________________
૩૬૦ ૪/૨૬, નિં - ૧૩૧૧, ભા. ૨૦૫ થી ૨૦૭
સ્વીકારી. બ્રાહ્મણે બીજાની સહાયથી તે બાળકને મારી નાંખવા યોજના ઘડી. તે તેના
પિતાએ સાંભળ્યું. તે ત્રણ નાસી ગયા. કાંચનપુરે પહોંચ્યા, ત્યાં રાજા મરી ગયેલો. બીજો કોઈ રાજાને યોગ્ય ન હતો. અશ્વને અધિવાસિત કર્યો. અશ્વ તે બાળક સુતો હતો ત્યાં આવ્યો. પ્રદક્ષિણા કરીને ત્યાં રહ્યો. લક્ષણ પાઠકો એ તેને લક્ષણયુક્ત જાણી. જય-જયકાર કર્યો. નંદી આદિ વાધો વગાડ્યા. આ બાળક પણ બગાસુ ખાતો વિશ્વસ્ત થઈ ઉઠ્યો. ઘોડે બેસી ગયો.
Че
તે ચાંડાલ હોવાથી બ્રાહ્મણો તેને પ્રવેશ આપતા નથી. ત્યારે તેણે દંડરષ્ન હાથમાં લીધું, તે બળવા લાગ્યું. બધાં ડરી ગયા. તેથી તેને હરિકેશ બ્રાહ્મણરૂપે ઓળખાવ્યા. તેના પિતાના ઘરનું નામ ‘અવકીર્ણક’ હતું. પછી ચેટકે કરેલ ‘કઠંડુ’ નામ જ પ્રસિદ્ધ થયું. ત્યારે તે બ્રાહ્મણ આવ્યો “મને એક ગામ આપ'' રાજા બોલ્યો, તને જે ગમતું હોય તે લઈ જા. તે બોલ્યો કે મારે સંપામાં ઘર છે, ત્યાં એક ગામ આપ. ત્યારે કરકંડુ એ દધિવાહન રાજાને લેખ લખશે. મને એક ગામ આપો. હું તમને બદલામાં જે ગામ કે નગર ગમતું હશે તે આપી દઈશ.
રાજા રોષે ભરાણો. શું આ દુષ્ટ ચાંડાલ પોતાને ઓળખતો નથી કે મારી ઉપર લેખ લખીને મોકલે છે. દૂતે પાછા આવીને બધું કહ્યું. કરકંડૂને પણ ક્રોધ ચડ્યો. તેણે ચંપા નગરી રુંધી. યુદ્ધ થયું. તે સાધ્વીજીને ખબર પડી તેથી “લોકોના મૃત્યુ ન થાય' તેમ સમજી કરકંડૂની પાસે જઈને રહસ્ય જણાવ્યું કે – આ તારા પિતા છે ત્યારે કફંડૂએ પોતાના પાલક માબાપને પૂછ્યું. તેઓએ જે હકીકત હતી તે જણાવી. નામ મુદ્રા અને કંબલરત્ન દેખાડ્યા. તે બોલ્યો – હું પાછો ન ખસુ.
-
ત્યારે સાધ્વીજી ચંપાનગરી ગયા. રાણીને ઘેર આવેલી જાણીને પગે પડીને દાસીઓ રડવા લાગી. રાજાએ પણ સાંભળ્યું. તે પણ આવ્યો. વાંદીને આસન આપ્યું. તેણીને જે ગર્ભ હતો, તેનું શું થયું તે પૂછ્યું. રાણી બોલી – જેણે તમારા નગરને રૂંધેલ છે, તે જ તમારો પુત્ર છે. રાજા ખુશ થઈને નીકળ્યો. બંને મળ્યા. દધિવાહને તેને બંને રાજ્યો આપી દઈને દીક્ષા લીધી. કરકંડૂ મહાશાસક થયો.
-
તેને ગોકુળ પ્રિય હતું. તેણે અનેક ગોકુળ કરાવ્યા. કોઈ દિવસે શરઋતુમાં એક વાછળો જોઈને કરકંડૂએ કહ્યું કે આની માત્તાને દોહશો નહીં. જો વધારે જરૂર પડે તો બીજી ગાયોનું દુધ પીવડાવવું. ગોપાલે તે વાત સ્વીકારી. તે પણ અતિ ઉંચો વિષાણ સ્કંધ વૃષભ થયો. રાજા એ જોઈને તેને યુદ્ધ માટે સજ્જ કર્યો. ઘણાં કાળે આવીને જોયું તો તે મહાકાય વૃષભ ગળીયો બળદ થઈ ગયેલ. ગોવાળ દ્વારા તે જાણીને વિષાદથી ચિંતવતા ‘કરકંડૂ’ સ્વયં બોધ પામ્યો. તેથી ભાષ્યકાર કહે છે– • ભાષ્ય-૨૦૭ થી ૨૦૯-વિવેચન :
શ્વેત, સુજાત અર્થાત્ ગર્ભદોષરહિત, સુવિભક્ત સમાન શીંગડાવાળો જેને રાજા જોઈને, ગોકુળ મધ્યે વૃષભને, ફરી તેજ અનુમાનથી ઋદ્ધિ, સંપદા, વિભૂતિની અસારતાને આલોચીને [વિચારીને] કલિંગ જનપદનો રાજા કલિંગરાજ ધર્મનું પર્યાલોચન
કરતો બોધ પામ્યો.
