Book Title: Agam Satik Part 04 Suygadanga Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 50
________________ ૨/૧/-I૬૪૧ જ જીવ છે, જીવ જ શરીરનો સમસ્ત પચયિ છે, શરીર જીવતા તે જીવે છે, મરતા તે જીવતો નથી. શરીર હોય ત્યાં સુધી રહે છે, નાશ પામતા નથી રહેતો. શરીર છે, ત્યાં સુધી જ જીવન છે. શરીર મરી જાય ત્યારે લોકો તેને બાળવા લઈ જાય છે બન્યા પછી હાડકા કાબચ્ચીતર થાય છે. પછી પુરુષો નનામીને લઈને ગામમાં પાછા જાય છે. • x• એ સ્થિતિમાં સ્પષ્ટ થાય છે કે શરીરથી ભિન્ન જીવ નામનો કોઈ પદાર્થ નથી. જેઓ યુક્તિપૂર્વક એવું પ્રતિપાદન કરે છે - જીવ જુદો છે, શરીર જુદુ છે તેઓ એવું બતાવી શકતા નથી કે - આ આત્મા દીધું છે કે હું છે, પરિમંડલ છે કે ગોળ છે, ત્રિકોણ-ચતુષ્કોણ-કોણ કે અષ્ટકોણ છે, કૃષ્ણનીલ-લાલ-પીળો કે સફેદ છે, સુગંધી છે કે દુગધી, તીખો-કડવો-તુરો-ખાટો કે મીઠો છે, કર્કશ-કોમળ-ભારે-હલકો-ઠંડો-ગરમ-સ્નિગ્ધ કે રક્ષ છે. રીતે જેઓ જીવને શરીથી ભિન્ન માને છે, તેમનો મત યુનિયુકત નથી. જેઓનું આ કથન છે કે - જીવ અન્ય છે, શરીર અન્ય છે, તેઓ જીવને ઉપલબ્ધ કરાવી શકતા નથી. - [૧] જેમ કોઈ પુરષ ખ્યાનથી તલવાર બહાર કાઢી કહે કે - આ તલવાર છે, આ ગાન છે, તેમ આ જીવ-આ શરીર કહી શકતો નથી. [] જેમ કોઈ પુરુષ મુંજ ઘાસમાંથી સળી બહાર કાઢી બતાવે - આ મુંજ અને આ સળી તેમ કોઈ પણ બતાવી શકતો નથી કે આ જીવ અને આ શરીર [] જેમ કોઈ પુરણ માંસથી હાડકું અલગ કરી બતાવે કે આ માંસ અને આ હાડકું તેમ કોઈ પુરુષ બતાવી શકતો નથી કે આ શરીર છે અને આ આત્મા છે. [૪] જેમ કોઈ પર હથેળીમાં સાંભળો રાખીને બતાવી શકે કે આ હથેળી અને આ આંબળો છે. તેમ કોઈ પુરુષ શરીરમાંથી આત્મા બહાર કાઢી ન કહી શકે કે આ શરીર છે અને આ આત્મા છે. [] જેમ કોઈ પણ દહીંમાંથી માખણ કાઢીને બતાવે છે આ દહી છે અને આ માખણ છે, તેમ કોઈ પુરુષ બતાવી શકતો નથી કે આ શરીર છે - w આત્મા છે. ૬િ] જેમ કોઈ પુરુષ તલમાંથી તેલ કાઢી બતાવે કે આ તેલ છે અને આ બોળ છે તેમ કોઈ પણ શરીર પૃથક્ આત્માથી આ આત્મા છે - આ શરીર છે, તેમ ન કહી શકે. [] જેમ કોઈ પણ શેરડીમાંથી રસ કાઢીને બતાવે કે શેરડીનો રસ છે અને આ છોતરા છે, તેમ કોઈ પણ શરીર અને આત્માને અલગ કરી દેખાડી ન શકે. [૮] જેમ કોઈ પણ અરણિમાંથી આગ કાઢીને પ્રત્યક્ષ બતાવે કે આ અરણિ છે અને આગ છે, તેમ છે આયુષ્યમાન કોઈ પણ શરીરથી આત્માને કાઢીને બતાવી શકતો નથી કે આ શરીર છે અને આ આત્મા છે. આ રીતે તે સુખ્યાત છે કે અન્ય શરીર-અન્ય જીવની વાત મિથ્યા છે. આ પ્રમાણે તે જીવ-શરીરવાદી જીવોને સ્વયં હણે છે - અને કહે છે સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૨ કે * હણો, ખોદો, છેદો, બાળો, પકાવો, ઉંટો, હરો, વિચાર્યા