________________
ઉપોદ્ઘાત નિ ૯૮,૯૯
૯૮
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧
• નિયુક્તિ -૯૮,૯-વિવેચન :
ઘણુંએ શ્રુત ભણ્યો હોય, પણ આંધળાને જેમ લાખો દીવા નકામા છે, તેમાં તેને ક્રિયા કર્યા વિના જ્ઞાન નકામું છે. તથા થોડું ભણ્યો હોય તો પણ ચરણયુક્તને કામનું છે, કેમકે દેખતાને એક દીવો પણ ઉપયોગી થાય છે. પ્રશ્ન જો આમ હોય તો ચરણહીન પુરુષને જ્ઞાન સંપદા સુગતિના ફલની અપેક્ષાથી નિરર્થક છે ? અમે તેમ ઈચ્છીએ છીએ કે –
• નિયુક્તિ-૧૦૦-વિવેચન :
જેમ ગધેડો ચંદનનો ભાર ઉપાડે તો ચંદનની શીતળતા ન પામે, તેમ ચા»િાહીન જ્ઞાની, જ્ઞાનનો ભાગી થાય પણ સુગતિનો ભાગી ન થાય. હવે શિષ્યને આ વયના સાંભળી એકાંતે જ્ઞાનમાં અનાદર ન થાઓ અને જ્ઞાનરહિત શુન્ય ક્રિયામાં પપાત ન થાઓ, તેથી બંને પણ એકલાં હોય તો ઈટ ફલ સાધક ન થાય તે કહે છે -
• નિયુક્તિ -૧૦૧ -
mતો એવો પાંગળો, દોડતો એવો આંધળો બંને મળી માં, તેમ કિયારહિત જ્ઞાન અને જ્ઞાન વગરની ક્રિયા બંને નકામા છે.
• વિવેચન-૧૦૧ -
એક મહાનગરમાં આગ લાગી, તેમાં બે અનાથ હતા. એક આંધળો, બીજો પાંગળો, નગરમાં માણસોને આગમાં બળી મરવાના ભયે, ભાગતા જોયા. પાંગળો પણ વિના દોડી ન શક્યો, જાણવા-દેખવા છતાં માર્ગમાં અગ્નિ આવતા બળી મર્યો. આંધળો દોડવા ગયો, દોડવાના નિર્ભય માર્ગને ન જાણવાથી શીઘ અગ્નિ માર્ગમાં પડીને મરણ પામ્યો. આ દૃષ્ટાંતનો ઉપનય એ છે કે – જ્ઞાની ક્રિયા હિત હોય તે કર્મ અગ્નિથી બચાવવાને અસમર્થ છે. બીજો જ્ઞાન વિના અસમર્થ છે. તેથી - સન્ક્રિયા યોગના શૂન્યપણાથી નગર દાહમાં પંગુ લોચનરૂપ વિજ્ઞાનવાળો હોય તો પણ વિશિષ્ટ ફળ સાધક ન બની શકે, તે જ પ્રમાણે સંજ્ઞાનસંરંકરહિતપણાથી નગર દાહે આંધળાની દોડવાની ક્રિયા માકક માત્ર ક્રિયાનું ફળ ન મળે.
[પ્રશ્ન] આ રીતે જ્ઞાન અને ક્રિયા સાથે મળીને પણ નિવણસાધક સામર્થ્યવાળા ન બની શકે, કેમકે બંનેમાં મોક્ષનો અભાવ છે. રેતીના તેલની માફક આ અનિટ છે. [સમાધાન સમુદાય સામર્થ્ય પ્રત્યક્ષ સિદ્ધ છે. કેમકે જ્ઞાન-ક્રિયા ભેગા મળવાથી સાદડી આદિ કાર્યસિદ્ધિ દેખાય જ છે. તેથી રેતીના તેલની માફક પ્રત્યક્ષ વાત ઉડાવી શકાય નહીં. - x • માટે તમારો પ્રશ્ન નકામો છે. જૈન મતમાં એકાંતથી સર્વથા જ્ઞાન કે ચારિત્રમાં સાધનપણું નથી, એવું ઈચ્છતા નથી. દરેકમાં કોઈ અંશે તો ઉપકારીપણું છે, તે અમે સ્વીકારીએ છીએ. તેથી જ કહે છે કે –
• નિયુક્તિ-૧૦૨
જેમ આંધળો અને પાંગળો મળીને સંયુક્ત પોતાના નગરમાં પ્રવેશ્યા, તેમ જ્ઞાન અને ક્રિયાના સંયોગથી મોક્ષરૂષ ફળ મળે છે. પરંતુ એક ચક્રથી રથ
ચાલતો નથી.
