Book Title: Agam 40 Avashyaka Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 494
________________ - ૬૮૦ નિ - ૧૫૫૬ થી ૧૫૬૧ ૧૮૯ ૧૯૦ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ પેય આદિ પરિપાટીથી પ્રદાન. આ દેશાદિથી સમન્વિત. આના વડે વિપક્ષનો વિચ્છેદ જાણવો. પ્રધાન ભક્તિ વડે, આના વડે ફળ પ્રાપ્તિમાં ભક્તિકૃત અતિશય કહેલ છે. તે આત્માનુગ્રહ બુદ્ધિથી આપે પણ સાધુને અનુગ્રહની બુદ્ધિથી નહીં. અહીં આ સામાચારી છે - શ્રાવકે પૈષધ પારીને નિયમથી સાધને દાન દીધા વિના ન પારવો. જોઈએ. અન્યદા ફરી અનિયમ થાય અથવા દાન દઈને પારે કે પારીને દાન આપે છે. કઈ રીતે? જો દેશ-કાળ હોય તો પોતાના શરીરની વિભૂષા કરીને સાધુની વસતિમાં જઈને નિમંત્રણા કરે કે ભિક્ષાને ગ્રહણ કરો. ત્યારે સાધુએ શું કરવું ? કોઈ પગલાં, કોઈ મુખાનંતક, કોઈ પાત્રાનું પડિલેહણ કરે. જેથી અંતરાય દોષ ન થાય અને સ્થાપના દોષ પણ ન લાગે. શ્રાવક જે પહેલી પરિસિમાં નિમંત્રણ કરે તો જો નમસ્કાર સહિત નિવકારશી] હોય તો ત્યારે ગ્રહણ કરે, ન હોય તો ન ગ્રહણ કરે, જો ધન લાગે તો ગ્રહણ કરીને રાખી મૂકે. જો ઉગ્વાડા પોરિસિમાં પારણાવાળો કે બીજી પારે છે, તો તેને આપી દે, પછી તે શ્રાવકની સાથે જાય, સંઘાટક જાય પણ એકલો ન જાય. સાધુ આગળ અને શ્રાવક પાછળ ચાલે. ઘેર જઈને શ્રાવક આસના આપી નિમંત્રણા કરે. જો સાધુ બેસે તો ઘણું સુંદર, ન બેસે તો પણ વિનય પ્રયુકત થાય. પછી સ્વયં ભોજન કે પાન આપે છે અથવા પોતે વાસણ પકડે અને તેની પત્ની વહોરાવે. અથવા સાધુને અપાય ત્યાં સુધી સ્થિર ઉભો રહે સાધુ પણ વાસણમાં દ્રવ્ય બાકી રહે, તે રીતે ગ્રહણ કરે જેથી પશ્ચાત્ કર્મદોષ ન લાગે. શ્રાવક વહોરાવી, વંદન કરી, સાધુને વિદાય આપે. વિદાય આપતા તેની પાછળ જાય. પછી પોતે ભોજન કરે. કદાચ જો શ્રાવકને ન અપાય, તો શ્રાવકોને જમાડે. વળી જો સાધુ ન હોય તો દેશ-કાળ-વેળામાં દિશાલોક કરવો જોઈએ. વિશુદ્ધ ભાવથી વિચારે કે – જો સાધુ આવશે તો મારો વિસ્તાર થશે. આ શિક્ષાપદવત પણ અતિચારહિત પાળવું જોઈએ. તેથી કહે છે કે - અતિથિ સંવિભાગ વ્રતધારી શ્રાવકે આ પાંચ અતિચાર જાણવા જોઈએ પણ આચરવા ન જોઈએ, તે આ પ્રમાણે - (૧) સયિત નિક્ષેપ - સચિત એવા ઘઉં આદિમાં અાદિને મૂકવા, દાન ન દેવાની બુદ્ધિથી માયા-કપટ વડે એવું કરે. (૨) સચિત્ત પિધાન - સચિત ફળાદિ વડે ઢાંકવું. (3) કાલાતિક્રમ - કાળનો અતિક્રમ, ઉચિત એવો સાધુનો ભિક્ષાકાળ, તેને અતિક્રમીને કે આવ્યા પહેલાં ભોજન કરે - x • કહ્યું છે - કાળે રહેણકને આપતાં અર્ધ કરવું શક્ય નથી, તે જ કાળે ન આપતા હોઈ ગ્રાહક હોતું નથી. (૪) પરવ્યપદેશ - પોતાના સિવાયના જે બીજા તે ‘પર’ તેનું છે તેમ કહેવું. સાધુ પૌષધોપવાસના પારણાકાળે ભિક્ષાને માટે આવે ત્યારે પ્રગટ અાદિ જોતા શ્રાવક એમ કહે કે આ બીજાનું છે, મારું નથી, માટે આપીશ નહીં. કંઈક યાચના કરે તો પણ એમ કહે કે – આ ફલાણાનું છે, ત્યાં જઈને તમે માંગો. (૫) માત્સર્ય - માંગે તો કોપ કરે, હોવા છતાં ન આપે અથવા વૈમનસ્યથી આપે તે પણ માત્સર્ય, કષાયકલુષિત ચિત્તથી આપે તે માત્સર્ય. સાતિચાર ચોથું શિક્ષાપદવ્રત કહ્યું. આ શ્રાવકધર્મ છે. [પ્રશ્નો અણવતાદિ સિવાય કહેવાયેલ એવું શું છે ? તે કહે છે – • સૂત્ર-૮૧ - આ પ્રમાણે શ્રાવકધર્મમાં પાંચ અણુવત, ત્રણ ગુણવંત વાવ-કથિત, ચાર શિક્ષuત ઈવસ્કથિત કહ્યા છે. આ બધાંની પૂર્વે પાવકધમની મૂલવતુ સમ્યકત્વ છે તે આ - તે નિસર્ગથી કે અભિગમથી બે ભેદે અથવા પાંચ અતિચાર રહિત વિશુદ્ધ અણુવત અને ગુણવતની પ્રતિજ્ઞા સિવાય બીજી પણ પ્રતિમા વગેરે વિશેષથી કરવા યોગ્ય છે. અંતિમ મરણ સંબંધી સંલેખના ઝોસણા આરાધવી જોઈએ. આ સંબંધે શ્રાવકને પાંચ અતિચાર કહ્યા છે. તે આ પ્રમાણે છે – (૧) આલોક સંવાંધી આશંસા, (૨) પરલોક સંવાંધી આશંસા, (૩) જીવિત સંબંધી આશંસા, (૪) મરણ સંબંધી આશંસા, (૫) કામભોગ સંબંધી આશંસા. • વિવેચન-૮૧ - અહીં શ્રાવક ધર્મમાં જ, અહીં જ અતિ શાક્યાદિના શ્રાવક ધર્મમાં નહીં. સમ્યકત્વ અભાવે આણવતાદિના અભાવથી. •X - પાંચ અણુવ્રતો પ્રતિપાદિત સ્વરૂપના ત્રણ ગુણવ્રતો ઉકત લક્ષણવાળા કે જે એક વખત ગ્રહણ કરી ચાવજીવ ભાવનીય છે. ચાર શિક્ષાપદ વ્રતો જેમાં શિક્ષા - અભ્યાસ, તેના પદો - સ્થાનો, તે જ વ્રત તે શિક્ષાપદuતો. ઈવક અર્થાત્ પ્રતિદિવસ અનુષ્ક્રય, સામાયિક અને દેશાવકાસિકમાં પુનઃ પુનઃ ઉચ્ચાર્ય છે જ્યારે પૌષધોપવાસ અને અતિથિ સંવિભાગ બંને પ્રતિ દિવસ અનુષ્ઠય છે. પણ પ્રતિદિવસ આચરણીય નથી. | પ્રશ્ન આ આ શ્રાવકધર્મની વળી મૂલ વસ્તુ કેમ છે ? [ઉતર] સમ્યકત્વ. તેથી ગ્રંયકાર કહે છે - આ પુનઃ શ્રાવકધર્મનું અહીં પુનઃ શબ્દ અવધારણાર્થે છે. આનું જ. કેમકે શાક્યાદિના શ્રમણોપાસક ધર્મમાં સમ્યકત્વનો અભાવ હોવાથી મૂલવસ્તુ સમ્યકત્વ નથી. આમાં અણુવ્રતાદિ ગુણાં તદ્ભાવ ભાવિત્વથી રહેલા છે તેવી વસ્તુ મૂલભૂત અને દ્વારભૂત છે. તેમાં સમ્યકત્વ પરિકીર્તિત છે. સમ્યકત્વ - પ્રશમાદિ લક્ષણ. પ્રશમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિક્ય લક્ષણ સમ્યકત્વ છે. આ કેવી રીતે થાય ? તે કહે છે. તે વસ્તુભૂત સમ્યકત્વ નિસર્ગથી કે અભિગમથી થાય છે. તેમાં નિસર્ગસ્વભાવ અને અધિગમ - યથાવસ્થિત પદાર્થનો બોધ. [શંકા] મિથ્યાત્વ મોહનીય કર્મના ક્ષયોપશમથી આ થાય છે, તો પછી નિસર્ગથી

Loading...

Page Navigation
1 ... 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512