Book Title: Agam 40 Avashyaka Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 473
________________ X ૬/૬ર નિ - ૧૫૫૫, ભા. ૨૩૮ થી ૨૪૩ ૧૪૭ પ્રત્યાખ્યાન જ છે. “પ્રતિષેધ” એ જ પ્રત્યાખ્યાન છે. [૨૪૧] હવે ભાવ પ્રત્યાખ્યાન પ્રતિપાદિત કરે છે. તેમાં આ ગાથાદ્ધ છે - ‘‘સેHપયા '' તે આ રીતે – બાકીના પદોની આગમ-નોઆગમાદિની સાક્ષાત્ અહીં અનુક્ત એવી પ્રત્યાખ્યાન સંબંધી ગાથા કરવી - એ વાક્યશેષ જોડવું. આને ગાયા પ્રતિષ્ઠા કહેવાય છે. * * * * - માવંfમ - દ્વાર પરામર્શ, ભાવ પ્રત્યાખ્યાન. આને દર્શાવવાને માટે કહે છે - તે સુવડ તે ભાવ પ્રત્યાખ્યાન બે ભેદે છે – શ્રુત પ્રત્યાખ્યાન અને નોડ્યુત પ્રત્યાખ્યાન. આ શ્રુતપત્યાખ્યાન પણ બે ભેદે છે - પૂર્વ શ્રુત પ્રત્યાખ્યાન અને નોપૂર્વશ્રત પ્રત્યાખ્યાન. તેમાં પૂર્વશ્રુત પ્રત્યાખ્યાન તે ‘નવમું પૂર્વ’ છે. નોપૂર્વ શ્રુતપત્યાખ્યાન આ પ્રમાણે છે - પ્રત્યાખ્યાન અધ્યયન એ ઉપલક્ષણથી અન્ય • આતુર પ્રત્યાખ્યાન અને મહાપત્યાખ્યાનાદિ પૂર્વબાહ્ય છે. [૨૪૨] હવે નોડ્યુતપ્રત્યાખ્યાનના પ્રતિપાદનાર્થે કહે છે – જે મૃતપ્રત્યાખ્યાન હોતું નથી, તે નોડ્યુતપત્યાખ્યાન, તેના બે ભેદ છે : મૂલગુણ પ્રત્યાખ્યાન અને ઉત્તરગુણ પ્રત્યાખ્યાન. મૂલગુણને આશ્રીને, તે મૂલગુણ - મૂળભૂત ગુણ. તે પ્રાણાતિપાત આદિની નિવૃતિરૂપત્વથી પ્રત્યાખ્યાન વર્તે છે અને ઉત્તરભૂત ગુણને ઉત્તરગુણ, તેમાં અશુદ્ધ પિંડ નિવૃત્તિરૂપત્વથી પ્રત્યાખ્યાન, તેના વિષયમાં અથવા અનાગત આદિ દશ ભેદે ઉત્તગુણ પ્રત્યાખ્યાન છે. મૂલગુણ પ્રત્યાખ્યાન પણ બે ભેદે છે - (૧) સર્વથી - સર્વ મૂલગુણ પ્રત્યાખ્યાન, (૨) દેશથી - દેશમૂલગુણ પ્રત્યાખ્યાન. સર્વમૂલગુણ પ્રત્યાખ્યાન તે પાંચ મહાવતો અને દેશમૂલગુણ પ્રત્યાખ્યાનને પાંચ અણુવતો. આ ઉપલક્ષણ વર્તે છે. કેમકે ઉતરગુમ પ્રત્યાખ્યાન પણ બે ભેદે જ છે - સર્વોત્તરગુમ પ્રત્યાખ્યાન, દેશોગુણ પ્રત્યાખ્યાન. તેમાં સર્વોત્તગુણ પ્રત્યાખ્યાન દશ ભેદે છે - અનાગત, અતિકાંત ઈત્યાદિ, તે અમે આગળ કહીશું. દેશોતરગુણ પ્રત્યાખ્યાન સાત ભેદે છે - ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવતો. આજે પણ અમે આગળ કહીશું. વળી ઉત્તરગુણ પ્રત્યાખ્યાન ઓઘથી બે ભેદે છે : (૧) ઈવકિ, (૨) વાવકયિક. તેમાં (૧) ઈવરિક - સાધુના કંઈક અભિગ્રહ આદિ. શ્રાવકોને તો ચાર શિક્ષાવતો જ ઈવરિક કહેવાય. (૨) ચાવકયિક નિયંત્રિત હોય છે. જે કાંતાર કે દુર્ભિક્ષાદિમાં પણ ભંગ કરાતા નથી. શ્રાવકોને ગણ ગુણવતો જાણવા. ૨૪]] સ્વરૂપથી સર્વમૂલગુણ પ્રત્યાખ્યાનને દર્શાવતા કહે છે – પ્રાણિવધ ઈત્યાદિ. (૧) પ્રાણ • ઈન્દ્રિય આદિ. પાંચ ઈન્દ્રિય, ગણ બળ, શાસોચશ્વાસ અને ૧૪૮ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ આયુ. આ દશ પ્રાણો ભગવંતે કહેલા છે. તેનું વિયોગીકરણ તે હિંસા. તેનો વધ તે પ્રાણવધ [તેમાં જીવવધ નથી] (૨) જુઠું બોલવું તે મૃષાવાદ, તેમાં. અસતનું અભિધાન. (3) અદd - ઉપલક્ષણવથી અદત્તનું આદાન એટલે કે પર વસ્તુનું આહરણ તે અદત્તાદાત. (૪) મૈથુન - અબ્રહ્મનું સેવન કહેવાયું છે તે. (૫) પરિગ્રહ - [જીવ, અજીવાદિનો સંગ્રહ ઈત્યાદિ. આ વિષયભૂતોમાં સાધુના મૂલગુણો ગિવિધ, પ્રવિધેન અર્થાત્ ત્રણ યોગ અને ત્રણ કરણથી જાણવા, અનુસરવા. અહીં ભાવના આ છે:- શ્રમણો પ્રાણાતિપાતથી ત્રિવિધ ત્રિવિષે વિરત હોય છે. તેમાં વિવિધકરે નહીં, કરાવે નહીં, કરનાર અન્યને પણ અનુજ્ઞા ન આપે. ત્રિવિધેન-મનથી, વચનથી, કાયાથી. એ પ્રમાણે બધાં વ્રતોમાં જોડવું. અહીં સુધી સર્વમૂલગુણ પ્રત્યાખ્યાન કહ્યું. હવે દેશમૂલગુણ પ્રત્યાખ્યાનનો અવસર છે. તે શ્રાવકોને હોય છે, એમ જાણીને શિષ્યના અનુગ્રહને માટે તે ધર્મવિધિ ઓઘથી બતાવે છે – • નિયુક્તિ-૧૫૫૬ થી ૧૫૬૧ + વિવેચન : [૧૫૫૬] ધીરપુરુષોએ કહેલ શ્રાવક ધર્મની વિધિ હું કહીશ. જેનું આચરણ કરીને સુવિહિત ગૃહસ્થો પણ સુખને પામે છે. તેમાં સમ્યકત્વ સ્વીકારેલ અને અણવત પ્રતિપન્ન પણ પ્રતિદિવસ સાધુની પાસે સાધુની અને ગૃહસ્થોની સામાચારી સાંભળે છે, તે શ્રાવક. શ્રાવકોના ધર્મની વિધિ હું કહીશ. તે વિધિ ધીપુરુષોએ અર્થાત્ મહાસત્ત, મહાબુદ્ધિ, તીર્થકર અને ગણધરોએ પ્રરૂપેલી છે. જેને આચરીને સુવિહિત ગૃહસ્યો પણ આલોક અને પરલોકના સુખોને પામે છે, એ ગાથાર્થ કહ્યો. [૧૫૫૩] શ્રાવકો ઓઘથી બે ભેદે છે – સાભિગ્રહા, નિરભિગ્રહા. વળી તેનો વિભાગ કરાતા આઠ ભેદે છે, તેમ જાણવું. અભિગ્રહણ કરાય તે અભિગ્રહ - પ્રતિજ્ઞાવિશેષ. અભિગ્રહ સહિત જે વર્તે છે, તે સાભિગ્રહા. તેના વળી અનેક ભેદો થાય છે. તેથી કહે છે - દર્શનપુર્વક દેશમૂળગુણ અને ઉત્તગુણ બધાં કે કોઈ એક પણ હોય જ, તેમનો અભિગ્રહ. નિરભિગ્રહ : જેમાંથી અભિગ્રહ ચાલી ગયેલ છે તે નિરભિપ્રહા. તેઓ માત્ર સમ્યગદર્શની જ હોય છે. જેમ કૃષ્ણ, સત્યકી, શ્રેણિકાદિ. અહીં સામાન્યથી શ્રાવકો બે ભેદે કહ્યા. વળી તે બે ભેદે પણ વિભાગ પામે છે. અભિગ્રહ ગ્રહણના વિશેષથી નિરૂપણ કરતાં તે આઠ ભેદે થાય છે, એ પ્રમાણે જાણવું. [૧૫૫૮] તેમાં જે રીતે આઠ ભેદો થાય છે, તે બતાવે છે – અહીં જે કોઈ કંઈ અભિગ્રહ ગ્રહણ કરે છે, તે જ આ પ્રમાણે બે ભેદે છે

Loading...

Page Navigation
1 ... 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512