________________
ઉપોદ્ઘાત નિ ૧૮૮
939
અને એક વજ્રને ધારણ કરે છે. ત્યારપછી શક્ર ચતુર્વિધ દેવ નિકાય સહિત જલ્દીવરિતપણે જ્યાં મેરુ પર્વત છે, પંડકવનની મેરુ ચુલિકા છે ત્યાં દક્ષિણમાં અતિ પાંડુકંબલશિલા ઉપર અભિષેક સીંહાસન પાસે આવે છે. આવીને સીંહાસનની પૂર્વાભિમુખ બેસે છે.
એ પ્રમાણે બત્રીશે પણ ઈન્દ્રો ભગવંતના પાય સમીપે આવે છે, [વૃત્તિકારશ્રીએ આ વર્ણન ઘણું ટુંકાવેલ છે, યૂર્ણિમાં ઘણાં જ વિસ્તારથી અને સુંદર રીતે શનું, શક્ર વિમાનનું, શક્ર દ્વારા બોલાવાતા દેવ-દેવીનું, કેવી રીતે આવે છે ? તે, ઈત્યાદિ વર્ણન છે ઈશાનેન્દ્ર આદિનું વર્ણન પણ વિસ્તારથી છે.
પહેલાં અચ્યુતેન્દ્ર અભિષેક કરે છે, પછી અનુક્રમથી યાવત્ શક્ર સુધીના ઈન્દ્રો અભિષેક કરે છે.
ત્યારપછી રામર આદિ યાવત્ ચંદ્ર અને સૂર્ય કરે છે.
ત્યારપછી ભગવંતના જન્માભિષેક મહોત્સવથી નિવૃત્ત થઈને શક, તેવી સર્વ ઋદ્ધિથી, ચતુર્વિધ દેવનિકાય સહિત તીર્થંકરને ગ્રહણ કરીને પાછો આવે છે, તીર્થંકરના પ્રતિરૂપને પ્રતિસંહરે છે, તીર્થંકર ભગવંતને માતાની પાસે સ્થાપન કરે છે, અવસ્વાપિની નિદ્રા પ્રતિ સંહરે છે. દિવ્ય ક્ષોમયુગલ અને બે કુંડલો તીર્થંકર ભગવંતના ઓશિકાની સમીપે સ્થાપે છે.
એક શ્રીદામખંડ, તપનીય ઉજ્જ્વલ લંબૂશક, સોનાના પતરાથી મંડિત, વિવિધ મણિરત્ન હાર - અર્ધહારના સમૂહથી ઉપશોભિત, તીર્થંકર ભગવંતની ઉપરના ઉલ્લોચમાં નિક્ષેપે છે. જેથી તીર્થંકર ભગવંત અનિમેષ દૃષ્ટિ વડે જોતાં સુખે સુખે અભિરમમાણ કરતાં રહે છે.
ત્યારપછી શક્રની આજ્ઞાથી વૈશ્રમણ દેવ ૩૨-હિરણ્યકોડી, ૩૨-સુવર્ણ કોડી, ૩૨-નંદાસન, ૩૨-ભદ્રાસન સુભગ-સૌભાગ્ય-રૂપ-ચૌવન-ગુણ-લાવણ્ય તીર્થંકર ભગવંતના જન્મભવનમાં સંહરે છે.
ત્યારપછી શક્રના આભિયોગિક દેવો મોટા-મોટા શબ્દોથી ઘોષણા કરે છે - સાંભળો સાંભળો ! ઘણાં ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ્ક, વૈમાનિક દેવો અને દેવીઓ ! જે તીર્થંકર ભગવંત કે તીર્થંકર માતાનું અશુભ મનમાં વિચારશે, તેના આંબાની મંજરી માફક મસ્તકના સાત ટુકડા થઇ જશે. ઘોષણા કર્યા પછી ભવનપતિ, વ્યંતર, જ્યોતિક, વૈમાનિક દેવો તીર્થંકર ભગવંતનો જન્મ મહોત્સવ કરીને નંદીશ્વરદ્વીપે ગયા. ત્યાં અષ્ટાહિકા મહા મહોત્સવ કરીને પોત-પોતાના આલયે પાછા ગયા. જન્મદ્વાર પુરુ થયું. હવે નામદ્વાર કહે છે – તેમાં ભગવંતનું નામ નિબંધન ચતુર્વિશતિસ્તવમાં કહેવાશે.
અહીં વંશ નામ નિબંધન કહેવા માટે જણાવે છે –
• નિયુક્તિ-૧૮૯
-
એક વર્ષમાં કંઈક ન્યૂન સમયે વંશ સ્થાપન કરવા માટે ઈન્દ્રનું આગમન થાય છે, આહાર માટે દેવો આંગળીમાં અમૃત સ્થાપે છે.
