Book Title: Agam 40 Avashyaka Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 506
________________ અ ૬/૯૨ નિ - ૧૬૦૪ ૨૧૩ (૧) અનાભોગ, (૨) સહસાગાર પૂર્વવત્ જાણવા. (૩) લેપાલેપ - જો વાસણમાં પૂર્વે લેપકૃત્ - ચોટેલ કે સંસ્પર્શ પામેલ હોય અને ગ્રહણ કરી, સમુદ્દેિશ, સંલિખિતને જો લાવીને રાખે તો વ્રત ન ભાંગે. (૪) તેમાં પડેલ-નાંખેલ જો આયંબિલમાં પડે છે, તે વિગઈ આદિ ઉત્સેપ કરીને - બહાર કાઢીને ત્યાગ કરે, તે તેમાં ગળી ગયેલ - ઓગળેલ ન હોય તો તે આયંબિલ માટે અપ્રાયોગ્ય થઈ જાય છે. જો તેને ઉદ્ધરવું શક્ય હોય તો ઉદ્ધરે, પણ ઉપઘાત ન કરે. (૫) ગૃહસ્થ સંસ્કૃત હોય તો પણ જો ગૃહસ્થે ઇંગુદી તૈલવાળા ભાજનથી કૃત વ્યંજનાદિ વડે લેક્ત્ હોય, તો જો કિંચિત્ લેપકૃત હોય તો તેને ખાઈ લે. જો ઘણો રસ ઢળેલ હોય તો તે ન કહે. (૬) પારિષ્ઠાપનિકાકાર, (૭) મહત્તરાકાર, (૮) સર્વસમાધિ હેતુથી. આ ત્રણે આગાર પૂર્વવત્ જ જાણવા. અતિ ગંભીર બુદ્ધિ વડે ભાષ્યકારે ઉપન્યસ્ત-ગોઠવેલ ક્રમે આયંબિલની અમે અહીં વ્યાખ્યા કરેલી છે. હવે તેના ઉપન્યાસ પ્રામાણ્યથી જ નિર્વિકૃતિક અધિકાર શેષની વ્યાખ્યા કરીએ છીએ. તેમાં આ બે ગાથા છે – • નિયુક્તિ-૧૬૦૫,૧૬૦૬ + વિવેચન : દુધ પાંચ પ્રકારે છે. દહીં, ઘી અને નવનીત એ ચાર પ્રકારે છે. તેલ ચાર જાતના છે. મધ બે પ્રકારે છે, ગોળ બે પ્રકારે છે. મધુ પુદ્ગલો ત્રણ ભેદે છે ચલ ચલ અવગાહિમ તે જે પક્વ છે. આ સંસ્કૃતને હું આનુપૂર્વીક્રમ જેમ છે, તે પ્રમાણે કહીશ - બતાવીશ. બંને ગાથા સુગમ છે. અહીં વિકૃતિ સ્વરૂપની પ્રતિપાદક આ બંને ગાથાના અર્થો [વ્યાખ્યા પહેલાં કહેવાઈ ગયેલા છે. હવે આના [નિર્વાિંગઈય પ્રત્યાખ્યાનના આગારોની વ્યાખ્યા અમે કરીએ છીએ. તેમાં આ પ્રમાણે જાણવું – – અનાભોગ અને સહસાકાર બંને આગારો પૂર્વવત્ જાણવા. - લેપાલેપ વળી જેમ આયંબિલમાં કહ્યો તેમજ કહેવો. – ગૃહસ્થ સંસ્કૃતમાં બહુવક્તવ્યતા છે. તેથી તેને ગાથા વડે કહે છે – તે ગાથા આ પ્રમાણે કહી છે – • નિયુક્તિ-૧૬૦૭,૧૬૦૮-વિવેચન : ગૃહસ્થ સંસૃષ્ટમાં આ વિધિ છે - દુધ સહિત જો કુસણાદિક ભાત મળે તેમાં કુડંકમાં જો ઓદનથી ચાર ઓગળ દુધ ઉપર હોય ત્યારે નિર્વિકૃતિક કલ્પે છે, પાંચમાના આરંભથી તે વિગઈ છે. એ પ્રમાણે દહીંમાં પણ, દારૂમાં પણ જાણવું. કેટલાંક દેશોમાં વિકટ વડે મિશ્રિત ઓદન કે અવાહિત મળે છે. પ્રવાહી આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ ગોળ અને તેલ-ઘી, આના વડે કુસણિત જે