Book Title: Agam 40 Avashyaka Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 501
________________ ૬૦ ૬/૮૧ નિં - ૧૫૮૫, ભા. ૨૪૮ થી ૨૫૩ નિર્યુક્તિ અનુગમ ત્રણ પ્રકારે છે – (૧) નિક્ષેપ નિર્યુક્તિ અનુગમ, (૨) ઉપોદ્ઘાત નિર્યુક્તિ અનુગમ, (૩) સૂઝસ્પર્થિક નિર્યુક્તિ અનુગમ. તેમાં પણ નિક્ષેપ નિયુક્તિ અનુગમ અનુગત છે અને કહેવાશે. ઉપોદ્ઘાત નિર્યુક્તિ અનુગમ આ બે દ્વારગાથા વડે જાણવો જોઈએ. જેમકે – મે નિમે ય ઈત્યાદિ િતિવિષં ઈત્યાદિ. સૂત્રસ્પર્શિક નિયુક્તિ અનુગમ સૂત્ર હોય તો થાય છે. સૂત્ર સૂત્રાનુગમથી થાય. તે અવસર પ્રાપ્ત પાંચ સૂત્રાદિમાં એક સાથે જાય છે. તે આ − (૧) સૂત્ર, (૨) સૂત્રાનુગમ, (૩) સૂત્રાલાપક, (૪) નિક્ષેપ, (૫) સૂત્ર સ્પર્શ નિયુક્તિ. વધું વિસ્તાર - સામાયિક અધ્યયનથી જાણવો. • સૂત્ર-૮૨ - સૂર્ય ઉગવાથી આરંભીને નમસ્કાર સહિત અશન, પાન, ખાદિમ, સ્વાદિમ એ ચારે આહારના પચ્ચકખાણ કરે છે. અન્નથ - સિવાય કે અનાભોગ કે સહસાકારથી [આ બે આગાર છોડીને હું અશનાદિનો ત્યાગ કરું છું. • વિવેચન-૮૨ : ૨૦૩ આની વ્યાખ્યા - તેનું લક્ષણ “સંહિતા, પદ, પદાર્થ, પદવિગ્રહ, ચાલના અને પ્રત્યવસ્થાન, એમ તંત્રની છ ભેદે વ્યાખ્યા છે. – તેમાં અસ્ખલિત પદનું ઉચ્ચારણ તે સંહિતા નિર્દિષ્ટ જ છે. – હવે પદો - સૂર્ય ઉગ્યા પછી નમસ્કાર સહિત ઈત્યાદિ. - હવે પદાર્થ કહે છે તેમાં અશન - અશ્ એટલે ભોજન, જે ખવાય તે ‘અશન’ થાય છે. પાન - પીવાય તે પાન, પાઘ ભક્ષણ, ખવાય કે ભક્ષણ કરાય તે ખાદિમ. સ્વાવિમ - સ્વદ એટલે આસ્વાદન. તેથી આસ્વાદન કરાય તે સ્વાદિમ. અન્નત્ય - પરિવર્જન અર્થમાં છે. જેમકે અન્યત્ર કોળ ભીષ્માવ્યાં દ્રોણ અને - - ભીષ્મ સિવાયના. આ પ્રમાણે – - આભોગન તે આભોગ, આભોગ નહીં તે અનાભોગ અર્થાત્ અત્યંત વિસ્મૃતિ. તેના વડે, આ અનાભોગને છોડીને. તથા સહસા કરવું તે સહસાકાર અર્થાત્ અતિ પ્રવૃત્તિના યોગથી અનિવર્તન, અચાનક, તેને છોડીને. ઉક્ત બે આગાર છોડીને હું વોસિરાવું છે - ત્યાગ કરું છું. આ પદાર્થ કહ્યો પદ વિગ્રહ તો સમાસવાળા પદ વિષયનો છે, તેથી ક્વચિત્ થાય છે, સર્વત્ર થતો નથી. તે યથાસંભવ પ્રદર્શિત જ છે. – ચાલના અને પ્રત્યવસ્થાન નિર્યુક્તિકાર પોતે જ દર્શાવશે. ૦ હવે સૂત્ર સ્પર્શિકા નિર્યુક્તિ અહીં જ નિરૂપતા કહે છે – નિર્યુક્તિ-૧૫૮૬,૧૫૮૭-વિવેચન : • મશન - મંડક, ઓદન આદિ, પાન-દ્રાક્ષ પાનાદિ, ખાદિમ-ફળાદિ તથા સ્વાદિમગોળ, તાંબુલ, સોપારી આદિ. આ આહાર