૫૮૮ થી ૫૯૧ ઃ ૫૧ [૫૮૮] આ રીતે સ્વ કે પર પક્ષે ભૂલ બતાવી હોય ત્યારે આત્મહિત માનતો ક્રોધ ન કરે, તેમ કોઈ દુર્વચનો કહે તો પણ ન કોપે. પણ વિચારે કે - ડાહ્યાને ધમકાવે ત્યારે - તત્ત્વાર્થની વિચારણા કરે, જો તે સત્ય છે તો શા માટે કોપવું, જો તે ખોટું છે, તો કોપવાથી શું? તથા બીજા પોતાનાથી કોઈ અધમ પણ જૈન માર્ગાનુસારે કે લોકાચારથી બોધ આપ્યો હોય, તો પરમાર્થ વિચારી તેને દંડથી મારે નહીં કે કઠોર વચન ન કહે, પણ વિચારે કે મેં આવું અકાર્ય કર્યું તો આ મને નિંદે છે ને? એ પ્રમાણે મધ્યસ્થવૃત્તિથી વર્તે અને મિથ્યાદુષ્કૃતાદિ આપે. મને પ્રેરણા કરી તો સારુ કર્યુ તેમ માને. ફરી પ્રમાદ ન કરે કે અસત્ આચરણ ન કરે. - આ અર્થનું દૃષ્ટાંત બતાવે છે— [૫૮૯] મોટી અટવીમાં દિશા ભૂલવાથી કોઈ સત્ માર્ગથી ભ્રષ્ટ થાય, ત્યારે કોઈ દયાળુ, સાચા-ખોટા માર્ગનો જ્ઞાતા. કુમાર્ગ છોડાવીને સર્વ અપાય રહિત સાચા માર્ગને બતાવે; તેમ સારા-ખોટાનો વિવેકી સન્માર્ગ બતાવે ત્યારે તેનો ઉપકાર માનવો અને ભૂલ બતાવે તો કોપવું નહીં, પણ આ મારો ઉપકારી છે, તેમ માનવું. જેમ પુત્રને પિતા સન્માર્ગે ચડાવે તેમ આ મને સન્માર્ગ દેખાડે છે, તે મારા માટે કલ્યાણકારી છે તેમ માને. સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૨ [૫૯૦] વળી આ અર્થની પુષ્ટિ કરે છે - ૪ - જેમ તે ભૂલા પડેલા મૂઢને સારા માર્ગે ચડાવનાર તે ભીલ આદિનો સન્માર્ગ દેખાડેલ હોવાથી પરમ ઉપકાર માની પર વિશેષથી પૂજા કરવી યુક્ત છે, તેમ તીર્થંકરો કે અન્ય ગણધર આદિ પરમાર્થથી પ્રેરણા કરી પરમ ઉપકાર કરનારનું બહુમાન કરતા વિચારવું જોઈએ કે આમણે મને મિથ્યાત્વરૂપ જન્મ, જરા, મરણાદિ અનેક ઉપદ્રવવાળા વનમાંથી સદુપદેશ દાનથી ઉગાર્યો. તેથી મારે આ પરમોપકારીને અભ્યુત્થાન, વિનયાદિથી પૂજવા જોઈએ. આવા ઘણાં દૃષ્ટાંતો છે જેમકે - અગ્નિ જ્વાલાકુલ ઘરમાં બળતા સુતાને કોઈ જગાડે તો તેનો પરમબંધુ છે. વિશ્વયુક્ત સ્નિગ્ધ ભોજન કરનારને કોઈ, તેમાં રહેલ ઝેર છે તે બતાવે, તે તેનો પરમબંધુ જાણવો. [૫૯૧] આ સૂત્ર વડે બીજું દૃષ્ટાંત કહે છે - જેમ જલયુક્ત વાદળમચી ઘણાં અંધકારવાળી રાત્રિમાં અટવીનો ભોમીયો પણ જાણીતો માર્ગ છતાં અંધકારયુક્ત માર્ગને કારણે પોતાના હાથને પણ ન જોતો, માર્ગ કઈ રીતે શોધે? તે જ ભોમીયો સૂર્ય ઉગતા, અંધકાર દૂર થતા, પ્રકાશિત દિશામાં પર્વત, ખાડાદિ ઉંચો-નીચો માર્ગ જાણે છે, પ્રત્યક્ષ જણાતા સીધા માર્ગને શોધી લે છે. માર્ગના ગુણ-દોષ જાણી, સમ્યગ્ માર્ગે જાય છે. દૃષ્ટાંતનો મર્મ– ♦ સૂત્ર-૫૯૨ થી ૫૫ - તે જ રીતે - અપુષ્ટધર્મી શિષ્ય, બુદ્ધ હોવાને લીધે ધર્મ નથી જાણતો, પણ જિનવચનથી વિદ્વાન્ બનતા ઉક્ત દષ્ટાંત મુજબ બધું જાણે છે...ઉર્ધ્વ, અધો, તિર્કી દિશામાં જે ત્રસ કે સ્થાવર પાણી છે, તેમના પ્રતિ સદા સંયત રહીને વિચરે, લેશ માત્ર દ્વેષ ન કરે...પ્રજાની મધ્યે દ્રવ્ય અને વિત્તને કહેનાર આચાર્યને ઉચિત સમયે સમાધિના વિષયમાં પૂછે અને કૈવલિક સમાધિને જાણીને તેને હૃદયમાં સ્થાપિત કરે...તેવા મુનિ ત્રિવિધરૂપે સુસ્થિત થઈને તેમાં પ્રવૃત્ત થાય, તેનાથી શાંતિની પ્રાપ્તિ અને કર્મોનો નિરોધ થાય છે. ભગવંત કહે છે કે તે પુનઃ પ્રમાદમાં લિપ્ત થતો નથી. • વિવેચન-૫૯૨ થી ૫૫ ઃ [૫૯૨] જેમ નેતા અંધકારમય રાત્રિમાં ગહન અટવીમાં માર્ગને ન જાણે. પણ સૂર્યોદય થતાં અંધકાર દૂર થવાથી માર્ગ જાણે, તેમ નવદીક્ષિત સૂત્ર અર્થથી અનિષ્પન્ન હોવાથી શ્રુત-ચાત્રિ ધર્મને પુરો ન જાણે કે જે ધર્મ દુર્ગતિમાં પડતા પ્રાણીને અટકાવે છે એવો અપુષ્ટધર્મી, સૂત્રાર્થને ન જાણવાથી અગીતાર્થ, ધર્મને સારી રીતે સમતો નથી. પણ તે પછીથી ગુરુકુલવાસમાં જિનવચન વડે અભ્યાસથી સર્વજ્ઞ પ્રણીત આગમમાં નિપુણ થઈ, સૂર્યોદય થતાં ચક્ષુના આવરણ દૂર થવાથી યથાવસ્થિત જીવાદી પદાર્થને જાણે છે. કહ્યું છે કે - ઇન્દ્રિયના સંપર્કથી સાક્ષાત્ દેખાતા ઘટ-પટ આદિને જાણે તે રીતે સર્વજ્ઞપ્રણીત આગમથી સૂક્ષ્મ, દૂર રહેલા કે છૂપા એવા સ્વર્ગ, મોક્ષ, દેવતાદિને નિઃશંકપણે જાણે છે. કદાચ ચક્ષુની ક્ષતિથી પદાર્થ બીજી રીતે જણાય, જેમકે -

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120