Book Title: Agam 40 Avashyaka Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 500
________________ He ૬/૮૧ નિ - ૧૫૮૫, ભા. ૨૪૬,૨૪૩ ૨૦૧ હવે જ્ઞાનશુદ્ધને પ્રતિપાદિત કરે છે – જે કલામાં જે પ્રત્યાખ્યાન હોય તે કરવું જોઈએ. મૂળગુણ અને ઉત્તગુણમાં તે જાણવું તેને જ્ઞાનશુદ્ધ કહ્યું. [આ ગાથાર્થ છે.] [હવે વિશેષાર્થ-] પ્રત્યાખ્યાનને જાણે છે. વન્ય - જિનકા આદિમાં, જે પ્રત્યાખ્યાન જેમાં હોય છે, તે કરવું જોઈએ. હવે વિનયશુદ્ધને કહે છે, તેમાં આ ગાથા છે – • ભાષ્ય-૨૪૮ થી ૫૩-વિવેચન : [૨૪૮] કૃતિક-વંદનકના. વિશુદ્ધિ - નિરવઘકરણ ક્રિયાને જે પ્રયોજે છે, તે. પ્રત્યાખ્યાનકાળમાં અન્યૂનાતિરિક્ત વિશુદ્ધિ મન-વચન-કાય ગુપ્ત થઈને પ્રત્યાખ્યાતાના પરિમાણવથી પ્રત્યાખ્યાનને તું વિનયથી જાણ. તેને વિનયથી શુદ્ધ જાણવા. [૨૪૯] હવે અનુભાષણા શુદ્ધને પ્રતિપાદન કરતાં કહે છે – કૃતિકર્મ કરેલા પ્રત્યાખ્યાન કરતા ગુરુવચનનું અનુભાષણ કરે છે, અર્થાત્ લઘુતર શબ્દથી ભણે છે. કઈ રીતે અનુભાષણ કરે ? અક્ષર, પદ, વ્યંજન વડે પરિશુદ્ધ. આના વડે અનુભાષણા યન જણાવે છે. જયારે ગુરુ કહે કે “વોસિરે” ત્યારે પચ્ચકખાણ લેનાર પણ કહે છે – “વોસિરામિ” બાકી ગુરુ બોલે તેની સદેશ બોલવું જોઈએ. કેવા થઈને ? અંજલિ જોડીને અભિમુખ રહીને બોલે તેમને અનુભાષણા શુદ્ધ જાણ એ પ્રમાણે ગાથાર્થ કહ્યો. [૨૫] હવે અનુપાલનાસુદ્ધને કહે છે – કાંતાર - અરણ્યમાં, દુભિક્ષ - કાળવિભ્રમ, દુકાળ. અથવા તો જવરાદિ આતંક વધારે ઉત્પન્ન થતાં જે પાસના કરેલ હોય, જેનો ભંગ ન થયો હોય તેને અનુપાલના શુદ્ધ જાણ. આ ઉદગમ દોષો સોળ, ઉત્પાદન દોષો સોળ અને એષણા દોષો દશ, આ બધાં મળીને બેતાલીશ દોષ થાય છે. તે નિત્ય પ્રતિષિદ્ધ છે. આ દોષોથી કાંતાદુર્ભિક્ષમાં ભંગ થતો નથી. [૫૧] હવે ભાવ શુદ્ધને કહે છે – સગથી - અભિવંગ, આસક્તિરૂપથી, હેપથી - ચાપીતિલક્ષણથી, પરિણામથી • આલોક આદિ આશંસા લક્ષણથી અથવા ખંભાદિ વફ્ટમાણથી દુષિત-કલુષિત ન થાય તો તેવા પચ્ચકખાણને ભાવવિશુદ્ધ જાણવું. એ ગાવાનો સંક્ષેપાર્થ કહ્યો. આ ગાવાનો અવયવાર્થ આ પ્રમાણે છે – ગ વડે આ પૂજાય છે, તો હું પણ તે પ્રમાણે કરું તો હું પણ પૂજાઈશ એવા રાગથી પ્રત્યાખ્યાન કરે. દ્વેષથી તે પ્રમાણે કરે - લોકો મારી પાસે આવી પડે, જેથી આનો આદર ન થાય માટે પ્રત્યાખ્યાન કરે. પરિણામથી. આલોકને માટે નહીં, પરલોકને માટે નહીં, કીર્તિ-વર્ણ-યશ-શબ્દ હેતુથી કે