Book Title: Agam Satik Part 04 Suygadanga Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 28
________________ ૧/૧૩/-/૫૬૧ થી ૫૬૪ તથા જેનાથી જીવાદિ પદાર્થ સમજાય, તે જ્ઞાન ભણીને એમ માને કે હું જ પરમાર્થની ચિંતા કરનારો છું તથા બાર ભેદ ભિન્ન તપ વડે હું જ યુક્ત છું, મારા જેવો વિકૃષ્ટ તપોનિષ્ઠ બીજો કોઈ નથી એમ માનીને અભિમાન કરે અને બીજા સાધુ કે ગૃહસ્થ લોકને જળચંદ્ર માફક નકામા માને, ખોટા સિક્કા જેવા વેશધારી માત્ર માને એ રીતે બીજાનું અપમાન કરે, એ રીતે પોતાને ગુણી, બીજાને નિર્ગુણી માને. ૪૧ - સૂત્ર-૫૬૫ થી ૫૬૮ : ઉક્ત અહંકારી સાધુ એકાંત મોહવશ સંસારે ભમે છે, તે સર્વજ્ઞોત માર્ગથી બહાર છે. જે સન્માનાર્થે ઉત્કર્ષ દેખાડે છે, તે જ્ઞાનહીન અશુદ્ધ છે...જે બ્રાહ્મણ કે ક્ષત્રિય જાતિક છે, ઉપુત્ર કે લિચ્છવી હોય, તે દીા લઈ, પરદત્ત ભોજી થઈ, ગોત્ર મદ ન કરે...તેના જાતિ કે કુળ શરણ થતા નથી, સમ્યક્ સેવિત જ્ઞાનાચરણ સિવાય કોઈ રક્ષક નથી. દીક્ષા લઈને પણ જે ગૃહસ્થકમ સેતે છે, તે કર્મ વિમોચન માટે સમર્થ થતો નથી...નિષ્કિંચન અને સૂક્ષ્મજીવી ભિક્ષુ પણ જો પ્રશંસાકામી અને અહંકારી થાય, તો તે અશુદ્ધ, આજીવક પુનઃ પુનઃ વિષયસિ પામે છે. • વિવેચન-૫૬૫ થી ૫૬૮ ઃ [૫૬૫] જેમ કૂટ-પાશમાં બદ્ધ મૃગ પરવશ થઈને એકાંત દુઃખી થાય છે, તેમ ભાવ-પાશ સ્નેહમય બની એકાંતે સંસારચક્રમાં ભમે છે અથવા તેમાં પ્રકર્ષથી લીન બની, અનેક પ્રકારે સંસારમાં ભમે છે તથા શબ્દાદિ કામથી કે મોહથી મોહિત થઈ બહુ પીડાવાળા સંસારમાં ડૂબે છે. આવો મૂઢ સાધુ મુનિના મૌનપદ-સંયમમાં કે જિનેશ્વરના પ્રણીતમાર્ગમાં રહેતો નથી. હવે સર્વજ્ઞમત કહે છે - અર્થના અવિસંવાદની પાળે તે ગોત્ર, તેમાં સમસ્ત આગમ આધારભૂત મુનિપદમાં ન ટકે ગોત્રનો મદ કરનાર પણ સાધુધર્મમાં ન ટકે. વળી જે પૂજન-સત્કારને માટે પોતાનો ગર્વ કરે, તે લાભપૂજા-સત્કારાદિથી મદ કરતો, સર્વજ્ઞ પદમાં ન ટકે. તથા વસુ એટલે સંયમ પામીને તેમાં જ્ઞાનાદિ વડે મદ કરતો, પરમાર્થને ન જાણતો ફૂલાય છે, તે બધાં શાસ્ત્રોને ભણીને તેનો અર્થ જાણીને પણ પરમાર્થથી સર્વજ્ઞ મત જાણતો નથી. [૫૬૬] બધાં મદસ્થાનોની ઉત્પત્તિથી આરંભીને જાતિ મદ જે બાહ્ય નિમિતી નિરપેક્ષ છે, તે હવે બતાવે છે - જે જાતિથી બ્રાહ્મણ કે ક્ષત્રિય કે ઇક્ષ્વાકુ વંશાદિક હોય, તે ભેદ જ કહે છે - ઉગ્ર પુત્ર કે લેચ્છઈ - ક્ષત્રિય ભેદ વિશેષ છે, આવા ઉત્તમ કુલોત્પન્ન, સંસારના સ્વભાવને જાણીને જેણે રાજ્યાદિ ગૃહપાશ છોડીને દીક્ષા લીધી, પરદત્ત ભોજી હોય - સારી રીતે સંયમ પાળતો હોય, હરિવંશ જેવા ઉચ્ચ ગોત્રમાં ઉત્પન્ન થાય, તો પણ ગર્વ ન કરે. અભિમાન યોગ્ય - વિશિષ્ટજાતિ વડે સર્વલોકમાં માન્ય હોય તો પણ દીક્ષા લઈ, મસ્તકાદિ મુંડિત, ભિક્ષાર્થે પગૃહે જતા કઈ રીતે હાસ્યાસ્પદ ગર્વ કરે? અર્થાત્ આવું માન ન કરે. [૫૬] આવું માન કરવું તેને લાભ માટે નથી, તે કહે છે - તે લઘુ પ્રકૃતિ, અભિમાની સાધુ જાતિ કે કુલ મદ કરતો