Book Title: Agam 40 Avashyaka Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 467
________________ - ૫/૬૨ નિ - ૧૫૨૪ ૧૩૫ ૧૩૬ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ અહિતથી નિવર્તિત. ચોદિત ખલનામાં, પ્રતિયોદિત- પુનઃપુનઃ અવસ્થામાં ઉપસ્થાપિત કર્યો. પછી આચાર્ય કહે છે – “નિસ્તાક પાણા ભવેત” - સંસાર સમુદ્રથી પાર પામનારા થાઓ. આ પ્રમાણે બાકીના સાધુને ક્ષામણાં વંદન કરે છે. હવે વિકાસ કે વ્યાઘાત હોય ત્યારે સાત, પાંચ કે ત્રણ વાંદે, પછી દૈવલિક પ્રતિક્રમે. શચ્યા (વસતિ) દેવતાનો કાયોત્સર્ગ કરે પ્રતિક્રમણ અને ગુરુને વંદના કરાયા પછી ગુરુ વર્ધમાન સ્વામીની ત્રણે સ્તુતિ બોલે છે. આ બધાં પણ અંજલિબદ્ધ અગ્રહાથને મુકુલિત કરેલા સમાપ્તિમાં નમસ્કાર કરે છે. પછી બાકીના પણ આ ત્રણે સ્તુતિ બોલે છે. તે દિવસે સૂઝ પોિિસ કે અર્થ પોરિસિ હોતી નથી. આ પાક્ષિક પ્રતિક્રમણ વિધિ મૂળ ટીકાકારે કહેલી છે, બીજ વળી આયરણાનુસાર કહે છે - દૈવસિક પ્રતિક્રમી અને ખામીને, પછી પહેલા ગુરુ જ ઉભા થઈને પાક્ષિકને ખમાવે છે, પછી બેસે. એ પ્રમાણે બાકીના પણ રાત્વિકના ક્રમાનુસાર ખમાવીને બેસે છે. પછી વાંદીને બોલે છે – દૈવસિક પ્રતિકરૂં, હવે પાક્ષિક પ્રતિકમાવો. એ પ્રમાણે ચાતુર્માસિક પણ કહેવું. વિશેષ એ કે કાયોત્સર્ગ ૫oo ઉચ્છવાસનો થાય. એ પ્રમાણે સાંવત્સસ્કિ પણ કહેવું. વિશેષ એ કે કાયોત્સર્ગ ૧૦૦૮ ઉશ્વાસનો આવે. ચાતુર્માસિક અને સાંવત્સરિક બંનેમાં બધાં પણ મૂલગુણ અને ઉત્તરગુણોની આલોચના દઈને પ્રતિક્રમે છે. ક્ષેત્ર દેવતાનો કાયોત્સર્ગ કરે છે. કેટલાંક સાતમસિકમાં શય્યાદેવતાનો પણ કાયોત્સર્ગ કરે છે. - પ્રભાતે આવશ્યક કર્યા પછી પંચકલ્યાણક ગ્રહણ કરે છે. પૂર્વે ગ્રહણ કરેલા અભિગ્રહોનું પણ નિવેદન કરે છે. જો અભિગ્રહો સમ્યક્ પ્રકારે અનુપાલિત ન કર્યા હોય તો કૂજિતકર્કવયિતતાથી કાયોત્સર્ગ કરે છે અને ફરી પણ બીજાને ગ્રહણ કરે છે. પણ અભિગ્રહરહિત રહે નહીં. સાંવત્સરિકમાં આવશ્યક કરાયા પચી પ્રદોષમાં પર્યુષણાકતા કહે છે. તે વળી પાંચસમિમાં પૂર્વે અને ભાવિમાં કહેવાય છે. આ સામાચારી છે. આનો જ કાળથી ઉપસંહાર કરતાં કહે છે – • ભાગ-૨૩૨,૨૩૩ + વિવેચન : ચાતુર્માસે અને વરસે આલોચના નિયમથી આપવી જોઈએ. અભિગ્રહોને ગ્રહણ કરીને પૂર્વના અભિગ્રહોનું નિવેદન કરવું. ચાતુમસે અને વરસે ક્ષેત્ર દેવતાનો કાયોત્સર્ગ અને પાક્ષિકે શય્યદેવતાનો. કાયોત્સર્ગ કરે. કોઈક ચાતુમસે પણ કરવાનું કહે છે. બંને ગાથાર્થ કહ્યા. હવે નિયત કાયોત્સર્ગ જણાવે છે – • નિર્યુક્તિ -૧૫ર૯ થી ૧૫૩ર + વિવેચન : દૈવસિક, અગિક, પાક્ષિક, ચાતુર્માસિક અને વાર્ષિક આ બધામાં નિયત કાયોત્સર્ગ હોય, બાકીના અનિયત જાણવા. આ ‘બાકીના' એટલે ગમન દિ વિષયના. હવે નિયત કાયોત્સર્ગનું સામાન્યથી ઉચ્છવાસમાન પ્રતિપાદન કરવા માટે કહે છે – ‘H' સંધ્યા-પ્રદોષ, તેમાં સો ઉચ્છવાસ થાય છે. અતિ ચાર લોગસ્સ વડે બોલાય છે. ‘સદ્ધ' પ્રત્યુપે-વહેલી સવારે પચાશ ઉચ્છવાસ પ્રમાણ અતિ બે લોગસ્સનો કાયોત્સર્ગ થાય છે. પકિખમાં ૩૦૦, ચાતુર્માસમાં-૫૦૦, સંવત્સરમાં૧૦૦૮ ઉચ્છવાસમાન કાયોત્સર્ગ છે. લોગસ્સનું પ્રમાણ દૈવસિકમાં ચાર, સમિકમાં બે, પાક્ષિકમાં બાર, ચાતુર્માસિકમાં વીશ અને વાર્ષિકમાં ચાલીશ થાય છે. તેમાં “પદ સમાન ઉચ્છવાસ" ઈત્યાદિ ઉચ્છવાસમાન આગળ કહીશું. દૈવસિકાદિમાં લોગસ્સનું પ્રમાણ કહીને હવે ગ્લોકમાન દર્શાવવાને માટે કહે છે – પચીશ, સાડાબાર, ૭૫, ૧૨૫, ૨૫૨. ચાર ઉચ્છવાસ વડે શ્લોક જાણવો. હવે અનિયત કાયોત્સર્ગ વક્તવ્યતાનો અવસર છે, તેની ગાથા – • નિયુક્તિ-૧૫૩૩ થી ૧૫૩૮, ભાષ-૨૩૪, પ્રક્ષેપ + વિવેચન : [૧૫૩૩] ભિક્ષાદિ નિમિત્તથી કે અન્ય પ્રામાદિમાં ગમનાગમન અને વિહાર, સૂત્રમાં, રાત્રિના સ્વપ્નદર્શનમાં, નાવથી નદી ઉતરવામાં ઈયપિથ પ્રતિક્રમણ અર્થાત્ પચીશ ઉચ્છવાસનો કાયોત્સર્ગ કરવો. આ જ અવયવનું વિવરણ કરતાં ભાણકાર કહે છે – [ભાગ-૨૩૪] ભોજન, પાન, શયન, આસન, અરિહંતસમણ - શય્યામાં, ઉચ્ચાર-પ્રસવણમાં પચીશ ઉચ્છવાસ કાયોત્સર્ગ હોય. ભોજન, પાન નિમિતે બીજા ગામ આદિમાં જતાં જો ત્યાં વેળા ન થઈ હોય તો ઈયપિથિકી પ્રતિક્રમીને ઉભા રહે. આવીને પણ ફરી પ્રતિક્રમે. એ પ્રમાણ શયન, આસન નિમિતે પણ છે. શયન એટલે સંચારો કે વસતિ, આસન તે પીઠ આદિ. ‘અરહંત શ્રમણશય્યા' એટલે ચૈત્યગૃહ જઈને પડિક્કમીને રહે એ પ્રમાણે ‘શ્રમણશય્યા' એટલે સાધુની વસતિમાં પણ જાણવું ઉચ્ચાર-મળના ભાગમાં અને પ્રશ્રવણ-મૂત્ર ત્યાગમાં પણ જો હાથ માત્ર પણ જાય, તો પણ આવીને ઈયપિયા પ્રતિકમે જો માત્રમાં માબુ ગયા હો તો જે તેને પરવવા જાય તે ઈયપિયા પ્રતિક્રમે. | પ્રિોપગાથા સ્વસ્થાનથી જો ૧૦૦ હાથથી બહાર જાય તો પ્રતિકમે, તેની દરમાં જાય તો ન પ્રતિકમે તે નિજ આલયથી ગમન. સૂત્રપોરિસિ નિમિતે, ક્યાંય વિદા કરે, એ બધામાં પચીશ ઉચ્છવાસ કાયોત્સર્ગ કરે. આ ગાથા જો કે બીજા કતની છે, પણ ઉપયોગી હોવાથી તેની વ્યાખ્યા કરી છે, હવે સૂત્રદ્વારની વ્યાખ્યા - [૧૫૩૪] સૂત્રના ઉદ્દેશ સમુદ્દેશ અનુજ્ઞામાં ૨૭ ઉપવાસ કાયોત્સર્ગ કરાય છે.

Loading...

Page Navigation
1 ... 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512