અન્ન, પાન, વમના લોભથી અથવા શયન, આસન, વસ્ત્રના હેતુથી. ૨૦૨ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ આવી કોઈપણ રીતે પ્રત્યાખ્યાન ન કરે તે ભાવશુદ્ધ પ્રત્યાખ્યાન. [૫૨] આ પ્રમાણે અનંતર વર્ણિત છ સ્થાનો વડે શ્રદ્ધા આદિથી જે પ્રત્યાખ્યાન દૂષિત નથી, કલુષિત નથી. તેને શુદ્ધ જાણવું. તેના પ્રતિપો જે અશ્રદ્ધાનાદિ દોષથી અશુદ્ધ છે તેને તું શુદ્ધ પ્રત્યાખ્યાન જાણ. [૫૩] પરિણામથી ન દૂષિત હોય છે જે કહ્યું. તેમાં પરિણામને જણાવવા માટે આ પ્રમાણે કરે છે – ખંભથી - માનવી, ક્રોધથી, અનાભોગવી - વિસ્મૃતિથી, પૂછ્યા વિના, અવિધમાનતાથી જે પરિણામ છે તે, દૂષિત પ્રત્યાખ્યાન થાય. હવે ઉપરોક્ત પદોને વિદ્વાનો વિસ્તારથી કહે છે – (૧) ખંભથી એવું માને કે હું પ્રત્યાખ્યાન કરું તો માન મળશે. (૨) ક્રોધથી નિર્ભર્સના કે પશ્ચિોયણાદિથી ભોજન કરવા ન ઈચ્છે - તેથી ક્રોધથી અભકાર્ય - ઉપવાસ કરે. (3) અનાપૃચ્છા - પૂછ્યા વિના જમે, જેથી કોઈ રોકે નહીં. અથવા ન પૂછવા માટે ઉપવાસનું પચ્ચકખાણ કરે. (૪) અથવા હું ખાઈશ પછી કહી દઈશ કે ભૂલી ગયો. આ તો ખોટું છે તેના કરતાં કંઈ ખાવું જ નથી. માટે પ્રત્યાખ્યાન કરવું તેવા પરિણામથી ઉપવાસ કરે તો આ અશુદ્ધ પચ્ચકખાણ છે. આ પરિણામથી અશુદ્ધદ્વારને કહ્યું. તે પૂર્વ વર્ણિત આલોક યશ - કીર્તિ, વર્ણાદિ. અથવા આ ખંભાદિ અપાય છે, હું પ્રત્યાખ્યાન કરું તો મને કોઈ કાઢશે નહીં. અથવા આ લોકો પ્રત્યાખ્યાન કરતા નથી, એ પ્રમાણે ન કલ્પે. વિહુ • જ્ઞાયક, તેને શુદ્ધ પચ્ચકખાણ થાય, તે અન્યથા ન કરે કેમકે તે જ્ઞાયક છે. તેથી જ્ઞાયક એ પ્રમાણ છે. જાણીને પછી સુખેથી પરિહાર કરાયેલ જાણવું. તેને શુદ્ધિ થાય છે. ૦ પ્રત્યાખ્યાન સમાપ્ત થયું છે - મૂળ દ્વાર ગાથામાં પ્રત્યાખ્યાન દ્વારની વ્યાખ્યા કરી. - બાકીના પ્રત્યાખ્યાતા આદિ પાંચ દ્વારો નામનિષ નિક્ષેપા અંતર્ગતુ હોવા છતાં હું સૂબાનુગમ પછી વ્યાખ્યા કરીશ. શા માટે ? તે કહે છે – જે કારણે પ્રત્યાખ્યાન સૂવાનુગમથી પરમાર્થથી સમાપ્તિને પામે છે. - આની મધ્યે અધ્યયનનો શબ્દાર્થ કહેવો જોઈએ. પણ તે બીજે કહેવાઈ ગયો છે, માટે અહીં કહેતા નથી. - નામનિપન્ન નિક્ષેપ કહ્યો. હવે સૂકાલાપક નિક્ષેપનો અવસર છે તે સૂગ હોય તો થાય. સૂગ અનુગમમાં બે ભેદ છે - માનુગમ અને નિર્યુક્તિ અનુગમ. તેમાં

Loading...

Page Navigation
1 ... 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512