Book Title: Agam 40 Avashyaka Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 460
________________ અંe પ/૩૯ નિ - ૧૫૦૫,૧૫૦૬ ૧૨૧ આ બંને ગાથા જે પ્રમાણે સામાયિક અધ્યયનમાં વ્યાખ્યાયિત કરેલ છે, તે પ્રમાણે જ જાણવી. હે 'તH ૩ત્તરા ' એ સૂત્ર અવયવનું વિવરણ કરે છે. • નિયુક્તિ-૧૫૦૦ થી ૧૫૦-વિવેચન : [૧૫૦] ખંડિત-સર્વથા ભાંગેલ, વિસધિત-દેશથી ભાંગેલ પ્રાણાતિપાતાદિની નિવૃતિરૂપ મૂળગુણની સાથે પિંડવિશુદ્ધિ આદિ વડે વર્તતા ઉત્તરગુણ સહિત તેનું ઉત્તરકરણ કરાય છે અથતિ આલોચનાદિ વડે પુન:સંકરણ કરાય છે. દેટાંત કહે છે - જેમ ગાડાં કે રથના અંગરૂપ - બી કે ચક્રથી ગ્રહણ કરેલને, તે ગાડાંના ખંડિત કે વિસધિત અક્ષ, અવલક આદિનું ઉત્તકરણ કરાય છે. હવે ‘પ્રાયશ્ચિત્તકરણ' એ સૂત્ર અવયવની વ્યાખ્યા કહે છે – [૧૫૦૮] પાપ એટલે કર્મ, તે પાપને જે કારણથી છેદે છે, તેને પ્રાયશ્ચિત્ત કહે છે, તે કારણથી. સંસ્કૃતમાં તો પાપને છેદે તે ‘પાપદિ ' કહેવાય છે અથવા પ્રાયઃ ચિત એટલે જીવને શોધે છે - કર્મમલને વિમલ કરે છે. તે કારણથી પ્રાયશ્ચિત કહેવાય છે. અથવા - પ્રાયઃ બહુલતાથી ચિત્ત પોતાના સ્વરૂપથી આમાં હોવાથી તે પ્રાયશ્ચિત છે. પ્રાયઃગ્રહણ સંવાદિના પણ તેવા પ્રકારના ચિત સદ્ભાવથી છે. [૧૫૦૯] હવે ‘વિશોધિકરણ’ ઈત્યાદિ સૂત્ર અવયવની વ્યાખ્યા - દ્રવ્યથી અને ભાવથી બે પ્રકારે વિશુદ્ધિ કહી અને શલ્ય (પણ કહ્યું] એકએકની શુદ્ધિ પણ દ્રવ્ય-ભાવ ભેદથી અને શલ્ય પણ બે ભેદે છે. તેમાં દ્રવ્યશુદ્ધિરૂપ આદિની અને વસ્ત્ર આદિની જાણવી. ભાવશુદ્ધિ - પ્રાયશ્ચિત્તાદિથી આત્માની થાય તે જ. દ્રવ્ય શલ્ય - કાંટા, શિલીમુખફલાદિ. ભાવશરા-માયા દિ. સર્વે જ્ઞાનાવરણીયાદિ કર્મ તે પાપ કહેવાય. શા માટે ? જે કારણતી તે કર્મો વડે જીવ સંસાર-તિર્યચ, નાક, દેવ, મનુષ્ય ભવના અનુભાવરૂપ સંસારમાં ભમે છે. તથા બળેલ દોરડા સમાન ભવોપગ્રાહી કર્મો અા હોય તો પણ કેવલી પણ મુક્તિને પામતા નથી. એ પ્રમાણે કર્મો દારુણ સંસારમાં ભ્રમણનું નિમિત્ત છે. હવે “અન્નત્ય ઉસસિએ” અવયવનું વિવરણ કરે છે - • નિયુક્તિ -૧૫૧૦ થી ૧૫૧૬-વિવેચન : [૧૫૧૦] ઉર્વ કે પ્રબળ શ્વાસ તે ઉચ્છવાસ. તેને નિર્ધે નહીં. અભિગ્રહણ કરાય તે અભિગ્રહ, અભિગ્રહ વડે નિવૃત્ત તે આભિગ્રહિક - કાયોત્સર્ગ, તેના અવ્યતિરેકથી તે કત પણ આભિગ્રહિક કહેવાય છે. આ પણ અભિભવ કાયોત્સર્ગ કાર્ય છે. વળી ‘ચેટા' કાયોત્સર્ગકારી, તે બિલકુલ ન નિરંધે. કેમ ? તે કહે છે - ઉચ્છવાસના નિરોધથી જદી મરણ થાય છે. તેથી સૂક્ષ્મ ઉચ્છશ્વાસ જ ચેતનાથી મૂકે છે. જેથી સત્વોનો ઘાત ન થાય. ૧૨૨ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ હવે સિત - ખાંસવું ઈત્યાદિ સૂકાઈને જણાવે છે – [૧૫૧૧] આ કાયોત્સર્ગમાં ખાંસી, છીંક, બગાસુ આદિ યતનાથી કરાય છે. શા માટે ? જેથી ખાંસી આદિથી ઉદ્ભવેલ વાયુ એટલે કે બાહ્ય વાયુ શરુમ ન બની જાય. કેવા પ્રકારે ? તીવ્ર ઉષ્ણ, બહારના વાયુની અપેક્ષાથી અતિ ઉષ્ણ. ન કરે કે ન નિરંધે. કેમકે ખાંસી આદિના સર્વથારોધમાં અસમાધિ થાય અને ૨ શદથી મરણ પણ સંભવે છે. વળી મસક આદિ, ખાંસી આદિના સમુદભવેલ પવનમાં ગ્લેમથી અભિહત થઈને મરે છે. બગાસામાં મુખમાં પ્રવેશ કરશે, તેથી આગળ હાથ રાખવો તે યતના કહી. શંકા - ‘નિશ્વસિત' એ સૂત્ર અવયવની વ્યાખ્યા કરી નથી, તેમાં શું કારણ છે ? તે કહે છે - [૧૫૧૨] ‘ઉસિત’ શબ્દ સાથે તુલ્ય યોગત્વથી હોવાથી તેની વ્યાખ્યા કરી નથી. હવે “ઉગારિત' ઈત્યાદિ સૂગ અવયવની વ્યાખ્યા કરવા માટે કહે છે - વાર્તાનસff - ઉક્ત સ્વરૂપ ઉદ્ગાર પણ, તેમાં આ વિધિ છે. ‘યતના’ શબ્દ કરાય છે, 'નિસપ્ટ'-છોડેલ શબ્દ બોલાતો નથી. એ રીતે તેનો વિરોધ પણ કરતો નથી. કેમકે વાતનિસર્ગના નિરોધથી અસમાધિ ભાવ થાય છે. અથવા ઉગારમાં આડો હાથ અપાય છે. ભમરી અને મૂછમાં સહસા પતિતને આમ વિરાધના થશે. હવે ‘સૂક્ષ્મ અંગસંચાર” ઈત્યાદિ સૂત્ર અવયવની વ્યાખ્યા - [૧૫૧૩] વીર્યની સયોગતાથી કારણે સૂમ-સ્નાદર દેહમાં અવશ્ય સંચાર થાય છે. વીર્ય-વીયન્તિરાયના ક્ષયોપશમજન્ય આત્મ પરિણામ કહેવાય છે. યોગ - મન, વચન, કાયા. તેમાં વીર્યસયોગતાથી જ સૂમ કે બાદર અતિયાર થાય છે, માત્ર વીર્યથી નહીં. શરીર હોય તો જ થાય છે, અશરીરીને ન થાય. તેમાં બાહ્ય રોમાંચ આદિ, મારિ શબ્દથી ઉત્કંપ લેવો. મંત: મધ્યમાં ગ્લેખ વાયુ આદિ વિયરે છે. હવે “સૂમ દષ્ટિસંચાર” સૂત્ર અવયવની વ્યાખ્યા કરે છે. [૧૫૧૪] અવલોકન તે આલોક, તે અવલોકમાં ચલ તે અવલોકચલ થતુ દર્શન લાલસા. ચક્ષ એટલે નયન. એમ હોવાથી મનની માફક - અંતઃકરણની માફક તે ચક્ષને સ્થિર કરવા કર છે. અર્થાત સ્થિર કરવા શક્ય નથી. કેમકે તે રૂપ વડે આક્ષિપ્ત થાય છે અથવા તે સ્વભાવથી કે નૈસગિકપણે સ્વયં ચલિત થાય છે અર્થાત પોતાની મેળે જ ચલિત થાય છે. જે કારણે એમ છે, તે કારણથી કાયોત્સર્ગકારી આંખ મટકવારૂપ નિમેષનો રોધ ન કરે. શા માટે ? [૧૫૧૫ નિર્નિમેષ માટે જે યત્ન કરવામાં ઉપયોગ છે, તેનાથી સજ્જનોને ધ્યાન ધ્યાવવું અભિપ્રેત થતું નથી. એકરાગિની પ્રતિમાને સ્વીકારેલ મહાસત્તશાળી અનિમિષ નયને પણ અર્થાત્ નિશ્ચલ નયને પણ ધ્યાન કરવા સમર્થ છે. હવે ઇવમામાયાવિ ઈત્યાદિ સૂઝ અવયવની વ્યાખ્યા -

Loading...

Page Navigation
1 ... 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512