Book Title: Agam Satik Part 04 Suygadanga Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 49
________________ ૨/૧/-/૬૩૯ ૮૪ સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ દટાંતના અર્થસહિત તે “સહાર્ચ”. સાર્થ-તે પુષ્કરિણી દૈષ્ટાંત તેને, અવય વ્યતિક રૂપથી વ તે ‘સહેતુ. તથાભૂત અર્થને કહીશ. જે રીતે તે પુરુષો ઇચ્છિત અને ન પામ્યા, વાવડીના દુરવાર કાદવમાં ખૂંચ્યા એ રીતે હવે કહેવાનાર ચાન્યતીર્થિકો સંસારસાગરને પાર નહીં પામે, પણ તેમાં ડૂબશે એવો અર્થ ઉપપત્તિ સહ બતાવશે. તથા ઉપાદાન કે સહકારી કારણો સાથે દેટાંતાર્થે ફરી ફરી બીજા-બીજા દેટાંતોથી કહીશ. તે હું હમણાં જ કહું છું, તે તમે સાંભળો. ભગવંત ટાંતનો પરમાણું કહે છે સૂત્ર-૬૪૦ - હે આયુષ્યમાન શ્રમણો ! મેં લોકને પુષ્કરિણી કહી છે. તે શ્રમણ આયુષ્યમાન ! મેં કર્મને પાણી કહ્યું છે. કામભોગોને કાદવ કહ્યો છે. જનજાનપદોને મેં ઘણાં શ્રેષ્ઠ શ્વેત કમળો કહ્યા છે. રાજાને મેં એક મહા પાવર પૌડસ્કિ કહ્યું છે. મેં માન્યતીર્થિકોને તે ચાર પુરુષજાતિ બતાવી છે. હે આયુષ્યમાન શ્રમણો ! મેં ધમને તે ભિક્સ કહ્યો છે, ધર્મતીર્થને મેં તટકિનારે કહો છે. ધમકથાને મેં તે શબ્દો (અવાજો કહ્યો છે. નિવણને મેં તે કમળને વાવડીમાંથી ઉઠીને બહાર આવવા કહ્યું છે. હે આયુષ્યમાન શ્રમણો ! મેં આ રીતે વિચારીને આ રીતે ઉપમાઓ આપી છે. • વિવેચન-૬૪૦ : લોક એટલે મનુષ્ય ક્ષેત્ર. શબ્દ સમુચ્ચયાર્થે, વાક્યાંલકારે. જયા આત્મનિર્દેશાર્પે છે. આ લોક મનુષ્યનો આધાર છે, તેને હદયમાં સ્થાપીને કે ધારીને હે આયુષ્યમાન્ શ્રમણ ! તે મેં પરોપદેશથી નહીં પણ આત્માથી જાણેલ છે. તે પુષ્કરિણી કમળના આધારરૂપ છે, તથા આઠ પ્રકારના કર્મો જેના બળથી પુરષરૂપ કમળ થાય છે, તે આવા કર્મો મેં આત્મામાં લાવીને અથવા આત્મા વડે દૂર કરીને અર્થાત્ હે શ્રમણ ! આયુષ્યમાત્ સર્વ અવસ્થાના નિમિત ભૂત કમને આશ્રીને તેને જળના દાંત વડે કહ્યું છે. અહીં કર્મ બોધરૂપ થશે. તેમાં ઇચ્છા મદન કામ શબ્દાદિ છે, વિપયો જ ભોગવાય તે ભોગ છે. અથવા કામ-ઇચ્છારૂપ મદન કામો જ ભોગો છે, તેને મેં મારી ઇચ્છાથી કાદવ કહ્યો. જેમ ઘણા કાદવમાં ડૂબેલો દુ:ખે કરીને પોતાને કાઢે છે તેમ વિષયમાં આસક્ત પોતાને ઉદ્ધરવા સમર્થ નથી, તેથી તેનું અને કાદવનું સામ્ય છે. તથા નન - સામાન્ય લોક, જનપદમાં થયેલા તે જાનપદ-તેમાં વિશિષ્ટ આદેશમાં ઉત્પન્ન લીધા. તે સાડાપચીશ જનપદમાં થયેલા. તેને આશ્રીને મેં ઉપમારૂપે લઈને ઘણાં શ્રેષ્ઠ કમળોનું દૃષ્ટાંત લીધું તથા મારી ઇચ્છાથી રાજાને મહા શ્વેત કમળરૂપે બતાવ્યા. ન્યતીર્થિકોને આશ્રીને ચાર પુરજાતિ રૂપે ઓળખાવ્યા, તેઓની રાજા રૂપ મુખ્ય કમળ લેવાનું સામર્થ્યવ હોવાથી. ધર્મને મેં આત્માની ઉપમા આપી જે રુક્ષ વૃત્તિવાળો કહ્યો. કેમકે તેનું ચવર્તી આદિ રાજારૂપ ઉત્તમ કમળ ઉદ્ધરવાનું સામર્થ્ય છે. ધર્મતીર્થને