Book Title: Agam Satik Part 04 Suygadanga Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
૧/૧૬/-/૬૩૨
સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૨ શરૂઆતથી જે કહ્યું છે એ પ્રમાણે જ જાણવું.
ત્તિ - સમાપ્તિ માટે છે, વષિ - પૂર્વવત્ છે, અનુગમ કહ્યો. હવે નયો કહે છે, તે તૈગમાદિ સાત છે. નૈગમને સામાન્ય-વિશેષરૂપે સંગ્રહ અને વ્યવહારમાં ગણતા છ નય છે. સમભિરૂઢ અને ઇત્યંભૂત એ બંનેને શબ્દ નયમાં ગણતા નૈગમ, સંગ્રહ, વ્યવહાર, જુગ, શબ્દ એ પાંચ નવો થાય. નૈગમને ભેગો લેતા ચાર નય થાય. વ્યવહારને સામાન્ય-વિશેષરૂપે લઈએ તો તેનો સંગ્રહ અને જુસુગમાં સમાવેશ થતા સંગ્રહ, હજુસૂત્ર અને શબ્દ એ ત્રણ નય થાય. તેનો દ્રવ્ય અને પર્યાચિમાં સમાવેશ થતાં દ્રવ્યાસ્તિકાય અને પર્યાયાસ્તિકાય નામક બે નય થાય છે. અથવા બધાંનો જ્ઞાન અને ક્રિયામાં સમાવેશ થતાં જ્ઞાન અને ક્રિયા બે નયો થાય. તેમાં જ્ઞાનનયમાં જ્ઞાન જ મુખ્ય છે, ક્રિયાનયમાં ક્રિયાની મુખ્યતા છે.
નયોને નિપેક્ષ માનતાં મિથ્યાત્વ છે અને જ્ઞાન-ક્રિયાને પરસ્પર અપેક્ષાવાળા માને તો મોક્ષના અંગરૂપ થવાથી બંનેનું પ્રધાનપણું છે. તે બંને સત્ ક્રિયા યુક્ત સાધુને હોય છે. કહ્યું છે કે - જ્યાં જેની મુખ્યતા હોય ત્યાં તેને લેવો, પ્રધાનપણું ન હોય ત્યાં ગૌણ રાખવું તેનું નામ નય. બધાં નયોનું ઘણાં પ્રકારનું વકતવ્ય જાણીને સર્વનયથી વિશુદ્ધ જે તવ તે ચરણ ગુણયુક્ત સાધુ પાળે.
સુખદુ:ખ ભોગવતો એકલો જ પરલોક ગમન કરનારો સદા એકલો જ હોય છે તથા ઉધત વિહારી દ્રવ્યથી-ભાવથી એકલો જ હોય • x - આ આત્મા એકલો જ પરલોકગામી, કવિ હોય છે. તે જાણે છે કે - મને દુ:ખમાં રક્ષણ કરનાર કોઈ સહાયક નથી તેથી એકવિદ્ કહ્યો. અથવા એકાંતથી સંસારનો સ્વભાવ જાણીને જિનેન્દ્રનું શાસન જ સાચું છે, બીજું નહીં એ રીતે એકાંતવિદ્ છે અથવા એક જ મોક્ષ કે સંયમ તેને જાણે છે. બુદ્ધ-તત્ત્વ જાણેલો. કમશ્રિdદ્વારોને સંવરીને ભાવસોતનો છેદનાર તે છિન્નસોત. કાચબાની જેમ શરીરને સંકોયી નિરર્થક કાયક્રિયા સહિત એવો સુસંયત, પાંચ સમિતિથી સમિત-જ્ઞાનાદિ મોક્ષમાર્ગ પ્રાપ્ત એવો સુસમિત. શકુ-મિત્રમાં સમભાવથી સુસામાયિક.