૧૩૮
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧
• વિવેચન-૧૮૯ :
ભગવંત કંઈક ન્યૂન એક વર્ષના થયા, તેટલામાં ફરી શક્રનું આગમન થયું. તેણે ભગવંતની વંશ સ્થાપના કરી. આ ઋષભનાથ છે. તેમને ગૃહાવાસમાં અસંસ્કૃત આહાર હોય. પરંતુ બધાં તીર્થંકરો બાલભાવમાં વર્તતા સ્તનનો ઉપયોગ કરતાં નથી, પરંતુ આહારની ઈચ્છા થાય ત્યારે પોતાની જ આંગળી મોઢામાં મુકે છે. તે આહાર આંગળીમાં અમૃતરા સમાન દેવોએ સ્થાપેલો અને મનોનુકૂલ હોય છે.
એ પ્રમાણે બાલ્યભાવ અતિક્રાંત થતાં અગ્નિથી પાકેલને ગ્રહણ કરે છે, ઋષભનાથે પણ પ્રવ્રજ્યા સ્વીકારી ન હતી ત્યાં સુધી દેવતાએ લાવેલ આહારનો જ ઉપભોગ કર્યો હતો. આટલું આનુષાંગિક કહ્યું. હવે પ્રસ્તુત સૂત્ર - ઈન્દ્રએ વંશની સ્થાપના કરી, તે જણાવે છે –
તે કઈ રીતે કરી ? સ્વાભાવિક કે પ્રવૃત્તિ નિમિત્ત પૂર્વિકા? પ્રવૃત્તિ નિમિત પૂર્વિકા હતી, ઈચ્છાનુસારી નહીં. કઈ રીતે ?
• નિયુક્તિ-૧૯૦
ઈસુ [શેરડી] ખાવાની પ્રભુની ઈચ્છા જાણીને પ્રભુના વંશનું નામ ઈન્દ્રે ઈક્ષ્વાકુવંશ સ્થાપ્યું. જે વયમાં જે યોગ્ય હોય તે ઈન્દ્ર કરે છે.
• વિવેચન-૧૯૦ :
અતીત-વર્તમાન-અનાગત દેવેન્દ્ર શકોનો એ આચાર છે કે પહેલા તીર્થંકરના વંશની સ્થાપના કરે. પછી ઈન્દ્ર લોકોથી પરીવરીને ત્યાં આવ્યો. ખાલી હાથે કેમ
જવું? તેમ વિચારી મોટું ઈક્ષુ-શેરડી લઈને આવ્યો. આ તરફ નાભિ કુલકર
ઋષભસ્વામીને ખોળામાં લઈને બેઠેલા હતા. શક્ર આવતા ભગવંતે શેરડી તફ દૃષ્ટિ કરી. ત્યારે શકે પૂછ્યું – ભગવન્ ! શું આપ ઈક્ષુ [શેરડી] ખાસો ? ત્યારે સ્વામીએ હાથ ફેલાવ્યો અને હર્ષિત થયા. ત્યારે શકે આમ વિચાર્યુ –
જે કારણે તીર્થંકરને ઈક્ષુનો અભિલાષ થયો, તે કારણથી તેનો ઈક્ષ્વાકુ વંશ થાઓ. અને - ૪ - ભગવંતનું ગોત્ર કસાપ હતું. આ પ્રમાણે શકે વંશની સ્થાપના કરી અને ગયો. - X +
અક્ષરગમનિકા – દેવરાજ્ શક્ર ઈક્ષુ લઈને આવ્યો. ભગવંતે હાથ ફેલાવતા ઈન્દ્રે પૂછ્યું – ભગવન્ ! શું ઈશ્યુ [શેરડી] ખાશો ? ભગવંતે ઈત્રુ ગ્રહણ કરી. તેથી ઈક્ષ્વાકા - ઈસુ ભોજી થયું. તેથી ઋષભના વંશજો ઈક્ષ્વાકા [ઈક્ષ્વાકુ વંશના કહેવાયા.
એ પ્રમાણે જે વસ્તુ, જે પ્રકારે, જે વયમાં યોગ્ય હોય તેમ શકે બધું જ કર્યુ. પશ્વાર્ધમાં પાઠાંતર છે. “તાડના ફળથી હણાયેલ ભગિની પત્ની થશે.” ખરેખર ભગવંત અને નંદા [સુનંદા] ની સમાન વય જમાવવા આ પ્રમાણે પાઠ છે. તેથી ભગવંતના બાલ્યભાવમાં જ એક યુગલિક તાડના ફળથી મૃત્યુ પામતા તેની યુગલિનીને લાવીને કહ્યું – તે ઋષભની પત્ની થશે માટે તેની સંગોપના કરવી. આગળ પણ કહે છે – “નંદા અને સુમંગલા સહિત.”