Book Title: Agam Satik Part 04 Suygadanga Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
૧/૧૨/-/૫૪૩ થી ૫૪૬
ચોદરાજલોક કે પંચાસ્તિકાસાત્મક લોકમાં દ્રવ્યાસ્તિકાય નય મુજબ જે શાશ્વત વસ્તુ છે, તેને તેઓ બતાવે છે. અથવા આ પ્રાણિગણ લોક સંસારમાં જેમ જેમ કાયમ છે, તે બતાવે છે. તે આ રીતે - જેમ જેમ મિથ્યાદર્શનની વૃદ્ધિ થાય તેમ તેમ આ લોક કાયમ છે, આહારક વર્ઝને બધે જ કર્મબંધ સંભવે છે તથા મહા આરંભાદિ ચાર કારણોથી જીવ નકામુ બાંધે ત્યાં સુધી સંસારનો ઉચ્છેદ ન થાય અથવા જેમ જેમ રાગ-દ્વેષાદિ વૃદ્ધિ થાય તેમ તેમ સંસાર પણ કાયમ રહે છે, જેમ જેમ કર્મોપચય વધે તેમ તેમ સંસારની વૃદ્ધિ જાણવી, દુષ્ટ મન-વચન-કાયાની વૃદ્ધિથી સંસારવૃદ્ધિ જાણવી. આ પ્રમાણે સંસારની અભિવૃદ્ધિ જાણવી. સંસારમાં જન્મે તે પ્રજા એટલે પ્રાણી છે. હે માનવ! મનુષ્યો જ પ્રાયઃ ઉપદેશને યોગ્ય છે. - X -
હવે ટૂંકમાં જીવોના ભેદ બતાવી તેમનું ભ્રમણ કહે છે– • સૂત્ર-૫૪૭ થી ૫૫૦ :
જે રાક્ષસ, યમલૌકિક, સૂર, ગાંધર્વ, પૃથ્વી આદિ કાર્યો, આકાશગામી અને પૃથ્વી આશ્રિત પાણી છે, તેઓ પુનઃ પુનઃ સંસારમાં ભમે છે...જેને આપાગ સલિલ પ્રવાહ કહ્યો છે, તે ગહન સંસારને દુર્મોક્ષ જાણો. વિષય અને રુમમાં આરાત જીવો વારંવાર બંને લોકમાં ભમે છે...જ્ઞાની પાપકર્મોથી કર્મક્ષય કરી શકતા નથી. ધીર અકર્મથી કર્મક્ષય કરે છે. મેધાવી લોભથી દૂર રહે છે, સંતોષી પાપ નથી કરતા... તે સર્વજ્ઞ લોકના ભૂત-વર્તમાન-ભાતિના યથાર્થ જ્ઞાતા છે, તેઓ બીજાના નેતા છે, પણ સ્વયં નિયંતા, બુદ્ધ અને અંત કરનાર છે.
• વિવેરાન-૫૪૭ થી ૫૫૦ :
૨૯
[૫૪] અહીં રાક્ષસના ગ્રહણથી બધાં વ્યંતરો લેવા. તથા પરમાધામી આદિ સર્વે ભવનપતિ, સૌધર્માદિ વૈમાનિકો, સૂર્યાદિ જ્યોતિકો, વિધાધર કે વ્યંતર વિશેષ, પૃથ્વી આદિ છ કાયો લેવા. હવે બીજી રીતે જીવભેદ કહે છે - જે કોઈ આકાશગામી - ચતુર્નિકાય દેવો, વિધાધરો, પક્ષી, વાયુ તથા પૃથ્વી આશ્રિત - પૃથ્વી, પ્, તેઉ, વાયુ, વનસ્પતિ, બે-ત્રણ-ચાર-પાંચ ઇન્દ્રિયો તે બધાં પોતાના કર્મોથી પુનઃ પુનઃ અનેક પ્રકારે પરિભ્રમણ કરે છે.
[૫૪૮] આ સંસાર સાગરરૂપ છે તેમ તેને જાણનારા તીર્થંકર, ગણધર આદિએ કહ્યું છે તે સ્વયંભૂરમણ સમુદ્ર માફક અપાર છે, કોઈ સ્થલચર, જલચર તેને ઓળંગી શકતા નથી, તેવો આ સંસાર સાગર છે, સમ્યક્ દર્શન વિના તે ઓળંગી ન શકાય, તે કહે છે - ૮૪ લાખ યોનિ પ્રમાણ આ ભવગહન છે, જેમાં સંખ્યાતા, અસંખ્યાતા, અનંત સ્થિતિક જીવો દુઃખે કરી મુક્ત થાય છે. આસ્તિકોને પણ દુરુત્તર છે, તો નાસ્તિકોનું શું? વળી તે ભવગહન સંસારને વિશેષથી બતાવે છે–
આ સંસારમાં સાવધ કર્મ કરનારા, કુમાર્ગમાં પડેલા, ખોટો મત પકડેલા, વિષયોમાં પ્રધાન સ્ત્રીમાં આસક્ત અથવા વિષયો અને સ્ત્રીમાં આસક્ત સર્વત્ર સત્ અનુષ્ઠાનમાં સીદાય છે. તે વિષય અને સ્ત્રીરૂપ કાદવમાં ફસેલા આકાશ કે પૃથ્વી અથવા સ્થાવર કે જંગમ લોકમાં ભટકે છે. અથવા માત્ર વેશથી પ્રવ્રજ્યા પણ
સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૨
અવિરતિ જીવનથી કે રાગદ્વેષથી ચૌદ રાજલોકમાં સ્વકૃત કર્મથી ભટકે છે.
