Book Title: Agam Satik Part 04 Suygadanga Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
૨/૧/-/૬૪૨ બ્રાહાણ પાસે જવાની ઇચ્છા કરે છે. તે કોઈ એક ધર્મની શિક્ષા દેનાર અન્યતીર્થિક, રાજ આદિને કહે છે • અમે તમને ઉત્તમ ધર્મનું શિક્ષણ આપીશું. હે ભમાતા! મારો આ ધર્મ સુ ખ્યાત, સુપજ્ઞપ્ત છે.
આ જગતમાં પંચ મહાભૂત છે, જેથી અમારી કિચા, અક્રિયા, સુફ4, દુકૃત, કલ્યાણ, પાપ, સારુ, ખરાબ, સિદ્ધિ, અસિદ્ધિ, નરક કે નરક અધિક શું કહીએ ? તૃણના હલવા જેવી ક્રિયા પણ થાય છે.
તે ભૂત - સમવાયને જુદા-જુદા નામે જાણતા. તે આ પ્રમાણે - પૃથ્વી એક મહાભૂત છે, પાણી બીજુ, અગ્નિ ત્રીજું, વાયુ ચોથુ અને આકાશ પાંચમું મહાભૂત છે. પાંચ મહાભૂત અનિર્મિત, અનિમપિત, આકૃ છે. કૃત્રિમ નથી, કડગ નથી, અનાદિક, અનિહણ, અવંધ્ય, અપુરોહિત, વસ્ત્ર, શાશ્વત છે અને [પંચ મહાભૂત સિવાય) છો આત્મા છે.
કોઈ કહે છે - સતનો વિનાશ નથી, અસવની ઉત્પત્તિ નથી.
આટલો જ જીવકાય છે, આટલા જ અસ્તિકાય છે, આટલો જ સવલોક છે એ જ લોકનું પ્રમુખ કારણ છે, ડ્રણ કંપન પણ તેના કારણે જ થાય છે.
તે ખરીદતા-ખરીદાવતા, હસતા-હસાવતા, રાંધત-રંધાવતા ત્યાં સુધી કે કોઈ પુરુષને ખરીદ કરી શત કરનાર પણ દોષનો ભાગી થતો નથી, કેમકે આ બધાં કાર્યોમાં કોઈ દોષ નથી, તે સમજો.
તેઓ ક્રિયાથી લઈ નઋભિન્ન ગતિને માનતા નથી. તેઓ વિવિધરૂપે કર્મસમારંભ વડે વિવિધ કામભોગોને ભોગવવા સમારંભ કરે છે. એ રીતે તેઓ અનાર્ય તથા વિપતિપન્ન બની પંચમહાભૂતવાદીઓના ધર્મમાં શ્રદ્ધા રાખતા, પ્રતીતિ કરતા યાવતુ તેઓ આ પાર કે પહેલે પાર ન રહેતા, વચ્ચે જ કામભોગોમાં વિષાદ પામે છે. આ બીજ પંચમહાભૂતિક પણ જાત કહેવાયેલ છે.
- વિવેચન-૬૪ર :
પહેલા પુરુષ પછી હવે બીજા પુરુષને કહે છે, તે પાંચભૂત-પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, આકાશ વડે તેવું કહે છે, માટે પંચભૂતિક છે અથવા ઉક્ત પંચભૂત માને છે માટે પંચભૂતિક છે. તે સાંખ્યમતિ જાણવો. તે માને છે કે આત્માની એક તૃણને પણ વાંકુ કરવાની શક્તિ નથી, પાંચબૂતરૂપ પ્રકૃતિનું સર્વત્ર કવૃત્વ માને છે. લોકાયત મતવાળો નાસ્તિક પાંચભૂત સિવાય કશું બીજું માનતો નથી, તેથી પહેલા પુરષ પછી આ પંચભૂત-આત્મવાદીને લીધો છે. જેમ પહેલા પુરુષના આલાવામાં પૂર્વ દિશાદિથી આવનારા બતાવ્યા, તે બધું અહીં પણ જાણી લેવું.
ધે સાંખ્ય અને લોકાયતિકનો મત દર્શાવતા કહે છે - આ સંસારે બીજા પુરૂષ વક્તવ્યતા અધિકારમાં પૃથ્વી આદિ પાંચ મહાભૂતો છે. તે ભૂતો મહાન હોવાથી મહાભૂતો કહ્યા છે. તેઓના સર્વ વ્યાપિતાના સ્વીકારથી મહાપણું છે. તે પાંચ જ છે, છટકો આભા] કિયા કરનાર તરીકે સ્વીકારેલ નથી. આ પંચ મહાભૂતના સ્વીકારથી જ અમારી ક્રિયા - ચેષ્ટા કરાય છે. (આત્મા) અક્રિય છે. નિવ્યપારરૂપ સ્થિતિરૂપ છે.
સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/ર તેઓનું દર્શન સત્વ, રજ, તમો રૂપ પ્રકૃતિભૂત આત્મભૂત સર્વ અર્થ ક્રિયા કરે છે. પુરુષ (આત્મા) માત્ર તેને ભોગવે છે. - x -
બુદ્ધિ જ પ્રકૃતિ છે, કેમકે તેનો વિકાસ થાય છે. તે પ્રકૃતિ ભૂતોને આશ્રયી હોવાથી સવ-૪-તમના ચયાપચયથી ક્રિયા-અક્રિયા થાય છે. તેથી ભૂતોથી જ ક્રિયાદિ થાય છે, તેના સિવાય બીજાનો અભાવ છે. તથા સારું કરેલું તે સુકૃત, એ સત્વગુણની અધિકતાથી થાય છે, તથા દુષ્ટ કૃત તે દુકૃત, તે જ અને તેમની ઉત્કટતાથી પ્રવર્તે છે એ પ્રમાણે લ્યાણ કે પાપ, સારું કે ખરાબ વગેરે સવાદી ગુણોના ઉત્કર્ષ કે અનુકર્ષતાથી યથાસંભવ યોજી લેવું.
તે જ પ્રમાણે ઇચ્છિત અર્થ પ્રાપ્તિ તે સિદ્ધિ, વિપર્યય તે અસિદ્ધિ. અથવા નિવણિ તે સિદ્ધિ, અસિદ્ધિ તે સંસાર. સંસારીને નરક તે પાપકર્મનું ચાતના સ્થાન,
નક તે તિર્યચ, મનુષ્ય, દેવગતિ. આ બધું સત્યાદિ ગુણાધિષ્ઠિના ભૂતાત્મિકા પ્રકૃતિ છે. લોકાયતિકના અભિપ્રાય મુજબ સુખ-દુ:ખના સ્થાન સ્વર્ગ-નરક છે. તૃણ માત્ર કાર્ય પણ તે ભૂતો જ પ્રધાનરૂપે કરે છે. કહ્યું છે - સત્વ લઘુપ્રકાશક છે, ઇષ્ટબળ તે જ છે. અઘોર કૃત્ય તમસથી થાય છે. - x - - આ રીતે સાંખ્યાભિપાયથી આભાની તૃણને વાળવાની શક્તિ નથી. લોકાયતિક મતે આત્મા જ નથી, પાંચ ભૂતો જ બધું કાર્ય કરે છે. સમુદાયરૂપે ભૂતો વિવિધ સ્વભાવી કાર્ય કરે છે. પાંચે ભૂતોનો સ્વભાવ આ પ્રમાણે - પૃથ્વી-કાઠિન્યવ, પાણીદ્વવત્વ, અગ્નિ-ઉણત્વ, વાયુ-હરણ, કંપન, આકાશ-અવગાહના દાન, સર્વદ્રવ્ય આધારભૂત. * * * આ પાંચે સમવાયમાં એકપણે છે. * * * આ પાંચે ભૂતોમાં કે ઓછે કે વધતું નથી. પાંચ જ છે. વિશ્વવ્યાપી હોવાથી મોટા છે, ત્રિકાળ છે માટે ભૂત છે. આ પાંચે મહાભૂતો પ્રકૃતિથી થાય છે. પ્રકૃતિ મહાતુ, તેથી અહંકાર, તેથી ગણપોડશક, તેથી પાંચ ભૂતો થાય છે. આ ક્રમે બધું જગતુ છે, તે સિવાય કોઈ કાળ, ઈશ્વર આદિ કોઈએ કશું નિર્માણ કર્યું નથી - કરાવતું નથી તથા અકૃત કોઈએ કર્યું નથી. વાદળ, ઇન્દ્રધનુષ માફક પંચભૂત સ્વભાવથી જ છે. ઘડા માફક કૃત્રિમ નથી. તેમાં કતૃ-કરણ વ્યાપાર નથી. તથા પરવ્યાપાર અભાવે તે કૃતક નથી. પરવ્યાપારની અપેક્ષાએ સ્વભાવ નિપતિ હોય તો કૃતક કહેવાય. પણ તે વિસસા પરિણામથી નિષ્પન્ન થયા હોવાથી કૃતક-બનાવેલા કહેવાતા નથી. તે અનાદિ અનંત છે, અવંધ્ય છે. વળી કાર્ય કરનાર પુરોહિત ન હોવાથી અપુરોહિત છે. પોતાનું કાર્ય કરવામાં સ્વતંત્ર છે, શાશ્વત કે નિત્ય છે. આવું જગત કદાપિ ન હતું તેમ નથી, તેથી આ પંચભૂતો અને આત્મા છઠો એમ કોઈ કહે છે. આત્મા કંઈ કરતો નથી. સાંખ્યો આત્મા જુદો માને છે, લોકાયતિકો કાયાકારે પરિણત ભૂતોમાં અભિવ્યક્ત ચેતનાને જ આત્મા માને છે.
[વાદ વિચારણા અમારા કાર્યક્ષેત્રની બહાર છે, છતાં કિંચિંત અંશો અહીં રજૂ કરેલ છે. વિશેષ જાણવા વૃત્તિ જોઈને પદ્દન જ્ઞાતા પાસે સમજવું..
સાંખ્યના મતે-સર્વથા વિનાશ કોઈ કાળે થતો નથી. • x - જે નથી તે થાય

Page Navigation
1 ... 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120