અંગુલ ઉપર રહે છે ત્યારે ક૨ે છે ત્યારપછી હોય તો કલ્પતું નથી. મધના પુદ્ગલ રસનો અર્ધ અંગુલ સંસૃષ્ટ થાય છે. પિંડ ગોળના પુદ્ગલ અને માખણનું આર્દ્ર આમલક માત્ર સંસૃષ્ટ છે. જો આનું પ્રમાણ ઘણું હોય તો કો છે, એકમાં બૃહત્ હોય તો ન કો. ૨૧૪ ઉત્ક્ષપ્ત વિવેક જો આચામ્સમાં જે ઉદ્ધરવાનું શક્ય છે, તે બીજામાં નથી. પ્રતીત્યમક્ષિત વળી જે અંગુલી વડે ગ્રહણ કરીને તેલ કે ઘી વડે મક્ષિત કરાય તો નિર્વિકૃતિકને ક૨ે છે. જો ધારા વડે નાંખે તો થોડું પણ ન કલ્પે. હવે પારિષ્ઠાપનિકાકાર. તે વળી એકાસણા કે એકલઠાણામાં સાધારણ એમ કરીને વિશેષથી પ્રરૂપે છે. • નિયુક્તિ-૧૬૦૯-વિવેચન : શિષ્ય પૂછે છે – અહો ! ત્યારે ભગવંતે એકાસણું, એકલઠાણુ, આયંબિલ, ઉપવાસ, છઠ્ઠ, અટ્ટમ, નિવ્વિગઈયમાં પારિષ્ઠાપનિકાકાર વર્ણવેલ છે, હું જાણતો નથી કે કેવા સાધુને પારિષ્ઠાપનિક આપવું કે ન આપવું ? આચાર્ય કહે છે – પારિષ્ઠાપનિક ભોજનમાં યોગ્ય સાધુઓ બે ભેદે છે – આચામામ્લકા, અનાચામામ્લકા. એકાસણું, એકલઠાણું, ઉપવાસ, છઠ્ઠ, અટ્ટમ, નિર્વાિંગઈય સુધીના, ચાર ઉપવાસ આદિને મંડલિમાં ઉદ્ધૃત પારિષ્ઠાપનિક દેવું ન કો. તેમને પેય કે ઉષ્ણ દેખાય છે. તેમને દેવતા અધિષ્ઠિત હોય છે. જો એક આયંબિલવાળો, એક ઉપવાસવાળો હોય તો કોને આપવું ? ઉપવાસવાળાને આપવું. તે બે ભેદે છે – બાલ અને વૃદ્ધ. બાળને આપવું. બાલ પણ બે ભેદે હોય સહિષ્ણુ અને અસહિષ્ણુ. તેમાં અસહિષ્ણુને આપવું. અસહિષ્ણુ પણ બે ભેદે છે ચાલતો અને ન ચાલતો. તેમાં ચાલતાં-ભ્રમણ કરતો હોય તેને આપવું. ભ્રમણ કરતો પણ બે ભેદે છે વાત્સવ્ય, પ્રાધુર્ણક તો તેમાં પ્રાધૂર્ણકને અપાય છે. - - એ પ્રમાણે ઉપવાસી બાલ અસહિષ્ણુ ભ્રમણ કરતા પ્રાધૂર્ણકને પારિષ્ઠાપનીય ખવાય છે. તે જો ન હોય તો બાલ અસહિષ્ણુ ભ્રમણ કરતા એવા વાસ્તવ્યને આપે, તે પણ ન હોય તો બાલ અસહિષ્ણુ ભ્રમણ ન કરનાર એળા પ્રાધૂર્ણકને, તે પણ ન હોય તો બાલ અસહિષ્ણુ ન ચાલી શકતા વાસ્તવ્યને આપે. એ પ્રમાણે આ કરણ ઉપાયથી ચાર પદો વડે ૧૬ આવલિકા ભંગ કહેવા. - તેમાં પ્રથમભંગિકા વાળાને આપવું. તે ન હોય તો બીજાને, તે પણ ન હોય તો ત્રીજાને, એ પ્રમાણે યાવત્ છેલ્લાને આપવું. પ્રચુર પાષ્ઠિાપનિકા હોય તો બધાંને આપવું જોઈએ. એ પ્રમાણે આચામ્ય અને છૐ ભક્તિના ૧૬-ભંગો કહેવા. એ પ્રમાણે આચામ્સ અને અટ્ઠમ ભક્તિના ૧૬-ભંગો. એ પ્રમાણે આચામ્સ અને નિવિંગઈકના ૧૬-ભંગો.

Loading...

Page Navigation
1 ... 504 505 506 507 508 509 510 511 512