Book Title: Agam Satik Part 04 Suygadanga Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 43
________________ ૧/૧૬/-/૬૩૨ ૨ સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ તેના સંગ્રહ માટે આ સોળમું અધ્યયન સૂચવે છે. ભગવંત- ઉત્પન્ન દિવ્ય જ્ઞાનથી દેવ-મનુષ્યની પર્ષદામાં કહે છે - ઉક્ત પંદર અધ્યયનોમાં કહેલ વિષયોથી યુક્ત તે સાધુ ઈન્દ્રિય-મનના દમનથી દાંત છે, મુક્તિગમના યોગ્યતાથી દ્રવ્યરૂપ છે. દ્રવ્ય એટલે ભવ્ય, એમ કહેતા રાગદ્વેષરૂપ કાળાશથી રહિત જાત્ય સુવર્ણવત્ શુદ્ધદ્રવ્યરૂપ છે. નિપ્રતિકમતાથી કાયાને તજેલી હોવાથી વ્યસૃટકાય છે. તે આવો થઈને પૂર્વોક્ત અધ્યયનના અર્થોમાં વર્તતો સ્થાવર, જંગમ, સૂક્ષ્મ, બાદર, પતિ, પર્યાપ્ત ભેટવાળા જીવોને ન હણવાની પ્રવૃત્તિથી ‘માહન’ છે. નવ બ્રાહાચર્ય ગુપ્તિ ગુપ્ત કે બ્રહ્મચર્ય ધારવાથી પૂર્વોક્ત ગુણસમૂહ યુક્ત માહન એટલે બ્રાહ્મણ જાણવો. - તથા - તપ વડે શ્રમ પામે માટે શ્રમણ છે. અથવા એટલે મિત્રાદિમાં તુલ્ય, મન એટલે અંતઃકરણથી સમન છે. સર્વત્ર વાસી ચંદન જેવો છે. કહ્યું છે કે - તેને કોઈ સાથે દ્વેષ નથી. એ રીતે તે શ્રમણ કે સમમન છે. તથા ભિક્ષણશીલ હોવાથી ભિક્ષુ છે. અથવા કર્મોને ભેદે તે ભિક્ષ. તે સાધુને દાંત આદિ ગુણથી યુક્ત હોવાથી ભિક્ષુ જાણવો. બાહ્ય અભ્યતર ગ્રંથ [પરગ્રહ] ના અભાવે નિર્ગસ્થ છે. ભગવંતે જ્યારે ઉપરોક્ત દાંત આદિ ગુણો કહ્યા ત્યારે શિષ્યએ પૂછયું કે - હે ભગવન્! ભદંત! ભયાત કે ભવાંત! આપે જે દાંત, દ્રવ્ય, વ્યુત્કૃષ્ટ કાય હોય તો બ્રાહ્મણ, શ્રમણ, ભિક્ષા, નિન્જ કેમ કહ્યો ? જે ભગવંતે સાધુને બ્રાહ્મણ આદિ શબ્દથી ઓળખાવ્યા, તે હે મહામુનિ ! તમે ત્રણે કાળનું જ્ઞાન ધરાવતા હોવાથી અમને કહો. આ પ્રમાણે પૂછતાં ભગવંત બ્રાહ્મણાદિ ચારેનો ઉચિત ભેદ કહે છે એ રીતે પૂર્વોકત અધ્યયનના અર્થની વૃત્તિવાળો થઈ, સાવધ અનુષ્ઠાનરૂપ સર્વે પાપકર્મોથી નિવૃત, તથા સગલક્ષણરૂપ પ્રેમ અને પીતિલક્ષણ દ્વેષ, કજીયારૂપ કલહ, અભ્યાખ્યાન - ખોટું આળ, પૈશુન્ય - બીજાના ગુણ સહન ન થતાં, તેમના દોષો ઉઘાડા કરવા, પાકી નિંદારૂપ પરસ્પરિવાદ, અરતિ-સંયમમાં ઉદ્વેગ, રતિ-વિષયનો રાગ, પવૅચના થકી અસત્ અભિધાનરૂપ માયા મૃષાવાદ તેમજ મિથ્યાદર્શન-તવને તવ અને તત્વને અતવ કહેવું - જેમકે - જીવ નથી, તે નિત્ય નથી, કંઈ કરતો નથી - ભોગવતો નથી, નિવણિ-મોક્ષ નથી આ મિથ્યાત્વના સ્થાનો છે - ઇત્યાદિ શલ્ય; તેનાથી વિરત. તથા ઇસમિતિ આદિ પાંચ સમિતિયી સમિત, પરમાર્થથી જે સાચું હિત હોય તે સહિત અથવા જ્ઞાનાદિથી યુક્ત તથા સર્વકાળ સંયમ અનુષ્ઠાનમાં યન કરનાર, તે અનુષ્ઠાનોને કપાય કરી નિસાર ન કરે, તે બતાવે છે - કોઈ અપકારી પર પણ ક્રોધ ન કરે - આકૃષ્ટ થઈ જોધવશ ન થાય. ઉત્કૃષ્ટ તપસ્વી હોય તો પણ ગર્વ ના કરે. કહ્યું છે કે . જો કે નિર્જર-તપમદ છોડવાનું કહ્યું, તેથી આઠે જાતિના મદ છોડવા જોઈએ - તેને