Book Title: Agam 40 Avashyaka Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 510
________________ • ૬/૯૨ નિ - ૧૬૧૯ ૨૨૧ ૨૨૨ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ કોઈ દિવસે સાગરપોલ સાર્થવાહ ત્યાં ગયો. તેને જોઈને ઉપાયો વડે પરિજનને પૂછે છે કે – આ કોણ છે ? કોઈ અનાથ અહીં આવી ગયેલ છે. સાગરપાત સમજી ગયો કે – એ તે દામન્નક જ છે. તેને એક પત્ર આપીને ઘેર પહોંચાડવાનું કહી તેને વિદાય આપી. દામક રાજગૃહની બહાર દેવકુળના પરિસરમાં સુતો હતો. સાગપોતની પુત્રી વિષા નામની કન્યા ત્યાં આવેલી, પૂજા કરવા માટે પરિસરમાં પહોંચી ત્યારે દામકને જોયો. ત્યારે દામક પાસે તેના પિતાએ લખેલો પાક જોયો. જોઈને વાંચે છે – આ બાળકને નીચે તામક્ષિત પીવડાવીને ‘વિષ’ આપવું. કન્યાએ તે પત્ર વાંચીને ‘ષિ’ને બદલે ‘વિષા’ કરી દીધું. પણ દામHકની પાસે રાખી દીદો, દામન્નક તે લઈને નગરમાં ગયો. પત્ર વાંચીને સ્વજનોએ વિષાને દામHક સાથે પરણાવી દીધી. સાગપોત પોતાને ઘેર પાછો ફર્યો. તે સમયે સાગરપુત્રનું મરણ સાંભળીને સાગરપોત સાર્યવાહનું હદય ફાટી ગયું. તે ત્યાં જ મૃત્યુ પામ્યો. રાજાએ દામHકને ઘરનો સ્વામી બનાવ્યો. તે ભોગસમૃદ્ધિ પામ્યો. કોઈ દિવસે પર્વના દિવસે માંગલિકોએ તેની આગળ કહ્યું- શ્રેણીથી આપતિત થવા છતાં અનર્થો તેને બહુગુણને માટે થાય છે. સુખદુ:ખ જેને કફપુટક છે, તે કૃતાંત પક્ષનું વહન કરે છે. આ સાંભળીને માંગલિકોને લાખ મુદ્રા દામન્નકે આપી. આ પ્રમાણે ત્રણ વખત ત્રણ લાખ મુદ્રા આપી. રાજાએ તે વાત સાંભળી, દામHકને બોલાવીને પૂછયું કે તેં આ ત્રણ લાખ મુદ્રા માંગલિકોને કેમ આપી. દામન્નકે બધો જ વૃતાંત રાજાને કહી દીધો. રાજાએ ખુશ થઈને તેને શ્રેષ્ઠી તરીકે સ્થાપ્યો. દામન્નક છેલ્લે બોધિલાભ પણ પામ્યો. ફરી ધમનિષ્ઠાન આચરીને દેવલોકમાં ગયો. આ પ્રમાણે પરલોકમાં પ્રત્યાખ્યાન ફળ કહેલ છે. અથવા શુદ્ધ પ્રત્યાખ્યાન વડે દેવલોકમાં ગમન થાય છે. પછી બોધિ લાભની પણ પ્રાપ્તિ થાય છે, સુકલમાં જન્મ પણ પામે છે. સુખની પશ્વરને પામે છે, સિદ્ધિગતિમાં ગમન કરે છે. કોઈક વળી તે જ ભવમાં સિદ્ધિગતિને પામે છે. હવે પ્રધાન ફળ દશવીને ઉપસંહાર કરતાં કહે છે – • નિર્યુક્તિ-૧૬૨૦ + વિવેચન : આ પચ્ચકખાણને જિનવરે કહેલા ભાવથી સેવીને અનંત જીવો શાશ્વતસુખ લઈને મોક્ષને પામ્યા. - આ ગાથાર્થ કહ્યો, હવે વ્યાખ્યા - આ અનંતરોક્ત પ્રત્યાખ્યાનને