સંસારે ભમતા રક્ષણ આપતો નથી. જાત્યાદિ સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૨ અભિમાન આલોક-પરલોકમાં ગુણકારી નથી, અહીં માતાની જાતિ અને પિતાનું કુળ છે. ઉપલક્ષણથી બીજા મદસ્થાન પણ સંસારમાં રક્ષક નથી. જે સંસારથી તારવા સમર્થ છે, તે કહે છે - જ્ઞાન અને ચાસ્ત્રિ સિવાય ક્યાંય રક્ષણની આશા નથી, આ બંનેમાં સમ્યક્ દર્શન લેતાં સારી રીતે સંસારથી પાર પામે છે. - ૪ - આવા મોક્ષમાર્ગમાં દીક્ષા લઈને પણ કેટલાંક અપુષ્ટધર્મા સંસાર પ્રતિ જઈને ફરી-ફરીને ગૃહસ્થોચિત જાત્યાદિ મદસ્થાન, પાઠાંતરથી ગૃહસ્થકર્મ-સાવધારંભ જાતિમદાદિ કરે છે. આવા તે સર્વકર્મ છોડવા સમર્થ ન થાય, નિઃશેષકર્મ ક્ષયકારી ન થાય. દેશનિર્જરા તો બધાં જીવોને પ્રતિક્ષણ થાય છે. ૪૨ [૫૬૮] ફરી અભિમાન દોષ બતાવે છે - બાહ્ય રીતે નિષ્કિંચન, ભિક્ષણશીલ, પરદત્તભોજી, અંતપ્રાંત વાલ-ચણાદિ વડે પ્રાણધારણ કરતો રૂક્ષજીવી પણ જો કોઈ અહંકારી હોય છે, આત્મશ્લાધાભિલાષી હોય છે. આવો તે પરમાર્થ ન જાણતો પોતાના બાહ્યગુણોથી જીવતો ફરી ફરીને સંસારમાં જન્મ-જરા-મરણ-રોગ-શોકના દુઃખો પામે છે. તરવા પ્રવૃત્ત થવા છતાં તેમાં જ ડૂબે છે. એમ આચાર્યોએ બતાવેલ સમાધિ ન સેવનારને નુકસાન છે, હવે શિષ્યના ગુણો બતાવે છે– - સૂત્ર-૫૬૯ થી ૫૭૨ -- જે સુસાધુવાદી, ભાષાવાનું, પ્રતિભાવાત્, વિશારદ, આગાઢપજ્ઞ, સુભાવિતાત્મા બીજાને પોતાની પ્રજ્ઞાથી પરાભૂત કરે છે...આવા સાધુ સમાધિ પ્રાપ્ત નથી, જે પોતાની પ્રજ્ઞાનું અભિમાન કરે છે અથવા લાભના મદથી ઉન્મત્ત થઈ તે બાલપજ્ઞ બીજાની નિંદા કરે છે...તે સાધુ પંડિત અને સર્વશ્રેષ્ઠ છે, જે પ્રજ્ઞા-તપ-ગોત્ર-આજીવિકા મદ ન કરે...સુધીર ધર્મી, ધીર આ મંદોને છોડી, ફરી ન સર્વે. બધાં ગોત્રોથી દૂર તે મહર્ષિ સર્વોત્તમ મોક્ષ ગતિને પામે છે. • વિવેચન-૫૬૯ થી ૫૭૨ : [૫૬૯] ભાષા ગુણદોષજ્ઞતાથી શોભન ભાષાવાળો સાધુ તથા શોભન-હિતમિત-પ્રિય બોલનાર સુસાધુવાદી, ખીર-મધ જેવા વચન બોલે તથા ઔત્પાતિકી આદિ બુદ્ધિ ગુણયુક્ત - x - પ્રતિભાવાત્, પૂછતા તુરંત જવાબ આપનાર અથવા ધર્મકથા અવસરે જાણી લે કે આ પુરુષ-કોણ છે ? કયા દેવને નમે છે ? કયા મતને માને છે ? એવું પોતાની પ્રતિભાથી જાણી, યોગ્ય રીતે બોલે, તથા અર્થગ્રહણ સમર્થ કે ઘણાં પ્રકારે અર્થકથન શ્રમણ, શ્રોત્રા અભિપ્રાયજ્ઞ તથા પરમાર્થ સમજાવનારી બુદ્ધિવાળો તે આગાઢપજ્ઞ, સારી રીતે ધર્મવાસનાથી ભાવિત એવો સુભાવિત આત્મા; સત્યભાષાદિ ગુણોથી સુસાધુ થાય. આવો તે નિર્જરાના હેતુભૂત વડે પણ મદ કરે - જેમકે - હું જ ભાષાવિધિજ્ઞ તથા સાધુવાદી છું, મારા જેવો કોઈ પ્રતિભાવાન નથી. મારા જેવો કોઈ લોકોત્તર શાસ્ત્રાર્થ વિશારદ, અવગાઢપ્રજ્ઞ, સુભાવિત આત્મા નથી, એમ અભિમાનથી પોતાની બુદ્ધિથી બીજાને અવગણે, જેમકે - આવા મુર્ખા, દુઃખે સમજે તેવા, મૂઢનું શું કામ છે? અથવા કોઈ સભામાં ધર્મકથા સમયે વ્યાખ્યાન ન કરે. એમ અહંકારી થાય.

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120