મેં વાવડીનો કાંઠો કહ્યો. સદિશનાને આશ્રીને મેં સાધુએ કરેલ શબ્દ સાથે સરખાવ્યો તથા નિવણ-મોક્ષ-સર્વ કર્મક્ષયરૂપ ઇષત્પામારા પૃથ્વી કહી, જે સૌથી ઉંચે રહેલો ક્ષેત્રખંડ જાણવો. અથવા તેને પાવર પોંડરીકની ઉત્પત્તિ બતાવી. હવે ઉપસંહારાર્થે કહે છે - હે આયુષ્યમાન્ શ્રમણો ! પૂર્વોક્ત પ્રકારે મેં મારી રીતે આ લોક આદિને ઉપમા આપી, તે આ પુષ્કરિણી આદિ દાંતત્વથી કિંચિત તુલનાત્મકપણે કહ્યા. • x • હવે આ દાંતને વિશેષથી કહે છે. • સૂત્ર-૬૪૧ : આ મનુષ્યલોકમાં પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ દિશામાં વિવિધ પ્રકારના મનુષ્યો અનકમે લોકમાં ઉત્પન્ન થાય છે. જેમકે કોઈ આર્ય, કોઈ અનાર્ય, કોઈ ઉચ્ચ ગોત્રીય, કોઈ નીચગોત્રીય, કોઈ વિશાયકાય, કોઈ ઠીંગણા, કોઈ સુંદરવણ, કોઈ હીનવ, કોઈ સુરપ, કોઈ કુરૂપ હોય છે. તે મનુષ્યોમાં એક રાજી થાય છે, તે મહાન હિમવંત મલય, મંદર, મહેન્દ્ર પર્વત સમાન, અત્યંત વિરુદ્ધ રાજકુલવંશમાં ઉત્પન્ન, નિરંતર રાજલક્ષણોથી શોભિત ગવાળો, અનેક જનના બહુમાનથી પૂજિત, સર્વગુણ સમૃદ્ધ, ક્ષત્રિય, આનંદિત રાજ્યાભિષેક કરાયેલ, માતા-પિતાનો સુપુત્ર, દયાપિ, સીમંકર, સીમંધર, ક્ષેમકર, મંધર, મનુષ્યોમાં ઇન્દ્ર, જનપદનો પિતા જનપદનો પુરોહિત, સેતુકર, કેતુકર, નરપ્રવર, પુરપાવર, પુરિસસીંહ, પુરષસીવિષ, પુરુષવરપૌંડરીક, પુરણવગંધહસ્તી, આટ્સ, દિપ્ત, વિત્ત હતો. તેને ત્યાં વિશાળ, વિપુલ, ભવન, શયન, આસન, યાન, વાહનની પ્રચૂરતા હતી. અતિ ધન, સુવણ, રજdયુકત હતો. તેને ઘwl દ્રવ્યોની આવક-જાવક હતી. વિપુલ ભોજન, પાણી આપતા હતા. તેને ઘણાં દાસ, દાસી, ગાય, ભેંસ, બકરીઓ હતા. તેના કોશ, કોઠાગર શસ્ત્રાગાર સમૃદ્ધ હતા. તે બળવાન હતો, શત્રુઓને નિર્બળ બનાવતો હતો. તેનું રાજ્ય ઓહચકંટક, નિહયકંટક, મહિયકંટક, ઉદ્ધિયકંટક, અકંટક હતું. ઓહયાળુ, નિહચશg, મલિયાણુ, ઉહિતબુ, નિર્જિતશત્રુ, પસજિતશબુ, દુર્મિક્ષ અને મારીના ભયથી મુક્ત હતું. અહીંથી આરંભીને રાજ્ય વન ઉવવાd સુત્રાનુસાર “એવા રાજયનું પ્રશાસનપાલન કરતો રાજી વિચરતો હતો” ત્યાં સુધી જાણવું. તે રાજાને પદિા હતી, તેમાં ઉગ્ર, ઉગ્રપુત્રો, ભોગ ભોગવુમો, ઇવાકુ, ઇવાકપુરો, જ્ઞાત, જ્ઞાતપુત્રો, કરન્સ, કરવ્યપુત્રો, ભટ્ટ, ભપુ, બ્રાહાણ, બ્રાહમણપુગો, લેચ્છકી, લેકીપુત્રો, પાસ્તા, પ્રશાસ્તાપુત્રો, સેનાપતિ અને સેનાપતિપુત્રો હdi. તેમાં કોઈ ઘમwદ્ધાળુ હતા. કોઈ શ્રમણ કે બ્રાહમણ તેમની પાસે જવા વિચારે છે, કોઈ એક ધર્મ શિક્ષા દેનાર શ્રમણ કે બ્રાહ્મણ એવો નિશ્ચય કરે કે અમે તેને અમાસ ધમની શિક્ષા આપીશું. તે આ ધર્મશ્રદ્ધાળુ પાસે જઈને કહે છે, હે પ્રજાના રક્ષક રાજન ! તમને ઉત્તમ ધર્મનું સ્વરૂપ બતાવું છું. તે તમે સમજો. તે ધર્મ આ પ્રમાણે છે પાતળથી ઉપર, માથાના વાળ પર્યન્ત, તીણું ચામડી સુધી શરીર છે. તે

Loading...

Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120