• વિવેચન-૧૦૨ :
તે બંને ભેગાં મળે તો ઈષ્ટફળ સાધક થાય, પણ એકલું હોય તો બીજાની અપેક્ષાવાળું હોવાથી અસાધક છે. તેથી બંને એકલાં અસાધક છે એટલે સંયોગ સિદ્ધિથી ફળ મેળવે છે. જેમ એક ચક્રથી રથ ન દોડે. • x • તેનું દષ્ટાંત કહે છે - એક અરણ્યમાં રાજભયથી નગરથી આવીને લોકો રહ્યા. ચોરોના ભયથી પોતાનાં વાહન રાયચીલું છોડી જીવ લઈને ભાગ્યા. ત્યાં આંધળો અને પાંગળો બે અનાથ હતા, તે રહી ગયા.
ચોરો પાછા ગયા, ત્યાં દાવાનળથી આગ લાગી. બંને કર્યા. અંધ કચ્છો છૂટો મૂકી દોડવા લાગ્યો. પંગુએ કહ્યું - અંધ ! તું ત્યાં ન જા, અગ્નિ છે. અંધે પૂછ્યું – તો ક્યાં જઉં ? તેણે કહ્યું – હું પણ અતિ દૂરનો માર્ગ બતાવવા અસમર્થ છું. મને ખંભે બેસાડ, જેથી હું તને અગ્નિ આદિ અપાયોથી બચાવી સુખેથી નગરે પહોંચાડું. અંધે તે વાત સ્વીકારી, બંને ક્ષેમ કુશળ નગરે પહોંચ્યા. એ રીતે જ્ઞાનક્રિયા બંને મળવાથી મોક્ષ થાય.
પ્રયોગ આ પ્રમાણે - વિશિષ્ટ કારણ સંયોગ અભિલક્ષિત કાર્યના સાધક છે. સમ્યકૃક્રિયા ઉપલબ્ધિ હોય તો, અંધ પંકુના મળવાથી જેમ નગરે પહોંચ્યો. પણ સમ્મક્રિયા ઉપલબ્ધિ ન હોય તો અભિલષિત ફળ સાધક ન થાય. જેમ ઈષ્ટ ગમન ક્રિયાથી વિકલ એવો એક ચક્રનો રથ ઈચ્છિત સ્થાને ન પહોંચે.
(પ્ર) જ્ઞાન-ક્રિયાના સહકારીપણે કયા પ્રકારે કેવો ઉપકાર થાય ? પાલખી ઉપાડનાર માફક એક સમાન કે ભિન્ન સ્વભાવપણે ગમન ક્રિયામાં આંખ અને પગના સમૂહની માફક છે ? ભિન્ન સ્વભાવપણે –
• નિયુક્તિ -૧03 -
પ્રકાશક જ્ઞાન, શોધક તપ, ગુપ્તિકર સંયમ એ ત્રણેનો સમાયોગ થતાં જિનશાસનમાં મોક્ષ કહેલો છે.
• વિવેચન-૧૦૩ -
કચરાથી ભરેલ મોટું ઘર સાફ કરવા પ્રદીપ લીધેલા પુરુષના વ્યાપાર જેવું છે. અહીં જીવરૂપ ઘરમાં કમરૂપ કચરો ભરેલો છે. તે શોધવા આલંબનરૂપ જ્ઞાનાદિનો સ્વભાવ ભેદ વડે વ્યાપાર જાણવો. તેમાં –
જે જણાય તે જ્ઞાન. તે પ્રકાશે છે માટે પ્રકાશક. તે જ્ઞાન પ્રકાશ કરવા રૂપે ઉપકારક છે. જેમ અંધકારમાં દીવો પ્રકાશથી ઉપકાર કરે, તેમ જ્ઞાનનો સ્વભાવ પ્રકાશકર છે. ક્રિયા તો તપ-સંયમપણાથી આ રીતે ઉપકાર કરે છે - જે શોધે તે શોધક. અનેક ભવમાં મેળવેલ આઠ કર્મોને તપાવે તે તપ છે, તે જ શોધક હોવાથી ઉપકારક છે, કેમકે તે તેનો સ્વભાવ છે. કચરો કાઢવા રાખેલા મજૂર માફક તપ કચરો કાઢે છે. સંયમન તે સંયમ. તે જ આશ્રયદ્વાને શેકવારૂપ છે 4 શબ્દ જ્ઞાનાદિ મોક્ષફળની સિદ્ધિમાં ભિન્ન ઉપકાર કરનારા છે, તેમ બતાવે છે.