Book Title: Agam 40 Avashyaka Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 462
________________ મેં પ૪િ૦ થી ૪૬ નિ - ૧૫૧૭ થી ૧૫૨૩ ૧પ ૧૨૬ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ અધોલોકમાં અમરાદિ ભવનોમાં, તીછલોકમાં દ્વીપ અને જ્યોતિષ વિમાનાદિમાં તથા ઉર્વલોકમાં સૌધર્માદિમાં અરહંત ચૈત્યો છે. - તેમાં અશોકાદિ આઠ મહાપ્રાતિહાર્યરૂપ પૂજાને યોગ્ય છે અરહંત અર્થાત્ તીર્થકરો, તેમના ચૈત્યો-પ્રતિમારૂપ. અહીં ભાવના આ પ્રમાણે છે – વિત્ત એટલે અંત:કરણ, તેમાં ભાવ કે કર્મમાં ચૈત્ય’ શબ્દ થયો. તેમાં અરહંતોની પ્રતિમા પ્રશરસ્ત સમાધિ યિતમાં ઉત્પાદન કરતી હોવાથી તેને અરહંત ચૈત્ય કહેવાય છે. વય - શરીર, તેનો ઉત્સર્ગ - આગાર સહિત સ્થાન મૌન ધ્યાન ક્રિયા સિવાયની બીજી ક્રિયાનો પરિત્યાગ. તે કાયોત્સર્ગ. [શંકા] શું અરહંત ચૈત્યોનો કાયોત્સર્ગ કરે છે ? (સમાધાન ના. આ પદનો સંબંધ વંદનનિમિતે આદિ સાથે છે. તેથી અરહંતચૈત્યના વંદન નિમિતે હું કાયોત્સર્ગ કરું છું. તેમ કહેવું. તેમાં વંદન - અભિવાદન, પ્રશસ્ત કાય-વા-મનની પ્રવૃત્તિ. તેના નિમિતે એટલે તેનું ફળ મને કઈ રીતે કાયોત્સર્ગથી મળે. આ પ્રમાણે બધાં પદોમાં ભાવના કરવી. સમભાવમાં રહીને પ્રતિક્રમવું જોઈએ. સમ્યક્ ઉપયુક્ત પદંપદથી પ્રતિકમણસૂત્ર કહે છે, તે અનવસ્થા પ્રસંગભીતો, અનવસ્થામાં વળી તિલહારકશિશુનું દષ્ટાંત છે. o કૃતિકર્મ - પછી ખામણા નિમિતે પ્રતિકમીને પ્રતિકાંત આત્મવૃત્ત નિવેદનાર્થે વાંદે છે. પછી આચાયદિને પ્રતિકમણાર્થે જ દર્શાવતો ખમાવે છે. કહ્યું પણ છે કે આચાર્ય, ઉપાધ્યાય, શિષ્ય, આધર્મિક, કલ અને ગણમાં જે કોઈ પણ પ્રતિ મારાથી કપાય થયો હોય તે બધાંને મિવિઘે ખમાવું છું. પૂજ્ય એવા શ્રમણસંઘને મસ્તકે અંજલિ કરીને, બધાંને ખમાવીને હું પણ બધાંને ખમું છું. બધી જ જીવરાશિને વિશે, ભાવથી ધર્મમાં સ્થાપેલ નિજ ચિત્તવાળો હું તે બધાંને ખમાવીને, હું પણ બધાંને ખમું છું. એ પ્રમાણે આચાર્ય આદિને ખમાવીને પછી કોઈ અનાભોગાદિ કારણે દુરાલોચિત થાય કે પ્રતિકાંત થાય તો ફરી પણ સામાયિક કરીને ચારિત્ર વિશોધન અર્થે કાયોત્સર્ગ કરે છે. [૧૫૨૩] આ ચાોિત્સર્ગ, ચારિત્રાતિચાર વિશુદ્ધિ નિમિતે કહેલ છે. તે ૫૦ ઉચ્છવાસ પરિમાણ ચે. પછી નમોક્કાર વડે પારીને વિશુદ્ધ ચારિત્રી, વિશુદ્ધ દેશકો, દર્શન શુદ્ધિ નિમિતે નામોત્કીર્તન કરે [લોગસ કહે. ચાસ્ત્રિ વિશોધિત આ દર્શન વિશુદ્ધિ કરીને ફરી નામોત્કીર્તન જ કરે છે – લોગસસરા તે ચતુર્વિશતિસ્તવમાં કહેલ હોવાથી અહીં ફરી વ્યાખ્યાયિત કરતાં નથી. ચતુર્વિશતિસ્તવ કહીને દર્શનવિશુદ્ધિ નિમિતે જ કાયોત્સર્ગકરવાને માટે આ સૂત્ર બોલે છે - • સૂઝ-૪૩ - લોકમાં રહેલા સર્વે અરહંતચૈત્ય • અરહંત પ્રતિમાને આશ્રીને - તેમનું લંબન લઈને હું કાયોત્સર્ગ કરું છું. [કેવી રીતે ?]