Book Title: Agam 40 Avashyaka Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 459
________________ ૬૦ ૫/૩૯ નિ - ૧૪૯૭ ગાયાનો અર્થ કહ્યો. આ કારણથી કાયોત્સર્ગને મોક્ષપંયા તીર્થંકરે જ કહેલ છે. કેમકે તેના પ્રદર્શક છે. કારણમાં કાર્યના ઉપચારથી, મોક્ષપથ વડે ઉપદિષ્ટ છે તે દિવસ આદિ અતિચારના પરિજ્ઞાન ઉપાયપણાથી જાણીને પછી ધીરે - સાધુઓ, અહીં દિવસના અતિચારના જ્ઞાનાર્થે કહ્યું તેનાથી રાત્રિ અતિચારનું જ્ઞાન પણ સમજવું. [સાધુઓ] કાયોત્સર્ગમાં રહે છે. તેથી કાયોત્સર્ગ સ્થાનનું કાર્ય છે જ, કેમકે પ્રયોજન સહિત છે. હમણાં જે “દિવસના અતિયારના જ્ઞાનાર્થે'' કહ્યું, તેમાં સામાન્યથી વિષયના ૧૧૯ દ્વારથી તે અતિચારને દર્શાવવા કહે છે – • નિયુક્તિ-૧૪૯૮ + વિવેચન : શયન, આસન, અન્ન, પાન, ચૈત્ય, યતિ, શય્યા, કાય, ઉચ્ચાર, સમિતિ, ભાવના, ગુપ્તિના વિષયમાં વિતય આચરણામાં થયેલ અતિચાર શયનના વિથ આચરણ થતાં અતિચાર, અર્થાત્ સંથારો આદિ અવિધિથી ગ્રહણ કરવા આદિમાં અતિચાર, આ પ્રમાણે આસન, પીઠક આદિ, અન્ન, પાન આદિ અવિધિથી ગ્રહણ કરવાથી થયેલ અતિયાર. ચૈત્યના વિષયમાં વિતથ આચરણ કે અવિધિથી વંદન કરવા વડે અતિચાર, યતિ સંબંધી વિતથ આચરણ કે વિનયાદિ ન કરવાથી અતિચાર. શય્યા એટલે વસતિ તેના વિષયમાં વિતથ આચરણ, અવિધિ વડે પ્રમાર્જનાદિ કે સ્ત્રી આદિ સંસક્ત વિધિ વસતિ ઈત્યાદિથી અતિચાર. હ્રાવ - કાયિકી, મૂત્રક્રિયા સંબંધી વિતથાચરણ, જેમકે અડિલમાં મૂત્રાદિનો ત્યાગ કરવો અથવા અપડિલેહિત સ્થંડિલમાં મૂત્રને પરકવવું. ઉચ્ચાર-મળ, તેમાં કાયિકીવત્ વિતયાચાર જાણવા. સમિતિમાં વિતથાચરણ થતાં અતિચાર. સમિતિ - ઈર્યાદિ પાંચ પ્રકારે મુખ્યતાથી કહી, તે ‘પ્રતિક્રમણ' અધ્યયનથી જાણવી. તેમાં જે વિતથાચરણ, તેને અવિધિથી આચરવી કે ન આચરવી. ભાવના - તેમાં વિતથાચરણથી અતિચાર, ભાવના - અનિત્યત્વાદિ બાર. અથવા પચીશ ભાવના, જેમ ‘પ્રતિક્રમણમાં કહી, તેમાં વિતથાચરણ. તેને અવિધિથી સેવન કરવાદિથી થયેલ. ગુપ્તિ - મનોગુપ્તિ આદિ ત્રણ ગુપ્તિ, જેમ પ્રતિક્રમણમાં કહેલ છે તે. તેમાં વિતથાચરણ સમિતિવત્ જાણવું. આ સામાન્યથી વિષયદ્વાર થકી અતિયાર કહીને હવે કાયોત્સર્ગમાં રહેલ મુનિની ક્રિયાને જણાવતા કહે છે – • નિયુક્તિ-૧૪૯૯,૧૫૦૦-વિવેચન : ગોમ - પ્રત્યૂષ, મુખવસ્ત્રિકા આદિ શબ્દથી બાકીના ઉપકરણ લેવા. તેનાથી આમ કહે છે – ગોસથી આરંભીને મુખ વસ્ત્રિકા વિષયમાં દૈવસિક અતિચારોને આલોચે અર્થાત્ અવલોકે, નિરીક્ષણ કરે. જેમકે અવિધિ થકી પડિલેહણ કર્યુ અથવા પડિલેહણ ન કર્યુ. પછી બધાં અતિચારોને મુખવસ્ત્રિકાના પડિલેહણથી આરંભીને કાયોત્સર્ગ અવસ્થાન સુધીમાં હોય