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪
શું ચિંતવતા ? ગોષ્ઠાંગણ મધ્યે ટેક્કિત શબ્દના જેના ભગ્નપણાને. તે પણ કેવા ? દીપ્ત, રોષણ અર્થાત્ બલોન્મત્ત બળદો, તીક્ષ્ણ શીંગડાવાળા હતા. આ વૃષભ પણ પગ પરિઘટ્ટન સહન કરે છે. આ અસાર સંસારને ધિક્કાર છે, બધાં જીવોનો આ જ વૃત્તાંત છે. તેથી આના વડે શું? એ પ્રમાણે બોધ પામી, જાતિસ્મરણ થતાં સંસાર છોડી નીકળી ગયો અને વિચારવા લાગ્યા.
૬૦
આ તફ પાંચાલ જનપદમાં કાંપીલ્સ નગરમાં દુર્મુખ રાજા હતો. તે પણ ઈન્દ્રધ્વજને જુએ છે. લોકો દ્વારા પૂજાય છે. અનેક હજાર લઘુ પતાકાથી મંડિત અને સુંદર છે. ફરી જુએ છે. ત્યારે તેના ઉપર મળ-મૂત્રાદિ જોયા. તે પણ બોધ પામીને
વિચરે છે.
આ તરફ વિદેહ જનપદમાં મિથિલા નગરીમાં નમિ રાજા માંદો થયો. રાણીઓ ચંદનનો લેપ કરે છે, જેથી રાજાનો દાહ શાંત થાય. ત્યારે બલોયા - બંગડીનો ખણકાર સંભળાય છે. તેનાથી કાનને આ અવાજ સહન થતો નથી. એકૈક બલોયુ દૂર કરતાં છેલ્લે એક જ હાથમાં રહે છે ત્યારે અવાજ થતો નથી. રાજા બોલ્યો - તે બલોયા કેમ અવજા કરતા નથી ? એક જ છે, બાકીના કાઢી નાંખ્યા. રાજાને થયું ઘણામાં દોષ છે, એકમાં નથી. તે બોધ પામ્યો. સ્વયં વિચરવા લાગ્યા.
-
- તે ભાષ્યકાર કહે છે -
ભાષ્ય-૨૧૧ + વિવેચન :
ઘણું શબ્દો કરે છે, એક અશબ્દક રહે છે એવું બલોયાના નિમિત્તે વિચારી મિથિલાપતિ નમિ રાજા નીકળી ગયો.
આ તરફ ગંધાર દેશમાં પુરિમપુર નગરમાં નગ્નતી રાજા હતો. તે કોઈ દિવસે અનુયાત્રાર્થે નીકળ્યો. કુસુમિત થયેલ આમમંજરી જોઈ તેણે એક મંજરી તોડી પાછળ આખા સૈન્યએ તેમ કર્યુ. છેલ્લે ઝાડનું ઠુંઠુ બચ્ચુ. પાછો ફર્યો ત્યારે પૂછ્યું કે – તે આમ્રવૃક્ષ ક્યાં ? મંત્રીએ વૃત્તાંત કહ્યો. રાજાને થયું કે રાજ્યલક્ષ્મી આવી જ છે. જ્યાં સુધી ઋદ્ધિ હોય ત્યાં સુધી શોભે છે. આનો શું લાભ ? બોધ પામ્યો. તેથી કહે છે –
• ભાષ્ય-૨૧૨ + વિવેચન :
જે આમ્રવૃક્ષ મનોભિરામ હતું કેમકે મંજરી, પલ્લવ, પુષ્પ યુક્ત હતું. તેની ઋદ્ધિ અને અવૃદ્ધિને જોઈને ગંધાર રાજાએ ધર્મની સમીક્ષા કરી.
તે ચારે પ્રત્યેક બુદ્ધો વિચરતા ક્ષિતિપ્રતિષ્ઠિત નગર મધ્યે ચતુાંર દેવકુલે ભેગા થયા. પૂર્વથી કકુંડૂ પ્રવેશ્યા, દક્ષિણથી દુર્મુખ. એ પ્રમાણે બાકીના બંને પણ આવ્યા. સાધુથી અન્યતોમુખ થઈને કેમ રહેવું? એમ વિચારી તેણે દક્ષિણમાં મુખ કર્યુ. નમિએ પશ્ચિમમાં, ગાંધારે ઉત્તરમાં મુખ કર્યુ. નગ્ગતિએ પૂર્વમાં મુખ કર્યુ.
તે કખંડૂ પાસે ઘણી કંડૂ હતી. તેમાં સારી સારી કંડૂ શોધીને કાન ખંજવાળતા હતા. તેને એક તફ ગોપળને રાખી. તે દુર્મુખ પ્રત્યેકબુદ્ધે જોયું. તે બોલ્યા – જ્યાં રાજ્ય, રાષ્ટ્ર, નગર અને અંતઃપુર છોડ્યા, આ બધાંનો ત્યાગ કર્યા પછી આવી