[૫૪૯] તે વાદીઓ અસત્ મતને આશ્રિત, મિથ્યાત્વાદિ દોષથી હારેલા, સાવધનિસ્વધ ભેદથી અજ્ઞાન છતાં કર્મક્ષય માટે ઉધત થઈ વિવેકહીનતાથી સાવધ કર્મ કરે છે. સાવધ કર્મથી પાપનો ક્ષય ન થાય. અજ્ઞાનપણાથી તેઓ બાળક જેવા છે, હવે કર્મ કેમ ખપે ? તે કહે છે. આશ્રવ નિરોધ વડે અંતે શૈલેશી અવસ્થામાં કર્મ ખપે છે. મહાસત્વા વૈધ રોગ મટાડે તેમ તે કર્મ હણે છે. બુદ્ધિવાળા તે મેધાવી - હિતની પ્રાપ્તિ અને અહિતનો ત્યાગ દ્વારા પરિગ્રહને છોડીને વીતરાગ માફક સંતોષથી અવીતરાગ હોવા છતાં અથવા લોભ છોડવાથી સંતોષી એવા તે સાધુઓ પાપકર્મ ન કરે. પાઠાંતર મુજબ લોભ અને ભય અથવા લોભથી થતાં ભયને છોડીને સંતોષી બનેલા છે. આ રીતે લોભાતીત પણાથી પ્રતિષેધનો અંશ બતાવ્યો. સંતોષથી વિધિનો
અંશ બતાવ્યો. અથવા લોભાતીતથી સમસ્ત લોભનો અભાવ અને સંતોષીથી અવીતરાગત્વ છતાં ઉત્કટ લોભનો અભાવ દર્શાવી બીજા કષાય કરતા લોભની પ્રધાનતા બતાવી. લોભ છોડે તે પાપ ન જ કરે.
[૫૫૦] જેઓ લોભને છોડે છે, તે કેવા થાય? તે કહે છે - તે વીતરાગ કે અલ્પકષાયી થઈ પંચાસ્તિકાયાત્મક પ્રાણિલોકના પૂર્વજન્મે આચરિત, વર્તમાનમાં થતા કે ભવાંતરભાવિ સુખ-દુઃખોને જેવા હોય તેવા જાણે છે. વિભંગજ્ઞાનીની જેમ વિપરીત જોતા નથી. આગમમાં કહ્યું છે કે
હે ભગવન્ ! માથી મિથ્યાર્દષ્ટિ અણગાર રાજગૃહીમાં રહી વાણારસીના રૂપો જાણે, દેખે ? વિભંગજ્ઞાની હોવાથી તે દેખે પણ ફેરફારવાળું દેખે, ઇત્યાદિ. ભૂતભાવિ-વર્તમાનને જાણતાં કેવલી કે ચૌદ પૂર્વધર સંસારમાં રહેલા બીજા ભવ્યજીવોને મોક્ષ પ્રતિ લઈ જતા ઉપદેશ દેનાર છે, તેઓ સ્વયંબુદ્ધ હોવાથી બીજા દ્વારા દોવતા નથી - ૪ - તેથી અનન્ય નેતા છે. હિતાહિતના પ્રાપ્તિ-પરિહારમાં તેના કોઈ નેતા નથી. તેઓ તીર્થંકર, ગણધરાદિ બુદ્ધ છે. તેઓ ભવનો અથવા સંસાર ઉપાદાન ભૂત કર્મનો અંત કરનારા છે.
30
જ્યાં સુધી ભવનો અંત ન કરે ત્યાં સુધી પાપ ન કરે તે બતાવે છે– • સૂત્ર-૫૫૧ થી ૫૫૪ ઃ
જીવની હિંસાની જુગુપ્સા કરનારા તે હિંસા કરતા - કરાવતા નથી. તે ધીર સદા સંયમ પ્રતિ ઝુકેલા રહે છે, પણ કેટલાંક માત્ર વાણીથી વીર હોય છે...તે બાલ કે વૃદ્ધ બધાંને આત્મવત્ જુએ છે, આ મહાન લોકની ઉપેક્ષા કરી તે બુદ્ધ અપ્રમત્તોમાં પરિવજન કરે..જે સ્વયં કે બીજા પાસે જાણીને ધર્મ કહે છે, તે સ્વરૂપરની રક્ષા કરવા સમર્થ છે, તે જ્યોતિભૂતની પાસે સદા રહેવું જોઈએ...જે આત્માને, ગતિને, આગતિને, શાશ્ર્વતને, અશાશ્વતને, જન્મને, મરણને, ચ્યવનને અને ઉપપાતને જાણે છે....
• વિવેચન-૫૫૧ થી ૫૫૪ ઃ
[૫૫૧] પ્રત્યક્ષ કે પરોક્ષજ્ઞાની, તત્વને જાણનારા સાવધ અનુષ્ઠાનને જીવહત્યાના