આત્મા, જે ઉપયોગ લક્ષણવાળો છે, અસંગેય પ્રદેશાત્મક છે, સંકોચ-વિકોય થનાર, સ્વકૃત ફળ ભોગવનાર છે. પ્રત્યેક-સાધારણરૂપે રહેલ, દ્રવ્યથી નિત્ય પર્યાયથી અનિત્ય આદિ અનંત ધર્માત્મક વાદને પ્રાપ્ત તે આત્મવાદપ્રાપ્ત અર્થાત્ સખ્યણું યથાવસ્થિત આત્મતત્વ જાણનાર. તથા સર્વ પદાર્થોને જાણનાર, પણ પદાર્થને વિપરીત ન જોનાર વિદ્વાન. કેટલાંક મતવાળા કહે છે - એક જ આત્મા સર્વ પદાર્થના સ્વભાવથી વિશ્વવ્યાપી છે અથવા ચોખા જેટલો કે ચાંગુઠાના પર્વ સમાન છે, તેવા ભામક મતનું અહીં ખંડન કરેલ છે. કેમકે તેવા આત્માના પ્રતિપાદકના પ્રમાણનો અભાવ છે. તથા દ્વિધા-દ્રવ્યથી અને ભાવથી. દ્રવ્યયોત એટલે પાંચ ઇન્દ્રિયોના વિષયમાં સ્વ પ્રવૃત્તિ અને ભાવયોત એટલે અનુકૂળ-પ્રતિકૂળ શબ્દાદિમાં રાગ-દ્વેષથી ઉત્પન્ન સોતોને સંવૃત ઇન્દ્રિયતાથી અને રાગદ્વેષ અભાવથી છેદી નાંખ્યા છે, તે પરિચ્છિન્ન સ્રોત છે.
તથા પૂજા સકારના લાભાર્થી નહીં, પણ નિર્જરાના હેતુથી સર્વ તપ-ચરણાદિ ક્રિયાને કરનાર છે, તે બતાવે છે - શ્રુતચાત્રિરૂપ ધર્મ, તેના જ પ્રયોજનવાળો તે ધમર્થીિ. અર્થાત્ પૂજાદિ માટે ક્રિયામાં ન પ્રવર્તે પણ ધમર્થેિ પ્રવર્તે છે ધમર્શી. કેમકે ધર્મ અને તેના યથાવત્ ફળ એવા સ્વર્ગ અને મોક્ષને સારી રીતે જાણે છે. ધર્મને સખ્યણું જાણીને શું કરે ?
મોક્ષમાર્ગ કે સસંયમને સર્વથા ભાવથી સ્વીકારે તે નિયાણપ્રતિપન્ન. તે જે કરે તે કહે છે - મત એટલે સમતા, સમભાવરૂપ - વાંસળા અને ચંદનમાં સમભાવ રાખે. • કેવો થઈને ? દાંત, દ્રવ્યભૂત, વ્યસૃષ્ટ કાયચી. આવા ગુણવાળો થઈને પૂર્વોક્ત માપ્ત, શ્રમણ, ભિાના ગુણવાળો જે હોય તે નિથિ છે. તે માહન આદિ શબ્દો નિર્ણવ્ય શબ્દની પ્રવૃત્તિ નિમિત્તમાં એકસરખા છે. આ બધાં શબ્દો કંઈક ભેટવાળા છતાં એકસમાન છે. - હવે ઉપસંહાર કરતા - સુધમસ્વામી જંબૂસ્વામી આદિને ઉદ્દેશી કહે છે . મેં જે તમને કહ્યું છે એ પ્રમાણે જ જાણવું. મારા વચનમાં વિકલ્પ કરવો નહીં, કેમકે મેં સર્વજ્ઞની આજ્ઞાથી કહ્યું છે. સર્વજ્ઞ ભગવંતો પરહિતમાં ક્ત ભયથી રક્ષણ કરનાર, રાગ-દ્વેષ મોહમાંના કોઈપણ કારણના અભાવથી તેઓ જૂઠું ન બોલે. તેથી મેં
શ્રુતસ્કંધ-૧ અધ્યયન-૧૬ “ગાથા”નો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ
શ્રુતસ્કંધ-૧ ટીકાસહિત અનુવાદ પૂર્ણ
- X
- X
- X
-