પરિહરવા પ્રયત્ન કરવો. ઉપલક્ષણથી માયા-લોભરૂ૫ રણ પણ ન કરવો. ઇત્યાદિ ગુણસમૂહ વાળો સાધુ નિઃશંક “મોહન” કહેવાય. હવે શ્રમણ શબ્દની પ્રવૃત્તિનું નિમિત્ત બતાવે છે– પૂર્વોક્ત વિરતિ આદિ ગુણસમૂહમાં વર્તતો શ્રમણ પણ કહેવાય. તેના બીજા ગુણ કહે છે - નિશ્ચય કે અધિકતાથી આશ્રય લે તે નિશ્રિત. નિશ્રિત નથી તે અનિશ્રિત - શરીરમાં ક્યાંય પણ આસક્ત નહીં. જે નિયાણું ન કરે તે અનિદાના - નિરાકાંક્ષી. સર્વ કર્મનો ક્ષય કરી સંયમાનુષ્ઠાનમાં વર્તે. આઠ પ્રકારનાં કર્મો જેના વડે સ્વીકારાય તે આદાન-કષાય, પરગ્રહ કે સાવધાનુષ્ઠાન. જીવહિંસા તે પ્રાણાતિપાત. તેને જ્ઞપરિજ્ઞાથી જાણીને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી પરિહરે. આ પ્રમાણે બધે પાપ-ત્યાગ સમજવો. તથા જૂઠું બોલવું તે મૃષાવાદ. વદ્ધિ એટલે મૈથુન અને પરિગ્રહ. તેને સમ્ય રીતે જાણીને ત્યાગ કરવો. મૂલગુણ કહા, ઉત્તરગુણને કહે છે. ક્રોધ - અપતિલક્ષણ, માન-અહંકાર, માયા-ઠગાઈ, લોભ-મૂછરૂપ. પ્રેમ-આસક્તિ, હેપ-સ્વપર બાધારૂપ ઇત્યાદિ સંસાર ભ્રમણ માર્ગ અને મોક્ષ માર્ગમાં વિદન જાણીને તજે તથા કર્મબંધનના કારણો આલોક-પરલોકમાં અનર્થના હેતુ તથા દુઃખ અને દ્વેષ વધવાના કારણરૂપે જાણે. તેથી પ્રાણાતિપાતાદિ અને અનર્થદંડ આવવાથી ભવિષ્યમાં આત્મહિતને ઇચ્છતા પ્રતિવિત થાય • બધાં અનર્થના હેતુરૂપ ઉભયલોકનું બગાડનાર સમજીને મુમુક્ષુ સાવઘાનુષ્ઠાનથી બચે. આવો સાધુ દાંત, શુદ્ધ, દ્રવ્યભૂત, નિપ્રતિકમથી વ્યસૃષ્ટકાયવાળો શ્રમણ જાણવો. હવે ભિક્ષ શબ્દ વિશે કહે છે - પૂર્વોક્ત 'કાઈન' શબ્દમાં કહેલ ગુણો અહીં પણ કહેવા, બીજ ગુણો આ પ્રમાણે - ઉન્નત નથી તે દ્રવ્યથી - તે શરીરથી ઉંચો ભાવ ઉન્નત તે અભિમાની. તે માનના ત્યાગથી તપ-મદ ન કરવો. વિનીતગરભક્તિવાળો, તે ગર આદિની આજ્ઞા પ્રમાણે વર્તે. માત્માને નમાવે તે નામક - સદા ગર આદિમાં પ્રેમ રાખે. વિનયથી આઠ પ્રકારના કર્મોનો નાશ કરે. વૈયાવચ્ચેથી પાપ દૂર કરે. તથા ઇન્દ્રિય અને મનથી દાંત, શુદ્ધ દ્રવ્યભૂત, નિપ્રતિકમતા થકી દેહમમવ છોડી જે કરે તે કહે છે વિવિધ અનુકૂળ-પ્રતિકૂળ બાવીશ પરીપહો તથા દેવાદિના ઉપસર્ગોને દૂર કરે - સમા સહી તેના વડે અપરાજિત રહે. સુપણિહિત અંતઃકરણથી, ધર્મધ્યાન વડે જેનું ચારિત્ર શુદ્ધ છે, તે “શુદ્ધાદાન' થાય. તથા શ્રેષ્ઠ ચારિત્રમાં ઉધમ વડે સ્થિત તથા મોક્ષમાર્ગમાં રહીને પરીષહ-ઉપસર્ગો વડે પણ અસ્થિર ન થયેલ તેવો ‘સ્થિતાત્મા’ તથા સંસારની અસારતા જાણીને, કર્મભૂમિમાં બોધિ પ્રાપ્તિને દુર્લભ સમજીને, સંસાર પાર ઉતરવાની બધી સામગ્રી મળવાથી સારા સંયમમાં ઉધત, ગૃહસ્યોએ પોતાના માટે બનાવેલ આહાર, જો તે આપે તો લેનાર એવો પરદત્તભોજી થાય. આવા ગુણવાળો ભિક્ષુ કહેવાય. • હવે જે ગુણોથી નિન્ય થાય તે કહે છે - સગદ્વેષરહિત એકલો, તેજસ્વી અથવા આ સંસારચક્રમાં ભમતો જીવ, વિકૃત

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120