________________
ઉપોદ્ઘાત નિ ૪૩૮,૪૩૯
૧૮૩
• વિવેચન-૪૩૮,૪૩૯ ×
નિર્યુક્તિ-૪૩૭ની વૃત્તિ મુજબ દુર્ભાષિત એકવચનથી મરીચિએ દુઃખ સાગર પ્રાપ્ત કર્યો. સાગરની ઉપમાવાળા કોડાકોડી સાગરોપમ ભમ્યો. આ દુર્ભાષિત એ સંસારનું મૂળ થયું. તથા પૂર્વે કહ્યા મુજબ નીચગોત્ર બાંધ્યુ. તે મરીચિ ૮૪ લાખ પૂર્વનું સયુિ પાળીને તે દુષિત અને ગર્વથી નિવર્યા વિના બ્રહ્મલોકે ૧૦ સાગરોપમ
સ્થિતિક દેવ થયો.
કપિલ પણ ગ્રન્થાર્યના પરિજ્ઞાન રહિત જ તે દર્શાવેલ ક્રિયામાં રત થઈ વિચર્યો. આસુરિ નામે શિષ્યને દીક્ષા આપી. તેને પોતાના જ આચાર શીખવ્યા. બીજા પણ શિષ્યો તેણે કર્યા. શિષ્યને પ્રવચનના અનુરાગમાં તત્પર તે મરીને બ્રહ્મલોકે ગયો. ત્યાં ઉત્પન્ન થયા પછી અવધિજ્ઞાન પ્રયોજી વિચાર્યુ કે – મેં શું ઈષ્ટ કર્યુ કે દાન દીધું. જેથી આવી દિવ્ય દેવઋદ્ધિ પામ્યો. પોતાનો પૂર્વભવ જાણીને વિચાર્યુ કે – મારા શિષ્યોને તત્ત્વ ઉપદેશ કરું. આકાશમાં પંચવર્ણ મંડલમાં રહીને તત્ત્વ કહ્યું - x - અવ્યક્તથી વ્યક્ત ઉત્પન્ન થાય છે. પછી પષ્ટિતંત્રની ઉત્પત્તિ થઈ. તેના મતાનુસાર કહે છે – પ્રકૃતિ મહાન છે, તેનાથી અહંકાર, તેનાથી ત્રણ પોડશંક, તેનાથી પાંચ ભૂતો પ્રગટે છે ઈત્યાદિ - ૪ -
• નિર્યુક્તિ-૪૪૦,૪૪૧ :
ઈક્ષ્વાકુ કુળમાં મરીચિ થયો, ૮૪ લાખ પૂર્વીયુ ભોગવીને બ્રહ્મલોકમાં ગયો કોલ્લાગ સંનિવેશમાં કૌશિક નામે બ્રાહ્મણ થયો, ૮૦ લાખ પૂર્વ આણુપાળી, પછી સંસારમાં ઘણું ભમ્યો. પછી ચૂણા નગરીમાં પુષ્પમિત્ર નામે બ્રાહ્મણ થયો. ત્યાં ૭૨ લાખ પૂર્વ આયુ પાળી સૌધર્મ કરે ગયો. પછી ચૈત્ય સંનિવેશમાં ૬૪ લાખ પૂર્વાયુવાળો અગ્નિધોત નામે બ્રાહ્મણ થયો. ત્યાંથી મરીને ઈશાકમાં
દેવ થયો.
• વિવેચન-૪૪૦,૪૪૧ :
ગાચાર્ય કહ્યો. વિશેષ આ – બ્રહ્મલોક કો આયુષ્યનો ક્ષય થતાં ચવીને કૌશિક બ્રાહ્મણ. પછી તિર્યંચ, નસ્ક, દેવની અનુભૂતિ રૂપ સંસારમાં ઘણું ભમ્યો. સંસારમાં કેટલોક કાળ ભમ્યા પછી ભ્રૂણાનગરીમાં બ્રાહ્મણ થયો ત્યાં પરિવ્રાજક દર્શનમાં પ્રવ્રજ્યા ગ્રહણ કરી, પાળી, મરીને સૌધર્મકલ્પે ગયો.
• નિયુક્તિ-૪૪૨,૪૪૩
ઈશાનકોથી આવીને મરીચિ મંદિર સંનિવેશે અગ્નિભૂતિ નામે ૫૬ લાખ પૂર્વના આયુવાળો બ્રાહ્મણ થયો. ત્યાંથી મરીને સનતકુમાર કલ્પે દેવ, ત્યાંથી ચ્યવી શ્વેતાંબિકામાં ૪૪ લાખ પૂર્વાયુવાળો ભારદ્વાજ બ્રાહ્મણ, મરીને માહેન્દ્ર કલ્પે દેવ. ત્યાંથી આવી કેટલોક કાળ સંસારમાં ભમી, રાજગૃહમાં સ્થાવર નામે બ્રાહ્મણ અને ૩૪ લાખ પૂર્વીયુ, મરીને બ્રહ્મલોકમાં દેવ થયો. છ વખત એ રીતે પરિવાજકપણું પામી ફરી સંસારમાં ભમ્યો.
