Book Title: Agam 40 Avashyaka Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 425
________________ He ૪૨૬, નિ - ૧૨૯૯ ભગવંત આમલકક્ષાના આમશાલવનમાં ચૈત્યે પધાર્યા. બંને દેવોએ આવીને નૃત્યવિધિ દર્શાવી. એકની વિકુણા ઋજુ હતી, બીજાની વિદુર્વણા વિપરીત હતી. તે જોઈને ગૌતમસ્વામીએ ભગવંતને પૂછ્યું - આમ કેમ ? ત્યારે ભગવંતે તે બંનેનો પૂર્વભવ કહ્યો. આ માયાદોષનું પરિણામ છે. આ રીતે આચાર ઉપગતપણાથી યોગો સંગૃહીત થાય છે. હવે વિનયોપગવથી યોગ સંગૃહીત થાય છે, તેનું દેટાંત - • નિર્યુક્તિ-૧૩૦૦-વિવેચન : ઉજૈનીમાં બર્ષિ બ્રાહ્મણ હતો. તેની પત્ની માલુકા હતી. બંને શ્રાવક હતા. નિંબક તેમનો પુત્ર હતો. માલુકા મૃત્યુ પામી, અંબર્ષિએ પુત્રની સાથે દીક્ષા લીધી. નિંબક દુર્વિનિત હતો. કાયિકી ભૂમિમાં કાંય પાથરતો, સ્વાધ્યાય માટે જતાં સાધુને ક્ષતિ કરતો, અસ્વાધ્યાય કરી દેતો બધી સામાચારી વિતથ કતો, કાલગ્રહણમાં વિના કરતો. ત્યારે સાધુઓએ આચાર્યને કહ્યું – કે કાં તો આ રહેશે અથવા અમે. નિંબકને કાઢી મૂકયો. પિતામુનિ પણ તેની પાછળ ગયા. બીજા આચાર્ય પાસે રહ્યા. ત્યાંથી પણ કાઢી મૂક્યો. એ રીતે ઉજૈનીમાં ૫૦૦ આશ્રયો કર્યા. બધેથી નિંબકમુનિને કાઢી મૂક્યા. તે વૃદ્ધમુનિ સંજ્ઞાભૂમિમાં રડતા હતા. નિંબક પૂછે છે – કેમ રડો છો ? તારા જેવા અભાગીયા આચારવાળાથી જો મારી આ સ્થિતિ છે, કે મને પણ કોઈ રાખતું નથી. પ્રવજ્યા છોડવી પણ ઉચિત નથી. નિંબકને પણ ઘણો ખેદ થયો. નિંબકે કહ્યું - હે વૃદ્ધમુનિ ! ક્યાંય પણ સ્થિતિ શોધો. વૃદ્ધ મુનિએ કહ્યું - હું માર્ગણા કરું છું, પણ તું વિનિત થઈ જા. મૂળ સાધુની પાસે બંને ગયા. તે સાધુઓ ક્ષોભિત થયા. નિંબકમુનિએ કહ્યું કે – હવે અવિનય નહીં કરું. તો પણ તેઓએ ન સ્વીકાર્યા. આચાર્યએ કહ્યું - તમે બંને પ્રાધુર્ણકરૂપે રહો. આજ-કાલ જજો. બંને મુનિ ત્યાં રહ્યા. ત્યારે નિંબકમુનિ ત્રણ-ત્રણ ઉચ્ચાર પ્રરાવણની બાર ભૂમિને પ્રતિલેખીને બધી સામાચારી કરે છે. અવિતથ જાણ્યા. સાધુઓ સંતુષ્ટ થયા. તે નિંબક અમૃતલક થયો. તરતમયોગથી ૫૦૦ પ્રતિશ્રયોને પોતાના કરી આરાધ્યા. કોઈ જવા દેતા ન હતા. એ રીતે તે પછી વિનયોગ થયો. વિનયોગ દ્વાર ગયું. હવે ૧૬મું - “પૃતિમતિ’ યોગસંગ્રહ. ધૃતિમાં જે મતિ કરે છે. તેને યોગસંગ્રહ થાય છે. તેની ગાથા - • નિયુક્તિ-૧૩૦૧-વિવેચન : પાંડુ મથુરા નગરી હતી. ત્યાં પાંચ પાંડવો હતા. તેઓએ દીક્ષા લેતા પુત્રોને રાજ્યમાં સ્થાયા. પાંચે પાંડવમુનિ ભગવંત અરિષ્ટનેમિ પાસે જવા નીકળ્યા. હસ્તિકલામાં વિચરતા સાંભળ્યું કે - ભગવંત નિર્વાણ પામ્યા. ગ્રહણ કરેલ ભોજનપાનનો ત્યાગ કરીને શત્રુંજય પર્વતે ભક્ત પ્રત્યાખ્યાન કર્યા. કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. સિદ્ધ થયા. તેમના વંશમાં બીજો પાંડુસેન રાજા થયો. તેમને બે પુત્રો હતા - મતિ અને સુમતિ. તેઓ ઉજ્જયંતમાં ચૈત્યવંદનાર્થે સૌરાષ્ટ્રમાં સમુદ્રમાર્ગે આવ્યા, ત્યારે ઉત્પાત થયો. લોકો સ્કંદ અને રુદ્રને નમે છે. આ બંનેએ પોતાના આત્માને ગાઢ રીતે પર આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ સંયમમાં યોજ્યો. વહાણ ભાંગ્ય. સંયતત્વ અને સ્નાતકપણાથી કાળ પામી સિદ્ધ થયા. એગ્ર શરીરથી ઉછળતા હતા. લવણ સમુદ્રાધિપતિ સુસ્થિતદેવે તેનો મહિમા કર્યો. દેવ ઉધોતમાં ત્યાં પ્રભાસ નામે તીર્ય થયું. તેથી પૃતિમાં મતિ કરીને યોગ સંગ્રહ થાય છે. હવે ‘સંવેગ’. સમ્યક વેગ તે સંવેગ. તે સંવેગ વડે યોગ સંગ્રહ થાય છે, તેમાં બે ઉદાહરણ ગાથા – • નિયુક્તિ-૧૩૨,૧૩૦૩ : ચંપામાં મિગપભ સજા, ધારિણી રાણી હતા. ત્યાં ઘનમિત્ર સાર્થવાહ, તેની ધનશ્રી પત્ની હતા. તેણીને પ્રાર્થનાથી પગ જમ્યો. લોકો કહેવા લાગ્યા - જે આ ધનસમૃદ્ધ સાર્થવાહના કુળમાં જન્મ્યો, તેથી તેનું ‘સુજાત’ નામ રાખવું. બાર દિવસ વીત્યા બાદ “સુજાત' નામ કર્યું. તે દેવકુમાર જેવો હતો. તેની જેમ શિક્ષણ પામ્યો. તે બંને શ્રાવક-શ્રાવિકા તે જ નગરમાં ધર્મઘોષ અમાત્ય અને તેની પ્રિયંગુનામે પત્ની હતા, તેણે “સુજાત’ વિશે સાંભળ્યું. કોઈ દિવસે ‘સુજાત' અહીંથી નીકળે તો મને કહેજે ચાવતુ જોઈશ એ પ્રમાણે દાસીને કહ્યું. સુજાત ક્યારેક મિત્રવૃંદથી પરિવરીને તે જ માર્ગે જતો હતો. દાસીએ પ્રિયંગુને કહ્યું. તેણી નીકળી. સપત્ની વડે જોવાયો. તેણી બોલી – તે ધન્ય છે, જેના ભાગ્યમાં આ આવેલ છે. કોઈ દિવસે તેઓ પાર કહે છે - અહો ! શું તેની લીલા છે ! પ્રિયંગુ એ સુજાતનો વેશ કર્યો. આભરણાદિથી ભૂષિત થઈ ક્રિડા કરે છે. એ જ પ્રમાણે વિલાસ, એવી જ હતશોભાવિભાષા, એ જ રીતે મિત્રોની સાથે વાતો આદિ. અમાત્ય આવ્યો. અંતાપુર બગડી ગયું છે માની ધીમે પગલે ચાલે છે દ્વારના છિદ્રમાંથી જુએ છે. ક્રીડા કરતા જુએ છે. તેને થયું કે- નક્કી મારું અંતઃપુર વિનાશ પામ્યું છે. આને ગોપવી રાખો, ક્યાંક રહસ્ય ભેદ થઈ જશે તો આ વૈરાચારી થઈ જશે મારવાને માટે સુજાતને શોધે છે. બીવે પણ છે. તેના પિતા હંમેશાં રાજાની પાસે જ રહે છે. તેથી કંક ઉપાય કરવો જોઈશે. ઉપાય શોધીને ખોટા લેબવાળા પુરષો કર્યા. જે મિત્રપ્રભ રાજાના વિરોધી હતા. તેને તેણે લેબ મોકલ્યો. સુજાતનું કહેવું છે કે – મિત્રપ્રભરાજાને મારી નાંખે. તે લેખ રાજાની આગળ વાંચ્યો. રાજા કોપાયમાન થયો. તેણે લેબ કરનારનો વધ કસ્વાની આજ્ઞા આપી. પછી તેને ગોપવી દીધા. મિત્રપ્રભ વિચારે છે કે જે લોકોને પણ થશે તો નગરમાં ક્ષોભ ઉત્પન્ન થશે. મને તે રાજા અપયશ આપશે. તેથી ઉપાય કરીને હું મારું તે મિત્રપ્રભને આરાર નામે પ્રત્યંતનગર હતું. ત્યાં ચંદ્રધ્વજ નામે માણસ હતો. તેને આ લેખ આપે છે - હું સુન્નતને મોકલું છું. તમે મારી નાંખજો. મોકલ્યો. સુજાતને બોલાવીને કહ્યું - આરક્ષર જા, ત્યાંના રાજ્યના કાર્યનું ધ્યાન રાખજે. તે ત્યાં ગયો. વિશ્વાસમાં લઈને માસ્વો, એમ વિચારી રોજેરોજ સાથે રમવા લાગ્યા. તેના રૂપ, શીલ, સમુદાયાર જોઈને

Loading...

Page Navigation
1 ... 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512