વિના સહસા આ કરો, તેને પીડિત કરો. આ શરીર માત્ર જીવ છે, પરલોક નથી. તે શરીરાત્મવાદી માનતા નથી કે - આ કરવું જોઈએ કે આ ન કરવું જોઈએ સુકૃત છે કે દુકૃત છે, કલ્યાણ છે કે પાપ છે, સારું છે કે ખરાબ છે, સિદ્ધિ છે કે અસિદ્ધિ છે, નક છે કે નરક નથી, આ રીતે તેઓ વિવિધરૂપે કામભોગનો સમારંભ કરે છે અને કામભોગોનું સેવન કરે છે. આ રીતે કોઈ ધૃષ્ટતા કરનાર, દીક્ષા લઈ “મારો ધર્મ જ સત્ય છે” એવી પ્રરૂપણા કરે છે. આ શરીરાત્મવાદમાં શ્રદ્ધા, પ્રતીતિ, રચિ કરી કોઈ રાજ આદિ તેને કહે છે - હે શમણ કે બ્રાહ્મણ ! તમે મને સારો ધર્મ બતાવ્યો. હે આયુષ્યમાન ! હું તમારી પૂજા કરું છું, તે આ પ્રમાણે - અશન, પાન, ખાદિમ, સ્વાદિમ, વરા, પબ, કંબલ, પાદપોંછનક આદિ દ્વારા તમારો સકાર-સન્માન કરીએ છીએ. એમ કહી તેમની પૂજમાં પ્રવૃત્ત થાય છે. આ શરીરાત્મવાદીની પહેલા તો પ્રતિજ્ઞા હોય છે કે - અમે અનગાર, અકિંચન, અપુત્ર, અપશુ, પરદdભોજી ભિક્ષુ એવા શ્રમણ બનીને પાપકર્મ કરીશું નહીં; દીક્ષા લીધા પછી તે પાપકમોંથી વિરત થતા નથી. તે સ્વયં પરિગ્રહ કરે છે, બીજા પાસે પણ કરાવે છે અને તેમ કરનારનું અનુમોદન કરે છે. એ જ પ્રમાણે તેઓ રુમી તથા કામભોગોમાં મૂર્હિત, વૃદ્ધ, ગ્રથિત, સકd, લુબ્ધ, ગદ્વેષ વશ થઈને પીડિત રહે છે. તેઓ સંસાચ્છી નથી પોતાને છોડાવતા, નથી બીજાને છોડાવતા, નથી બીજા પ્રાણી, જીવ, ભૂત કે સત્વોને મુક્ત કરાવતા તેઓ પોતાના પૂર્વસંબંધીથી ભ્રષ્ટ થયા છે અને આર્ય માર્ગ પામતા નથી. તે નથી આ લોકના રહેતા કે નથી પરલોકના. વચ્ચે કામભોગોમાં ડૂબી જાય છે. આ પ્રમાણે તે જીવતે શરીરવાદી પહેલો પુરુષજાત જાણવો. • વિવેચન-૬૪૧ - આ મનુષ્યલોકમાં પૂર્યાદિ દિશામાંથી કોઈપણ દિશામાં કેટલાંક માણસો આ લોકને આશ્રીને ઉત્પન્ન થાય છે. તે અનુક્રમે બતાવે છે. તેમાં સર્વ હેય ધર્મોથી દૂર રહે તે આર્યો છે. તેમાં મ આર્યો-૨૫-જનપદમાં ઉત્પન્ન છે, બાકીના અનાર્યો છે. તે અનાર્ય દેશોત્પન્ન બતાવે છે - જેમકે - શક, યવન, શબર, બર્ગર, કાય, મુરુડ ઇત્યાદિ - X - X - [વૃત્તિમાંથી જાણવા] આ અનાર્યો પાપી, ચંડદંડ, નિર્લજ, નિર્દય હોય છે, તેઓ ધર્મ એવો અક્ષર સ્વપ્નમાં પણ ન જાણે - કેટલાંક ઇફવાકુ આદિ ઉચ્ચગોત્રીયા અને કેટલાંક અશુભ કર્મોદયથી નીચા ગોત્રમાં જન્મેલા છે - x - કેટલાંક મહાકાય-પૌઢ શરીરી તથા કેટલાંક વામનકુજાદિ તેવા નામકર્મોદયથી થાય છે. કેટલાંક સુવર્ણ જેવા શોભન દેહવાળા તો કેટલાંક કાળા કોલસા જેવા છે. કેટલાંક સુરૂપ - સુવિભકત અવયવવાળા સુંદર તો કેટલાંક બીભત્સ દેહવાળા દર૫ છે. તેઓમાં ઉચ્ચ ગોગાદિ વિશેષણ વિશિષ્ટ, મહાન, તેવા કર્મોદયથી રાજા થાય છે. તે કહે છે


Page Navigation
1 ... 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120