Book Title: Agam Satik Part 04 Suygadanga Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
૧/૧૪ -૫૮૦ થી ૫૮૩
સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૨
કેવી રીતે હરે ? પાખંડીઓ આ રીતે અગીતાને ઠગે છે. જેમકે - જૈન દર્શનમાં - અગ્નિ પ્રવાલન, વિપાપહાર, શિખાચ્છેદાદિ વિહો દેખાતા નથી, અણિમાદિ અટગુણ ઐશ્વર્ય નથી, રાજાદિ માનતા નથી, વળી જૈનાગમમાં અહિંસા કહી, પણ તે જીવાકુલ લોકમાં પાળી ન શકાય. તમારામાં નાનાદિ શૌચ નથી, આવી શઠ ઉક્તિ વડે - X - મુગ્ધ જનને ઠગે છે. સ્વજનાદિ પણ કહે છે - હે આયુષ્યમાનું ! તારા સિવાય અમારો કોઈ પોષક નથી, તું જ અમારું સર્વસ્વ છે, તારા વિના બધું શૂન્ય છે તથા સદાદિ વિષયોપભોગના આમંત્રણથી સદ્ધર્મથી ભ્રષ્ટ કરે છે. આ પ્રમાણે રાજાદિ પણ જાણવા. આ પ્રમાણે તેને લલચાવી હરે છે.
[૫૮] આ પ્રમાણે એકાકી સાધુને ઘણાં દોષો થાય છે, તેથી સદા ગુર ચરણમાં રહેવું, તે દશવિ છે - ગુરુ પાસે રહેવું. તે માવજીવ સન્માર્ગ અનુષ્ઠાનરૂપે સાધુ ઇચ્છે છે. તે જ પરમાર્થથી સાધુ છે. જે પ્રતિજ્ઞાનુસાર વર્તે. તે સદા ગુરુ પાસે રહીને સદગુઠાનરૂપ સમાધિ પાળવાથી થાય, તે સિવાય નહીં, તે બતાવે છે - ગુર પાસે ન રહેલ, સ્વછંદ ચાલનાર, સદનુષ્ઠાનરૂપ કર્મ-સમાધિ પ્રતિજ્ઞાનુસાર પાળતો નથી કે કર્મોનો અંત કરતો નથી, એમ જાણીને સદા કુલવાસમાં રહેવું, તે વિનાનો બોધ મશ્કરી રૂ૫ છે. કહ્યું છે કે - ગુરુકુલની ઉપાસના વિના સાધુનું વિજ્ઞાન પ્રશસ્ય થતું નથી, જેમ મોરનું નૃત્ય પશ્ચાદ્ ભાગે જોતાં પ્રશસ્ય ન થાય.
જેમ બકરીના ગળામાં અટકેલને પગના પ્રહારથી મારતા ગુણકારી જોઈને, ગુરની ઉપાસના ન કરેલ અજ્ઞએ સણીના ગળામાં ગાંઠ જોઈ લાત મારતા તેણી મૃત્યુ પામી. આ રીતે ગુરુની અનુપાસનાથી ઘણાં દોષો સંસાર વધારનારા થાય છે, એમ સમજી, ગુરુ પાસે મર્યાદામાં રહેવું, તે બતાવે છે - સારી રીતે વર્તન મુક્તિનમના યોગ્ય સાધુએ રાગદ્વેષરહિત સર્વજ્ઞના અનુષ્ઠાનોને આદરીને, ધર્મકથી કથનથી બીજાને બતાવે - એ રીતે ગુરુકુલવાસ ઘણાં ગુણોનો આધાર છે, તેથી ગચ્છ કે ગુર પાસેથી નીકળી સ્વેચ્છાચારી ન થઈશ. આશુપજ્ઞ શિષ્ય ગુરુ પાસે રહીને વિષયકષાયોથી આત્મા લજ્જા પામે છે, તેમ જાણીને જલ્દીથી આચાર્યના ઉપદેશ વડે સત્ સમાધિમાં પોતાને સ્થાપે.
