Book Title: Agam 40 Avashyaka Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 498
________________ ૩૬૦ ૬/૮૧ નિ - ૧૫૭૪ પ્રત્યાખ્યાન થાય. ૧૯૭ અનાકાર દ્વારની વ્યાખ્યા કરી, —– હવે કૃતપરિમાણદ્વારને આશ્રીને કહે છે. • નિયુક્તિ-૧૫૭૫ + વિવેચન : દત્તિ વડે કે કવલ વડે, ગૃહ વડે કે ભિક્ષા વડે અથવા દ્રવ્યોતી-ઓદનાદિ વડે આહાને માટે જે પ્રમાણ વડે ભોજન પરિત્યાગ કરે છે, તે કૃત પરિણામ પ્રત્યાખ્યાન. અવયવાર્થ-વળી દતિ વડે આજ મારે એક કે બે દત્તિ લેવી. અથવા ત્રણ, ચાર, પાંચ દત્તિઓ. દતિનું પરિમાણ કઈ રીતે ? એક દાણો પણ પડે તો પણ એકા દત્તિ, કડછી વડે નાંખે તો પણ જેટલી વાર નાંખે તેટલી દત્તિઓ જાણવી. એ પ્રમાણે એક કવળથી યાવત્ બત્રીશ કવલ પર્યન્ત. ગૃહોમાં એક આદિ ઘરની ભિક્ષા વડે ચલાવે. એ રીતે દ્રવ્યમાં એક, બે, ત્રણ આદિ દ્રવ્યોથી, અમુક ઓદન કે ખાધક વિધિ વડે અથવા આયંબિલ આદિથી પરિમાણ કરે. ૦ કૃત પરિમાણ દ્વાર કહેવાયું. —– હવે નિરવશેષ દ્વાર અવયવાર્ય જણાવે છે • નિયુક્તિ-૧૫૭૬-વિવેચન : બધાં અસન કે બધાં પાનક સર્વ ખાધ ભોજનય-વિવિધ ખાધ પ્રકાર અને ભોજન પ્રકારનો પરિત્યાગ કરે છે. સર્વ ભાવથી - સર્વ પ્રકારે આ નિરવશેષ પ્રત્યાખ્યાન તીર્થંકર અને ગણધરોએ કહેલ છે. વિસ્તારથી વળી જે ભોજન સત્તર પ્રકારે ત્યજે છે, પાણી એક ભેદે તજે છે. ખાધ-આમ આદિ. સ્વાધ-અનેકવિધ મધુ આદિ. આ બધું જ્યાં સુધી ત્યજી દે તે નિસ્વશેષ જાણવું. ૦ આ રીતે નિવશેષ દ્વાર પૂરુ થયું. —– હવે સંકેત દ્વારને વિસ્તારાર્થે પ્રતિપાદિત કરે છે – • નિયુક્તિ-૧૫૭૭-વિવેચન : અંગુષ્ઠ અને મુદ્ઘિ, ગ્રંથિ, ગૃહ, સ્વેદ, ઉચ્છ્વાસ, સ્તિબુક, જ્યોતિક ઈત્યાદિને ચિહ્ન કરીને જે કરાય છે, તે સંકેત પ્રત્યાખ્યાન કહેવાય છે. કોણે સંકેત પ્રત્યાખ્યાન કહ્યું ? ધી - અનંતજ્ઞાની વડે. અવયવાર્થ ફરી શ્વેત એટલે ચિહ્ન, કેત સહિત કે સંકેત અર્થાત્ ચિહ્ન સહિત. “સાધુ કે શ્રાવક બંને પરચકખાણમાં કોઈ ચિહ્નનો અભિગ્રહ કરે છે. ચાવત્ આ પ્રમાણે હોય ત્યાં સુધી હું ભોજન ન લઉં. તે ચિહ્નો આ પ્રમાણે છે – અંગુઠો, મુદ્ઘિ, ગ્રંથિ ઈત્યાદિ. તેમાં શ્રાવક પોરિસિ પ્રત્યાખ્યાનવાળો હોય, તે ક્ષેત્રમાં જાય કે ઘેર રહે પણ ત્યાં સુધી ભોજન ન કરે. તેને નિશ્ચે અપ્રત્યાખ્યાનમાં રહેવાનું વર્તતું નથી. ત્યારે તે અંગુઠાનું ચિહ્ન કરે છે. જ્યાં સુધી ન મુકું ત્યાં સુધી