Book Title: Agam Satik Part 04 Suygadanga Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 41
________________ ૧/૧૫/-I૬૨૩ થી ૬૨૬ મોક્ષ યોગ્ય મનુષ્ય દેહ મળે. કહ્યું છે કે - ખરજવા કે વીજળીના પ્રકાશ માફક મનુષ્ય જન્મ ક્ષણવારમાં નાશ પામે છે, જેમ અગાધ સમુદ્રમાં પડેલ રત્ન મળતું નથી. - ૬૨૪] આ મનુષ્ય ભવથી કે સદ્ધર્મથી વિધ્વંસ થતા નિપુણ્યને ફરી આ સંસારમાં ભમતા, સમ્યગ્દર્શન પ્રાપ્તિ ઘણી દુર્લભ છે, ઉત્કૃષ્ટથી અપાઈ પુદ્ગલ પરાવર્ત કાળે તે થાય છે તથા સમ્યગદર્શન પ્રાપ્તિ યોગ્ય લેણ્યા-અંતઃકરણ પરિણતિ અથવા મર્યા . મનુષ્ય જન્મ • x• આર્યક્ષેત્ર, સુકુલમાં જન્મ, સર્વ ઇન્દ્રિય સામગ્રી આદિ દુર્લભ છે. જીવોને જે ધર્મરૂપ અર્થ બતાવે છે, જે ધર્મ કહેવા યોગ્ય છે. તેથી અર્ચા દુર્લભ છે. ૬િર૫] જે મહાપુરુષ વીતરાગ-x• સર્વ જગને દેખનારા છે, તેઓ પર હિત કરવામાં એકાંત ક્ત છે, તેઓ સર્વ ઉપાધિ રહિત શુદ્ધ, નિર્મળ ધર્મ કહે છે અને પોતે પણ આચરે છે અથવા આયત ચાસ્ત્રિના સદ્ભાવથી સંપૂર્ણ યથાખ્યાત યાત્રિરૂપ, તેવો અનન્યસર્દેશ ધર્મ કહે છે અને પાળે છે. આવા અનન્યસદેશ જ્ઞાન-ચાાિ યુકત જે સર્વ રાગ-દ્વેષ રહિત પરમ સ્થાનને પામનારને ફરી જન્મવાનું ક્યાંથી હોય ? જન્મ-મરણ રૂપ કથા સ્વપ્નમાં પણ કર્મબીજ અભાવે ક્યાંથી હોય ? કહ્યું છે. • બીજ અત્યંત બળી ગયા પછી તેમાં અંકુર ન ફૂટે, તેમ કર્મબીજ બળી ગયા પછી તેમાં ભવ અંકુર ન ઉગે. ૬િ૨૬] વળી કમબીજના અભાવે કેવી રીતે ક્યારેય પણ જ્ઞાન સ્વરૂપ, પુનરાવૃત્તિમાં ગયેલા તેવા આ સંસારમાં અશુચિમય ગર્ભમાં ઉત્પન્ન થાય ? થતુ • x • તેવા કર્મોના અભાવે ઉત્પન્ન ન જ થાય. તથા તીર્થકર, ગણધરને નિદાના બંધનરૂપ પ્રતિજ્ઞા નથી માટે તે અનિદાના-નિરાશંસા છે. જીવોનું હિત કરવામાં ઉઘત, અનુતર જ્ઞાનથી અનુતર, પ્રાણીઓને સારા-ખોટા અર્થ નિરુપણ કરવાથી ચા જેવા, હિત પ્રાપ્તિ-અહિત ત્યાગ કરાવનારા એવા સર્વલોકોને લોચન ભૂત એવા તે તીર્થકર, સર્વજ્ઞો હોય છે. સૂત્ર-૬૨૩ થી ૬૩૧ - કાશ્યપે તે આનુત્તર સ્થાન બતાવેલ છે, જેના આચરણથી, કોઈ નિવૃત્ત થઈને તે પંડિત મોક્ષ પામે છે...જ્ઞાની પુરુષ કર્મને વિદારવા સમર્થ વીર્ય મેળવી પૂર્વકૃત કમનો નાશ કરે, નવા કમને બાંધે...મહા-નીર અનુપૂર્વ કર્મ-રજનો બંધ ન કરે, તે રજ ની સંમુખ થઈને કર્મક્ષય કરી જે મત છે, તે પ્રાપ્ત કરે છે...