સેવીને [કઈ રીતે સેવીને ?] ભાવથી - અંત:કરણથી કેવા ભાવ ?] જિનવરોપદ્દિષ્ટ-તીર્થકર ભગવંતે કહેલા, અનંતા જીવો શાશ્વત સુખવાળા મોક્ષને શીઘ પામ્યા. શંકા - આ ફલ ગુણ નિરૂપણામાં “પચ્ચકખાણ કર્યે છતે” ઈત્યાદિ વડે દશવિલ છે, ફરી શા માટે દર્શાવો છો ? સમાધાન - તેમાં વસ્તુતઃ પ્રત્યાખ્યાન સ્વરૂપ દ્વારથી કહેલ છે. અહીં તે લોક નીતિથી કહેલ છે. તેથી કોઈ દોષ નથી. અથવા એ જ દ્વાી અવતારીને સ્વરૂપ કથનથી જ પ્રવૃત્તિના હેતુત્વથી ત્યાં કહ્યું, તેમાં કોઈ અપરાધ નથી. અનુગમ કહ્યો. હવે તો કહે છે. નયો સાત છે – નૈગમ, સંગ્રહ, વ્યવહાર, મજુત્ર, શબ્દ, સમભિરૂઢ અને એdભૂત ભેદથી. સામાન્યથી તે સાત છે. આ નયોનું સ્વરૂપ પૂર્વે સામાયિક અધ્યયનમાં પ્રદર્શિત કરેલ જ છે, તેથી હવે અહીં તેનો વિસ્તાર કરતા નથી. જો કે સ્થાનથી ખાલી ન રાખવા પૂરતું જ આ સાતે નયોને બદલે જ્ઞાન અને ક્રિયાંતર ભાવ દ્વારથી સંaોપથી કહીએ છીએ - આ નયોના સંક્ષેપથી બે ભેદો કહ્યા - જ્ઞાનનય અને ક્રિયાનય. (૧) જ્ઞાનનય - તેનું દર્શન આ પ્રમાણે છે – “જ્ઞાન જ મુખ્યત્વે આ લોક અને પરલોક સંબંધી ફળપ્રાપ્તિનું કારણ છે. યુકિાયુક્ત પણાથી નિયુક્તિકાર બતાવે છે – • નિર્યુક્તિ-૧૬૨૧,૧૬૨૨ + વિવેચન : ગૃહિતવ્ય (ઉપાદેય અને અગૃહિતવ્ય [હેર્યો તેને અર્થથી જાણીને તે વિષયમાં પ્રયત્ન કરવાનો ઉપદેશ તે નય. બધાં નયોની બહુ વક્તવ્યતા સાંભળીને, તે સર્વે નયશુદ્ધ જે ચારિત્ર ગુણ સ્થિત સાધુ આદરે.. હવે ઉક્ત બંને ગાવાની વ્યાખ્યા કહે છે – જાણીને - સમ્યક બોધ પામીને, ગ્રહીતવ્ય - ઉપાદેય અને અગ્રણીતવ્ય - હેય. ‘' શબ્દ ઉભય ઉપાદેય અને હેય જ્ઞાતત્વના અનુકર્ષણ અર્થમાં છે અથવા ઉપેક્ષણીય સમુચ્ચયાર્થે છે. જીવ કાર અવધારણ અર્થમાં છે, તે જ વ્યવહિત પ્રયોગ જાણવો. જ્ઞાત જ ઉપાદેયમાં, હેયમાં, ઉપેક્ષણીયમાં જાણવો પણ તેને અજ્ઞાતમાં ન જાણવો. મથક - આલોક અને પરલોક સંબંધી ફળ. તેમાં આલોકમાં ઉપાદેયપણે તે માળા, ચંદન, સ્ત્રી આદિ. હેયમાં ફળ તે વિષ, શસ્ત્ર કંટકાદિ, ઉપેક્ષણીય તે તૃણ આદિ. પ-લોક સંબંધ ફળ ને સમ્યગદર્શનાદિ ઉપાદેય છે, મિથ્યાત્વ આદિ હેય છે. અને વિપક્ષનો અભ્યદયાદિ ઉપેક્ષણીય છે. તે જ અર્થમાં પ્રયત્ન કરવો એટલે આલોક અને પરલોક સંબંધી ફળની પ્રાપ્તિને માટે સવ વડે [જીવોએ પ્રયત્ન કરવો. પ્રવૃત્તિ આદિ લક્ષણરૂપ પ્રયન કમ્પો જોઈએ.

Loading...

Page Navigation
1 ... 508 509 510 511 512