ભોજન ન કરું અથવા જ્યાં આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ સુધી ગાંઠ ન ખોલું ત્યાં સુધી ન જમું ચાવત્ ઘરમાં પ્રવેશ ન કરું, જ્યાં સુધી પરસેવો નાશ ન પામે. ૧૯૮ અથવા આટલા ઉચ્છ્વાસ પાણી કે મંચિકામાં લઉ અથવા આટલા સ્તબુક, ઝાકળ બિંદુ રહે અથવા જ્યાં સુધી દીવો બળતો હોય ત્યાં સુધી હું ભોજન ન લઉં. માત્ર ભોજનમાં જ નહીં, બીજા પણ અભિગ્રહ વિશેષમાં સંકેત પ્રત્યાખ્યાન હોય છે. આ પ્રમાણે શ્રાવકની વિધિ કહી. સાધુ પણ પ્રત્યાખ્યાન પૂર્ણ થતાં શું અપ્રત્યાખ્યાની રહે? તેથી તેણ પણ સંકેત પ્રત્યાખ્યાન કરવું જોઈએ. ૦ સંકેત પ્રત્યાખ્યાન દ્વારની વ્યાખ્યા કરી. —– હવે અદ્ધા દ્વારને પ્રતિપાદિત કરવા કહે છે – • નિયુક્તિ-૧૫૭૮-વિવેચન : અદ્ધા - કાળનું પ્રત્યાખ્યાન જે કામ પ્રમાણ છેદથી થાય છે તે પુરિમટ્ટ, પોરિસિ વડે મુહૂર્ત માસ અર્ધમાસ વડે થાય. ગાથાનો અવયવાર્થ હવે કહે છે – - શ્રદ્ધા એટલે ‘કાળ', કાળ જેનું પરિમાણ છે તે કાળ વડે બદ્ધ એવું કાલિક પ્રત્યાખ્યાન. તે આ પ્રમાણે - નમસ્કારસહિત, પોરિસિ, પુરિમટ્ટ, એકાસણું, અર્ધમાસક્ષમમ, માસક્ષમણ, બે દિવસે કે બેમાસી ચાવત્ છ માસ સુધીના પ્રત્યાખ્યાન કરવા. ૦ આ અદ્ધપ્રત્યાખ્યાન કહ્યું. ૦ હવે પ્રત્યાખ્યાનના દશ ભેદોનો ઉપસંહાર કરતા કહે છે – • નિર્યુક્તિ-૧૫૭૯ થી ૧૫૮૪ + વિવેચન : [૧૫૭૯] દશવિધ પ્રત્યાખ્યાન ગુરુના ઉપદેશથી કહ્યા. પ્રત્યાખ્યાન કરેલ હોય તેના માટેની વિધિ હવે સંક્ષેપથી કહીશ. કૃતપ્રત્યાક્યાન - જેણે પચ્ચકખાણ કરેલ છે, તેવા પ્રકારના, તેની વિધિ હવે હું આગળ સંક્ષેપથી કહીશ. [૧૫૮૦] પ્રત્યાખ્યાન અધિકાર જ કહે છે - શું કહે છે ? જેમ જીવઘાત-પ્રાણાતિપાતમાં પ્રત્યાખ્યાન કરતા તેનો પચ્ચકખાણ કર્યા જેમ જીવઘાત - બીજા પ્રાણીનો ઘાત કરતો નથી [કરાવતો નથી.] કેમ ? પ્રત્યાખ્યાનનો ભંગ ન થાય તેવા ભયથી. ભાવાર્થ - ખવાય તે અશન-ભાત આદિ તેનું દાન તે અશનદાન. આ અશનદાનમાં, અશન શબ્દ પાન આદિના ઉપલક્ષણાર્થે છે. તેથી એવું કહેવા માંગે છે કે – પ્રત્યાખ્યાન કરેલ હોય તે બીજાને અશનાદિદાનમાં ધ્રુવ કારણ છે - અવશ્ય ભોજન ક્રિયા કારણ છે. કેમકે અશનાદિનો લાભ થવાથી ભોજન-ખાવાની ક્રિયાનો સદ્ભાવ છે તો શું? પ્રત્યાખ્યાન ભંગનો દોષ ન લાગે ?

Loading...

Page Navigation
1 ... 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512