Book Title: Agam Satik Part 04 Suygadanga Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 54
________________ ૨/૧/-I૬૪૨ નહીં, હોય તેનો વિનાશ ન થાય. • x • કારણમાં જ કાર્યપણું છે. આવું કહીને સાંખ્યો કે લોકાયતિકો મધ્યસ્થપણું રાખીને કહે છે - અમારી યુકિતઓ આપ ધ્યાનમાં લો, આટલો જ જીવકાય છે અને આવા જ પાંચ મહાભૂતો છે • x • સાંખ્ય મતે આત્મા છે, પણ તે કંઈ કરતો નથી. લોકાયતિક મતે ભૂતોનું જ અસ્તિત્વ છે - x• આટલો જ લોકમાત્ર છે. પાંચભૂતોનું અસ્તિત્વ જ આ લોકનું મુખ્ય કારણ છે - x • સાંખ્ય મતે પ્રકૃતિ તથા આત્મા વડે સૃષ્ટિ ઉત્પન્ન થાય છે. લોકાયતિક મતે ભૂતો જ તૃણ માત્ર પણ કાર્ય કરે છે, કેમકે તે સિવાય બીજા બધાનો અભાવ છે • x • બંનેના મતે અશુભ કર્મ વડે આત્મા બંધાતો નથી. • x • જે કોઈ પુરુષ વસ્તુ ખરીદે, બીજા પાસે ખરીદાવે, તેમાં અનેક જીવોની હિંસા તથા બીજા દ્વારા ઘાત કરાવે તથા સંધવા-રંધાવાની ક્રિયા કરે. આ રીતે ખરીદતોખરીદાવતો, હણતો-હસાવતો, રાંધતો-રંધાવતો તથા છેવટે પંચેન્દ્રિય મનુષ્યને વેચાતો લઈ તેનો ઘાત કરીને પણ પંચેન્દ્રિયની હત્યામાં પણ દોષ ન માને, તો એકેન્દ્રિયવનસ્પતિ આદિના ઘાતમાં ક્યાંથી દોષ માને? આવું બોલનારા સાંખ્યો કે બાર્હસ્પતિઓ જાણતા નથી કે - આ સાવધ અનુષ્ઠાનરૂપ ક્રિયા છે, તેમ આ સ્થાનાદિ લક્ષણવાળી અક્રિયા છે. તેઓ સ્નાનાદિ માટે પાણીમાં પડીને જીવ ઉપમર્દનથી કર્મ સમારંભ થકી વિવિધ પ્રકારે સુરાપાન, માંસભક્ષણ, અગમ્યગમનાદિ કામભોગોનો પણ પોતે આરંભ કરે છે, બીજાને પણ તેમાં દોષ નથી એમ કહી અસત્ કાર્ય કરવા માટે પ્રેરે છે. એ રીતે તે અનાર્યો, અનાર્ય કર્મ કરીને આર્યમાર્ગથી વિરદ્ધ માર્ગને ધારણ કરેલા છે. સાંખ્યો માને છે કે અચેતનવણી પ્રકૃતિમાં કાર્યકતૃત્વ ન ઘટે. કેમકે ચૈતન્ય તે પુરુષનું સ્વરૂપ છે. આત્મા પ્રતિબિંબ ન્યાયે કાર્ય કરે તે પણ યુક્તિયુક્ત નથી. કેમકે તેમના મતે આત્મામાં કર્તાપણું નથી. • x - પ્રકૃતિ નિત્ય હોવાથી મહતું વગેરેના વિકારપણે ઉત્પત્તિ ન થાય - X... પ્રકૃતિ અને આત્મા બે જ વિધમાન હોવાથી અહંકારાદિની ઉત્પત્તિ જ ન ચાય પ્રકૃતિનું એકપણું હોવાથી - x •x - તેનો મોક્ષ થાય અને બીજાનો મોક્ષ ન થાય, તેવું ન બને. ઇત્યાદિ - X - X - X - જૈિનાચાર્ય કહે છે-] સાંખ્ય મતનો આત્મા નકામો છે, લોકાયતિક મતનો આત્મા ભૂતપ છે, ભૂતો અચેતન હોવાથી તેનાથી કર્તવ્ય ન થઈ શકે. કાયાકાર પરિણમેલા ભૂતોનું ચૈતન્ય પ્રગટ થતું સ્વીકારતા મરણનો અભાવ થશે. તેથી પંચભૂતાત્મક જગત માની ન શકાય. આ જ્ઞાન પોતાના અનુભવથી સિદ્ધ ધર્મમાં સ્થાપે છે, પણ ભૂતોને ધર્મપણે વિચારવા યોગ્ય નથી, કેમકે તેઓ અચેતન છે. કોઈ કહે છે કાયાકારે પરિણમ્યા પછી ચૈતન્ય ધર્મ થશે, તો તે પણ અયુકત છે. કેમકે તેમ માનવું આત્માને અધિષ્ઠાતા માન્યા વિના શક્ય નથી, કેમકે તેથી નિર્દેતુના સિદ્ધ થશે. * * * ભૂતોથી જુદો આત્મા સિદ્ધ થતાં પુણ્ય-પાપ સિદ્ધ થશે. તેથી આ જગતનું વૈચિત્ર્ય