Book Title: Agam 40 Avashyaka Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 482
________________ • ૬/૬૩ નિ - ૧૫૫૬ થી ૧૫૬૧ ૧૬૫ ઉક્ત બધાંની સંખ્યા - ૩૬૩ થઈ. આ અમે અમારી બુદ્ધિથી કહેલ નથી. બીજાઓએ પણ કહેલ છે. અહીં વૃત્તિકારશ્રીએ ચાર ગાવા આપેલ છે, જે ઉપરોક્ત અર્થને જ જણાવતી હોવાથી અમે અનુવાદ કરેલ નથી.] પ્રસંગથી આટલું કહ્યું હવે મૂળસૂત્ર કહીએ છીએ – આવા પાખંડીની પ્રશંસા ન કરવી. જેમકે - આ બધાં પુન્યભાગી છે, આમનો જન્મ સફળ છે, એમના મિથ્યાર્દષ્ટિવથી આવું ન કહેવું. અહીં ઉદાહરણ છે - “ચાણક્ય'નું : પાટલિપુરમાં ચાણક્ય હતો. ચંદ્રગુપ્ત ભિક્ષુકોની વૃત્તિ હરી લીધી. તેઓ તેને ધર્મ કહેતા. રાજા તુષ્ટ થતો. રાજા ચાણક્ય સામે જોતો. તે ભિક્ષુકોની પ્રશંસા કરતો ન હતો. ચંદ્રગુપ્ત કંઈ ન આપતો. ભિકોએ ચાણક્યની પત્નીને ભોળવવા વિચાર્યું. તેણીએ ખુશ થઈને ચાણક્યને કહેવાનું સ્વીકાર્યું. પત્નીના આગ્રહથી ચાણક્યએ કહ્યું કે – “સારું, તેમ કરીશ.” ત્યારે ભિક્ષકોએ ધર્મ કહેતા ચાણકય બોલ્યો - “સુભાષિત" - સારું બોલ્યા. રાજાએ તેમને કંઈક દાન આપ્યું. બીજે દિવસે ચાણક્યએ પૂછ્યું - તેને દાન કેમ આપ્યું ? રાજા કહે - તે પ્રશંસા કરી માટે. ચાણક્યએ કહ્યું - મેં પ્રશંસા કરી નથી, બધાં હિંસામાં પ્રવૃત છે લોકમાં કઈ રીતે વિશ્ચાસ્ય છે ? માટે આવી પ્રશંસા ન કરવી. o પપાખંડ પ્રશંસા - પાંચમો અતિચાર. અનંતરોક્ત સ્વરૂપવાળા પાખંડ મતનો સંતવ. અહીં સંવાસનિત પશ્ચિય, સંવસન, ભોજન, આલાપાદિરૂપ સંતવ જાણવો પણ સ્તુતિરૂપ નહીં. લોકમાં પ્રસિદ્ધ સં + સૌતિ એટલે પરિચય. આ પણ સમાચરણીય નથી. [શા માટે ?]. એકત્ર સંવાસમાં અને તેની પ્રક્રિયા જાણીને, તેમની ક્રિયાના દર્શનથી, તેના એકાદ વખત પણ અભ્યસ્તત્વથી, સહકારી કારણોથી મિથ્યાત્વનો ઉદય થતાં દષ્ટિભેદ ઉત્પન્ન થાય છે. તેથી અતિયાર લાગે છે.. અહીં ઉદાહરણ છે - સૌરાષ્ટ્રનો શ્રાવક, તે પૂર્વે કહેલ છે. એ પ્રમાણે શંકા આદિ સર્વે શચ સહિત સમ્યકત્વ વંત બાકીના અણુવ્રતાદિના સ્વીકારને યોગ્ય થાય છે. તે અણુવતો - સ્થૂળ પ્રાણાતિપાતાદિથી નિવૃત્તિરૂપ પૂર્વે કંઈક બતાવ્યા. હવે સ્વરૂપથી તેને જણાવે છે – • સૂત્ર-૬૪ - શ્રાવકો સ્થૂળ પ્રાણાતિપાતનું પચ્ચખાણ કરે. તે પ્રાણાતિપાત બે ભેદે કહેલ છે - સંકતાથી અને આરંભથી. તેમાં શ્રાવક સંકલ્પ હિંસાનું જાdજીવ પચ્ચકખાણ કરે, આરંભ હિંસાનું નહીં. શુળ પાાતિપાત વિરમણ કરેલા શ્રાવકને આ પાંચ અતિચારો જાણવા જોઈએ. તે આ પ્રમાણે - વધ, બંધ, છવિચ્છેદ, અતિભાર અને ભોજનપાનનો વિચ્છેદ. ૧૬૬ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ • વિવેચન-૬૪ - સ્થળ - બેઈન્દ્રિય આદિ, આનું સ્થૂળત્વ સર્વે લૌકિકજીવવમાં