________________
ઉપોદ્દાત નિ ૧૩૬
૧૧૯
૧૦
આવશ્યક-મૂલસણ સટીક અનુવાદ/૧
પ્રમાણે પાઠ આપે.
આ આચાર્ય - શિષ્ય દોષ ગુણ-કથન લક્ષણ વ્યાખ્યાન વિધિ કહી. હવે મંગલોપચાર કરીને - X - વ્યાખ્યાન વિધિ ઉપોદ્ધાત માટે કહે છે -
• નિયુક્તિ -૧૪૦,૧૪૧ -
ઉદ્દેશ, નિર્દેશ, નિમિ, ક્ષેત્ર, કાળ, પુરુષ, કારણ, પ્રત્યય, લક્ષણ, નય, સમવતાર, અનુમત [એમ બાર દ્વારો જાણવા.) શું, કેટલાં પ્રકારે, કોનું, ચાં, કોના વિશે, કેવી રીતે, કેટલો કાળ, કેટલા, કેટલું અંતર, અવિરહિત, ભવ, આકર્ષ, સપના અને નિરુક્તિ એટલાં દ્વારો જાણવા.
• વિવેચન-૧૪૦,૧૪૧ :
ઉદ્દેશ કહેવો જોઈએ. એમ બધે ક્રિયા જોડવી. તેમાં સામાન્ય નામ તે ઉદ્દેશ. જેમકે અધ્યયન, વિશેષ નામ તે નિર્દેશ, જેમ સામાયિક. નિર્ગમન ને નિગમ, આ ક્યાંથી નીકળ્યું ? એમ કયા ક્ષેત્રમાં, કયા કાળમાં, કયા પુરપથી. કયા કારણથી ગૌતમાદિ સાંભળે છે ? વિશ્વાસ કરાય તે પ્રત્યય, તે કહેવો. કયા હેતુથી ભગવંતે આ ઉપદેશ્ય અને ગણધરોએ સાંભળ્યું ?, શ્રદ્ધા આદિ લક્ષણો, નૈગમાદિ નયોનું અવતરણ અને કયા નયને કયું સામાયિક અનુમત છે, ઈત્યાદિ દ્વારા અહીં વિચારવાના છે. •x -
સામાયિક શું છે ? ગુણ પ્રતિપન્ન જીવ ઈત્યાદિ. સામાયિક કેટલાં પ્રકારે છે ? ત્રણ ભેદે - સમ્યકત્વ, શ્રુત તથા ચારિત્ર. ઈત્યાદિ કહેશે. કોનું સામાયિક - જેણે આત્માને સમ આણેલ છે. સામાયિક ક્યાં ? - ક્ષેત્રાદિમાં. સામાયિક શેમાં ? સર્વે દ્રવ્યોમાં. “સર્વગત સમ્યકત્વ શ્રુત ચાત્રિમાં સર્વે પર્યાયો નહીં” ઈત્યાદિ કેમ પમાય ? કેટલાં કાળનું ? સમ્યકત્વ અને શ્રુતની ૬૬-સાગરોપમ સ્થિતિ છે. કેટલાં સ્વીકારે છે ? કે પૂર્વ પ્રતિપન્ન છે ? સમ્યકત્વ દેશવિરત પલ્યોપમના અસંખ્ય ભાગ માત્ર છે તે સાંતર છે કે નિરંતર છે ? કાળ અનંત છે - x • કેટલાં ભવ સુધી સામાયિક પ્રાપ્ત થાય ? “આઠ ભવ ચા*િ ઈદિ. આકર્ષણને આકર્ષ. એક કે અનેક ભવોમાં ગ્રહણ, ત્રણ હજાર પૃથકત્વ અને સો પૃથકવ વિરતિનું આકર્ષણ હોય છે. સ્પર્શના - કેટલું ફોગ સામાયિકવાળા સ્પર્શે છે ? સમ્યકત્વ અને ચારિત્ર સહિત સર્વ લોકને સ્પર્શે નિશ્ચિત ઉક્તિ તે તિક્તિ • x -
આટલો બે માથાનો સમુદાયાર્ચ કહ્યો. અવયવાર્થ પ્રતિ દ્વારે યુક્તિપૂર્વક કહીશ. અહીં કોઈ કહે છે - પૂર્વ અધ્યયન સામાયિકના ચાર અનુયોગદ્વાર કહ્યા. તેથી તેના ઉપન્યાસે જ ઉદ્દેશ-નિર્દેશ કહ્યા અને ઓઘ નામનિષ્પન્ન નિક્ષેપ કહ્યા.
હવે ફરી તેનું અભિધાન અયુક્ત છે. - X - X -
જે નિગમ ન કહીએ તો તેનું આગમ દ્વાર જ અભિહિત છે. તથા મHTTP ઈત્યાદિ કહ્યા. તેથી તીર્થકર અને ગણધરથી જ નીકળેલ છે. એમ કહેવું ન જોઈએ ? સત્ય છે, પરંતુ આ તીર્થકર અને ગણધરોનો જ નિર્ગમ કહેલ છે. તે તીર્થકર અને ગણઘર કોણ છે ? વર્ધમાન અને ગૌતમ અાદિ. તેનાથી નીકળેલ છે.
* X - X - X - X - નય આદિ અનુયોગદ્વાર વિષયો સંબંધી પ્રશ્નોત્તર છે, જેનું વિવરણ અહીં છોડી દીધેલ છે. મૂર્ણિકારે તો કશું જ નોવૈત વેણી, નિયુક્તિ દીપિકાકારે પણ છોડી દીધેલ છે.
હવે ઉદ્દેશ દ્વાર પ્રતિપાદન કરે છે - • નિર્યુક્તિ -૧૪ર :
નામ, સ્થાપના, દ્રવ્ય, ફોગ, કાળ, સમા, ઉદ્દેશ, ઉદ્દેશોદ્દેશ એ પ્રમાણે ભાવ ઉદ્દેશમાં અlઠ ઉો જાણવા.
• વિવેચન-૧૪ર :
નામઉદ્દેશ - જેનું જીવાદિ ઉદ્દેશ એવું નામ કરાય છે તે નામોદ્દેશ. સ્થાપના ઉદ્દેશ - સ્થાપના નામે ઉદ્દેશનો ન્યાસ. દ્રવ્યોદ્દેશ - દ્રવ્ય વિષયક ઉદ્દેશ, તે આગમ નોઆગમ જ્ઞશરીર ભવ્યશરીર તવ્યતિરિક્ત છે. દ્રવ્યને દ્રવ્યથી કે દ્રવ્યમાં ઉદ્દેશ. કેમકે આ દ્રવ્ય છે, આ દ્રવ્યનો સ્વામી છે, દ્રવ્યમાં - સિંહાસન ઉપર રાજા આદિ.
એ પ્રમાણે ક્ષેત્ર વિષયક ઉદ્દેશો પણ કહેવો. એ પ્રમાણે કાળ વિષયક પણ કહેવો. સETH - સંક્ષેપ, તે વિષયક ઉદ્દેશ તે સમાસોદ્દેશ. તે માંગ, શ્રુતસ્કંધ, અધ્યયનોમાં જાણવો. અંગસમાસોદ્દેશ - અંગ, અંગ ધાક, તેને ભણનાર, તેના અર્થજ્ઞ, એ પ્રમાણે બીજે પણ યોજના કરવી.
ઉદ્દેશ - અધ્યયનનો અંશ, તેનો ઉદ્દેશ તે ઉદ્દેશોદ્દેશ - ઉદ્દેશવંત, તેના ભણનાર, તેના અર્થજ્ઞ. ઉદ્દેશ ભાવવિષયક હોય છે. તે આ ભાવ, ભાવધાક કે ભાવજ્ઞ છે. આ જ ઉદ્દેશ આઠ ભેદે વિશિષ્ટ નામ સહિત નિર્દેશ છે, તેમ જાણવું. તેથી નિયુક્તિકાર કહે છે -
• નિયુક્તિ-૧૪૩ :
એ પ્રમાણે નિર્દેશ પણ આઠ પ્રકારનો જાણવો. તેમાં સામાન્ય થકી કથન કરવું તે ઉદ્દેશ અને વિશેષથી કથન તે નિર્દેશ.
વિવેચન-૧૪૩ -
જેમ ઉદ્દેશ કહ્યો, તેમ નિર્દેશ પણ આઠ ભેદે જાણવો. સર્વથા સામ્ય પ્રાપ્તિ અતિપ્રસંગ નિવારવા કહે છે - અવિપત - સામાન્ય અભિધાન આદિથી કહેવાય તે ઉદેશ, વિશેષિત થાય ત્યારે તે નિર્દેશ કહેવાય. જેમ નામનિર્દેશ - જિનભદ્ર ઇત્યાદિ અભિધાન વિશેષ નિર્દેશ. સ્થાપના નિર્દેશ - સ્થાપના વિશેષ અભિધાન કે નિર્દેશ. વિશિષ્ટ દ્રવ્યાભિધાન તે દ્રવ્ય નિર્દેશ, જેમકે - ગાય. એ પ્રમાણે ક્ષેત્ર વિશેષ કહેવું તે ક્ષેત્ર નિર્દેશ જેમકે - ભરત, ક્ષેત્રથી - સૌરાષ્ટ્ર ઈત્યાદિ, કાળ વિશેષ કહેવો તે કાલનિર્દેશ જેમકે - સમય વગેરે. અથવા તેના વડે • વાસંતિક, સમાસ નિર્દેશઆચારાંગ વગેરે. ઉદ્દેશ નિર્દેશ- શસ્ત્રપરિજ્ઞાદિનો પહેલો કે બીજે ઉદ્દેશો. ભાવનિર્દેશઔદયિક વગેરે. તેનાથી ઔદયિકવાન તે ક્રોધી વગેરે.
આ સમાસોદ્દેશ - નિર્દેશ વડે અધિકાર છે કઈ રીતે ? અધ્યયન સમાસોદ્દેશ છે. સામાયિક - સમાસ નિર્દેશ છે. તેના નિર્દેષ્ટા સ્ત્રી, પુરુષ, નપુંસક છે. તેમાં