સિદ્ધ થશે. આ પ્રમાણે સિદ્ધ થતાં તે અનાર્યો સાંખ્ય અને લોકાયતિકો પંચમહાભૂત સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ માનીને ઉલટા ચાલનારાનું શું થશે? તે બતાવે છે – પોતાના ખોટા તવોને સાચું માનનારા-X- તેની શ્રદ્ધા-x- રુચિ રાખનારા • x • તથા તે ધર્મ પ્રરૂપકોને પ્રશંસનારા કહે છે - તમારો ધર્મ સુ ખ્યાત છે, અમને બહુ ગમે છે. આવું માની સાવધાનુષ્ઠાનથી પણ અધર્મ થતો નથી એમ માની, સ્ત્રી ભોગમાં મૂર્ણિત ઇત્યાદિ પૂર્વવત્ જાણવું. ચાવત્ મધ્યમાં જ કામભોગમાં ડૂબી ખેદ પામે છે. આલોક - પરલોકથી ભ્રષ્ટ થાય છે, પોતાનું કે બીજાનું રક્ષણ કરતા નથી. આ રીતે બીજો પુરુષ [વાદી] પાંચભૂતને માનનારો કહ્યો. હવે ઈશ્વકારણીકનો કહે છે • સૂગ-૬૪૩ : હવે ત્રીજી પર ઈશ્વરકારણિક કહેવાય છે. આ લોકમાં પ્રવદિ દિશામાં અનુકમે કેટલાંયે મનુષ્યો ઉત્પન્ન થાય છે. તેમાં કોઈ આર્ય હોય છે યાવત તેમાંનો કોઈ રાશ થાય છે. યાવતું તેમાં કોઈ એક ધર્મશ્રદ્ધાળુ હોય છે. કોઈ શ્રમણ કે બ્રાહ્મણ તેની પાસે જવા નિશ્ચય કરે છે. યાવતું મારો આ ધમ સુ ખ્યાત, સુહાપ્ત છે. આ જગતમાં જે ધર્મ છે તે પુરુષાદિક, પુરષોત્તરિક, પુરણપતિ, પુરણસંભૂત, પુરષપધોતીત પુરષ અભિસમન્વાગત પુરાને આધારે જ રહેલ છે. [અહીં પુરુષનો અર્થ ઈશ્વર જાણવો.] જેમ કોઈ પ્રાણીના શરીરમાં ગુમડા ઉત્પન્ન થાય, શરીરમાં વધે, શરીરનું અનુગામી બને, શરીરમાં જ સ્થિત થાય, તેમ ધર્મ ઈશ્વરથી જ ઉત્પન્ન થાય ચાવતુ ઈશ્વરને આધારે ટકે છે. જેમ અરતિ શરીરથી જ ઉત્પન્ન થાય, વૃદ્ધિ પામે, અનુગામી બને, શરીરને આધારે ટકે તેમ ધર્મ પણ ઈશ્વસ્થી ઉત્પન્ન થાય ચાવતું ઈશ્વરને આધારે ટકે. જેવી રીતે કોઈ રાફડો પૃનીથી ઉત્પન્ન થાય, વૃદ્ધિ પામે, અનુગામી બને, સ્થિત થાય, તેમ ધર્મ પણ ઈશ્વરથી ઉત્પન્ન થઈ યાવતું ઈશ્વરને આધારે રહે છે. જેમ કોઈ વૃક્ષ પૃનીથી ઉત્પન્ન થાય, વૃદ્ધિ પામે, અનુગામી બને, પૃથ્વીને આધારે સ્થિત રહે, તેમ ધર્મ પણ ઈશ્વરથી ઉતપન્ન થાય ચાવ4 ટકે છે. જેમ કોઈ વાવડી પૃથ્વીથી ઉત્પન્ન થઈ ચાવતુ પૃedીને આધારે રહે છે, તેમ ધર્મ પણ ઈશ્વરથી ઉતપન્ન થઈ ચાવતુ ઈશ્વરને આધારે ટકે છે. જેમ કોઈ પણીની ભરતી પાણીથી ઉત્પન્ન થાય ચાવતું પાણીથી જ વાd રહે છે, તેમ ધર્મ પણ ઈશ્વરથી ઉત્પન્ન થઈ યાવતુ ઈશ્વરમાં જ વ્યાપ્ત રહે છે. જેમ કોઈ પાણીનો પરપોટો પાણીથી ઉત્પન્ન થાય યાવતુ પાણીમાં જ વિલીન થાય, તેમ ધર્મ ઈશ્વરથી ઉત્પન્ન થાય યાવતુ સ્થિત રહે છે. જે આ શ્રમણ-નિગ્રન્થો દ્વારા ઉદ્દિષ્ટ, પ્રણીત, પ્રગટ કરેલ દ્વાદશાંગ ગણિપિટક છે, જેમકે - આયાર સૂયગડ ચાવ4 દિઠ્ઠિવાય, તે બધું મિથ્યા છે તે સત્ય નથી અને યથાતથ્ય પણ નથી. આ [ઈશ્વરવાદ] જ સત્ય, તય અને યથાતથ્ય છે. આ પ્રમાણે તેઓ આવી સંજ્ઞા રાખે છે, તેની સ્થાપના કરે છે, બીજાને કહે છે. પણ જેમ પિંજરાને તોડી શકતું નથી, તેમ તેઓ ઈ-કતૃત્વ

Loading...

Page Navigation
1 ... 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120