સવ સાધુને મારા મત શલ્ય રહિત છે, તેને સાધીને જીવો તયી કે દેવ થયા છે...સવતી, ધીર થયા છે અને થશે, તેઓ સ્વયં દુર્નિબોધ માનો અંત પ્રગટ કરી તરી જાય છે - તેમ હું કહું છું. • વિવેચન-૬૨૭ થી ૬૩૧ : [૬૨] અનુત્તર એવા સ્થાન અર્થાત્ સંયમ છે. તે કાશ્યપ ગોત્રીય વર્ધમાનસ્વામી મહાવીરે કહ્યો છે. તેનું અનુત્તરપણું કહે છે - જે અનુત્તર સંયમ સ્થાનમાં કેટલાંક મહાવીઓ સદગુઠાન કરીને નિર્વાણને પ્રાપ્ત થયા છે. નિવૃત્ત થઈ તેઓ સંસારચકનો સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/ર અંત કરે છે . પાપથી દૂરવ પામ્યા છે. આવું સંચમસ્થાન મહાવીરે કહ્યું છે કે જેને પાળનારા સિદ્ધિને પામ્યા છે (મોક્ષે ગયા છે.]. [૬૨૮] સદસદ વિવેકજ્ઞ કર્મ દૂર કરવા સમર્થ થઈ સંયમ કે તપોવીર્ય પામીને, તે વીર્ય બાકી રહેલા કર્મોની નિર્જરા માટે ફોરવે તે પંડિત વીર્ય છે. આવું વીર્ય સેંકડો ભવે દુર્લભ છે. કોઈ વખત કર્મવિવર મળે તો પૂર્વભવમાં કરેલા અશુભકમોં તોડવા પ્રયાસ કરે અને નવા કર્મો ન બાંધે - મોક્ષમાં જાય. [૬૯] કર્મ વિદારણ સમર્થ બની આનુપૂર્વીથી મિથ્યાત્વ, અવિરતિ પ્રમાદ, કષાય, યોગથી જે બીજા જીવો કમરજ ભેગી કરે છે, તે તેઓ ન કરે. કેમકે જેને પૂર્વની કમર હોય તે નવી કમજ ભેગી કરે. પણ આ મહાવીરે પૂર્વના કર્મ અટકાવી સત્સંયમ સંમુખ થઈ, સદા દેઢ રહીને આઠ પ્રકારના કર્મને છોડીને મોક્ષ કે સસંયમમાં સમુખ થયા. [૬૩] જે મત સર્વે સાધુને ઇચ્છિત છે, તે આ સંયમસ્થાનને બતાવે છે - પાપાનુષ્ઠાન કે તર્જનિત કર્મને છેદે તે શચકર્તન. તેવું સદનુષ્ઠાન ઉધુક્ત વિહારી થઈ સમ્યક્ આરાધીને ઘણાં સંસાર તરી ગયા. બીજા સર્વ કર્મના ક્ષયના અભાવે દેવો થયા. તેઓ સમ્યકત્વ પામી સચ્ચાસ્ત્રિી થઈ વૈમાનિકવને પામ્યા પામે છે, પામશે. ૬િ૩૧] સર્વ ઉપસંહારાર્થે કહે છે - પૂર્વાદિ કાળે ઘણાં કર્મવિદારણ સમર્થ થયા, વર્તમાનકાળે કર્મભૂમિમાં તેવા થાય છે, આગામી અનંત કાળ તેવા સસંયમાનુષ્ઠાથી થશે. જેમણે શું કર્યુ? કરે છે ? કરશે ? તે કહે છે - અતિ દુપ્રાપ્ય જ્ઞાન-દર્શનચારિત્ર માર્ગની પરાકાષ્ઠા પામી તે જ માર્ગને પ્રકાશે છે, સ્વત સન્માર્ગ પાળનાર અને બીજાને બતાવીને સંસાર સમુદ્ર તર્યા-તરે છે તરશે. * * * * * શ્રુતસ્કંધ-૧ અધ્યયન-૧૫ ‘ાદાનીય’નો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120