Book Title: Agam 40 Avashyaka Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 430
________________ ૪/૨૬, નિ - ૧૩૧૧, ભા. ૨૧૨ ૬૧ કંડૂનો સંચય કરે છે ? હજી કઝંડુ કંઈ જવાબ આપે તે પહેલાં નમિ પ્રત્યેકબુદ્ધ આ વચન બોલ્યા- રાજ્યની પ્રેક્ષા કરી-કરીને ઘણાં કૃત્યકર જોયા, તેમના કાર્યોનો ત્યાગ કરીને હવે બીજા કાર્યકરના કાર્યો જુએ છે ? શું તું આનો આયુક્તક છો ? ત્યાં ગાંધારના નગતિ - પ્રત્યેક બુદ્ધ બોલ્યા - જ્યારે બધો ત્યાગ કરીને મોક્ષને માટે નીકળેલ છો, તો બીજાની ગહ શું કામ કરશે ? આભનું શ્રેય કરને? ત્યારે કરફંડએ કહ્યું - મોક્ષમાર્ગનિ પામેલા એવા બ્રહ્મચારી કે સાધુને અહિતાર્થથી નિવારવા યોગ્ય કંઈ કહેવામાં દોષ નથી. સ્વપક્ષને ગુણકારી એવી હિતકર ભાષા બોલવી જોઈએ. • નિયુક્તિ-૧૩૧૨,૧૩૧૩નું વિવેચન : ઉકત ચારેનો વ્યુત્સર્ગ-ત્યાગ તે દ્રવ્ય ત્યાગ હતો. કેમકે રાજય છોડ્યું, પણ ભાવ વ્યર્મ-ક્રોધાદિ છે. તેને પણ છોડવો. હવે ૨૬ મો યોગસંગ્રહ તે ‘અપમાદ' તેનું દષ્ટાંત - • નિર્યુકિત-૧૩૧૪-વિવેચન : રાજગૃહનગરે જરાસંધ રાજા હતો. તેને સૌથી પ્રધાન બે ગણિકા હતી - મગધસુંદરી અને મગધશ્રી. મગધશ્રીને વિચાર આવ્યો કે- જો આ ન હોય તો મારું કોઈ માન-ખંડન ન કરે. રાજા પણ હથેળીમાં રહે. તેણી મગધસુંદરીના છિદ્રો શોધે છે. મગધશ્રીના નૃત્યના દિવસે તેની સુવર્ણ મંજરીમાં વિષ વાસિત સોયો વડે કેસરા જેવી કરીને નાંખી દીધી. તે મગધસુંદરીની મહત્તરિકાએ જાણ્યું. કર્ણિકામાં ભમરો કેમ નથી આવતા ? નક્કી પુષ્પો દોષયુક્ત છે. તેથી કોઈક ઉપાયથી આનું નિવારણ કર્યું. તેણી રંગમંચે આવીને મંગલગીત ગાય છે. તે આ ગીતિકા - • નિર્યુક્તિ-૧૩૧૫ + વિવેચન : વસંત માસમાં પાંદડા આમોદ પ્રમોદમાં પ્રવર્તે છે. કર્ણિકાને છોડીને ભ્રમર. ચૂત કુસુમને સેવે છે. મગધ સુંદરી વિચારે છે - ગીતિકા અપૂર્વ છે. તેણીએ કર્ણિકાને સદોષ જાણી ત્યાગ કર્યો. સવિલાસ ગીત અને નૃત્ય કર્યા. તે બળાઈ નહીં. તેનો ત્યાગ કર્યા પછી અપ્રમત્ત બની નૃત્ય અને ગીતમાં ખલના ન પામી. એ પ્રમાણે સાધુએ પણ પાંચ પ્રકાસ્ના પ્રમાદ છોડીને યોગ સંગૃહીતા થવું. હવે ‘લવાલવ'. તે અપમાદી લવ કે અર્ધલવ પણ પ્રમાદ ન કરે. તેનું દટાંત - • નિયુક્તિ-૧૩૧૬-વિવેચન : ભરૂચ નગરમાં એક આચાર્ય હતા. તેણે વિજય નામના શિષ્યને કામથી ઉજૈની મોકલ્યો. તેને પ્લાન કાર્યથી કોઈ દ્વારા વ્યાપ થયો. માર્ગમાં અકાળ વર્ષોથી અટકી ગયો. “અંડકતૃણોઝિ' એમ નટપેક ગામમાં વર્ષાવિાસ રહ્યો. તેણે વિચાર્યું કે ગરકળવાસ ન જઈ, અહીં જ ઉપદેશ કરીશ. તેણે સ્થાપનાચાર્ય કર્યા. એ પ્રમાણે આવશ્યકાદિ ચક્રવાલ સામાચારી બધી કહેવી. એ પ્રમાણે ક્યાંય ખલના ન પામ્યો. ક્ષણે-ક્ષણે ઉપયોગ રાખતો - મેં શું કર્યું? આ પ્રમાણે સાધુએ કરવું જોઈએ. એ પ્રમાણે તેનાથી યોગસંગ્રહ થાય છે. આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ હવે ૨૮-મો ધ્યાનસંવર યોગ, ધ્યાન વડે ચોગ સંગૃહીત કરવો જોઈએ. તેમાં ઉદાહરણ - • નિર્યુક્તિ-૧૩૧૦-વિવેચન : શિંબાવન નગરમાં મુંડિકામક રાજા હતો. ત્યાં પુષ્પભૂતિ આચાર્ય હતા, તે બહુશ્રુત હતા. તેનાથી તે રાજા ઉપશમ પામ્યો. શ્રાવક થયો. તેમના શિષ્ય પુષ્પમિત્ર બહુશ્રત અવસજ્ઞ બીજે રહેલ. કોઈ દિવસે તેના આચાર્ય સૂમ ધ્યાનમાં પ્રવેશ્યા. તે મહાપ્રાણ સમ ધ્યાન છે. તેમાં જ્યારે પ્રવેશે છે, ત્યારે જ યોગસંવિરોધ કરે છે. કંઈ જ વિચારતા નથી. તેમની પાસે ગીતાર્થ શિષ્યો હતા. પુષ્પમિત્રને બોલાવ્યો. આવ્યો. કહ્યું. તેણે સ્વીકાર્યું. ત્યારે એકત્ર અપવકમાં નિર્ણાઘાત ધ્યાન કરે છે. તે કોઈ આગંતુકને જવા દેતો નહીં, કહેતો કે- અહીં રહીને વાંદો આચાર્ય કાળધર્મ પામ્યા. કોઈ દિવસ તેઓ પરસ્પર કહે છે - આચાર્ય ચાલતા નથી, બોલતા નથી, સાંદન કરતા નથી. તેમને ઉચ્છવાસ - નિઃશ્વાસ પણ ન હતા. કદાચ તેઓ સૂક્ષ્મ થઈ ગયા છે. તેણે જઈને બીજાને કહ્યું. તેઓ રોષે ભરાયા. આચાર્યએ કાળ કર્યો તો પણ તમે કહેતા નથી.તે બોલ્યો - કાળ નથી પામ્યા, ધ્યાન કરે છે. તમે તેને વાઘાત ન કરો. બીજા કહે છે - આ વેશે પ્રવજિત થયેલો, તેથી એમ માનતો હતો કે વૈતાલને સાધવાને માટે લક્ષણયુક્ત આચાર્ય છે, તેથી કહેતો નથી. આજે સમિમાં તમે જોજો. તે બધાં તેને ભાંડવાને લાગ્યા. તો પણ પે'લા શિષ્ય રોક્યા. રાજાને ત્યાં જઈને કીધું. આચાર્ય કાળધર્મ પામ્યા છે. તો પણ તે વેશધારી તેને કાઢી જવા દેતો નથી. રાજાએ પણ જોયું કે કાળ કરી ગયા છે. પણ પુષ્પમિત્રને વિશ્વાસ ન બેઠો. શિબિકા સજ્જ કરી. ત્યારે નિશ્ચયથી જાણ્યું કે વિનાશિત થયા છે. આચાર્યએ તેને પૂર્વે કહેલું કે- જો અતિ અગ્નિ થાય તો તું મારા અંગુઠાને સ્પર્શ કરજે. સ્પર્શ કર્યો. તુરંત જ જાગૃત થઈને આચાર્ય બોલ્યા - હે આર્ય ! કેમ વ્યાઘાત કર્યો ? જુઓ, આ બધું તમારા શિષ્યોએ કરેલ છે ? તેમની નિર્ભર્સના કરી. આ રીતે ધ્યાનમાં પ્રવેશવું જોઈએ. તો યોગ સંગ્રહ થાય છે. - હવે ‘ઉદય મારણાંતિક “મો યોગ સંગ્રહ કહે છે - મારણાંતિક ઉદય કે મારણાંતિક વેદના થાય તેને સહન કરે. તેનું દૃષ્ટાંત - • નિયુક્તિ-૧૩૧૮-વિવેચન : રોહિતક નગરમાં લલિતાગોષ્ઠી-મંડળી હતી, રોહિણી જીર્ણ ગણિકા હતી. બીજે આજીવિકા ઉપાય ન પ્રાપ્ત થતાં તે ગોઠીનું ભોજન બનાવતી હતી. એ પ્રમાણે કાળ વીતતો હતો. કોઈ દિવસે કડવી દુધી લીધી. તેમાં ઘણો મસાલો આદિ નાંખી સંસ્કાર્યું. પણ મોઢામાં મૂકવું શક્ય ન હતું. તેણી વિચારે છે કે – ગોઠીમાં મારી નિંદા થશે. બીજું શાક બનાવું. આ ભિક્ષાચરને આપી દઈશ. જેથી દ્રવ્ય વિનાશ ન પામે. તેટલામાં ધર્મરચિ અણગાર માસક્ષમણને પારણે આવ્યા. તેને આપી દીધું. તેઓ ઉપાશ્રયે ગયા. ગુરુ પાસે આલોચે છે. ગુરુએ ભાજન-પાન લીધું. વિષગંધ જાણી,

Loading...

Page Navigation
1 ... 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512