આ પ્રમાણે દીક્ષા લઈને, નિત્ય મુકુળવાસમાં રહેતો સર્વત્ર સ્થાન, શયનાદિમાં ઉપયોગવાળો થતા જ ગુણો પામે તે કહે છે–
• સૂત્ર-૫૮૪ થી ૫૮૩ -
જે સ્થાન, શયન, આસન આદિમાં પરાક્રમ કરી ઉત્તમ સાધુવતું આચરણ કરે તે સમિતિ, ગુપ્તિમાં નિષ્ણાત બનીને, ભીજાને તેનું યથાર્થ સ્વરૂપ કહે...અનાશ્વતી સાધુ કઠોર શબ્દો સાંભળીને સંયમમાં વિચરે. ભિક્ષુ નિદ્રા અને પ્રમાદ ન કરે, શંકા થતા તેને નિવારી નિઃશંક બને..બાળ કે વૃદ્ધ, રાનિક કે સમવતી દ્વારા અનુશાસિત થવા છતાં જે સમ્યફ સ્થિરતામાં ન પ્રવેશે તે નીયમાન કરાયા છતાં સંસારનો પર ન પામે...બાળક, વૃદ્ધ, નાની દાસી અને ગૃહસ્થ દ્વારા આગમાનુસાર અનુશાસિત થાય ત્યારે તે સાધુ - ", [44]
• વિવેચન-૫૮૪ થી ૫૮૭ :
[૫૮] જે સંસારથી ખેદ પામીને દીક્ષા લઈને નિત્ય ગુરકુલવાસમાં રહીને તથા શયન, આસન, ઘ કારચી ગમન, આગમન, તપ, ચારિત્રાદિમાં પરાક્રમી બનીને સાધુ ઉઘડત વિહારથી જે આચારો છે તેનાથી યુક્ત તે સુસાધયુક્ત છે. સુસાધુ જે સ્થાને કાયોત્સર્ગાદિ કરે ત્યાં સમ્યક્ પડિલેહણાદિ કિયા કરે. કાયોત્સર્ગમાં મેરુવ નિકંપ થઈ શરીરથી નિસ્પૃહ રહે તથા શયન કરતા સંથારો, ભૂમિ અને કાયા પ્રમાર્જે, ગુરની આજ્ઞા લઈ સુવે, જાગતો હોય તેમ સુવે. આસન પર રહેતા પહેલા પૂર્વવત્ શરીરને સંકોચીને સ્વાધ્યાય-ધ્યાન પરાયણ થઈ સુસાધુ રહે, આ રીતે સુસાધુ ક્રિયાયુક્ત, ગુરફુલવાસી સુસાધુ થાય. વળી મુકુલવાસ વસતો ઇયદિ પાંય સમિતિમાં પ્રવિચારરૂપ અને ત્રણ ગુપ્તિમાં પ્રવિચાર-અપવિચાર રૂપે ઉત્પન્ન પ્રજ્ઞાવાળો આગતપા-સ્વયં કરવા • ન કરવાના વિવેકવાળો થાય. ગુરુકૃપાથી સમિતિ-ગુપ્તિનું સ્વરૂપ પોતે સમજીને બીજાને પણ તે કેમ પાળવી તથા તેનું શું ફળ થાય તે બતાવે.
[૫૮૫] ઈર્યાસમિતિયુક્ત જે કરે તે કહે છે - વેણુ, વીણાદિના કાનને મધુર લાગતા શબ્દો સાંભળીને કે ભયાનક કાનમાં ખૂંચે તેવા શબ્દોને સાંભળીને તે સારમાઠા શબ્દોથી આશ્રવ ન લાવે તે અનાશ્રવ. તેવા શ્રવણમાં આવેલ અનુકૂળ-પ્રતિકૂળ શબ્દમાં રાગદ્વેષરહિત મધ્યસ્થ થઈ સંયમાનુષ્ઠાયી બને. તયા સારો સાધુ નિદ્રા કે પ્રમાદ ન કરે અર્થાત્ શબ્દાશ્રવતા નિરોધથી વિષયપ્રમાદ નિષેધ્યો. નિદ્રા નિરોધથી નિદ્રા પ્રમાદ નિષેધ્યો. વડે વિકથા, કપાયાદિ પ્રમાદ પણ ન કરવુો.
આ પ્રમાણે ગુરુકુલવાસથી સ્થાન, શયન, આસન, સમિતિ, ગુપ્તિમાં આગતપા સર્વે પ્રમાદ છોડીને ગરના ઉપદેશથી જ ક્યારેક ચિતમાં વિકલ્પો થાય તો તેને દૂર કરે. અથવા મેં ગૃહિત પંચ મહાવ્રતનો ભાર દુર્વહ છે, તેને કેમ પાર પામવો? એવી શંકા ગુરુકૃપાથી દૂર થાય અથવા મનમાં કંઈ શંકા થાય, તો તે બધી ગુરુ પાસે રહેતા દૂર થાય છે અને બીજાઓની શંકાને પણ દૂર કરવા સમર્થ થાય છે.
પિ૮૬] વળી ગર પાસે રહેતા કદાચ પ્રમાદથી ભલ કરે ત્યારે વય કે પશ્ચિમી નાના તેની ભૂલ માટે રોકે કે વય કે ધૃતથી અધિક હોય તે શિખામણ આપે, જેમકે • તમારા જેવાએ આવી ભૂલ કરવી અયુક્ત છે તથા પ્રવજ્યા પર્યાય કે શ્રુતાધિક અથવા સમવયસ્ક પ્રમાદથી થયેલ ભૂલ માટે કંઈ કહે ત્યારે ક્રોધિત થાય કે - હું ઉત્તમકલીન, સર્વજન માન્ય અને મને આ સંકડા જેવો ધમકાવે, એમ માની - ૪ - મિથ્યાદુકૃત ન આપે, ભૂલ ન સુધારે, “આવું કરી નહીં કરું' તેવી તેની શિખામણ ન માને પણ ઉલટો જવાબ આપે, - x - એવો તે સાધુ સંસાર શ્રોતથી બહાર કાઢવા શિખામણ આપેલ હોય તો પણ સંસારનો પાર ન પામે. અથવા આયાયદિ વડે સદુપદેશદાનથી પ્રમાદ દૂર કરી મોક્ષમાં લઈ જવા પ્રયત્ન કરે તો પણ તેમ ન કરતા તે સંસારનો પાર ન પામે.
[૫૮] સ્વપક્ષની પ્રેરણા બાદ હવે સ્વ-પરની પ્રેરણાને આશ્રીને કહે છે : કુમાર્ગે ચડેલો સાધુ, તેને કોઈ પરતીર્થિક, ગૃહસ્થ કે મિથ્યાષ્ટિએ તે પ્રમાદથી