________________
અધ્ય-૧, નમસ્કાર નિ - ધૂપ
૨૨૯
પહેલો અને છેલ્લો સમય બાકી હોય ત્યારે ઔદારિક પ્રયોજે, દારિક મિશ્ર સાતમાં-છઠ્ઠા અને બીજા સમયમાં હોય, કામણ શરીર યોગ ચોથા, પાંચમાં અને બીજામાં હોય છે. આ ત્રણે સમયમાં નિયમથી અનાહારી હોય.
ભાષા યોગ નિરોધનો અર્થ શું ? સમુઠ્ઠાતને છોડ્યા પછી કારણવશ ત્રણે યોગનો પણ વ્યાપાર કરે. તેને માટે મધ્યવર્તી યોગ કહ્યો તે ભાષાયોગ. આ અંતરમાં અનુત્તર દેવ પૂછે તો મનોયોગ સત્ય કે અસત્યામૃષાને પ્રયોજે. એ પ્રમાણે આમંત્રણાદિમાં વાક્યોગ છે. બીજા બે ભેદ નથી. કાય યોગ પણ દારિક, ફલક પાછું આપવું આદિમાં હોય. પછી અંતર્મુહૂર્ત માત્ર કાળમાં યોગ નિરોધ કરે છે.
અહીં કોઈક એવું કહે છે કે- જઘન્યથી અંતમુહૂર્ત કાળથી, ઉત્કૃષ્ટ છ માસ થાય. પણ આ વિધાન અયુક્ત છે. “સંપૂર્ણ કર્મો ખપાવે" એ વચનથી ફલક આદિનું પ્રત્યાર્પણ પણ કહેલ જ છે. એ રીતે ગ્રહણ પણ થાય.
હવે પ્રસ્તુત વાત :- તે જ યોગનિરોધ કરતાં પહેલાં જ, જે આ શરીર પ્રદેશ સંબદ્ધ મનઃપયપ્તિ-નિવૃત્તિ વડે પૂર્વે મનોદ્રવ્ય ગ્રહણ કરીને ભાવમન પ્રયોજેલ હોય, તે કર્મ-સંયોગના વિઘટન માટે મંત્ર સામર્થ્યથી વિષમ સમાન તે ભગવંત અનુત્તર અચિંત્ય નિરાવરણ કરણ વીર્ય વડે તે વ્યાપારનો વિરોધ કરીને – (૧) પર્યાપ્ત માત્ર સંજ્ઞીના જેટલાં જઘન્ય યોગના મનોદ્રવ્યો હોય છે, તેટલો જ માત્ર વ્યાપાર કરે. (૨) તેના અસંખ્યગુણવિહિન સમયે સમયે રુંધતા તેમનનો અસંખ્ય સમયમાં સર્વ નિરોધ કરે. પર્યાપ્ત માત્ર બેઈન્દ્રિયના જઘન્ય વચન પર્યવો જેટલા હોય, તે અસંખ્યય ગુણવિહીન સમયે સમયે નિરંધે. સર્વ વચન યોગનો નિરોધ સંગાતીત સમયો વડે કરે છે. પછી સૂમપનકનો પ્રથમ સમય ઉત્પન્નનો જે જઘન્ય યોગ, તેને અસંખ્યાત ગુણહીન એક એક સમયમાં નિરંધતો દેહના પ્રિભાગને છોડીને, તે કાયયોગ તો સંખ્યાતીત સમયમાં રોધ કરે. એમ યોગનિરોધ કરી શૈલેશી ભાવને પામે.
શૈલ-પર્વત, તેના સ્વામી તે શૈલેશ અર્થાત મેરુ. તેના જેવી જે સ્થિરતા, આ સ્થિરતાના સામ્ય વાળી અવસ્થા તે શૈલેશી. અથવા અરીલેશી ભૂત, તભાવથી શૈલેશવતુ આચરે અથવા શૈલેશી થાય. અથવા સર્વ સંવર રૂપ શીલ, તેના સ્વામી તે શીવૈશ, તેની આ યોગ નિરોધાવસ્થા તે શૈલેશી. આ મધ્યમ પ્રતિપતિથી પાંચ હસ્તાક્ષર બોલાય તેટલો કાળ હોય છે. તે કાયયોગના નિરોધથી આરંભીને સૂક્ષ્મ ક્રિયા અનિવૃત્તિ ધ્યાન સુધી હોય, પછી સર્વ નિરોધ કરીને શૈલેશી અવસ્થામાં વ્યચ્છિન્ન કિયા- અપતિપાતી થાય. પછી ભવોપણાહી કર્મજાળને ખપાવીને ઋજુશ્રેણિ સ્વીકારી અસ્પૃશદ્ ગતિથી સિદ્ધ થાય છે. વધુ કહેતા નથી
- સમુદ્ધાત ક્યારે કરે તે હવે જણાવે છે - • નિયુક્તિ -૫૬ *
જેમ ભીની સાડી પહોળી કરવાથી જલ્દી સૂકાય છે, તેમ કમને ઓછા કરવાના સમયે જિન-કેવલી સમુઘાત કરે છે.