તેને બુદ્ધિ વડે અવલોકન કરીને સમાપ્તિ સુધી લઈ જઈને આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ આટલા છે, આથી આગળ અતિચાર નથી, તેમ ચિતમાં પ્રતિષેધ કરણ આદિરૂપ આલોચના કરે છે અર્થાત્ સ્થાપે છે. હૃદયમાં દોષોને સ્થાપીને યથાક્રમે પ્રતિોવના અનુલોક્યથી અને આલોચનાનુલોમ્બથી (તેમાં) પ્રતિસેવનાનું લોમ્સ એટલે જે જે રીતે આસેવિત હોય તે, આલોચનાનુલોમ્ય તે પહેલા લઘુ અતિચાર આલોચે પછી ગુરુ-મોટા અતિચાર આલોવે. જ્યાં સુધી તેને ગુરુ નમસ્કારથી પારે નહીં, ત્યાં સુધી-તેટલો કાળ, સૂક્ષ્મ ઉચ્છ્વાસ-નિ:શ્વાસ સુધી, [શું કરે ?] પ્રતિક્રમણ અધ્યયનમાં કહેલ ધર્મધ્યાન કે શુક્લધ્યાન કરે. • નિર્યુક્તિ-૧૫૦૧ + વિવેચન : દૈવસિક, રાત્રિક, પાક્ષિક, ચાતુર્માસિક અને સાંવત્સકિ તે પ્રત્યેકમાં ત્રણ ગમો પાંચેમાં જાણવા. ——— દિવસ વડે થયેલ તે દૈવસિક, એ રીતે રાત્રિક, પાક્ષિક, ચાતુર્માસિક અને વાર્ષિક પ્રતિક્રમણમાં એક-એકમાં ત્રણ ગણો જાણવા. ત્રણ ગમો કઈ રીતે ? સામાયિક કરીને કાયોત્સર્ગ કરવો, સામાયિક જ કરીને પ્રતિક્રમણ અને સામાયિક જ કરીને ફરી કાયોત્સર્ગ. ૧૨૦ અહીં જે દિવસાદિથી તીર્થ સ્થપાયું, ત્યાં દિવસ પ્રધાન છે, તેથી પહેલાં દૈવસિક કહ્યું. અહીં શિષ્ય પૂછે છે – • નિયુક્તિ-૧૫૦૨ થી ૧૫૦૪-વિવેચન : પ્રથમ કાયોત્સર્ગમાં સામાયિક કરીને, પ્રતિક્રમણમાં ત્યાં બીજે સામાયિક કરીને. ત્રીજો ફરી કાયોત્સર્ગ, પ્રતિક્રમણની ઉપર કરે. અહીં કહે છે – સમભાવમિ - અહીં સમભાવમાં સ્થિતને ભાવ પ્રતિક્રમણ થાય છે, અન્યથા થતું નથી. તેથી સમભાવ અર્થાત્ રાગ-દ્વેષની મધ્યવર્તી સ્થિત આત્મા જેનો છે તે સ્થિતાત્મા. દિવસના અતિચારને જાણીને કાયોત્સર્ગ કરીને ગુરુની પાસે અતિયારનું નિવેદન કરી, પછી પ્રદત્ત પ્રાયશ્ચિતને સમભાવપૂર્વક જ સ્વીકારીને પછી તેનું પ્રતિક્રમણ કરે. એ પ્રમાણે જ સમભાવમાં રહેલને ચાસ્ત્રિની શુદ્ધિ પણ થાય છે, એમ કરીને ત્રીજો સામાયિક કાયોત્સર્ગમાં પ્રતિક્રમીને ઉત્તરકાળભાવિ કરે છે. એ ગાથાર્થ છે. આ પ્રત્યવસ્થાન છે - સ્વાધ્યાય, ધ્યાન, તપ, ઔષધમાં, ઉપદેશ, સ્તુતિ પ્રદાનમાં, સંતગુણ કિર્તનમાં પુનરુક્ત દોષ ન લાગે. અહીં ખો મે તૈવસિો વારો એ ઈત્યાદિ સૂત્રનું પૂર્વે વ્યાખ્યાન કરેલ હોવાથી, તેને છોડીને “તમ મિચ્છામિ યુધ્ધૐ' સૂત્ર અવયવની વ્યાખ્યા કરવાને કહે છે - • નિર્યુક્તિ-૧૫૦૫,૧૫૦૬ + વિવેચન : “મિચ્છા મિ દુક્કડં”માં મિ - માર્દવતાને સૂચવે છે, થ્રુ એ દોષના છાદન માટે છે, મિ - મર્યાદામાં સ્થિત ઈત્યાદિ - ૪ -

Loading...

Page Navigation
1 ... 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512