૧૮૪
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧
• વિવેચન-૪૪૨,૪૪૩ :
ગાથાર્થ કહ્યો, વિશેષ વૃત્તિ આ પ્રમાણે – અગ્નિભૂતિ બ્રાહ્મણ થયો ત્યારે પણ પરિવ્રાજકપણું સ્વીકાર્યુ. સનત્કુમાકો વિમધ્ય સ્થિતિક દેવ. ભારદ્વાજ બ્રાહ્મણના ભવે પણ પરિવ્રાજક થયો. - ૪ - • માહેન્દ્ર કલ્પથી ાવી કેટલોક કાળ સંસારે ભમ્યા પછી સ્થાવર બ્રાહ્મણ થયો. બધું મળી કુલ છ વખત પરિવ્રાજકપણું સ્વીકાર્યુ. બ્રહ્મલોકેથી ચવીને પણ ઘણો જ કાળ સંસારમાં ભ્રમણ કર્યુ.
• નિયુક્તિ-૪૪૪,૪૪૫
રાજગૃહીમાં વિશ્વનંદી રાજા, વિશાખાભૂમિ તેના યુવરાજ, તે યુવરાજને વિશ્વભૂતિ નામે પુત્ર અને વિશ્વનંદીને વિશાખાનંદી પુત્ર થયો. રાજગૃહીમાં વિશ્વભૂતિ એ વિશાખાભૂતિનો ક્ષત્રિયપુત્ર કરોડ વર્ષાયુવાળો થયો. સંભૂતિ મુનિ પાસે ૧૦૦૦ વર્ષની દીક્ષા પાળી.
• વિવેચન-૪૪૪,૪૪૫ :
રાજગૃહ નગરમાં વિશ્વનંદી રાજા હતો, તેનો ભાઈ વિશાખા ભૂતિ યુવરાજ હતો. તે યુવરાજને ધારિણી નામે રાણી હતી. તેને વિશ્વભૂતિ નામે પુત્ર થયો. રાજાને પણ વિશાખાનંદી નામે પુત્ર હતો. વિશ્વભૂતિનું કરોડ વર્ષનું આયુ હતું. ત્યાં પુષ કરંક નામે ઉધાન હતું. ત્યાં વિશ્વભૂતિ પોતાના શ્રેષ્ઠ અંતઃપુર સાથે સ્વયંદ સુખે વિચરતો હતો. વિશાખાનંદિની માતા તેની દાસી સાથે ઉધાનમાં ફૂલ-ત્રાદિ લેવા આવી વિશ્વભૂતિને ક્રીડા કરતો જોઈ તેણીને ઈર્ષ્યા થઈ. તેણીએ વિચાર્યુ કે – હું એવું કંઈક કરું કે જેથી મારો કુમાર વિલાસ કરે. આ રાજ્ય કે બળ શું કામનું - જો વિશાખાનંદી આવા ભોગો ન ભોગવે? મારે નામનું રાજ્ય છે. ખરેખર તો આ યુવરાજ પુત્ર જ વિલાસ કરે છે. તે રાણી કોપગૃહમાં ચાલી ગઈ. હજી તો રાજા જીવે છે, ત્યાં આ દશા છે, તો રાજાના મૃત્યુ પછી અમને કોણ ગણશે ? રાજા ગયો, તેણીએ ભોજન ન કર્યુ ઈત્યાદિ - x -
અમાત્યએ રાજાને કહ્યું – દેવીના વચનનું અતિક્રમણ ન કરો. પોતાનાને ન મારો. રાજાએ પૂછ્યું – શો ઉપાય કરવો ? આપણા કુળમાં કોઈ એક ઉધાનમાં જાય ત્યારે બીજો ન જાય તેવો પરંપરા છે - 1 - અમાત્યે કહ્યું કે – કોઈ અજ્ઞાત પુરુષને ખોટો લેખ લખીને મોકલો. ત્યારે રાજાએ ખોટો લેખ કરી મોકલ્યો. ત્યારે રાજાએ
યાત્રા જવા આરંભ કર્યો. વિશ્વભૂતિએ તે જાણીને કહ્યું કે મારા જીવતા તમે શા માટે જાઓ છો? પોતે ગયો. તેને ગયેલો જાણી વિશાખાનંદી ઉધાનમાં ચાલ્યો ગયો.
વિશ્વભૂતિએ જ્યારે બહાર કોઈ ઉપદ્રવ ન જોયો ત્યારે પાછો આવ્યો. ફરી પુષ્પ કરંડક ઉધાનમાં પ્રવેશવા ગયો ત્યારે દ્વારપાળોએ પોતાના હાથમાં દંડ લઈને કહ્યું કે – અંદર જશો નહીં. વિશ્વભૂતિએ પૂછ્યું કયા કારણે ? અહીં વિશાખાનંદી કુમાર ક્રીડા કરી રહેલ છે. આ સાંભળીને વિશ્વભૂતિ કોપાયમાન થયો. તેને ખ્યાલ આવી ગયો કે મને કપટથી અહીંથી કઢાયેલ છે. ત્યાં કોઠાના ફળનું એક વૃક્ષ હતું. મુઠ્ઠીના