વિધિ ચાર ભેદે હોય છે, તેમ જાણવું. એ ગાથાર્થ છે. આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ હવે સિદ્ધાંતની પરિભાષાથી શબ્દાર્થ નિરૂપણ કરે છે - (૧) આશુ - શીધ્ર, ક્ષુધા - ભુખને શમન કરે છે માટે અશન. (૨) પ્રાણોનેઈન્દ્રિયાદિ લક્ષણને ઉપકારમાં જે વર્તે છે માટે પાન. (૩) હું - આકાશ, તે મુખના વિવર સમાન, તેમાં સમાય છે તે ખાદિમ. (૪) સ્વાદિમ - આસ્વાદન કરે છે રસોનું અથવા સંયમ ગુણોનું તેથી તે સ્વાદિમ. - ૪ - ૪ - પદાર્થ કહ્યો, પદવિગ્રહ આદિ કહેલા નથી. ૦ હવે ચાલના કહે છે – ૨૦૪ • નિયુક્તિ-૧૫૮૮-વિવેચન : જે અનંતર કહેલાં પદાર્થની અપેક્ષાથી અશનાદિ છે, તે બધાં પણ આહાર ચતુર્વિધ આહાર જ છે. બધું અશન આહાર કહેવાય છે. એ રીતે બધું પણ પાન, બધું જ ખાદિમ, બધું પણ સ્વાદિમ આહાર કહેવાય છે. તેથી કહે છે – જેમ અશન - ભાત, રોટલો આદિ ભુખને શમાવે છે, તે પ્રમાણે જ પાનક-દ્રાક્ષ, ક્ષીર પાનાદિ, ખાદિમમાં પણ ફળ આદિ, સ્વાદિમમાં પણ તાંબુલ, સોપારી આદિ જાણવા. જેમ પાનક પ્રાણોના ઉપકારને માટે વર્તે છે, તેમ અશનાદિ પણ વર્તે છે, તથા ચારે પણ આકાશ માફક મુખના વિવરમાં સમાય છે. ચારે પણ સ્વાદ કરાય છે કે આસ્વાદાય છે, તેમાં કોઈ ભેદ નથી. તેથી આ ભેદો અયુક્ત છે, એમ ગાથાર્થ છે. આ ચાલના કહી, પ્રત્યવસ્થાન તો જો કે એ પ્રમાણે જ છે, તો પણ તુલ્યાર્થત્વ પ્રાપ્ત થવા છતાં પણ રૂઢીથી, નીતિથી પ્રયોજન સંયમને ઉપકારક થાય છે. એ પ્રમાણે વિચારવું. અન્યથા જે દોષ લાગે તે જણાવે છે – • નિયુક્તિ-૧૫૮૯-વિવેચન : જો અશન જ સર્વ આહાર જાતને ગ્રહણ કરીએ, તો બાકીનાનો પરિભોગ ન કરીને પણ પાનક આદિના વર્જનમાં - ઉદકાદિના પરિત્યાગમાં બાકીના આહારભેદોની નિવૃત્તિ કરાયેલ થતી નથી. પછી શી હાનિ થાય ? બાકીના આહાર ભેદનો પરિત્યાગ થઈ જાય. - x - પ્રેક્ષાપૂર્વકારિતાથી ત્યાગનું પાલન એ ન્યાય છે. તે અહીં સંભવે છે. તેથી અશન આદિ ચારે વિભક્ત જ છે. તેના એક ભાવમાં પણ તે-તે ભેદ પરિત્યાગમાં આ ઉત્પન્ન થાય જ છે. સત્ય છે ઉત્પન્ન થાય જ છે. તેનો જ દેશથી ત્યાગ અને તેનો જ નહીં. - ૪ - ૪ - અપરિણત શ્રાવકોને તેમ થતું નથી. તેથી સામાન્ય અને વિશેષ ભેદ નિરૂપણામાં સુખે સમજાય છે. સુખે શ્રદ્ધા થાય છે. - તથા - • નિયુક્તિ-૧૫૯૦-વિવેચન : અશન, પાનક, ખાદિમ અને સ્વાદિમ. એ પ્રમાણે પ્રરૂપણા કરતા-સામાન્ય

Loading...

Page Navigation
1 ... 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512