Book Title: Agam Satik Part 04 Suygadanga Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 42
________________ ૧/૧૬//ભૂમિકા Ø શ્રુતસ્કંધ-૧ અધ્યયન-૧૬ “ગાથા’ - ૪ - ૪ - ૪ - ૪ - ૪ - ૪ — x - ભૂમિકા ઃ ૬૯ પંદરમું અધ્યયન કહ્યું, હવે સોળમું કહે છે, તેનો સંબંધ આ છે - ગત ૧૫માં અધ્યયનોમાં જે વિષયો વિધિ-નિષેધ દ્વારથી કહ્યા. તેને તે રીતે આચરતો સાધુ થાય, તે આ અધ્યયન વડે કહે છે. તે વિષયો– (૧) અધ્યયન-૧-સ્વસમય, પરસમયના જ્ઞાનથી સમ્યકત્વી થાય છે. (૨) અધ્યયન-૨-કર્મ નાશ કરવાના જ્ઞાનાદિ હેતુ વડે આઠ પ્રકારના કર્મો નાશ કરીને સાધુ થાય છે. (૩) અધ્યયન-૩-અનુકૂળ-પ્રતિકૂળ ઉપસર્ગોને સહેતો સાધુ થાય છે. (૪) અધ્યયન-૪-દુર્લભ એવા સ્ત્રી પરીષહનો જય કરે. (૫) અધ્યયન-૫- નરકની વેદનાથી ખેદ પામી તેને યોગ્ય કર્મોથી વિરમે. (૬) અધ્યયન-૬-ભગવંત મહાવીરે કર્મક્ષય માટે દીક્ષા લઈ, ચોથું જ્ઞાન પામી સંયમમાં પ્રયત્ન કરી રહ્યા, છાસ્ત્રે પણ તેમ કરવું જોઈએ. (૭) અધ્યયન-૭-કુશીલનાં દોષ જાણી, તેનો ત્યાગ કરી સુશીલ થવું. (૮) અધ્યયન-૮-બાલવીર્ય છોડી, પંડિતવીર્ય પામી મોક્ષાભિલાષી થવું. (૯) અધ્યયન-૯-ચયોક્ત ક્ષાંતિ આદિ ધર્મ આચરી સંસારથી મુક્ત થવું. (૧૦) અધ્યયન-૧૦-સંપૂર્ણ સમાધિવાળો સુગતિમાં જનારો થાય છે. (૧૧) અરારાન-૧૧-સમ્યગ્ દર્શન-જ્ઞાન-ચાસ્ત્રિ માર્ગથી સર્વ કર્મો ક્ષય કરે. (૧૨) અધ્યયન-૧૨-અન્યતીર્થિકના ગુણ-દોષ વિચારી શ્રદ્ધાવાન્ બને. (૧૩) અધ્યયન-૧૩-શિષ્યના ગુણ-દોષ જાણી સદ્ગુણોમાં વર્તી ક્ષેમ પામે. (૧૪) અધ્યયન-૧૪-પ્રશસ્ત ભાવગ્રંથ ભાવિતાત્મા તૃષ્ણાથી રહિત થાય. (૧૫) અધ્યયન-૧૫-જેવી રીતે સાધુ નિર્મળચાસ્ત્રિી થાય, તે બતાવે છે. આ રીતે ઉક્ત અધ્યયનોમાં કહેલા વિષયોને અહીં સંક્ષેપથી જણાવે છે. આ સંબંધથી આ અધ્યયન આવ્યું. તેના ચાર અનુયોગ દ્વારો છે. ઉપક્રમમાં અધિકાર ઉપર કહ્યા મુજબ છે. નામનિક્ષેપામાં ગાથાષોડશક નામ છે. [નિ.૧૩૮ થી ૧૪૧-] ‘ગાયા’ના નામાદિ ચાર નિક્ષેપો છે. તેમાં નામ, સ્થાપના છોડીને દ્રવ્યગાથા કહે છે - જ્ઞશરીર, ભવ્યશરીર, વ્યતિક્તિ દ્રવ્યગાથા. તેમાં વ્યતિક્તિ દ્રવ્યગાથા તે પત્ર, પુસ્તકાદિમાં લખેલી જાણવી. જેમકે - જયવંતા મહાવીર વર્તે છે - x - x - ઇત્યાદિ. અથવા આ ગાથાષોડશ અધ્યયન પત્ર કે પુસ્તકમાં લખેલું હોય તે દ્રવ્યગાથા. હવે ભાવગાથા બતાવે છે– ભાવગાથા આ પ્રમાણે - જે આ સાકાર ઉપયોગ ક્ષાયોપશમિક ભાવ નિષ્પન્ન ગાથા પ્રતિ વ્યવસ્થિત, તે ભાવગાથા કહેવાય. કેમકે બધાં શ્રુત ક્ષયોપશમિક ભાવે રહેલા છે, ત્યાં અનાકાર ઉપયોગનો અસંભવ છે માટે આમ કહ્યું છે. તેને વિશેષથી કહે છે - તેનું બીજું નામ “મધુર’ છે કેમકે તે સાંભળવું કાનને ગમે છે. ગાથા છંદમાં સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૨ રચાયેલી હોઈ મધુર લાગે છે. ગવાય છે કે મધુર અક્ષરોની પ્રવૃત્તિ છે માટે ‘ગાથા’ કહેવાય છે. - ૪ - ૪ - બીજી રીતે ગાથાનું સ્વરૂપ બતાવે છે - જોઈતા અર્થો એકઠાં કરીને જેમાં ગુંથ્યા હોય તે ગાથા છે અને સમુદ્ર છંદ વડે રચના થઈ માટે તે ગાથા છે. આ ગાથા શબ્દનો બીજો પર્યાય કહ્યો. તાત્પર્ય એ કે - જે ગવાય છે અથવા જેને ગાય છે અથવા એકત્ર કર્યા છે અર્થો તે અથવા સામુદ્ર છંદ વડે તે ગાથા કહેવાય છે અથવા પોતે વિચારીને નિરુક્તવિધિએ અર્થ કરવો. હવે પંદર અધ્યયનોનો - ૪ - અર્થ એકીસાથે બતાવે છે - તે બધાંનો ભેગો અવિતય અર્થ આ સોળમાં અધ્યયનમાં એકીકૃત વચનો વડે ગુંથીને કહ્યો છે, તેથી આ અધ્યયન ‘ગાથા' કહેવાય છે તત્વાર્થને આશ્રીને કહે છે - સાધુઓના ગુણોને પૂર્વે પંદર અધ્યયનોમાં કહ્યા હતા, તે આ સોળમામાં એકીકૃત વચનો વડે જે વર્ણન કહે છે તે ‘ગાથાષોડશ’ નામક અધ્યયન હવે પ્રતિપાદિત કરે છે. નામનિક્ષેપો કહ્યો. - X - X - હવે સૂત્ર કહે છે– • સૂત્ર-૬૩૨ ઃ ભગવંતે કહ્યું - તે દાંત, દ્રવ્ય, કાયાને વોસિરાવનાર હોય, તેને માહન, શ્રમણ, ભિક્ષુ, નિર્પ્રન્ગ કહેવાય છે. હે ભગવંત! દાંત, દ્રવ્ય અને વ્યુત્કૃષ્ટકાયને નિગ્રન્થ, બ્રાહ્મણ, શ્રમણ, ભિક્ષુ કેમ કહે છે? તે બતાવો. - જે સર્વ પાપકર્મોથી વિત છે, પ્રેમ, દ્વેષ, કલહ, અભ્યાખ્યાન, રેશુન્ય, પરપરિવાદ, અરતિરતિ, માયા-મૃષા, મિથ્યાદર્શનશલ્યથી વિત, સમિત, સહિત, સદા સંયત, અક્રોધી, અમાની છે માટે માહણ કહ્યા. 90 એવો તે શ્રમણ અનિશ્રિત, નિદાનરહિત છે. દાન, અતિપાત, મૃષાવાદ અને પરિગ્રહ [તથા] ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ એવા જે કોઈ આત્મપદોષના હેતુ છે, તે - તે દાનથી જે પહેલાથી પ્રતિવિરત છે, પ્રાણાતિપાતાદિ નિવૃત્ત, દાંત, વ્યુત્કૃષ્ટકાય તે શ્રમણ કહેવાય છે. – આવો ભિક્ષુ અનુન્નત, વિનિત, નમ્ર, દાંત, દ્રવ્ય, દેહ વિરાક છે, તે વિવિધ પરીષહ-ઉપસર્ગોને પરાજિત કરી, અધ્યાત્મયોગ અને શુદ્ધ સ્વરૂપમાં સ્થિત છે. સ્થિતાત્મા, વિવેકી, પરદત્તભોજી છે તે ભિક્ષુ કહેવાય છે. – આવો ભિક્ષુ નિર્પ્રન્ગ - એકાકી, એકવિદ્, બુદ્ધ, છિન્નોત, સુસંયત, સુસમિત, સુસામયિક, આત્મપવાદ પ્રાપ્ત, વિદ્વાન, દ્વિવિધ શ્રોત પરિછિન્ન, પૂજા સત્કારનો અનાકાંક્ષી, ધર્માર્થી, ધર્મવિદ્, મોક્ષમાર્ગ પ્રતિ સમર્પિત, સમ્યક્ ચારી, દાંત, દ્રવ્ય, દેહવિસર્જક છે. તે નિર્પ્રન્ગ કહેવાય છે. - તેને એવી રીતે જાણો જેવી રીતે મેં ભગવંતથી જાણ્યું. • તેમ હું કહું છું. • વિવેચન-૬૩૨ : અથ શબ્દ અંતિમ મંગલાર્જે છે. આદિ મંગલ વુશ્ચેત થી જણાવેલ. આધા મંગલથી આખો શ્રુતસ્કંધ મંગલરૂપ છે, એમ જણાવ્યું અથવા પંદર અધ્યયન પછી

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120