. વંદન નિમિતે, પૂજન નિમિત્તે, સકાર નિમિત્તે, સન્માનનિમિતે, બોધિલાભ નિમિતે, નિરૂપસર્ગ [મોક્ષ નિમિતે. વધતી જતી શ્રદ્ધા વડે, મેધા વડે, ધૃતિ વડે, ધારણા વડે અને અપેક્ષાથી હું કાયોત્સર્ગમાં સ્થિર થાઉં છું. • વિવેચન-૪૭ :સર્વલોકમાં અહંતુ ચૈત્યોને હું કાયોત્સર્ગ કરું છું. તેમાં – ક્ય - દેખાય છે, કેવળજ્ઞાનથી ભાસ્વર થાય છે તે લોક - ચૌદ રાજરૂપ ગ્રહણ કરાય છે. કહ્યું છે - ધર્માદિ દ્રવ્યોનું વર્તવું જે માં હોય છે, તે દ્રવ્યો સાથે ચે તે લોક, તેનાથી વિપરીત તે અલોક. સર્વે તે અધો, તીછ અને ઉર્વ ભેદે છે. આ સર્વલોકમાં એટલે કે ગિલોકમાં. પૂજન નિમિત્તે. પૂજન - ગંધ, માળા આદિ વડે અભ્યર્ચન. સત્કાર નિમિતે. શ્રેષ્ઠ વા, આભરણ આદિ વડે અભ્યર્ચન તે સકાર. (શંકા જો પૂજન અને સત્કાર નિમિતે કાયોત્સર્ગ કરાય છે, તો પછી સત્કાર અને પૂજન જ કેમ નથી કરાતા ? [સમાધાન દ્રવ્યસ્તવના અપ્રધાનપણાથી. - - શ્રાવકો પૂજન અને સકાર કરે જ છે, સાધુઓ પણ પ્રશસ્ત અધ્યવસાય નિમિતે એ પ્રમાણે બોલે છે. સમાન નિમિતે - તેમાં સ્તુતિ આદિ વડે ગુણની ઉન્નતિ કરવી તે સન્માન. માનસની પ્રીતિ વિશેષ એવો અર્થ પણ બીજા કરે છે. શું વંદન, પૂજન, સ્તકાર, સન્માન જ નિમિતે છે ? તેથી કહે છે - બોધિના લાભ નિમિતે. બોધિલાભ એટલે જિનપણિત ધર્મની પ્રાપ્તિ. તો શું બોધિલાભ જ નિમિત છે? તેથી કહે છે – નિરુપસર્ગ નિમિતે. નિરુપસર્ગ એટલે મોક્ષ. આવો કાયોત્સર્ગ કરાતો હોવા છતાં શ્રદ્ધાદિ હિતને અભિલક્ષિત અર્થનું સાધવું પૂરતું નથી. તેથી કહે છે – શ્રદ્ધાથી, મેધાથી ઈત્યાદિ. શ્રદ્ધાના હેતુભૂતતાથી હું કાયોત્સર્ગમાં સ્થિર થયો છું, બલાભિયોગાદિથી નહીં. શ્રદ્ધા-નિજ અભિલાષ. મેધા-પટવથી, જડતાથી નહીં. અથવા મેધાથી - મર્યાદિાવર્તિત્વથી પણ અસમંજસથી નહીં. ધૃતિ વડે - મનોપણિધાન રૂપથી, રાગદ્વેષની આકુળતાથી નહીં. ધારણાથી - અરહંતગુણ આવિકરણ રૂપથી, તેનાથી શૂન્યપણે નહીં. અનપેક્ષાથી - અરહંત ગુણોની જ વારંવાર અવિસ્મૃતિરૂપ અનુચિંતનાથી, તેના હિતથી નહીં.

Loading...

Page Navigation
1 ... 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512