Book Title: Agam Satik Part 04 Suygadanga Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 20
________________ ૧/૧૨/-/પ૩૯ થી ૧૪૨ ૨૫ સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૨ છે. તેથી પોતાના શાસ્ત્રમાં બતાવેલ સર્વ શૂન્યપણે યુક્તિ રહિત થશે. વળી, જન્મજરા-મરણાદિ ભેદો નહીં થાય અને જીવ અસ્તિત્વ, કર્તૃત્વ, કર્મત્વ [સિદ્ધ થશે તે કહે છે - ગાંધર્વનગર તુલ્ય પદાર્થો, સ્વપ્ન સમ માયા, ઝાકળના પાણી જેવા મૃગજળ ઇત્યાદિ બોલવાથી સ્પષ્ટતયા બૌદ્ધોનો મિશ્રીભાવ પ્રગટ થાય છે અથવા જુદા જુદા કમનો વિપાક માનવાથી તેઓનો વિસંવાદ સ્પષ્ટ થાય છે. જૈિનાચાર્યો કહે છે-] જો તમારો પક્ષ શૂન્ય છે, તો મારા પક્ષનો નિવારક કેમ થાય ? જો શૂન્ય નથી તેમ માનીશ, તો તે મારો પક્ષ જ થશે. આ રીતે બૌદ્ધો • x • નાસ્તિત્વ કહેવા જતા અસ્તિત્વ જ પ્રતિપાદિત કરે છે. સાંખ્યો પણ સર્વવ્યાપીતાથી અક્રિય આત્માને સ્વીકારે છે અને પ્રકૃતિના વિયોગથી મોક્ષના સદભાવને માનતા આત્માના બંધ અને મોક્ષને સ્વ વાણીથી સક્રિયત્વ સ્વીકારી સંમિશ્રીભાવ માને છે. કેમકે ક્રિયા સ્વીકાર્યા વિના બંધ મોક્ષ સાબિત ન થાય. • x • આ રીતે લોકાયતિકો સર્વ અભાવ માનીને, બૌદ્ધો ક્ષણિક અને શૂન્યવથી અને સાંખ્યો અક્રિય આત્મા માનવા છતાં બંધ-મોક્ષનો સભાવ માનીને સંમિશ્રીભાવ માને છે. અથવા બૌદ્ધાદિને કોઈ સ્યાદ્વાદિ પ્રશ્ન પૂછે તો • x • ઉત્તર દેવા અસમર્થ બને છે ત્યારે - x • x - મુંગાથી પણ મુંગો થઈ જાય છે. તે બતાવે છે - સ્યાદ્વાદીએ કહેલ સાધનનો અનુવાદ કરે તે અનુવાદી, તેથી ઉલટો અનનુવાદી, તે સદ્ હેતુથી વ્યાકુળ થઈ મૌન જ સ્વીકારે છે. બોલ્યા વિના પ્રતિપણાનું ખંડન ન કરી શકવાથી પોતાનો પક્ષ સ્થાપે છે કે આ અમારો પક્ષ છે, તેનો કોઈ પ્રતિપક્ષ નથી, અમારો અર્થ અવિરુદ્ધ-બાધારહિત છે - x • એ રીતે તેઓને દ્વિપક્ષ છે - X • વિરોધી વચન છે. આદિ જૈનાચાર્યે પૂર્વે કહ્યું છે. અથવા જૈનાચાર્ય કહે છે, અમારું દર્શન દ્વિપક્ષ છે - કર્મબંધ, નિર્જરા. [wwાદિ દdlaો વૃત્તિકા બતાવી છે, તે તજજ્ઞ પાસે સમજી લેવી, અહીં તેનો અનુવાદ કરેલ નથી.] હવે તેઓના દૂષણો જૈિનાચાર્યો] કહે છે– [૫૪] તે ચાવક, બુદ્ધ વગેરે અક્રિયાવાદી એમ કહે છે, તેથી સભાવ ન જાણનારા, મિથ્યાત્વ પટલી આવૃત આત્મા પરમાત્માને માનવા છતાં જુદાં જુદાં શાસ્ત્રોને પ્રરૂપે છે - જેમકે - પ્રાણીને દાનથી મહાભોગ, શીલથી સુગતિ, ભાવનાથી મોક્ષ અને તપથી બધું સિદ્ધ થાય છે. વળી પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ એ ચાર ભૂતો છે, તે સિવાય સુખ-દુ:ખ ભોગવનાર બીજો કોઈ આત્મા નથી, અથવા આ ચાર પણ વિચાર્યા વિના રમણીય કહ્યા છે, પણ ખરેખર નથી. જેમ સ્વત, ઇન્દ્રજાલ, મૃગજળ, બે ચંદ્ર આદિ આભાસ માત્ર છે, તેમ બધું આમરહિત ક્ષણિક છે, મુક્તિ શૂન્યરૂપ છે - X - ઇત્યાદિ વિવિધ શાસ્ત્રો માનનારા અક્રિયાવાદી છે. જૈિનાચાર્યો કહે છે-] પરમાર્થને ન જાણનારા, જે દર્શન ગ્રહણ કરીને ઘણાં મનુષ્યો અનંત સંસારમાં ભટકે છે તેમજ લોકાયતિકો સર્વ શૂન્ય છે, તેમ પ્રતિપાદિત કરે છે, તેમાં કોઈ પ્રમાણ નથી. કહ્યું છે - કુદી આવેલા તવો યુક્તિ અભાવે સિદ્ધ થતાં નથી, જો યુક્તિ છે તેમ કહેશો તો તે અમારું જૈિનોનું તત્વ છે, તે સિદ્ધ થાય તો સર્વે સત્ છે. તે પ્રત્યક્ષ અને એકલું પ્રમાણ નથી, પણ ભૂત-ભાવિની ભાવનાથી, પિતાના નિબંધનથી વ્યવહાર અસિદ્ધ થતાં સર્વ સંસારી વ્યવહારનો ઉચછેદ થશે. બૌદ્ધોને અત્યંત ક્ષણિકપણું માનવાળી વસ્તુનો અભાવ લાગુ પડે છે. જૈિનાચાર્યો કહે છે-] જે અર્થ ક્રિયા કરનાર તે જ પરમાર્થથી સતુ છે. ક્ષણ, ક્રમ વડે અર્થક્રિયાને કરતો નથી, ક્ષણિકવની હાનિ થાય છે, તેમ બંને સાથે કરે છે, તેવું બને નહીં, એક જ ક્ષણમાં સર્વ કાર્ય થાય નહીં. ઇત્યાદિ - ૪ - બૌદ્ધોએ કરેલ દાનથી મહાભોગ મળે, તે જૈનો પણ કંઈક સ્વીકારે જ છે. સ્વીકૃત વાત બાધા કરનાર ન થાય. (૫૪૧] વળી શૂન્યતા બતાવવા કહે છે - સર્વ શૂન્યવાદીઓ પણ અક્રિયાવાદી છે. પ્રત્યક્ષ ઉગતો દેખાતો સૂર્ય છે, તેનો નિષેધ કરે છે, તે બતાવે છે - બૌદ્ધ મત મુજબ તો સવજન પ્રતીત, જગમાં પ્રદીપ સમ દિવસાદિ કાળ વિભાગકારી સૂર્ય પણ સિદ્ધ ન થાય, તો તેનો ઉદય અને અસ્ત ક્યાંથી થાય ? - x • ચંદ્રમાંની • * વૃદ્ધિ હાનિ ન થાય, પર્વતમાંથી ઝરણાનું પાણી ઝરે નહીં, વાયુ વાય નહીં, ઇત્યાદિ. આ સંપૂર્ણ લોક અર્થશૂન્ય, નિશ્ચિત્ અભાવરૂપ શૂન્યવાદીના મત પ્રમાણે થાય. • x • હવે તેમના મતનું ખંડન કરે છે– [૫૪] જેમ કોઈ જન્માંધ કે પછી અંધ થયેલ, દીવાનો પ્રકાશ છતાં ઘટ-પટ આદિને જોતો નથી, તેમ તે અક્રિયાવાદીઓ ઘટ-પટ આદિ વિધમાન વસ્તુ, તેની ક્રિયા, હલચલ વગેરેને દેખતા નથી. કેમકે જ્ઞાનાવરણાદિ કર્મથી તેમની પ્રજ્ઞા-જ્ઞાન હણાયેલ છે, તેથી જ અંધકારને દૂર કરનાર, કમલવનને ખીલવનાર, સૂર્યને જોતા નથી. •x• ક્ષીણ થતો ચંદ્રમા - X- પછી વૃદ્ધિ પામતો સંપૂર્ણ થયેલો પ્રત્યક્ષ દેખાય છે. નદીઓ - x • વહેતી દેખાય છે, વાયુ વાતો સ્પર્શાય છે. જૈનાચાર્યો કહે છે- તમે આ બધાંને માયા, સ્વાનાદિ સમ કહો છો તે તમારું કથન જૂઠું છે. કેમકે બધાનો અભાવ માનો તો - x • તમારી માનેલી માયાનો પણ અભાવ થાય, * * તે સર્વે શૂન્ય માનતાં કહેનાર અને સાંભળનાર બંનેનો અભાવ થવાથી તમારી વ્યવસ્થા કેમ રહેશે ? તેમ રવપ્નને જાગ્રત અવસ્થામાં માનો છો, જાગૃત અવસ્થા અભાવે રવMાનો પણ અભાવ થાય - X - જાગૃત અવસ્થા માનતાં તમારા માનેલ સર્વશૂન્યતાની હાનિ થશે. સ્વપ્ન પણ અભાવરૂપ નથી, કેમકે સ્વપ્નમાં પૂર્વે અનુભવેલ દેખાય છે. ઇત્યાદિ - X • ઇન્દ્રજાળ પણ બીજું તેવું સત્ય હોય તો થાય છે. [ઇત્યાદિ અનેક દલીલ વૃત્તિમાં જણાવી છે, જે અમે નોધલ નથી. એ રીતે વિધમાન ક્રિયામાં નિરદ્ધ બુદ્ધિવાળા જ અક્રિયાવાદનો આશ્રય લઈ બેઠા છે, પણ અનિરુદ્ધ બુદ્ધિવાળા તો યથાવસ્થિત અર્થના જ્ઞાતા જ હોય છે. * * * * * • સૂગ-૫૪૩ થી ૫૪૬ : સંવત્સર, સ્વાનું લક્ષણ, નિમિત્ત દેહ ઉIE, ભૂમિકંપ આદિ તજી અષ્ટાંગ શાસ્ત્રોનું અધ્યયન કરી, લોકો ભાવિને જાણી લે છે...કોઈ નિમિતકનું જ્ઞાન સત્ય, કોઈનું વિપરીત હોય છે. વિધાભાવથી અજ્ઞાન ક્રિયાવાદી વિધ્ય ભાગમાં જ શ્રેય

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120