________________
નં. ૬/૨
નિ - ૧૬૨૧,૧૬૨૨
૨૨૩
અહીં આ અંગીકાર કરવા યોગ્ય છે. સમ્યગ્રજ્ઞાનમાં વર્તમાન ફળના અવિસંવાદના દર્શનથી, તથા -x• પરલોક સંબંધી ફળની પ્રાપ્તિના અર્થી વડે જ જ્ઞાનમાં જ પ્રયત્ન કરવો. આગમ પણ એ રીતે જ કહેલા વ્યવસ્થિત છે. કેમકે કહ્યું છે કે –
પહેલું જ્ઞાન પછી દયા એ પ્રમાણે બધાં જ સંતોએ રહેવું. અજ્ઞાની શું કરશે, કઈ રીતે જાણશે કે પુત્ય શું અને પાપ શું છે ?
અહીં આ પ્રમાણે જ અંગીકાર કરવું જોઈએ - જે કારણે તીર્થકર ગણધરો વડે ગીતાર્થોનો કેવલનો વિહારક્રિયા પણ નિષેધ છે.
ગીતાર્થોનો અને ગીતામિશ્રનો વિહાર કહેલો જાણવો. આ સિવાય ત્રીજો કોઈ વિહાર જિનવરે અનુજ્ઞાત કરેલ નથી. અર્થાત્ એક ધો બીજી સંઘને લઈ જઈને સમ્યક્ માર્ગને પામતો નથી.
અહીં સુધી ક્ષાયોપથમિક જ્ઞાનને આશ્રીને કહ્યું છે. ક્ષાયિક પણ વિશિષ્ટ ફળ સાધકવ હોવાથી અંગીકાર કરવું, તેને પણ જાણવું. કેમકે અરહંતો પણ ભવાંભોધિના કિનારે રહીને, દીક્ષા અંગીકાર કરીને, ઉત્કૃષ્ટ તપ અને ચારિત્ર્યવાનું હોવા છતાં ત્યાં સધી મોક્ષની પ્રાપ્તિ કરતાં નથી, જ્યાં સુધી તેઓ જીવ આદિ સર્વ વસ્તુના પરિચછેદ રૂપ કેવળ જ્ઞાનને ઉત્પન્ન કરતાં નથી.
ઉકત કારણથી જ્ઞાન જ પ્રધાન એવું આલોક અને પરલોક સંબંધી ફલ પ્રાતિના કારણરૂપ છે.
આવો ઉપદેશ જે આપે છે તે જ્ઞાન નય. આ પ્રમાણે ઉકત ન્યાયથી જે ઉપદશે જ્ઞાનના પ્રાધાન્યને જણાવે છે, તે નયને જ્ઞાનનય નામે ઓળખવામાં આવે છે.
આ નામાદિમાં છ ભેદે પ્રત્યાખ્યાનમાં જ્ઞાનરૂપ જ પ્રત્યાખ્યાનને ઈચ્છે છે. જ્ઞાનાત્મકવથી આમ કહ્યું. કિયારૂપનો તેના કાર્યપણે છે, તેથી તેને અહીં ઈચ્છતા નથી. આ ગાથાર્ય છે.
જ્ઞાનનય કહ્યો હવે ક્રિયાનયનો અવસર છે –
તેનું દર્શન આ પ્રમાણે છે – ક્રિયા જ પ્રધાનપણે આલોક અને પરલોકના ફળની પ્રાપ્તિનું કારણ છે. તથા આ પણ ઉક્ત લક્ષણમાં સ્વપક્ષની સિદ્ધિને માટે ગાથા કહે છે, તેની વ્યાખ્યા -
આ ક્રિયાનય દર્શન અનુસાર - હેય અને ઉપાદેયને જાણીને આલોક કે પરલોકના ફળની પ્રાપ્તિને માટે પ્રયત્ન કરવો જોઈએ. જેના વિના પ્રવૃત્તિ આદિ લક્ષણ પ્રયન સિવાય જ્ઞાનવાળો પણ અભિલક્ષિત અભિની પ્રાપ્તિ કરી શકતો નથી. બીજા પણ કહે છે કે -
કિયા જ મનુષ્યને ફળદાયી છે, જ્ઞાન ફળદાતા માનેલ નથી. તેથી સ્ત્રી અને ભક્ષ્યના ભોગાને પણ માત્ર જ્ઞાનથી તે સુખ મળતું નથી.
આલોકના ફળની પ્રાપ્તિને માટે પણ ક્રિયા જ કરવી જોઈએ. તથા જિનેન્દ્રના વચનોમાં પણ કહેલ છે કે – “ચૈત્ય, કુલ, ગણ, સંઘમાં, આચાર્યની, પ્રવચનની, શ્રતની સેવામાં તે બધાંએ તપ અને સંયમમાં ઉધત કરેલ છે. આ પણ જાણવું જોઈએ
૨૨૪
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ કે - તીર્ષકરાદિને પણ ક્રિયારહિત જ્ઞાન, વિફળ જ કહેલ છે, ઘણું બધું અધિક શ્રુત પણ ચારિત્ર રહિતોને શા કામનું? જેમ અંધને કરોડો દીવડી પણ શા કામના ?
આ પ્રમાણે ક્ષાયોપથમિક ચા»િને આશ્રીને કહ્યું. ક્ષાયિક માટે પણ કિયા જ પ્રકૃષ્ટ ફળ સાધવ કહી છે, તેમ જાણ. કેમકે અરહંત ભગવંતો કેવળજ્ઞાન ઉત્પન્ન થયા પછી મુક્તિ ન પામે ત્યાં સુધી, બધાં કર્મ ઇંધણના અગ્નિરૂપ માત્ર પાંચ
સ્વાાર જેટલો કાળ રહે ત્યાં સુધી સર્વ સંવરરૂપ ચાત્રિ ક્રિયા છોડતા નથી. તેથી ક્રિયા જ પ્રધાન છે. ઈત્યાદિ - x -
આ રીતે ક્રિયાની પ્રધાનતા દર્શાવતો નય તે ક્રિયાનય કહો.
આ નામાદિ છ પ્રકારના પ્રત્યાખ્યાનમાં ક્રિયારૂપ જ પ્રત્યાખ્યાનને ઈચ્છે છે. જ્ઞાન પણ છે અને ઉપાદીયમાનવથી આપઘાનપણે જ છે.
આ પ્રમાણે જ્ઞાનનય અને ક્રિયાનય બંનેનું સ્વરૂપ સાંભળીને - જાણીને શિષ્યને શંકા થઈ કે - આમાં તવ શું છે ?
આચાર્ય કહે છે – જ્ઞાન અને ક્રિયા બંને નયો જાણીને સ્થિત પક્ષને જણાવવાને માટે જણાવે કે - નયોમાં તો ભેદોને આશ્રીને ઘણી વક્તવ્યતા છે. • * * * * સર્વ નય સંમત વયન સ્વીકારે જે ચાગુિણમાં રહેલ સાધુ બધાં નયો એવા ભાવનિકોપને જ ઈચ્છે છે.
અધ્યયન-૬-“પ્રત્યાખ્યાન”નો મુનિ દીપરત્નસાગરે કરેલ સટીક અનુવાદ પૂર્ણ
-X - X - X - X - આવશ્યકસૂત્ર સટીક અનુવાદ પૂર્ણ
- X - X - X - X - Q ભાગ-૩૪-મો સમાપ્ત