• વિવેચન-૫૬ :જે રીતે પાણી વડે ભીની થયેલ સાડીને પહોળી કરી દેવામાં આવે તો જદથી
૨૩૦
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૨ શેષને પામે છે અર્થાત સુકાઈ જાય છે. તે પ્રમાણે પ્રયત્ન વિશેષથી કર્મરૂપી જળને આશ્રીને તે પણ સૂકાઈ જાય છે. અર્થાત્ એ પ્રકારે કેવળીના સમુઠ્ઠાત સમયે કમ લઘુતાને પ્રાપ્ત કરે છે.
- તેમાં કર્મ એટલે અહીં આયુકર્મ લીધું તેની લઘુતાનો અર્થ અહીં અત્યતા કર્યો એટલે કે આયુ કર્મની અલાતા હોય, તેનો સમય - કાળ તે કર્મલઘુતા સમય, તે ભિન્ન મુહૂર્ત પ્રમાણ હોય તેમાં...
અથવા જીવની કર્મ વડે લઘુતા તે કર્મલઘુતા જાણવી.
તે સમુઠ્ઠાત પછી થનારી એ ભૂતોપચાર કરીને આવેલાને જ ગ્રહણ કરવા, તે સમયમાં ભિન્નમુહૂર્ત જ પામે છે.
નિન - કેવલી, સમુદ્ઘાતનો અર્થ પૂર્વે કહેલો છે.
હવે જે કહ્યું કે “શૈલેશીપણાને પામીને સિદ્ધ થાય છે. તેમાં એક સમયમાં લોકાંતે સિદ્ધિ પામે તેમ કહેવું. અહીં કર્મમુક્તની તે દેશનિયમથી ગતિ ન પ્રાપ્ત થાય એવા અવ્યુત્પન્ન વિભ્રમ ન થાય, એવા કારણે તે મતના નિરસન માટે ઈષ્ટ અર્થની સિદ્ધિને જણાવતા કહે છે –
• નિયુક્તિ-૫૩ :
તુંબડુ, એરંડ ફળ, અગ્નિનો ધૂમાડો, ધનુષ્યથી મૂકાયેલું બાણ, જેમ એ બધાંની ગતિ પૂર્વ પ્રયોગથી થાય છે, તેમ સિદ્ધોની ગતિ થાય છે.
• વિવેચન-૯૫૭ :
તુંબડ, વગેરેમાં ગમનકાળે સ્વભાવથી તેના નિબંધનો અભાવ છતાં પણ દેશાદિ નિયત જ ગતિ પૂર્વ પ્રયોગથી પ્રવર્તે છે. એ પ્રમાણે તું શબ્દ “જ'કાર અર્થમાં છે, તેમ સિદ્ધની ગતિ છે.
ભાવાર્થ પ્રયોગથી જણાવે છે - કર્મથી વિમુક્ત જીવ ઉtઈ જ આલોકથી જાય છે. અસંગત્વથી તેવા પ્રકારના પરિણામવથી આઠ માટીના લેપ વડે લિપ્ત નીચે ડૂબેલ ક્રમથી માટીનો લેપ દૂર થતાં પાણીના તળીયાની મર્યાદાથી ઉંચે જનારા તુંબડાની જેમ જીવ ઉંચે જાય.
તથા બંધન છેદાઈ જતા તેવા પ્રકારે પરિણd તેવા એરંડાના ફળની માફક જીવ ઉંચે જાય છે. તથા સ્વાભાવિક પરિણામપણાથી અગ્નિના ધૂમાડાની જેમ અથવા પૂર્વ પ્રયુક્ત તે ક્રિયા તથાવિધ સામર્થ્યથી ધનુષ્યથી છોડેલા બાણની માફક ઉંચે જાય છે. એમ પ્રતિપાદન કરતાં –
• નિયુક્તિ-૫૮ :
સિદ્ધો જ્યાં પ્રતિઘાત પામે છે? સિદ્ધો ક્યાં પ્રતિષ્ઠિત થાય છે ? ક્યાં શરીરને છોડીને, ક્યાં જઈને સિદ્ધ થાય છે ?
• વિવેચન-૫૮ :
ક્યાં પ્રતિહત એટલે પ્રતિખલિત થાય. સિદ્ધ-મુક્ત જીવો. ક્યાં પ્રતિષ્ઠિત થાય એટલે કે “રહે' ? તથા કયા ‘બોદિ’ શરીરનો ત્યાગ કરીને તથા કયા જઈને સિદ્ધ થાય - તિષ્ઠિતાર્થ થાય છે? - x • x -