પ્રસિદ્ધ છે. આમની અપેક્ષાએ એકેન્દ્રિયોનું સૂક્ષ્માધિકપણું છે. સ્થળ જીવોના પ્રાણ - ઈન્દ્રિય આદિ, તેનો અતિપાત, તે સ્થૂલ પ્રાણાતિપાત. તેનું શ્રમણોપાસક - શ્રાવક પચ્ચખાણ કરે - તેનાથી અટકે. તે પ્રાણાતિપાત બે ભેદે તીર્થકર અને ગણધરોએ કહેલો છે. તે આ પ્રમાણે - સંકલ જ અને આરંભજ. (૧) સંકલાજ -સંકલાથી જન્મેલ, મનના સંકલાથી હીન્દ્રિયાદિ પ્રાણીના માંસ, અસ્થિ, ચર્મ, નખ, વાળ, દાંત માટે તેમને મારી નાંખે. (૨) આરંભ - આરંભથી જન્મેલ, તેમાં આરંભ - હળ, દંતાલ, ખનન, લવનાદિ તેમાં શંખ, ચંદનક, પિપિલિકા, ધાન્ય, ગૃહકારકાદિ સંઘન, પરિતાપ, ઉપદ્રાવણરૂ૫. તેમાં શ્રાવક સંકલાવી જાવજીવ પણ પ્રત્યાખ્યાન કરે, જાવાજીવ કરે જ એવું નિયમથી નહીં. આરંભ જ ન કેર કેમકે તેને અવશ્યતયા આરંભનો સદ્ભાવ છે. [શંકા] એ પ્રમાણે સંકળાથી સૂક્ષ્મ પ્રાણાતિપાત પણ કેમ પચ્ચકખે નહીં ? [સમાધાન] એકેન્દ્રિયો જ પ્રાયઃ દુષ્પરિહારા છે કેમકે ગૃહવાસીને સંકલ્પથી જ સચિવ પૃથ્વી આદિનો પરિભોગ છે. તેમાં પ્રાણાતિપાત કરવામાં શા દોષ છે ? ન કરવામાં શા ગુણ છે ? તેમાં દોષ દર્શાવવા કોંકણકનું દૃષ્ટાંત છે – તેની પત્ની કારણ પામી. તેને પુત્ર હતો. તે બાળકને દાવાદના ભયથી કન્યા મળતી ન હતી. ત્યારે બીજાના લક્ષ્યથી રમત કરતો વિંધાયો. ગુણમાં ઉદાહરણ - સતપદિકનું છે. બીજું દષ્ટાંત :- ઉજ્જૈનીમાં બાળક હતો. માલવક દ્વારા શ્રાવકપુત્ર હરાયો. સૂતે તેને ખરીધો તેણે શ્રાવકપુરને કહ્યું - લાવકોને માર, તેણે છોડી દીધા. ફરી કહ્યું - મારી નાંખ. તેણે ન માન્યું. પછી તેને પીટવાનું શરૂ કર્યું. તે પીટાતો એવો રડતો હતો. પછી રાજાએ સાંભળ્યું. બોલાવીને પૂછ્યું, ત્યારે વૃતાંત કહ્યો. રાજાએ પણ કહ્યું - તો પણ શ્રાવકપુત્ર ન માન્યો. ત્યારે હાથી વડે તેને ત્રાસ આપ્યો તો પણ ન માન્યા. પછી રાજાએ તેને શીર્ષરક્ષકપણે સ્થાપ્યો. પછી કોઈ દિવસે સ્થવિરો પધાર્યા. તેની પાસે દીક્ષા લીધી. ગુણમાં ત્રીજું ઉદાહરણ - પાટલિપુત્ર નગરમાં જિતશત્રુ સન હતો. તેને ક્ષેમ નામે અમાત્ય હતો. તે ચારે પ્રકારની બુદ્ધિથી સંપન્ન હોવો શ્રાવક હતો અને શ્રાવકના ગુણોથી યુક્ત હતો. તે રાજાનું હિત કરવામાં, બીજા દંડ-ભટ-ભોજિકોને અપ્રિય થઈ ગયો. તેના વિનાશ નિમિતે ક્ષેમ પાસેના પરપોને દાન સન્માન વડે સત્કારે છે. રાજાના અભિકારકોને પ્રયોજે છે. પકડાયા ત્યારે તેઓ બોલ્યા કે મારી નાંખો . અમે ક્ષેમ મંત્રીના માણસો છીએ. ક્ષેમને પકડ્યો, ત્યારે તે બોલ્યો કે - હું બધાં જીવોનું ક્ષેમ કરું છું. તો પછી રાજાના શરીરને કેમ નુકસાન કરું ? તો પણ વધની આજ્ઞા આપી.

Loading...

Page Navigation
1 ... 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512